Open Marriage - 1 in Gujarati Love Stories by Mr Gray books and stories PDF | ઓપન મેરેજ - ભાગ-1

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઓપન મેરેજ - ભાગ-1

(આ વાર્તા એક સત્ય ઘટના છે. ખાલી પાત્રો ના નામ બદલ્યા છે, બીજું બધું અક્ષરશ એમનું એમ જ છે, એટલે બની શકે કે આ વાર્તા માં સાહિત્યિક શબ્દો ને બદલે રોજ બરોજ માં બોલતા શબ્દો જ મળે, અને કોઈ સાહિત્યિક વાર્તા ને બદલે રોજિંદી લાઈફ માં કોઈ માણસ જોડે વાત કરતા હોવ કે એની વાત સાંભળતા હોવ એવું લાગે. માટે વ્યાકરણ અને જોડણી ની ભૂલો માફ કરજો.)

કૈરવી અને પ્રણવ કોલેજ માં એક સાથે ભણતા હતા. કોલેજ ના ફ્રેન્ડસ ગ્રુપ માં મિત્ર હતા, મિત્ર માંથી પ્રેમી થયા અને પછી પતિ પત્ની.

બંને ના લવ મેરેજ ખુજ જ સુખી સંપન્ન ચાલતા હતા. બંને એક બીજા સાથે ખુબ જ ખુશ મિજાજ જિંદગી જીવતા હતા. અચાનક એક દિવસ કૈરવી ને પ્રણવ નો મોબાઈલ ફોન એમ જ જોતા એને મહેક નામ ની કોઈ છોકરી જોડે સેક્સટિંગ (સેક્સ ચેટિંગ) ના મેસેજીસ વાંચ્યા. પ્રણવ નું મહેક નામ ની કોઈ છોકરી જોડે અફેર ચાલતું હતું એ વાત ની કૈરવી ને જાણ થતા કૈરવી અને પ્રણવ વચ્ચે ખુબ મોટો જગાડો થયો.

પ્રણવ એ ખુબ માફી માંગી પણ કૈરવી નો ગુસ્સો ઉતારતો જ નહોતો. આ જગાડો આમ એક દિવસ માં પૂરો થાય એવો નાનો નહોતો. કૈરવી એ પ્રણવ જોડે વાત કરવાની જ બંધ કરી દીધી. ના જગાડો કરવાનો ના વાત કરવાની. પ્રણવ રોજ માનવાની કોશિશ કરે પણ કૈરવી વાત જ ના કરે.

આવું ને આવું ૫ દિવસ ચાલ્યું. પ્રણવ ને અંદાજ આવી ગયો કે હવે કૈરવી ને મનાવવી એ એના બસ ની વાત નથી. હવે સંકટ સમય ની સાંકળ ખેંચ્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. એ ઓફિસ થી હાલ્ફ લિવ લઇ ને સીધો એના ફાયર બિગ્રેડ જેવા મિત્ર કૃણાલ ને મળવા પહોંચી ગયો. કૃણાલ પણ કૈરવી અને પ્રણવ જોડે જ કોલેજ માં ભણતો હતો ને એમના જ કોલેજ ફ્રેન્ડ ગ્રુપ નો જૂનો બેસ્ટ ફ્રેન્ડ હતો.

કૈરવી અને પ્રણવ નું કોલેજ માં ૩ વર્ષ થી અફેર ચાલતું હતું, કોલેજ પુરી થતા કૈરાવી ના પિતા એ એના લગ્ન માટે છોકરા જોવાનું ચાલુ કરી દીધું. કૈરવી ના પિતા એકદમ કડક સ્વભાવ ના હતા અને રૂઢિચુસ્ત વિચારધારા ના હતા. કૈરવી એ પ્રણવ ને બ્રેક-અપ કરવા માટે કહ્યું કે મારા માતા પિતા લવ મેરેજ માટે ક્યારેય માનશે જ નહિ એટલે આપણે આપણા સબંધ ને અહીં જ પૂર્ણ વિરામ આપી દઈએ. કૈરવી ના પિતા એટલા કડક હતા કે લવ મેરેજ માટે વાત કરવાની એની હિંમત જ નહોતી થાતી. એ સમય એ કૃણાલ એ જ કૈરવી ને સમજાવેલી અને એના માતા પિતા જોડે એના લવ મેરેજ વિષે વાત કરવાની હિંમત આપી. કૃણાલ એ આપેલી હિંમત ના લીધે જ કૈરવી અને પ્રણવ ના લવ મેરેજ શક્ય થયા હતા.

