આકાશ અને રત્નાની આરતી ઉતારી હવેલીમાં અંદર પ્રવેશ કર્યો. રતનાના કંકુ પગલાં માટે કંકુને પાણીમાં ઘોળીને તૈયાર કરેલાં થાળમાં રત્ના પોતાનાં બન્ને પગ મુકીને બહાર આગળ વધી. રત્ના જેમ આગળ વધવા લાગી ત્યાં તેનાં પગની છાપ લાલ રંગની બદલે કાળાં રંગની થવા લાગી. બધાં એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યાં. સુધાના હાથમાં રહેલી આરતીની થાળી નીચે પડી ગઈ. રત્ના હવેલીમાં આગળ વધવા લાગી.
હવેલીમાં બરોબર વચ્ચે ઉભીને પોતાનાં બન્ને હાથ વડે ઘુંઘટ ઉઠાવી નાંખ્યો. સુધા, આકાશ અને સવિતાબેન બધાં એકબીજાના ચહેરા પર જોવાં લાગ્યાં. " અરે...બેટા આ શું કરે છે..." સવિતાબેન એટલું બોલવાં જઇ રહ્યાં હતાં. એ પહેલાં ઘુંઘટ ઉઠાવીને રત્ના ધીમે-ધીમે પાછળ ફરવા લાગી. પાછળ ફરીને ઉભેલી રત્ના જેવી આગળ ફરીને બધાંની સાથે જોતાં હવેલીના હોલમાં ઉભેલાં બધાંની વિચારધારાને એક પળમાં રત્ના બદલી નાખે છે.
અડધો સળગી ગયેલો ચહેરો અને લાલ રંગની ચમકતી આંખો ગરદન પર કોઈનાં મારના પંજાના નિશાન ઉપસી આવેલાં હતાં. રત્નાનું આવું રૂપ જોતાં આકાશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. સુધા અને સવિતાબેન પણ આશ્ર્ચર્યથી રત્નાને જોવાં લાગી. રત્ના ધીમે-ધીમે આગળ આકાશ તરફ આગળ વધવા લાગી. ધીમે-ધીમે ઝાંઝરનો અવાજ આગળ વધી રહ્યો છે. અવાજની સાથોસાથ આકાશનાં ધબકારા વધવા લાગ્યાં. " કોણ છે તું ? તું રત્ના નથી. આવી અપશુકનિયાળ છોકરીના મારાં એકનાં એક દિકરા સાથે લગ્ન કેવી રીતે થયાં ".અંતે સવિતાબેન પોતાનું મૌન તોડીને બોલ્યાં.
રત્ના પોતાની લાલ રંગની ચમકતી આંખો વડે ગુસ્સેથી સવિતાબેન તરફ જોવા લાગી. " નહીં છોડુ કોઈને નહીં છોડુ...". રત્ના ગુસ્સેથી ઉંચા અવાજે બોલી. રત્ના આકાશની તરફ ગુસ્સેથી આગળ વધી રહી હતી. પાછળછી સુધા આવીને રત્નાનુ બાવળુ ઝાલ્યું ત્યાં રત્ના એક ઝટકે પોતાનો હાથ છોડાવીને સુધાને ધક્કો માર્યો.
સુધા હોલમાં સોફા પાસે નીચે પડતાં પડતાં માંડ બચી. પાછળ ઉભેલો સમીર આકાશને ત્યાંથી દુર ભાંગવાનું કહે છે. " તું કોણ છે ? શું કામ બધાનુ જીવન મુશ્કેલીમા મુકે છે ". આકાશ ઉડો શ્ર્વાસ ભરીને હિમ્મતથી બોલ્યો. પચ્ચીસ વર્ષ પહેલાંનો લેવાં આવી છું." કોઇને નહીં છોડુ એક એક વસ્તુની કિંમત ચુકવવી પડશે. જિંદગીનાં બદલે જિંદગી અને મોતનાં બદલે મોતા ". રત્ના વ્હીલચેર પર બેસેલા અધિરાજ તરફ જોતાં બોલી.
