Chingari - 5 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 5

Featured Books
Categories
Share

ચિનગારી - 5

"હેલો દાદી જાન.....દાદી કોને કહે છે બેટા, હું કોઈ દાદી જેવી નથી મારી ઉંમર તો હજી નાની છે, હું કઈ દાદી નથી સમજ્યો જાન કહેવું હોય તો કહી શકે પણ દાદી નાં બોલ" વિવાન કઈ બોલે વધારે એની પહેલા જ અદાકારી અંદાજમાં દાદીએ કહ્યું ને વિવાન હસી પડ્યો.

શું જાન તમે પણ! બસ? હવે આ જાન બરાબર છે ને? વિવાનએ હસતા હસતા પૂછ્યું ને એના અવાજમાં થોડી બેચેની હતી જે દાદી પારખી ગયા.

મારા દીકા ને શું થયું? કેમ ઢીલો પડી ગયો છે? દાદીએ પ્રેમથી પૂછ્યું ને વિવાનએ મિસ્ટીને લાગતી બધી જ વાતો કહી દીધી, આમ પણ વિવાનનું દાદી સાથે પહેલાથી એટલું સારું બનતું કે નાનામાં નાની વાત દાદી જાણતા, વિવાનએ તેનાથી થઈ તે ભૂલ પણ સ્વીકારી લીધી, દાદીને પહેલા તો થોડો ગુસ્સો આવ્યો પણ વાત વાતમાં તેમને જાણ થઈ ગઈ કે વિવાન લાગણીઓ રસ્તે ચાલી પડ્યો છે, જે વાત વિવાનને નથી ખબર, એને તો બસ પછતાવો છે એની ભૂલ માટે!

"દાદી! સાંભળો છો ને?" સામેથી કઈ જવાબ ન મળતા વિવાનએ ફોનમાં જોયું તો ફોન ચાલુ જ હતો.

"મારો દિકો કાંડ કરે અને મારે બધું સાચવાનું" દાદીએ નારાજગી વ્યકત કરતા કહ્યું ને વિવાનનો ચહેરો ઉતરી ગયો.

"દાદી!" વિવાનએ ઉતરેલી કઢી પી હોય એવી રીતે બોલ્યો.

બસ બસ હવે, આવું છું હું કાલે જ સવારે! પછી નિરાંતે વાત અને હા ચિંતા નાં કરીશ, તારા દાદી છે ને બધું જોઈ લેશે, એમ કે મારો રસગુલ્લો ક્યાં છે? દાદી એ પૂછ્યું ને વિવાનએ આરવ સામે જોઇને કહ્યું

"તમારો રસગુલ્લો તો ચા પીવામાં મગન છે! લો આપુ" વિવાનએ કહ્યું ને આરવને ટપલી મારી ને ફોન આપ્યો. વિવાનએ દાદી સાથે વાત કરીને શાંતિથી મિસ્ટીનાં વિચારો કરતા કામ કરવા લાગ્યો.

આરવ પણ હોસ્પિટલ આવીને મિસ્ટીને મળવા તેના રૂમ તરફ ચાલવા લાગ્યો, તેનું ધ્યાન ફોનમાં હતું ને એ નેહા સાથે અથળાઈ ગયો.

આરવ જોઈને ચાલ, નેહાએ શાંતિથી કહ્યું ને આરવ એ એક કાન પકડીને સોરી કહીને આગળ ચાલવા લાગ્યો...તેને પાછળ વળીને નાં જોયું પણ નેહા તેને જોતી રહી ને તેના ચહેરા પર સ્મિત રમી રહ્યું.

આરવને કોઈ જોવે તો, વહાલો વહાલો લાગે એવો, બંને ભાઈ હેન્ડસમ પણ આરવ એ રીતે તૈયાર થતો કે એ ક્યૂટ લાવતો તેના વાળ પણ એ રીતે એક બાજુ સેટ કરેલા ને આછી દાઢી તેના પર ક્લિક લુક આપી રહી, નેહા વધારે વિચાર્યા વગર સ્મિત સાથે આરવ દેખાતો બંધ થયો કે તે પણ જતી રહી.

........

આરવ અંદર ગયો કે એની આંખો પહોળી થઈ ગઈ, મિસ્ટી આજુબાજુ જોઈ રહી છે ને તેની નજર આરવ પર પડી!

આરવ પણ શું બોલવું એ વિચારવા લાગ્યો ને એને મોટું સ્મિત આપતા હાઈ કહ્યું.

મિસ્ટીને થોડીક વાર અજીબ લાગ્યું, પછી તેને સામે સ્મિત આપ્યું ને આરવને ચકકર આવવા લાગ્યા.

"બાપરે મને તો ચકકર આવે છે ખાલી....પણ ભાઈ તો પાક્કું મરી જ જશે આ નાં સ્મિતમા" આરવે એ મનમાં કહ્યું.