આ જ કારણ થી પ્રણવ ને વિશ્વાસ હતો કે જો કૃણાલ કૈરવી ને મનાવશે તો એ ચોક્કસ એને માફ કરી દેશે. પ્રણવ એ કૃણાલ ને બધી વાત કરી કે આવું આવું થયું છે અને હવે કૈરવી એની જોડે વાત પણ નથી કરતી, જો તે કૈરવી ને સમજાવે તો કદાચ એને માફી મળી જાય, તેને વિશ્વાસ છે કે કૈરવી કૃણાલ ની વાત ચોક્કસ સંભળાશે અને સમજશે. બંને મિત્રો એ નક્કી કર્યું કે કૃણાલ રાતે પ્રણવ ના ઘરે બેસવા આવશે અને કૈરવી ને સમજાવશે.

નક્કી કર્યાં મુજબ કૃણાલ રાતે ૯-૩૦ વાગે પ્રણવ ના ઘરે બેસવા ગયો. થોડી ઘણી ઔપચારિક વાતો કરી ને પછી કૈરવી ને સમજાવવા ની શરૂઆત કરી કે પ્રણવ થી ભૂલ થઇ ગઈ, આજ પછી હવે ક્યારેય આવી ભૂલ એ નઈ કરે, એને આ એક વાર માફ કરી દે, ફરી ક્યારેય આવું નહિ થાય એની હું ગેરંટી આપું છું.

કૃણાલ આવું બધું સમજાવતો હતો પણ કૈરવી કશું જ રિસ્પોન્ડ નહોતી કરતી, એ જોઈ ને પ્રણવ ની ધીરજ ખૂટી ગઈ ને વચ્ચે જ બોલવા લાગ્યો કે -
" પ્લીઝ , કૈરવી પ્લીઝ, મારા પર વિશ્વાસ કર, મને તારા એક માટે જ પ્રેમ છે, હું જેવું તારા માટે ફીલ કરું છું એવું બીજા કોઈ જ જોડે નથી કરતો. આ જે કઈ પણ હતું એ જસ્ટ ફોર ફન કે ઓન્લી સેક્સ માટે જ હતું. ફિજિકલ એટ્રેક્શન કે સેક્સ ની લસ્ટ સિવાય બીજી કોઈ જ ફીલિંગ નહોતી. હું તને સાચો પ્રેમ કરું છું એટલે જ તો મારા ઘરે બધા જોડે ઝઘડી ને , તારા ઘરે બધા ને મનાવીને તારી જોડે લગ્ન કર્યાં, લગ્ન કર્યાં પછી તને મમ્મી જોડે ના ફાવ્યું , તો એ લોકો જોડે ઝઘડી ને એમના થી અલગ થઇ ગયા. પ્લીઝ કૈરવી , પ્લીઝ અન્ડરસ્ટેન્ડ મી યાર."

કૈરવી બોલી - " લેટ મી અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સપ્લેઇન ! ક્યારે નો રોજ બોલ બકા કંઈક તો બોલ બકા કે છે ને , હું આજ હવે બોલું છું, પણ હું મારી આખી વાત પુરી કરી ના દવ ને તને બોલવાનું ના કહું ત્યાં સુધી વચ્ચે એક પણ શબ્દ બોલતો નહિ."

