એકતા નગર
ઘર માં અચાનક એક પળ માટે સન્નાટો છવાઈ ગયો, શું બોલવું તે કોઈ ને કંઈ સમજ નહીં આવી રહ્યું હતું, તે ઘર માં એક 38 વર્ષ ની આજુ બાજુમાં પોહચેલ ના જેને હાલ હવે છોકરો પણ નહીં કેવાય એવો યુવાન અને તેનો પૂત્ર જે હાલ 12 વર્ષ નો હશે.. આ બંને સિવાય હાલ એક ભયાનક શાંતિ છવાયેલી હતી...
બંને એક પલ બાદ જ્યારે પોતાની તે ડરામણી દુનિયા માંથી બહાર આવ્યાં ત્યાર બાદ એક બીજા સામે એક નજર કરી ને ઊંચા શ્વાસ સાથે, મન માં ડર સાથે ફટાફટ ઘર ના મેન દરવાજા તરફ લગભગ દોડ લગાવી... તે પોતાની ગાડી માં બેસી ને પોલીસ નો સંપર્ક કરી , તે ન્યૂઝ માં દેખાડવા માં આવેલ છોકરી જોકે તેને છોકરી નહિ કેહવાય તેને યુવતી કહી શકાય.. તેણી ને કંઈ જગ્યા પર લઈ જવામાં આવી તે વિશે પૂછયું, પોલીસ તરફ થી હોસ્પિટલની જાણ કરવા માં આવી, ત્યાં મળવા ની વાત પણ કરી...
ગાડી બરોડા ના રોડ પર દોડવા લાગી... લગભગ 25 મિનિટ પછી તે પિતા અને પુત્ર તે હોસ્પિલમાં પોહચે છે...
હોસ્પિટલ માં
ઈમરજન્સી રૂમ માં હમણાં જ હજી તે છોકરી જેવી દેખાતી યુવતી ને લાવવામાં આવી હતી..
સફેદ કલર ની કુર્તી જેમાં ગળા પર લીલા કલર નું દોરા ધાગા વડે ભરત કરેલ હતું.. લીલા કલર ની લેગીન્સ પેહરી હતી તેનો દુપટ્ટો આમ તો સફેદ હતો પણ હાલ તો તેનો કલર લાલ અને સફેદ આવો મિક્સ થઈ ગયો હતો.. તે બેભાન હતી , ક્યાં હતી તેની તેને કોઈ ભાન જ નહિ હતી...
તેના માંથા પર અને જમણી બાજુ ના શરીર માં વધુ ઈજા થઈ હતી.. આ માત્ર બાહરી ઈજા હતી, આંતરિક ઈજા ની હજું તો કંઈ ખબર જ ના પડી હતી... તેની બાજુમાં 2 ડોક્ટર અને 2 નર્શ તેને ચેક કરી રહ્યા હતા... લોહી ના રિપોર્ટ કરવા માં આવી રહ્યાં હતાં.. માંથા પર ની ઈજા અને શરીર પરના ઘા પર ડ્રેસિંગ કરવાં માં આવી રહી હતું, પણ ડોક્ટર ને શંકા હતી કે તેને આંતરિક ઈજા વધુ થઈ હાશે... તેથી તે બીજા બધા રિપોર્ટ માટે નર્સ ને તૈયારી કરવા કહી ને રૂમ ની બાહર જવા બીજી તરફ ફર્યા... તેનું ધ્યાન ત્યાં પડેલા panda પર પડ્યું જે તેણી ને ગાડી માંથી બહાર કાઢી ને લાવવામાં આવી ત્યારે તેનાં હાથ માં જે પેલો panda હતો તે પણ તેની બાજુના ટેબલ પર રખાવામાં આવ્યો હતો, તે પણ તેમ જ હાથ માં અહીંયા હોસ્પિટલ સુધી આવી ગયો હતો... ડોક્ટર તેના પર એક નજર મારી ને રૂમ ની બહાર આવ્યાં... એટલી વારમાં તે યુવાન અને તે છોકરો ત્યાં પોહચ્યાં, તે ડોક્ટર ને તે યુવતી વિશે પૂછી રહ્યાં હતાં.. ડોક્ટરએ જે સત્ય હતું તે જ કીધું કે " હાલ તો કંઈ કહી ના શકાય, તેના બધા રિપોર્ટ થઈ જાય પછી જ સાચી ખબર પડે.. અત્યારે તો તે ભાન છે..."
આટલું બોલી ડોકટર ત્યાં થી તે યુવાન ના ખંભા પર એક પળ માટે હાથ રાખી રાખી ને આગળ ચાલ્યાં જાય છે... અને તે યુવાન ત્યાં પાસે પડેલ ખુરશી પર જાણે પોતાનું શરીર પોતાનાં વસ માં ના હોય એમ, પાણી પડે તેમ બેસી જાય છે... તેનો દીકરો તેને સાંભળતા કહે છે,
" સાચવો પપ્પા , પોતાની જાત ને આમ હોશ ગુમાવવા થી કંઈ નહિ થાય.. એક વાર મમ્મી ને જોઈ તો લ્યો.."
"કેમ જાઉં તેની સામે.. મારું હીંમત જ નથી થતી તેને આમ જોવાની... તું જોઈ આવ હું નહીં જોઈ શકું તેને આ હાલત માં.."
" ના , તમારે આવી જોસે મારી સાથે.. મારા માટે નહીં પરંતુ મમ્મી માટે..." આટલું બોલી ને તે છોકરો તે યુવાન ને જે રૂમ માં પેલી યુવતી ને રાખવા માં આવી હતી તે રૂમ પાસે લઈ જાય છે...
યુવાન ના પગ ધ્રુજી રહ્યાં હતાં... તે હજું રૂમ ની દરવાજો ખોલે તે પેહલા જ રૂમ નો દરવાજો અંદરથી ખુલ્યો, એક નર્સ બહાર આવી,
તે છોકરો નર્સ ને અંદર જવા માટે પૂછે છે.. નર્સ 10 મિનિટ માટે અંદર જઈ મળી આવવા માટે હા પાડે છે, ત્યાર બાદ તે યુવતી ને ચેકઅપ માટે લઈ જવાની છે તેમ કહી ત્યાં થી જાય છે...
છોકરો ફરી તે યુવાન નો હાથ પકડી ને તેને રૂમ માં લઈ જવા માટે ભરી માં સાથે ડગલાં આગળ ભરી રહ્યાં હતાં..
રૂમ નો દરવાજો ખોલ્યો... યુવાન ના ગળા માંથી માત્ર એક જ શબ્દ નીકળો...
" જાનકી "