Chingari - 3 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

ચિનગારી - 3

મીસ્ટી! વિવાનએ જોરથી કહ્યું ને બહારથી અવાજ આવ્યો, અત્યારે પણ વિવાની હાલત ખરાબ હતી, મીસ્ટી પાસે જવું પડશે, વિવાનએ વિચાર્યુને તરત ઊભો થઈને રૂમનો દરવાજો ખોલ્યો.

"ભાઈ ગાંડો થઈ ગયો છે!" આરવ ગુસ્સામાં બોલ્યો ને સામે શાંત વિવાનને જોઈને એનો હાથ પકડીને ફાટફાટ નીચે ઉતારવા લાગ્યો!

આરવ શાંતિ રાખ, એક ઝાટકા સાથે વિવાનએ એનો હાથ છોડાવ્યોને આરવની પાછળ પાછળ ચાલવા લાગ્યો!

કઈ બોલીશ યાર, મને ચિંતા થાય છે આરવ બોલને, આરવ ક્યારનો ચૂપચાપ બેસીને કાર ચલાવી રહ્યો હતો ને વિવાનએ એને 10 વાર પૂછી લીધું હશે, પણ આરવે કઈ જવાબ ના આપ્યો, એને બધું જ ધ્યાન કાર ચલાવવામાં આપ્યું, થોડીવારમાં એ લોકો સ્નેહ હોસ્પિટલમાં આવી ગયા. આરવ કારમાંથી ઉતરીને સીધો હોસ્પિટલ ગયો ને એની પાછળ પાછળ વિવાન પણ ચાલવા લાગ્યો,

જઈને મળીને આવ ડોકટરને આરવે કહ્યું ને એ ત્યાં બહાર બેન્ચ પર બેસી ગયો.

આરવ ને જોઈને વિવાન સમજી ગયો કે વાત કઈક ગંભીર છે એટલે એ પોતાને લઈને આવ્યો.

"હેલ્લો ડોકટર પ્રશાંત!" વિવાન એ કેબિન માં આવતા કહ્યું.

હેલ્લો, મિસ્ટર ગુપ્તા, પ્લીઝ કમ, ડોકટરએ પણ સ્મિત સાથે જવાબ આપ્યો ને મીસ્ટીની ફાઈલ લઈને વિવાનને ચેર પર બેસવા ઈશારો કર્યો!

મિસ્ટર ગુપ્તા, તમે ગયા પછી એવું કઈક થયું છે જે જાણીને તમે ખુશ થઈ જશો પણ એક બીજી વાત પણ છે, જે કદાચ....ડોકટર પ્લીઝ તમે જલ્દી કહો, મને ચિંતા થાય છે!

વિવાનએ કહ્યું ને ડોકટરએ ફાઈલ દેખાડતા કહ્યું.

મીસ્ટીની તબિયત પહેલા કરતા સુધાર છે ને હમણાં જ આપણે એમના હાથની મૂવમેન્ટ જોઈ છે એના પરથી એટલું કહી શકાય કે જલ્દી જ મીસ્ટી આપણા બધા સાથે વાતો કરતી થઈ જશે!

એ તો સારી વાત છે ને ડોકટર એમાં ચિંતા જેવું ક્યાં છે? વિવાનએ પૂછ્યું.

ચિંતા જેવું છે મિસ્ટર ગુપ્તા, મીસ્ટી 1 મહિનો કોમામાં હતી અને જો એ હોશમાં આવશે તો આજ નહિ તો કાલે એ જવાબ માંગશે કે..ડોકટરની વાત કાપીને વચ્ચે જ વિવાન બોલી પડ્યો, હું સમજી રહ્યો છું ડોકટર!

"તું મારા દીકરા જેવો છે વિવાન, એટલે જ કહું છું જો મીસ્ટીને હોશ આવે તો એને કઈ નાં કહેતો પહેલા સમજવા દેજે, એ માં બનવાની હતી વિવાન અને તારાથી ભૂલથી એક્સિડન્ટ થઈ ગયો એ વાત એને સમજતા વાર લાગશે, તું સમજે છે ને?" ડોકટરે પ્રેમથી વિવાનને સમજાવતા કહ્યું

"હા ડોકટર!" વિવાન સ્થિર નજરે નીચે જોઈ રહ્યો.

મીસ્ટીને એટેક પણ આવશે જો વધારે ચિંતા કરશે તો અને જો બે કે થી વધુ આવ્યા તો એને અમે નહિ બચાવી શકીએ, એટલે તું અત્યારે બસ મીસ્ટીનું ધ્યાન રાખ, રિપોર્ટ કહે છે કે મીસ્ટી થોડા સમયમાં આપણી સાથે હશે, હસતી બોલતી વ્યક્તિના જેમ!
ડોકટર એ ખુશ થઈ કહ્યું ને એમની વાત સાંભળીને વિવાને પણ થોડી શાંતિ મળી!

જલ્દી જ આવી જા મીસ્ટી હું રાહ જોવ છું તારી, વિવાનએ મનમાં જ કહ્યું ને એક સ્મિત આપીને ચેરમાંથી ઊભો થઈને મીસ્ટીનાં રૂમમાં જતો રહ્યો!

