Polygamy in Gujarati Moral Stories by Mr Gray books and stories PDF | પૉલીગમી

The Author
Featured Books
Categories
Share

પૉલીગમી

એક કરતા વધુ સેક્સ- પાર્ટનર  હોવા ને હું  કશું  ખોટું  કે  ખરાબ  માનતો  નથી , પછી  ચાહે  એ  ગર્લ  હોય  કે  બોય , ભગવાન  એ  આપણને બધાને  પોલીગામી (બહુ સાથીત્વ) જ  બનાવ્યા  છે .

આપડે બધા એવું માની લઈએ છીએ કે કોઈ એક વ્યક્તિ જોડે આપણને પ્રેમ થઇ જાય એટલે બીજા માટે  આપણને ફીલ ના થવું જોઈએ .

અને પછી જો બીજા માટે આપણને એટ્રેક્શન, અફેકશન, ક્રશ કઈ પણ ફીલ થાય તો  આપણને ગિલ્ટી (દોષભાવના) થાય કે  કેમ મને બીજા  માટે આકર્ષણ થાય છે?

આ પૃથ્વી પર ભગવાન એ જેટલા પણ સજીવ બનાવ્યા છે  એ બધા જ પોલીગામી  એટલે કે એક કરતા વધારે  સેક્સ પાર્ટનર વાળા છે.

તમે તમારી જાતે જોઈ લ્યો .. માણસ સિવાય બીજા એક પણ જીવ માં એવું નથી કે એક ને જ પ્રેમ કરી શકે, અને માણસ માં પણ પુરુષ પ્રધાન સમાજ રચના પહેલા આવું નહોતું જ.

આપણને ગિલ્ટી કેમ ફીલ થાય છે? કેમ કે આપણે એકદમ આદર્શ વિચારો પ્રમાણે  આપણી પોતાની જાત ને જજ કરીએ છીએ. બાળપણ થી શીખવવા માં આવેલા ને મગજ માં ફિટ બેસાડી દીધેલા આદર્શ વિચારો અને આપણી પોતાની વાસ્તવિકતા બંને તદ્દન વિરોધાભાસી છે.

જીવન માં કયારેય ખોટું ના બોલવું  જોઈએ , હંમેશા સત્ય જ બોલવું. આ એક બહુ જ સારો વિચાર છે, આદર્શ  જીવન નો આદર્શ વિચાર.

પણ શું જિંદગી એવી રીતે જીવી શકાય છે?

આદર્શ વિચારો ખાલી બોલવા માં બહુ સારા લાગે, રીયલ લાઈફ માં નથી ચાલતા, આદર્શ વિચાર એવો છે કે એક જ વ્યક્તિ ને પ્રેમ કરવો જોઈએ અને એક જ વ્યક્તિ જોડે સેક્સ કરવું જોઈએ, પણ  ભગવાન એ આપણું શરીર એ રીતે બનાવ્યું છે કે આપણને એક કરતા વધારે વ્યક્તિ જોડે સેક્સ કરવાનું મન થાય.

હવે સવાલ એ થાય કે જો આપણને એક વ્યક્તિ થી જ પ્રેમ છે, એ વ્યક્તિ આપણને ખુબ પ્રેમ કરે છે, આપણને ખુબ ખુશ રાખે છે તો પણ આપણને બીજા માટે કેમ આકર્ષણ થાય છે ? ને આપણને એ પણ ખબર છે કે આ આકર્ષણ એ પ્રેમ નથી, એ માત્ર એક આવેગવશ થતું આકર્ષણ છે. પણ આવું કેમ થાય છે?

એના માટે સૌથી પેલા તો આપણે એ સમજવું પડશે કે પ્રેમ, લગ્ન અને સેક્સ એ ત્રણેય અલગ અલગ ઘટના છે.

સેક્સ અંગેની સૌથી લોકપ્રિય ગેરસમજ એ છે કે, એને પ્રેમ ગણવામાં આવે છે. સેક્સ અને પ્રેમ ના આવા ખોટાં સમીકરણે ઘાણાંખરા અનર્થો સર્જ્યાં છે.

સેક્સ એ પ્રેમની અભિવ્યક્તિ હોઇ શકે. પ્રેમમાં સેક્સ હોય એ સ્વીકાર્ય પણ માત્ર પ્રેમમાં જ સેક્સ હોય એ અસ્વીકાર્ય અને અપાકૃતિક વિચાર છે.