પ્રણવ બોલ્યો- " સારું બકા, નહિ બોલું વચ્ચે કંઈ પણ , પણ પ્લીઝ યાર તું કંઈક તો બોલ. સાવ આમ ચૂપ ના થઇ જા. મારી જોડે ઝઘડ, તારા મન માં શું ચાલે છે એ કે, પણ કંઈક બોલ, પ્લીઝ આમ ચૂપ ના રે, હું તારું આવું મૌન સહન નથી કરી શકતો યાર"

કૈરવી બોલી - " બકા, હું એટલે જ આટલા દિવસ થી ચૂપ બેઠી છું કેમ કે મને તારો પ્રેમ અને મારા માટે ની તારી ફીલિંગ ખબર છે. તું જે રીતે મારી કેર કરે છે, મારી દરેક નાની નાની વાત નું ધ્યાન રાખે છે, મારી બધી જ ઈચ્છાઓ પુરી કરે છે, મારા બધા જ શોખ સપના પુરા કરે છે, મારી દરેક વાત મને છે ને મારી રિસ્પેક્ટ કરે છો, મારા માટે હંમેશા સ્ટેન્ડ લે છો, બીમાર હોવ ત્યારે સેવા ચાકરી કરે છે, એ બધા માં મને તારો પ્રેમ દેખાય છે અને ફીલ પણ થાય છે. પણ જે દિવસે મને તારા આ અફેર ની ખબર પડી ત્યાર થી હું ગુસ્સા માં કશું જ વિચારી શક્તિ નહોતી. મને બસ ગુસ્સો જ આવતો હતો તારા પર અને મારા પર પણ.

મને સમજાતું જ નહોતું કે તું મને આટલો બધો પ્રેમ કરે છે, મને ખુશ રાખવા કઈ પણ કરી શકે છે તો પણ તે મારી જોડે આવું કેમ કર્યું ? હું ગુસ્સા માં કશું જ રૅશનાલી (તાર્કિક કે તર્કસંગત) વિચારી નહોતી શક્તિ. ગુસ્સા માં હું માત્ર ઇમોશનલી જ વિચારી શક્તિ હતી. એટલે જ હું આટલા દિવસ થી ચૂપ હતી.

પણ હવે ૨ દિવસ થી મારો ગુસ્સો થોડો ઓછો થયો એટલે હું તારી પત્ની તરીકે નહિ પણ એક ત્રીજી વ્યક્તિ તરીકે વિચારી શકું છું કે તે મારી સાથે આવું કેમ કર્યું હશે.

હું તારી પત્ની છું એવું ભૂલી ને ત્રીજી વ્યક્તિ તરીકે વિચારું તો હવે થોડું થોડું મારી સમજ માં આવે છે કે તું કે છો એ સાચું છે કે તું મને એક ને જ પ્રેમ કરે છે અને આ તારું અફેર જસ્ટ અફેક્શન કે સેક્સ ની લસ્ટ જ હતું.

આપણને એકબીજા થી ગમે એટલો સ્ટ્રોંગ ગાઢ પ્રેમ હોય તો પણ કોઈ ત્રીજી વ્યક્તિ થી ઇમ્પ્રેસ્સ થઇ જવાય, કોઈ એટ્રેક્ટ કરે , અને કોઈ જોડે સેક્સ કરવાનું પણ મન થાય. સાચું કહું તો મને પણ ક્યારેક ક્યારેક થાય છે. પણ આપણો માનવ સહજ સ્વભાવ છે કે આપણી જોડે કઈ ખોટું થાય કે કોઈ દુઃખ પહોંચાડે તો આપણને બસ એની જ ભૂલો દેખાય, એ દુઃખ ની જે તે મોમેન્ટ કે સમય માં આપણે આપણી અંદર જોઈ શકતા નથી કે આપણે પોતે કેવા છીએ. તારી સિવાય બીજા કોઈ જોડે સેક્સ કરવાની ઈચ્છા તો મને પણ ક્યારેક ક્યારેક થાય જ છે, પણ મેં હજુ સુધી ક્યારેય કોઈ લિમિટ ક્રોસ નથી કરી કેમ કે બીક લાગે કે આ ખોટું છે, આ દગો છે. પણ લિમિટ ક્રોસ નથી કરી એનો મતલબ એ તો નથી કે મને ઈચ્છા નથી થાતી. શારીરિક રીતે હિંમત નથી કરી શકી ક્યારેય પણ માનસિક તો છે જ ને.

