Dilni Mangadi, pyarni Lagni - 2 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દિલની માગણી, પ્યારની લાગણી - 2

Featured Books
Categories
Share

દિલની માગણી, પ્યારની લાગણી - 2


કહાની અબ તક: નીતા સંદીપ ના ઘરે છે, પણ સંદીપ પોતે બહાર એના ભાઈ સાથે એનાં ભાઈની સાસરીમાં હતો! વધુમાં માસીની દવા શોધવામાં પણ મોડું થઈ ગયું હતું! નીતા ને શુરુમાં જે થોડું કહેલું કે પોતે સંદીપ હિના ને પ્યાર કરે છે તો નીતાથી રહેવાતું નહીં. એ એને કોલ કરે છે તો જાણે છે કે સંદીપ મજાક કરતો હતો. એના ખરાબ વિચારો અને ખ્યાલો બંધ કરવા માટે એટલું ઈનફ હતું. એ ઘરે પહોંચ્યો તો સાંજ થઈ ગઈ હતી. મોટા ભાઈને એમના કામ બદલ બધા તરફથી ઠપકો મળી રહ્યો હતો.

હવે આગળ: એટલા બધા લોકોની વચ્ચે પણ સંદીપ તો બસ નીતાને જ જોવા માંગતો હતો, એને બસ એને જ જોવી હતી. પણ એને તો એની તરફ એક નજર કરી અને મોં ફેરવી લીધું!

સંદીપે પણ ઉદાસ ચહેરો કરતા, કપ ટેબલ પર મૂકવા ચાહ્યો, એટલા માં જ સામેથી નીતાએ એને ઈશારામાં જ કોફી પી લેવા કહ્યું તો એને એક સિપ લીધી. કોફી એની પસંદ પ્રમાણે જ કડક હતી. એને આંખોથી જ ઈશારામાં નીતાને આભાર કહ્યું. પણ નીતા એ માથા પર હાથ મૂક્યો તો એને યાદ આવ્યું કે એને માથું દુખતું હતું! એને ચિંતા થવા લાગી.

નીતા માફ તો કરશે ને? એ વિચારી રહ્યો.

"લે, નીતા, આ તારી ગોળી, માથું દુખે છે ને તને!" સંદીપે એને ગોળી આપી. બધા વચ્ચે તો આખરે નીતાએ ગોળી લેવી જ પડી.

સંદીપ કોફી ફિનિશ કરે, જાણે કે બધા એનો જ વેટ કરતા હતા!

"ચાલ, સંદીપ, બધા ગાર્ડન જઈએ!" લગભગ બધા જ યુથ ટીમે એકસામટા કહ્યું. બધા જ જવા માટે બહુ જ એક્સાઇટેડ લાગી રહ્યાં હતાં.

"હા, પણ મને પણ થોડું માથું દુખતું હોય એવું લાગે છે!" સંદીપે કંઇક વિચારતા કહ્યું.

"ના, તારે આવું જ પડશે!" બધાના બોલાયેલ એ શબ્દોમાં અવાજ નીતાનો પણ હતો તો સંદીપ પણ માણી જ ગયો.

સાંદિપની બહેન અને નીતા એમ બંને સંદીપ ની સાથે એની બાઈક પર અને એમ જ બીજા બધા પણ બેસીને ગાર્ડન એ પહોંચી ગયા.

ગાર્ડનમાં બધાં જ પોતાની ફેમિલી સાથે આવ્યાં હતા. આવેલા તો સાથે પણ થોડી જ વારમાં તો એ મોટા બગીચામાં સૌ, બે કે ત્રણ એમ ઝૂંડમાં વાતો કરવા ચાલ્યા ગયા. એવું જ હોય છે ને! અમુક લોકો સાથે વાતો કરવા માટે અઢળક વાતો હોય છે, એટલી બધી વાતો કે જાણે કે આખી રાત પણ ઓછી લાગે તો અમુક લોકો સાથે તો બોલવું જ શું એ પણ ખબર નહિ હોતું!

નીતા, સાંદિપની બહેન નિધિ અને સંદીપ ની પણ આમ અલગ જ ટીમ બની ગઈ હતી. બીજા બાધાઓથી અલગ એમને તો ગાર્ડનમાં ફરી ફરીને વાતો કરવાનું વિચાર્યું.

વાતો કરતા કરતા એ ત્રણ ગાર્ડનમાં શાંત ભાગમાં આવ્યા તો નીતાએ કહી જ દીધું - "શું કહેતો હતો તું?! તું હિનાને લવ કરે છે?!"

"મજાક કરતો હતો, બાબા! સોરી!" એને કહ્યું.

"ગોળી ગળી?!" સંદીપે એના કપાળે હાથ લગાવતા પૂછ્યું.

"નહિ ગળવી!" નીતાએ નારાજ થતાં કહ્યું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 3માં જોશો: "હવે તો છું ને હું તારી જોડે! કર વાત!" સંદીપે કહ્યું.

નિધિ એ ગોળી અને પાણીનો બોટલ કાઢી આપ્યો તો એને આખરે ગોળી ગળી.

એવું કેમ હશે કે ગમતી વ્યક્તિનું જોડે હોવું જ બહુ જ હિંમત અને સંતોષ આપે છે, એક સેકંડ માટે પણ જો એ દૂર જાય તો આપણને જાણે કે આપનો જ એક અંશ આપણાથી દૂર હોય એવું લાગે છે! કેમ સંદીપ ની સાથે હોવું આટલું બધું ગમે છે! આટલું બધું જરૂરી છે. નીતા વિચારી રહી.