સેક્સ ને લાગણી, મૈત્રી, સમર્પણ, પ્રેમની સચ્ચાઈ કે માત્ર પ્રાકૃતિક આવેગવશ જરૂરિયાત સાથે જોડી શકાય એ વાતને લગભગ આદર્શ ગણીને સમાજ બાજુ એ હડસેલતો રહ્યો છે અને સેકસને માત્ર લગ્નમાં બાંધી દીધું છે.

સેક્સ અને પ્રેમ એ બન્ને અલગ અલગ છે. પ્રેમ એ હૃદય થી થતી લાગણી છે જયારે સેક્સ એ શારીરિક જરૂરિયાત કે ભૂખ છે. સ્ત્રી કે પુરુષ જયારે પુખ્ત ઉમરના થાય હોર્મોન્સ ના ફેરફાર ચાલુ થાય એટલે સ્ત્રી અને પુરુષ બન્ને સેક્સ ની ઉત્તેજના નો અનુભવ કરવાનું ચાલુ કરે છે.

તમે યાદ કરો કે તમને પ્રથમ વાર જયારે સેક્સ ની ઇચ્છા કે ઉત્તેજના નો અનુભવ થયો ત્યારે તમારે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હતી ? તમે કોઈના પ્રેમ માં ના હોવ, સિંગલ હોવ તો પણ તમને સેક્સ ની ઉત્તેજના નથી થાતી ?

તમે કોઈ પ્રેમ ગીત (Love Songs) નો વિડીયો જુવો તો તમને તમારા પ્રેમી ની યાદ આવે કે તમને પ્રેમની લાગણી ની અનુભૂતિ થાય. પણ જો તમે કોઈ કામુક (Erotic / Sexy) વિડીયો જુવો તો તમને કામેચ્છા (સેક્સ ની ઉત્તેજના) અનુભવો છો.

જયારે તમે સેક્સ કરી રહ્યા હોવ તે ક્ષણે તમને પ્રેમ ના વિચારો, લાગણી નથી અનુભવતા પરંતુ સેક્સ ની ઉત્તેજના થી થાતો ઉન્માદ અનુભવો છો.

પ્રેમ અને સેક્સ બન્ને અલગ અલગ છે એ સમજવું અને સ્વીકારવું પડશે, ને તો જ આપણે સ્વીકારી શકીશું કે પ્રેમ વગર પણ સેક્સ ની ઈચ્છા થઈ શકે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ.

જો સેક્સ કોઈ સબંધ વચ્ચે નથી થાતુ તો સેક્સ સાચું કે ખોટું, સારુ કે ખરાબ કેવી રીતે નક્કી કરવું ?

સેક્સ પાછળની ભાવના, વિચારો, ઉદેશ કે આશય (ઈંટેંશન) પર થી. 


તમે જે તે વ્યક્તિ સાથે સેક્સ કરી રહ્યા છુઓ એની પાછળ તમારો ઈરાદો કોઈની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાનો ના હોવો જોઈએ.

સેક્સ પાછળ તમારો ઉદ્દેશ કોઈને છેતરવાનો , કોઈનો ગેરલાભ ઉઠવાનો , બદલો લેવાનો , નુકશાન કે હાનિ પહોંચાડવાનો નથી કે અન્ય કોઈ પણ ખરાબ ઈરાદા નથી , પરંતુ માત્ર એકબીજા ના પ્રેમ, આવેગ, ઉત્તેજના , આનંદ કે વિનોદ માટે નો છે અને તમારા બે વચ્ચે નું સેક્સ એકબીજા ની સંપૂર્ણ પરસ્પર સહમતી અને સમજૂતી થી થાય છે તો એ સેક્સ માં કશુંકે ખોટું કે ખરાબ નથી ,ચાહે  તમારા બે વચ્ચે કોઈ પણ સબંધ હોય
અને જો સેક્સ પાછળ તમારા ઉદ્દેશ કે ઈંટેંશન સારા ના હોય , બળજબરી પૂર્વક નું સેક્સ હોય તો પતિ પત્ની વચ્ચે નું સેક્સ પણ એક ખોટું અને હીન કૃત્ય છે. સેક્સ ની યોગ્યતા સેક્સ પાછળ વ્યક્તિ ના ઉદ્દેશ અને ઈરાદા થી થાય છે, બે વ્યક્તિ વચ્ચે ના સબંધ થી નહિ.

જેમ કુદરત નો કોઈ ધર્મ નથી, એમ સેક્સનો કોઈ સબંધ નથી. સેક્સ બે શરીર વચ્ચે થાય છે, નહિ કે કોઈ એક સબંધ વચ્ચે. બે વચ્ચે કોઈ પણ સબંધ હોય.