તે મને ચિટ કરી એ વાત પર આપણે ગમે એટલો ઝઘડો કરીએ પણ હકીકત તો બદલાઈ જવાની નથી. તું અત્યારે આ સમય એ ગમે એવું પ્રોમિસ આપીશ કે હવે આજ પછી ક્યારેય નહિ કરું, ક્યારેય આવી ભૂલ નહિ થાય , પણ અંદર ખાને આપણે બંને જાણીએ છીએ કે એવું તો પોસિબલ છે જ નહિ. એક વાર મજા ચાખો એટલે બીજી વાર મન થાય જ. આ વખતે પકડાઈ ગયો, બીજી વાર વધારે ધ્યાન રાખીશ કે પકડાઈ નહિ.

પ્લીઝ એવી ખોટી ના ના પડતો કે મને હવે બીજી વાર એવી ઈચ્છા પણ નહિ થાય કે હું એવું વિચારીશ પણ નહિ. મને ખબર છે કે ઈચ્છા તો થાય જ, અને મને પણ થાય છે એટલે જ હું મને ખબર છે કે તને પણ થશે જ.

એક બીજા માટે જીવ આપી દઈએ એટલો પ્રેમ કરીએ છીએ એક બીજા ને આપણે અને તો પણ આપણે બંને ને કોઈ ત્રીજા જોડે સેક્સ કરવાની ઈચ્છા તો થાય જ છે. અને આ હકીકત છે કે જે ક્યારેય બદલાવાની નથી."

કૃણાલ બોલ્યો - " નેચરલી આપણે બધા અંદર થી આવા જ છીએ, બહાર થી જ ખાલી સંસ્કારી બનીએ છીએ બાકી આપણા બધા ની અંદર સેક્સ ની ભૂખ ભડાકે બળે છે. વફાદારી જો સેક્સ થી નક્કી થાતી હોય તો વફાદારી એ સાપેક્ષ છે. માણસ ત્યાં સુધી જ વફાદાર હોય છે જ્યાં સુધી એને લોભાવે એવો સારો મોકો નથી મળતો. ચાન્સ મળે તો ગમે એવો અમર પ્રેમી વફાદાર માણસ પણ કુદરતી આવેગ ના શરણે થઇ ને સેક્સ કરી જ લે.

મોટા મોટા ઋષિ મુનિ ના તપ જો સેક્સ ના કારણે તૂટી જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ શું કંટ્રોલ કરી શકવાના. વિશ્વામિત્ર ઋષિ ની વાર્તા તો ખબર જ હશે, અરે ખુદ શંકર ભગવાન ની પણ પરીક્ષા કરવા માં આવી હતી. શંકર ભગવાન જંગલ માં તપ કરતા હતા ત્યારે નારદમુનિ એ પાર્વતી માતા ના કાન ભંભેર્યા કે શંકર ભગવાન પણ કામ થી પરે નથી, પણ પાર્વતી માતા વિશ્વાસ ના કરે. તો નારદમુનિ એમને ઉશકેરે કે મારા પર વિશ્વાસ ના હોય તો તમે ખુદ પરીક્ષા કરી ને જોઈ લ્યો. નારદમુનિ ની કાન ભંભેરણી થી ઉશ્કેરાઈ ને પાર્વતી માતા શંકર ભગવાન જંગલ માં જ્યાં તપ કરતા હોય ત્યાં એક સુંદર રૂપાળી ભીલડી (આદિવાસી કન્યા) નું રૂપ લઇ ને જાય છે, શંકર ભગવાન ભીલડી નું રૂપ જોઈ ને આર્કષાય જાય, અને એ આકર્ષણ થી એમના માં કામજ્વર (સેક્સ ની ઈચ્છા) જાગે અને પછી શંકર ભગવાન એ ભીલડી ની પાછળ પાછળ જાય છે.

