be quick in Gujarati Short Stories by Bindu books and stories PDF | ચટકારો

The Author
Featured Books
Categories
Share

ચટકારો

સાંજ પડે એને સૌ હવેલી ની આસપાસ શાક માર્કેટ ભરાઈ ત્યાં હવેલીએ દર્શન કરવા જાય અને બહાર શાક માર્કેટમાંથી શાક પણ લેતા જાય શિયાળાની ઋતુ એટલે શાકભાજીમાં તાજા મજા જાત જાતના શાકોની બોલબાલ ચાલતી હોય કે આટલા ના કિલો અને આટલા નો ઢગલો અને જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ તો શાકના ઢગલા ની કિંમત પણ ઘટતી જાય અને સ્ત્રીઓનો ઘસારો પણ વધતો જાય દર્શન પણ થઈ જાય અને શાકની ખરીદી પણ થઈ જાય

દરેકને સ્વાદ પ્રિય હોય છે અને બધાના મનભાવતા શાક હોય છે કોઈકને કડવી મેથી પણ મીઠી લાગે છે તો કોઈક મીઠા બટેટા પણ કડવા ઝેર લાગે છે તો વળી કોઈ સરગવાની સિંગુ હોસે હોસે ચાટીને ખાય છે તો વળી કોઈ શક્કરિયા નું શાક પણ અવગણે છે.

વેજીને પણ બધા જ શાક ખૂબ જ ભાવે અને સાથે કોથમીર ફુદીનાની ચટણી નો તો તેને જીભમાં એવો ચટકારો કે એમ થાય કે કોથમીર ની ચટણી તો તે રોજ બનાવવી જોઈએ કામમાં પણ વેજી ખૂબ જ તૈયાર કેટલાય ઘરના કામ કરી અને સાંજે ઘરે જતી વખતે શાક માર્કેટ એથી શાક લેતી જાય અને ઘરે જઈને પોતાનું ભાવતું શાક બનાવે પણ તેની સાસુમાનો તો એટલો વડી ત્રાસ કે તેની પાછળ બસ વાસણા જ ચાટવાનું રહે ક્યારે વેજી માટે શાક બચાવે જ નહીં અને માથે જતા ટક ટક જ કર્યા કરે કે આમાં તેલ વધારે છે અને આમાં મસાલા વધારે છે વેજી પણ તેની સાસુ કે એમ કર્યા કરે ક્યારેક તો બધાની પાછળ જમવા બેસે ત્યારે શાક નો હોય તો બસ ખાલી ગોળ અને રોટલી ખાઈ ઊભી થઈ જાય ક્યારેક ક્યારેક તેને તેના પિયરના દિવસો યાદ આવે કે તેના બાપુજી કેવા ખાવાના શોખીન અને તેની માનો રસોઇ કળા માં હાથ પણ બહુ સરસ અને દર શિયાળામાં તો પાવભાજી તાવો અને વિવિધ શાકના કે ક્યારેક ક્યારેક તો લીલું ઊંધિયું હોય કે ખાલી ઊંધિયું હોય કે સંભાર હોય ઘણી વખત તેને આ બધું યાદ આવી જતું અને જમવા બેસે ને જ્યારે જોવે કે પોતાની પાછળ શાક જ નથી બચ્યું ત્યારે એક ડુસકુ ભરાઈ જાય પણ તે કંઈ જ ન બોલે બસ ચૂપચાપ જે વધ્યું ઘટ્યું હોય એમાં ખાઈ લે પણ વેજી જે ઘરે વાસણ કચરા પોતા કરવા જાય ત્યાંથી ક્યારે ક્યારે શાક કે વધારાનું એ લોકો એને આપે હવે વેજીએ નક્કી કર્યું કે તે ઘરે કાંઈ જ નહીં લઈ જાય શેઠાણીને કહે છે કે બેન ત્યાં ને ત્યાં મને જમાડી દો કારણ કે ઘરે લઈ જવાની મારી સાસુમા મને ના પાડે અને મને ખીજાય હવે પારકા ઘરે તે પોતાના સ્વાદ ના ચટકારા માટે રાહ જોતી પણ આવું તો જ્વલ્લે જ બને હા ક્યારેક કોઈ પ્રસંગ હોય કે કોઈના ઘરે મહેમાન હોય તો થાળી પીરસાય તો ત્યારે વેજી ત્યાં જમી લે.. વેજીને શાક નો તો બહુ ચટકારો......માણસો પણ કેવા વિચિત્ર હોય છે કે પેટ માટે જ કમાવાનું હોય છે અને તેના માટે જ આટલા કજીયા ને કંકાસ કરે છે ન તો કોઈને નીરાત લેવા દે છે કે ન પોતે નિરાંતે બેસે છે વેજી જેવી તો કેટલી સ્ત્રીઓ હશે કે જે પોતાના પેટ માટે પણ અવાજ ઉઠાવી શકતી નથી કે પોતાને ભાવતી વસ્તુઓને પણ તેમણે ત્યજવી પડે છે ને બસ માત્ર પાછળથી વધેલા વાસણમાં રોટલી ચોળીને ખાઈ લે છે શું કામે સ્ત્રીઓ જ સ્ત્રીઓ સાથે આવી બગાવત કરે છે સમજાતું જ નથી..જય દ્વારકાધીશ 🙏🏻