 
આપણે ગમે એટલો પ્રેમ નો મહિમા ગાઈ લઈએ, આપણા શરીર ની આ હકીકત બદલવાની નથી. હા, પ્રેમ ની લાગણી પવિત્ર છે ને મહાન છે, પણ એના થી સેક્સ ની કામના ખરાબ કે ગંદી નથી થઇ જાતી.  આપણા શરીર નો જન્મ સેક્સ થી થયો છે, અને આપણા શરીર ની મૂળભૂત ઉર્જા સેક્સ છે.

જાણે અજાણે પણ આપણું શરીર આ ઉર્જા ના સ્ત્રોત્ર ની શોધ માં જ હોય છે હરહમેંશ. કોઈ દલીલ કરશે કે સેક્સ માંથી જ ઉર્જા મળતી હોય તો પોતાના પતિ કે પત્ની જોડે જ સેક્સ કરી ને પણ આ ઉર્જા મેળવી શકાય.

સેક્સ ની ઉર્જા માત્ર શારીરિક નથી, એ શારીરિક કરતા માનસિક વધુ છે. એક ના એક પાર્ટનર જોડે રેગ્યુલર નિયમિત સેક્સ ઘણી વાર મોનોટોનસ બની જતું હોય છે. એવું મોનોટોનસ સેક્સ ની ઉર્જા તટસ્થ બની જાય છે. અને આ જ કારણ થી આપણું શરીર અને મન આપણી જાણ વગર પણ સેક્સ ની ઉર્જા ના નવા સ્ત્રોત ની શોધ કરવા લાગે છે, ને કોઈ પોઝિટિવ ઉર્જા સ્ત્રોત મળે તો એના તરફ આર્કષાય છે.

એક કરતા વધુ પાર્ટનર માટે ની ચાહના સમજવા શરીર ની ભૂખ નું એક ઉદાહરણ આપીશ. ડોમિનોઝ ના પીઝા તમારા સૌથી વધુ ફેવરિટ છે, છતાં પણ આપણને ક્યારેક ક્યારેક પાણીપુરી, મંચુરિયન, વડાપાંવ, બર્ગર વગેરે નવી નવી વાનગી ના સ્વાદ ને માનવ નો ચસ્કો લાગે છે. તો એનો મતલબ એવો તો નથી કે હવે આપણને પીઝા પસંદ નથી ? ડોમિનોઝ ના પીઝા આપણા ફેવરિટ છે ને છતાં તમે મેક-ડોનાલ્ડ નું બર્ગર ખાવ તો શું હવે પીઝા ખરાબ થઇ ગયા ? કોઈ એક ની લીટી મોટી કરવા બીજી લીટી ને ભૂંસી નાખવાની માનસિકતા ત્યજવી પડશે.

સાથે સાથે એ પણ સ્વીકારી લઈએ કે કેળા ના વૃક્ષ પર માત્ર કેળા જ આવશે, કેરી, પપૈયું, દાડમ, સફરજન, જમરૂખ, લીંબુ, દ્રાક્ષ, એવા અલગ અલગ ફળ માટે અલગ અલગ વૃક્ષ પાસે જ જવું પડશે કે વાવવા પડશે.

શ્રી રજનીશ ઓશો એ એમના એક પ્રવચન માં કહેલું કે-

"પુરુષ અને સ્ત્રીઓને લગ્ન જેવાં બંધનોથી જોડાઇ કે ના જોડાઇ,પણ બેશક પ્રેમમાં જીવવું જોઇએ,પરંતું એમની આઝાદી જાળવી રાખવી જોઇએ.તેઓ એકબીજાથી ઋણાનુંબંધથી જોડાયેલા નથી.

આપણું જીવન વધું તરલ-વધું પ્રવાહિત હોવું જોઇએ.એક સ્ત્રી અનેક પુરુષ મિત્રોનાં સંપર્કમાં આવી જોઇએ અને એક પુરુષ અનેક સ્ત્રી મિત્રોનાં સંપર્કમાં આવવો જોઇએ એવો નિયમ હોવો જોઇએ.

પરંતું એ શકય ત્યારે જ બને જ્યારે (કામ)સેકસને એક રમત કે વિનોદ રૂપે જુએ.એ કોઇ પાપ નથી.કેવળ વિનોદ જ છે."

 


તમારો ફીડબેક , વિચારો અહીં કોમેન્ટ ના કરી શકો તો blackbaba2021@gmail.com પર મેલ કરી શકો છો.