. . . . . . . . . . . . . . . . આગળ જોયું એમ પ્રિયા એ મને પ્રેમ વિશે પૂછ્યું ને મે પ્રેમ ની ખરી વાસ્તવિકતા એને સમજાવી હવે આગળ....પ્રેમ ની નિરૂપણ અલગ અલગ હોય છે .માતા પિતા ની પ્રેમ ભાઈ બહેન નો , આપરી સંસ્કૃતિ માં વિકાર નથી પણ એક પ્રેમ રૂપી આધાર સ્તંભ છે . જે સારા નરસા નો અનુભવ કરાવે છે . માતા પિતા તમને ટોકસે પણ એક ખરી વાસ્તવિકતા છે .કે ભગવાન ની મુરત ને પણ ટાંકણા ના ઘા ખાવા પડે છે ત્યારે મુરત બને છે .એમ બાળક ના વિકાસ અને એને સંસ્કૃતિ ની સાચી સમજ આપવા કોઈક વાર એને ટોકવું પણ જરૂરી છે.આપરા અમૂલ્ય સંસ્કૃતિ ના વારસા ને આગળ ધપાવવા આપારા આવનાર બાળક ને પ્રેમ ની સાચી સમજ આપવી એ તમામ માતા પિતા ને ધ્યાન આપવું જોઈએ. એકલું પુસ્તક ની જ્ઞાન બાળક ને હોશિયાર ની બનાવે બાળક ને વ્યવહારિક જ્ઞાન પણ જરૂરી છે. . . . ... તો ચાલો વાર્તા ની સફર માં આગળ વધીએ.. . .. . .
છોકરીના ચહેરાનો રંગ બદલાઈ ગયો, એવું લાગી રહ્યું હતું કે તે હવે અહીં નથી, તેનું મન ભૂતકાળમાં ફરવા નીકળી ગયું છે. તેનું મન તેના માતા પિતા ની યાદો માં રચવા લાગ્યું છે.મે મારો ફોન સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું.. પણ મારી સંવેદના તેની બાજુમાં હતી.થોડી જ વારમાં તે અને હું સ્ટેશન પર આવી ગયા.. વાત ક્યાંથી આવી અને ક્યાં પહોંચી.. તેના મોબાઈલમાં મેસેજ ટોન વાગ્યો, જોયું, સિમ એક્ટિવેટ થઈ ગઈ હતી.. તેણે ચૂપચાપ આગળની ટિકિટ કાઢી. બેગમાંથી ફાડી નાખ્યું.
. પ્રિયા એ મને કોલ કરવા માટે મારો ફોન આપવા કહ્યું, મેં મોબાઈલ આપ્યો.. તેણે નંબર ડાયલ કર્યો અને કહ્યું, "સોરી પાપા, અને રડતાં રડતાં એને એની આપવીતી એના પપ્પા ને કહી સામે છેડે એના પપ્પા પણ ફોન પર દીકરીને સંભાળવાની કોશિશ કરવા લાગ્યા. .. તેણે કહ્યું પપ્પા તમે જરાય ચિંતા ન કરો, હું ઘરે આવું છું... બંને બાજુથી લાગણીઓનો સાગર છલકાઈ ગયો.અમે ટ્રેનમાંથી ઉતર્યા, તેણે ફરીથી પિન માંગી, મેં પિન આપી.. તેણે મોબાઈલમાંથી સિમ કાઢીને તોડી નાખી અને પીન મને પાછી આપી.એના ચેહરા પર જે ખુશી હતી એ ખુશી આજ દિન સુધી મારા દિલ માં કેદ છે.
પ્રિયા એ મારો આભાર માન્યો ને મને કહ્યું દરેક દીકરી ને એક તમારો જેવો ભાઈ હોવો જોઈએ કે જેને સારા નરસા નો અનુભવ કરાવે કદાચ જો આજે મે ભૂલ કરો હોત તો એ ભૂલ નું પરિણામ મારા માતા પિતા ને મારું ખાનદાન ભોગવત. આજે તમે મને માતા પિતા ના પ્રેમ ને એમની લાગણી ની સમજ આપી જેનો સબ્દોરૂપી આભાર હું કરી સકું એમ નથી.. મે કહ્યુ પ્રિયા તે જે નિર્ણય લીધો એજ મારો સાચો આભાર છે .મને ગર્વ છે તું માં ભોમ ની દીકરી છે.
. . . . . . . . . . . વાર્તા ને અંત સુધી લાવવા માટે તમામ નો ખૂબ ખૂબ આભાર આ વાર્તા નથી પણ એક ખરી વાસ્તવિકતા ની સચ્ચાઈ છે .જેને આજ ની જનરેશન સમજી શકાશે કે નહિ .. . . .
. . . .. . . . . . . . . . . દેશ ની તમામ દીકરી ને આ વાર્તા સમરપ્રિત છે . એકવાર આની ચર્ચા તમારા ઘર પરિવાર સાથે કરજો .કદાચ એક દીકરી ના જીવન પણ આમાં પ્રેરણા મળશે તો મારા લખાણ ની સાર્થકતા પરી પૂર્ણ થશે .
તમારા દ્વારા આ રચના ને જે આવકાર આપવા માં આવ્યો છે . તેનું કોટી કોટી ધન્યવાદ.
....... . ......જીગર પટેલ ના તમામ ને વંદન. . . . . . . . . .