NEW WORLD! - 5 in Gujarati Science-Fiction by Ajay Kamaliya books and stories PDF | નવી દુનિયા! - ભાગ 5

Featured Books
Categories
Share

નવી દુનિયા! - ભાગ 5

હવે spaceship પર ફક્ત 2 જ ક્રૂ મેમ્બર હતા જેને 1 મહિના માટે spaceship નું maintenance કરવાનું હતું. બાકી બધા અર્ધમૃત હાલતમાં હતા. મુસાફરી ના બે દિવસ થઈ ગયા હતા spaceship Vita TDA 396 હવે સૂર્યમંડળના આખરી ગ્રહ નેપ્ચ્યુન પાસે આવી પહોંચ્યું હતું. કાલે અમે આપણી સોલાર સિસ્ટમ થી બહાર નીકળી જવાના હમેશા માટે!

બે ત્રણ દિવસ યાત્રા એમનેમ ચાલી કોઈ વિઘ્ન વગર પૃથ્વી સાથેનો અમારો સંપર્ક પણ સારો એવો હતો. પૃથ્વી ઉપર પણ બધા મિશન successfully launch થયું તેની ખુશી મનાવતા હતા.

......

થોડાક દિવસો તો બધું જ પ્લાન પ્રમાણે ચાલ્યું. પણ હજુ તો આવો વિચાર આવે કે ન આવે અમારી સમકક્ષ એક નવી મુશ્કેલી આવીને ઊભી જ હોય. મિશનના 15 દિવસ બાદ એસ્ટરોઇડનું એક વિશાળ જૂથ અમારા spaceship ના આગળના ભાગમાં અથડાયું. આગળનો ઘણો મોટો ભાગ ડેમેજ થઈ ગયો હતો.


Spaceship ની ડિઝાઇન એવી રીતે તૈયાર કરી હતી કે તે ગમે તેવા એસ્ટરોઇડનો માર સહન કરી શકે ખાસ કરીને આગળના ભાગને. પરંતુ તોય spaceship નો આગળનો ભાગ રિપેર કરવો પડે તેમ જ હતો. એમ ન કરીએ તો આગળ જતા પ્રોબ્લેમ થઈ શકે તેમ હતો. તેથી ચાર્જ પર રહેલ બંને ક્રૂ મેમ્બરે નિશ્ચિત કર્યું કે તે બહાર જઈને આગળના ભાગનું રિપેરિંગ કરશે. આખરે બંને સ્પેસસુટ પહેરી બહાર ગયા અને 2 કલાકની મહેનત પસી વ્યવસ્થિત કર્યું.

આખરે 1 મહિના પસી બેય કૃં મેમ્બર નો સમય પૂરો થયો હતો હવે બીજા બે મેમ્બરોને spaceship નું maintenance કરવાનું હતું. એટલે તેના પસી બીજા બે મેમ્બર ને તેના સમયમાં આવતા કાર્ય માટે kreder માંથી જગાડ્યા. આ સમયગાળા દરમિયાન હું અર્ધમૃત અવસ્થામાં હતો એટલે બોવ બધુ જાણતો નથી.

આવી રીતે દિવસો મહિનાઓ અને વર્ષો વીતતાં ગયાં. 2 વર્ષનો સમયગાળો જતો રહ્યો. હવે પસીના એક મહિના માટે મારે અને મારા સાથી શશીકાંત ને 1 મહિના માટે spaceship નો કાર્યભાર સાંભળવાંનો હતો.


.....


સમય હતો 1 ઓક્ટોબર, 2257નો અમને બંનેને kreder માંથી ઉઠાવવામાં આવ્યા. શરૂઆતમાં જાગવામાં થોડીક તકલીફ પડી પરંતુ પસી જાગ્યા પસી શરીરમાં દુખાવો થવા લાગ્યો બે વર્ષ પસી અમે જાગ્યા હતા એટલે એ સામાન્ય હતું. જાગીને સૌપ્રથમ અમારે અમારા બંને સાથી મેમ્બર ને kreder માં સુવડાવવાનું હતું એટલે અમે તે પૂર્ણ કર્યું.

આ બે વર્ષમાં શું શું થયું એના વિશે અમે સાવ અંજાન હતા. 2 વર્ષનો સમય કેમ વીતી ગયો હશે અમને કશો જ આઈડિયા નહોતો અમને તો એમ જ લાગતું હતું કે અમે કાલે સુતા હતા અને આજે જાગ્યા!!!

ખરેખર પોતાના પર વિશ્વાસ કરવો અઘરો થઈ પડ્યો. ઘડીભર તો આ એક સ્વપ્ન સમાન લાગ્યું.


અમે એ બધું કામ પતાવી પહેલા નહાઈ ધોઈ તૈયાર થયા. અમે બે વર્ષ પસી નહાયા! એક મહિનો કેવા કેવા અનુભવો થશે એ જાણી દિલ ખુશ થઈ જતું થોડીક ગભરામણ પણ થતી.

આ બે વર્ષમાં અમે પૃથ્વીથી ખૂબ જ દૂર નીકળી ગયા હતા! હજુ સુધી રેડિયો તરંગ દ્વારા પૃથ્વી સાથે સંપર્ક સ્થપાયેલ હતો. અમારો સંદેશ પૃથ્વી પર પહોંચતા કેટલાય દિવસો લાગતા અને પાસો વળતો સંદેશ આવતા એ દિવસો વધી જતા.

હું અને શશીકાંત બંને ડિનર (પૃથ્વીના સમય પ્રમાણે) કરી રહ્યા હતા ત્યારે જ શશીકાંત બોલી ઉઠ્યા, "આપડે સ્પેસ નિરીક્ષણ ગેલેક્સી (spaceship ની એવી એક જગ્યા જ્યાંથી આપણે બહારના અવકાશને નિહાળી શકીયે) જોવાનું તો ભૂલાય જ ગયું!" મે કહ્યુ, હા યાર એ તો મારા મગજમાં આવ્યું જ નહી. અમે જલ્દી જલ્દી જમવાનું પતાવી દીધું.

પસી સીધા અમે સ્પેસ નિરીક્ષણ ગેલેક્સી પહોંચ્યા. ઓહો આટલું સૌંદર્ય, આટલી વિશાળ જગ્યા, એટલા બધા તારા ખરેખર આ અનુભવ હું મારા શબ્દોથી વર્ણવી શકું તેમ નથી!!!

તે રાત્રે મને એ જ વિચારો આવ્યે જતા હતા. આટલું સુંદર આવડું વિશાળ બ્રહ્માંડ બનાવનાર એનો સર્જક કેવો વિશાળ હશે. મારા મનમાં સતતને સતત એ વિચારો શરૂ હતા. મને ઊંઘ જ ન આવી મે શશીકાંત ને ઉઠાડવા પ્રયત્ન કર્યો પરંતુ એ સુઈ ગયા હતા. મને ઊંઘ તો આવતી જ નહોતી અને આમ પણ 2 વર્ષ સુતા પસી કોને સુવાનું મન થાય!! આખરે હું મન ભરીને બહારના આકાશને માણવા એ ગેલેક્સી માં પહોચી ગયો. અને મોડે સુધી બસ બહારની દુનિયાને જોતો રહ્યો ખરેખર હું આ ક્ષણ ક્યારેય ભૂલી નઈ શકું.





........

ક્રમશઃ