સમીસાંજે લગભગ છ વાગ્યા આવ્યાં હતાં. તેજપુર મહાદેવનાં મંદિરે આરતીનો શંખનાદ ગુંજ્યો. જેવો આરતીનો શંખનાદ ગુંજ્યો તેવી રત્ના નાં માથામાં અચાનક એક ભયાનક દર્દ થવા લાગ્યું. આકાશનાં ગળામાં પહેરેલો રૂદ્રાક્ષ માંથી એક અદ્ભુત ચમકતો દિવ્ય પ્રકાશ નીકળવા લાગ્યો. રત્ના દર્દના કારણે દોડીને હવેલી માંથી બહાર નીકળી જાઈ છે. બધાં રત્નાની પાછળ દોડીને આમતેમ જોવા લાગ્યાં. પરંતુ રત્ના ક્યાંય દેખાણી નહીં. થાકેલી હાલતમાં ગળામાં પહેરેલો હાર આકશ ગુસ્સેથી ફેંકી નાખ્યો અને થાકીને સોફા પર બેસી ગયો.
" પચ્ચીસ વર્ષ પહેલાંનો બદલો લેવા માટે હું જ મળ્યો ! મારાં લગ્ન, માંરી જિંદગી બધું બરબાદ કરનારી આ છોકરી કોણ છે ?" આકાશ ગુસ્સેથી સુધા અને સવિતાબેન તરફ જોતાં બોલ્યો. લાકડીના ટેકે ઘરની અંદર પ્રવેશ કરતા જીવી માંએ હવેલીમાં પગ મુક્યો. આકાશ તેને જોઈને ઉભો થયો અને અંદર સોફા સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જીવી માં અંદર આવીને સોફા પર બેઠાં આકાશ એનાં ખોળામાં માથું મૂકીને વિચાર કરવા લાગ્યો.
સવિતાબેન સોફા પર બેસીને બધી વાત કરવા લાગ્યાં. જીવી માં હોલની અંદર દિવાલ પર લટકતાં ફોટાં તરફ એકીટશે જોવાં લાગ્યાં. આકાશ પણ દિવાલ પર લટકતાં ફોટાં તરફ જોવા લાગ્યો. એ ફોટો બીજા કોઈનો નહીં પરંતુ તેનાં મૃત પિતાનો હતો. " આજથી પચ્ચીસ વર્ષ પહેલાં શું થયું હતું ? કઈ વાતનો બદલો લેવા પેલી સ્ત્રી આવી હતી ". આકાશ જીવી માંના ખોળામાં માથું રાખીને દિવાલ પર રાખેલાં ફોટાં તરફ જોતાં બોલ્યો.
આજે બધાંના મનમાં ઉઠતાં સવાલોના જવાબ કદાચ મળી રહેશેે. જીવી માં ઊંડો શ્ર્વાસ ભરીને વાત કરવાની શરૂઆત કરી. આજથી પચ્ચીસ વર્ષ પહેલાંનાં તેજપુર ગામ ખુબ હર્યું ભર્યું અને ધરતી માંના ખોળામાં રમતાં કોમળ બાળક જેવું ખિખેલુ અને સમૃદ્ધ ગામ હતું. અમાસની કાળી અંધારી રાત્રે આઠ દસ વ્યક્તિઓ દ્વારા ગામની સીમા બહારનાં ઘરમાં એક સ્ત્રીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. સળગી ગયેલી સ્ત્રીનો શ્રાપ આખાં ગામને લાગ્યો. બસ ત્યારથી તેજપુર ગામમાં કોઈ શાંતિથી રહીં ન શક્યું. ધીમે-ધીમે હર્યું ભર્યું ગામ સ્મશાનમાં પરિવર્તીત થવા લાગ્યું. સળગતી મહિલાનાં મોઢામાંથી નિકળેલા છેલ્લાં શબ્દો હતાં. " સાધુ...સાધુ...સાધુ .."
સાધુ શબ્દ કાનમાં પડતાં આકાશ ઉભો થઇને આમતેમ બધાનાં ચહેરા તરફ જોવાં લાગ્યો.
જોઈએ આગળનાં ભાગમાં પેલી સ્ત્રીનો શ્રાપ ગામને શું કામ લાગ્યો ? શું કામ એક સ્ત્રીને જીવતી સળગાવવી દેવામાં આવી.
ક્રમશ....