કેવું લાગે છે હવે મિસ્ટી? નેહા અચાનક પાછળથી આવી ને પળભર માટે તો આરવ ડરી જ ગયો.

લાગે છે આજે છોકરીઓ મારા પર હુમલો કરવા આવી રહી છે, ફરીથી આરવ મનમાં બોલ્યો ને ત્યાંથી નીકળવા લાગ્યો.

"બાય નેહા, બાય મિસ્ટી, ટેક કેર" આરવએ કહ્યું ને નેહા મિસ્ટી પાસે ગઈ.

મિસ્ટી, નેહા ને જોતી રહી, એને યાદ આવી ગયું કે તેનો એક્સિડન્ટ થયો હતો અને થોડા દિવસ પહેલા પણ આજ નર્સ અહીંયા હતી.

મિસ્ટી તને એક વાત કહું? આજે મે કોઈનો જીવ બચાવ્યો છે, નેહાએ ખુશ થતા કહ્યું ને મિસ્ટી એ હા માં માથું હલાવ્યું.

અત્યારે જે ડોકટર આવ્યા હતા ને આરવ નામ છે એમનું, એમની જ જાન બચાવી મે, પૂછ કઈ રીતે? નેહાએ કહ્યું

"કઈ રીતે?" મિસ્ટીએ પૂછ્યું.

તારું સ્મિત જોઈને ડોકટર પડી જવાના હતા, પણ મારા આવતા જ તેમને પોતાની જાત ને સંભાળી રહ્યા, બાકી જો હું નાં આવી હોત ને તો પાક્કું તારા સ્મિતમાં ડૂબીને આવે તેમ છે આરવ! એટલે ડોકટર આરવ! નેહાએ કહ્યું ને મિસ્ટીનાં ચહેરા પર સ્મિત છવાઈ ગયું.

નેહા સાથે વાત કરીને મિસ્ટીને ખુબ જ સારું લાગ્યું, ત્યાંજ બહારથી અવાજ આવ્યો. "હું બે જ મિનિટમાં આવી મિસ્ટી" આટલું કહીને નેહા
બહાર આવી.

આરવ દીકુ ક્યાં છે? મારું બેટુ! બહારથી કોઈ 70 વર્ષ વટાવી ચૂક્યા હોય એટલી ઉંમર નાં ભારે શરીર ધરાવતા દાદી આવ્યા ને ત્યાંજ તેમને બહાર આવતી નેહા નજરે પડી.

"આને તું હું મારા આરવની વહુ બનાવીશ" દાદીએ ધીમે કહ્યું ને તેમના પાસે જતી નેહા બોલી.

દાદી આરવ અંદર છે તેની કેબિનમાં ચાલો હું લઈ જઉં, નેહા એ કહ્યું ને એને કઈક યાદ આવતાં કપાળે હાથ મૂક્યો ને પાછી બોલી.

નેહાને મિસ્ટી યાદ આવી ગઈ.....શીટ, દાદી બે જ મિનિટમાં હું આવું છું એવું કહીને નેહા ફટાફટ મિસ્ટી જોડે જવા લાગી.

મિસ્ટી હું બસ 3 મિનિટમાં આવું છું, તું ઠીક છે ને? નેહા ને

પૂછ્યું

હું એક દમ ઠીક છું નેહા, તમે તમારું કામ કરી શકો છો, ડોન્ટ વરી" મિસ્ટીએ સ્મિત આપતા કહ્યુંને નેહા બાય કહીને દાદીને આરવ જોડે લઈ ગઈ.

મારો દીકો!

મારી જાન!

આરવ દાદીને જોઈને વળગી પડ્યો ને નેહા મિસ્ટી જોડે જતી રહી.

મિસ્ટી ઊભી થઈને બહાર બારી પાસે થોડી વાર ઊભી રહી છે, આકાશ તરફ જોઈને નીચે જોવા લાગી, એક સ્ત્રી એક 4 વર્ષના બાળક પાછળ ભાગી રહી છે ને તેના ચહેરાની ખુશી જોઈને મિસ્ટી નાં ચહેરા પણ જે ગંભીર ભાવ હતા એ સ્મિતમા ફેરવાઈ ગયા.

જે થયું તે હું બદલી નથી શકવાની પણ હવે મારે અહીંયાથી નીકળવું પડશે, કોઈ ઘર શોધી લઉં...પછી આગળ જે થાય તેમ! મિસ્ટીએ વિચાર્યું ને નેહા તેના પાસે આવી.

......

તો કેવો લાગ્યો મારો પ્લાન? આરવએ ખુશ થતા કહ્યું ને એની વાત સાંભળીને દાદી પણ ખુશ થઈ ગયા.

ચાલો સ્ટાર્ટ! દાદીએ કહ્યું ને બંને એક બીજાને તાળી આપી.


.........


ક્રમશઃ