Prem Asvikaar - 14 in Gujarati Love Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પ્રેમ અસ્વીકાર - 14

Featured Books
Categories
Share

પ્રેમ અસ્વીકાર - 14

ત્યાર બાદ ત્યાં અજય નિધિ ની સામે નીચું જોઈને ઊભો હતો અને સામે નિધિ પણ ગુસ્સા થી જોઈ રહી હતી. અને ત્યારબાદ નિધિ કઈ પણ બોલ્યા વગર તે ત્યાં થી ચાલવા લાગી..અજય એ પ્રશ્ન નો જવાબ માગ્યો પણ તેને કોઈ જવાબ ના આપ્યો.
થોડી વાર પછી હર્ષ અજય નાં બાજુ માં ગયો અને બોલવા લાગ્યો કે " શું થયું ભાઈ ? " પ્રપોઝ માર્યો ? અજય બોલ્યો " હા ભાઈ પણ એને કઈ જવાબ નાં આપ્યો અને તે ગુસ્સા થી મારા સામે જોતી હતી" " હમમ એક કામ કર હવે એને હેરાન નાં કરતો કોલેજ માં જઈ ને આગળ જોઈશું એનો શું વિચાર છે " " હા ભાઈ તારી વાત સાચી છે અત્યારે વાત ખોલવા માં મજા નથી નહિ તો ટૂર ની મજા બગડશે " " હા ભાઈ ચાલ હવે કઈક ખાઈ લઈએ , પછી બંને જણા ત્યાં થી એક રેસ્ટોરન્ટ માં ગયા અને નાસ્તો કર્યો અને એમ નાં એમ ત્યાં આજુ બાજુ ના સ્થળે ફર્યા.
એના પછી એમ નાં એમ રાત પાડી ગઈ અને સવારે જે સ્થળે જવા નું હતું એ છેલ્લું લોકેશન હતું એના પછી ટૂર પૂરો થવા નો હતો અને બધા પોત પોતાના ઘરે ચાલ્યા જવા નાં હતા. પણ હર્ષ નાં માટે આ છેલ્લી રાત હતી કે એ ઈશા ને પ્રપોઝ મારે...
સાંજે બધા જમી એક ટેન્ડ માં રોકાયા ત્યાં આગળ જગ્યા માં બધા નવા નવા પ્રોગ્રામ ચાલતા હતા..અને બધા એન્જોય કરતા હતા...ત્યાં હર્ષ અને અજય પણ બેઠા હતા.
સામે વાળો ટેન્ડ માં ઈશા અને નિધિ ને રહવા માટે જગ્યા મળી હતી...કેમ કે છોકરીઓ ને રહવા ની જગ્યા અલગ હતી.....
ત્યાર પછી હર્ષ ને પણ થયું કે જો ઈશા આવે અહીંયા પ્રોગ્રામ માં તો એને પોતાના દિલ ની વાત કરે ....પણ કોઈ દેખાતું નો હતું....ત્યાર પછી અજય અને હર્ષ બંને ટેન્ડ માં સુવા ચાલ્યા ગયા અને થોડી વાર પછી બહાર થી કોઈક કપડાં નો દરવાજો બનાવેલો હતો ત્યાં બહાર ઉભુ હતું...
આ જોઈ ને હર્ષ બોલ્યો કે ભાઈ અજય નક્કી બહાર પાયલ આવી હશે અને એને ખબર પડી ગઈ હશે કે તે નિધિ ને પ્રપોઝ માર્યો છે એટલે ... આજે તું કાલ ની જેમ ગયો...સમજ...
"અરે ભાઈ તું ટેન્શન નાં આપીશ અને જો બહાર કોણ છે? એમાંય બહાર પ્રોગ્રામ નાં કારણે કોઈ અવાજ સંભાળતો નથી...
હર્ષ બહાર જાય છે અને ત્યાં નિધિ ને ઉભી જુએ છે....ત્યાર પછી નિધિ બોલે છે કે હર્ષ તું થોડી વાર માટે બહાર જઈશ મારે અજય જોડે કામ છે હું અંદર જાઉં છું...
હર્ષ બોલ્યો " હા હા કઈ વાંધો નહિ હું એમાંય બહાર પ્રોગ્રામ માજ જવાનો હતો....
અંદર થી અજય બોલે છે કે અરે ભાઈ મારે પણ પ્રોગ્રામ માં આવા નું હતું...મને પણ લેતો જા...
હર્ષ બોલ્યો..નાં નાં ભાઈ તું અને નિધિ વાતો કરો હું હમણાજ આવું છું...એમ કહી ને હર્ષ બહાર ફરવા ચાલ્યો જાય છે અને નિધિ અંદર અજય જોડે ચાલી જાય છે....થોડી વાર પછી ...નિધિ બહાર આવે છે અને તે પોતાના ટેન્ડ માં ચાલુ જાય છે....
ત્યાર પછી હર્ષ અંદર જાય છે અને બોલે છે કે " શું થયું ભાઈ નિધિ કેમ આવી હતી? અને તારો ચેહરો પડી કેમ ગયો છે....કઈ કીધું કે શું એને ? "
અજય બોલ્યો કે " સાલું મને યકીન નથી થતો કે એને મને હા પડી દીધી...."
"શું"
"હા ભાઈ એને મને હા પાડી દીધી.... એ ને મારો પ્રપોઝ મંજૂર કરી લીધો છે...."
"તો તારું મોઢું પડી કેમ ગયું છે?
"એતો ભાઈ , તને ખીજવા માટે ...ભાઈ ....પણ અત્યારે મોજ મોજ પડી ગઈ...." એમ કહી ને નાચવા લાગ્યો........
અને બંને જણા ત્યાં બહાર પ્રોગ્રામ માં ચાલ્યા ગયા...ત્યાં નિધિ પણ આવી હતી....અને અજય ને બઉ ખુશ થઈ ને જોઈ રહી હતી.....
પણ ત્યાં ઈશા દેખાતી ન હતી.....
હર્ષ એ વિચાર્યું કે ....નિધિ અહીંયા છે તો ...ઈશા કેમ દેખાતી નથી..?
જો અહીંયા ઈશા દેખાય તો હું એને અત્યારેજ મારા દિલ ની વાત કરી દઉં...
પણ ત્યાં ઈશા નાં દેખાઈ ...અને પ્રોગ્રામ પૂરો થતાં થતાં બંને જના ટેન્ડ માં ચાલ્યા ગયા...અને સુવા લાગ્યા....
હર્ષ ને વિચાર આવ્યો કે ....કાલે છેલ્લો દિવસ છે ...દિલ ની વાત કરવા નો ...નહીં તો કોલેજ માં જ કેવું પડશે...પણ ...કાલે પ્રપોઝ થઈ જાય તો વાંધો નાં આવે.....
( એમ વિચારી ને બંને જણા સુઈ જાય છે અને સવારે વહેલા ઉથી ને એક નવી જગ્યા એ જવા નીકળી જાય છે......)