વિવાન, મીસ્ટીને ધારી ધારીને જોવા લાગ્યો, એક મહિનામાં એના શરીરના ઘાવ તો રૂઝાઈ ગયા હતા પણ અંદર નાં ઘાવનું શું? વિવાનનો હાથ જાતે જ મીસ્ટીનાં પેટ પર મૂક્યો ને એને એહસાસ થયો કે એનાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ,

એની આંખો ભીની થઈ ગઈ!

મીસ્ટી, મને તો તારું નામ પણ નથી ખબર, મે બધાને કઈ દીધું કે તને મીસ્ટી જ બોલાવે કેમ કે તું મને મીઠી મીઠી લાગે, હું રોજ પ્રાથના કરતો કે તને હોશ આવી જાય હું માફી માંગુ તારી અને તું મને માફ પણ કરી દે! મીસ્ટી કહેતા જ વિવાન રડી પડ્યો.

બહારથી આ બધું જોઈ રહ્યો આરવની આંખો ભીની થઈ ગઈ, એને વિશ્વાસ નહતો આવી રહ્યો, જે ભાઈ દુનિયા માટે આટલા કઠોર છે એ મીસ્ટી માટે કેટલા નરમ થઈ ગયા હતા, આરવે જોયું તો વિવાન હજી રડી રહ્યો હતો ને અચાનક એનું ધ્યાન મીસ્ટીનાં બેડ પર ગયું, ધીમે ધીમે મીસ્ટીનાં બંને હાથ અને પગ મુવ કરી રહ્યા છે, એ ત્યાંજ ઊભો રહ્યો ને ધીમે ધીમે મીસ્ટી જાણે કેટલાય પ્રયત્ન કરતી રહી, હજી પણ આરવ એના પ્રયત્ન જોઈ રહ્યો, આરવ એ એક ડોકટર છે એને પોતાની લાગણી કાબૂમાં રાખી ને મીસ્ટીને જોવા લાગ્યો, મીસ્ટીએ પોતાની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ થોડી ખૂલે કે તરત જ બંધ થઈ જતી, મીસ્ટીની આંખો બંધ થઈ ગઈ, હાથ પગ પણ જે મૂવ કરી રહી હતી એ પણ બંધ થઈ ગયા, આરવ ફટાફટ રૂમમાં આવ્યોને વિવાનનાં ગળે વળગી ગયો!

ભાઈ ભાઈ, ગુડ ન્યૂઝ, ભાઈ પાર્ટી આપો પાર્ટી, યુ...આરવ, વિવાનથી અલગ થયો ને જોર જોરથી બોલવા લાગ્યો!

ગુસ્સાથી વિવાનએ આરવના સામે જોયું ને મીસ્ટી સામે જોવાનો ઈશારો કર્યો તો સામે આરવએ હોઠ પર આંગળી મૂકીને વિવાનને મીસ્ટી સામે જોવાનું કહ્યું!

વિવાનને ખબર ના પડી તો આરવને બોલવા કહ્યું!

"બોલ! પણ શાંતિથી આરવ" વિવાનએ શાંતિથી કહ્યું.

ભાઈ મીસ્ટીએ એના હાથ અને પગ હલાવ્યા હતા અને એમાં એને આંખો ખોલવાનો પણ પ્રયત્ન કર્યો પણ એ સુઈ ગઈ પાછી! આરવએ ખુશ થઈને કહ્યું ને વિવાનએ મીસ્ટી સામે જોયું એના ચહેરા પર સ્મિત આવી ગયું!

ભાઈ પાર્ટી? આરવ એ ખુશી થી કહ્યું કેમ કે આ એક મહિનામાં આરવએ પાર્ટી કરવાનું છોડી દીધું અને સાથે વિવાનએ કામ અને મીસ્ટી સિવાય કોઈના માં ધ્યાન નહતું આપ્યું!

હા આજે પાર્ટી! વિવાનએ ખુશી થી કહ્યું ને આરવને વળગી પડ્યો!

ભાઈ તમે આટલા ગરમ કેમ છો, મને ખબર છે તમે હોટ છો પણ આટલા નહિ, આરવ એ વિવાનનાં માથા પર હાથ મૂક્યો ને એને ગુસ્સાથી વિવાનનાં સામે જોયું!

આટલું બધું કેમ વિચારો છો, જોયું તાવ તો જોવો, આજે તમારી પાર્ટી કેન્સલ અને મારી પણ, લાગે છે મારે આખી જિંદગી તમારા બંનેની સેવામાં જ વિતાવવાની છે, આરવ નાટક કરતા બોલવા લાગ્યો ને વિવાનને ચીડ ચડી!

જઈને દવા લઈને આવ, નાટક કર્યા વગર, વિવાનએ આરવને ટપલી મારતાં કહ્યું!

"હા હવે!" આરવએ મોઢું બગાડતા કહ્યું!

"હું પણ આરામ કરું અને જલ્દી સારો થઈ જાવ એટલે મીસ્ટી માટે પાર્ટી રાખીશું આપણે!"
વિવાનએ ખુશ થતા કહ્યું ને આરવ હસતા હસતા દવા લેવા ગયો.



.......

ક્રમશઃ