જે કામ ના ઈશ્વર છે એવા કામનાથ મહાદેવ પોતે જો કામ (સેક્સ) પર કંટ્રોલ ના કરી શકતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ ની શું વિસાત ? "

કૈરવી બોલી - " હા, હું એગ્રી કરું છું કે એક માણસ તરીકે આપણી કોઈ વિસાત નથી, હું સમજુ છું કે સેક્સ ની આગળ ઋષિમુનિ ના તપ તૂટી જાતા હોય તો માણસ તરીકે પ્રણવ થી પણ ભૂલ થઇ જાય, આવો ચાન્સ મળે તો એનો પણ કંટ્રોલ ના જ રે. એટલે જ મારે એવા કોઈ ખોટા પ્રોમિસ નથી જોઈતા કે આજ પછી હવે ફરી ક્યારેય આવું નહિ થાય. પ્રણવ, હું તને પુરે પુરી ફ્રીડમ આપું છું. તારે જેની જોડે જે કરવું હોય એ કર, જેટલી મજા કરવી હોય એટલી કર, ને હું તને માણસ તરીકે એટલું તો ઓળખું જ છું કે તું કોઈ ની પણ જોડે કોઈ બળજબરી નહિ કરે કે કોઈ નો ખોટી રીતે કોઈ ફાયદો નહિ ઉઠાવે.

પણ તું જે કંઈ પણ કરે એ બધું આપણા ઘર ની બહાર જ રહેવું જોઈએ, આપણા બે ની વચ્ચે એ કશું જ ના આવવું જોઈએ. તારા બહાર ના કોઈ પણ સબંધ ના લીધે આપણા બે વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ કે એના લીધે આપણા સબંધ માં કશો રતિ ભાર પણ ફેર ના પાડવો જોઈએ.

અને જો તને ફ્રીડમ હોય તો એવી જ ફ્રીડમ મને પણ હોવી જોઈએ. તું તારી ઈચ્છાઓ એન્જોય કરી શકે તો હું પણ મારી ઈચ્છાઓ એન્જોય કરી શકું. તને ગમે એની જોડે તને જેવો ગમે એવો સબંધ રાખ, મને ગમે એની જોડે હું રાખીશ. બંને એ એક બીજા ની પર્સનલ સ્પેસ માં કોઈ દખલઅંદાજી નહિ કરવાની. જેવી રીતે તું તારા ફ્રેન્ડ્સ જોડે બહાર જા ત્યારે હું કોઈ પંચાત નથી કરતી તારા ફ્રેન્ડ ટાઈમ માં, જેમ હું તારા બિઝનેસ કે ઓફિસ ના કામ માં કંઈ ઇન્ટરફિયર નથી કરતી એમ આપણે બંને એ એક બીજા ની પર્સનલ સ્પેસ માં ઇન્ટરફિયર નહિ કરવાનું.

જેવી રીતે હું તારા ફ્રેન્ડ્સ જોડે ના તારા રિલેશન માં પડતી નથી એવી જ રીતે હું તારા અફેર ને ટ્રીટ કરીશ, જેમ બીજા બધા તારા ફ્રેન્ડ્સ છે એમ જ તારા અફેર વાળી ગર્લ્સ પણ જસ્ટ નોર્મલ ફ્રેન્ડ્સ જ રહેશે મારા માટે. અફેર માં ડેટ પર જવું એ એટલી જ સહજ રીતે સ્વીકારવાનું જેવી રીતે આપણે કોલેજ ના ફ્રેન્ડ્સ, સ્કૂલ ના ફ્રેન્ડ્સ કે ઓફિસ ના કલીગ ફ્રેન્ડ્સ જોડે હોટેલ માં જમવા જઈએ કે મૂવી જોવા જઈએ છીએ.

આ અફેર માત્ર અફેક્શન , લસ્ટ, અને સેક્સ ની ઈચ્છાઓ પૂરતા જ રાખવાના, જો કોઈ પણ વ્યક્તિ જોડે જરા એવી પણ ઈમોશનલ ફીલિંગ આવે તો તરત જ એ સબંધ ત્યાં જ પૂરો કરી દેવાનો. ફિઝીકલી આપણે બીજા માટે સેક્સ ની ઈચ્છા થાય એ હકીકત હું સ્વીકારું છું, અને એટલે જ મારા માટે વફાદારી એ ઇમોશનલી છે, ફિઝીકલી નથી.

જેવી રીતે આપણા શરીર નું આ સત્ય છે કે આપણે આપણા પતિ કે પત્ની ને ગમે એટલો પ્રેમ કરતા હોઈએ તો પણ બીજા જોડે સેક્સ કરવાનું મન થાય જ એવી જ રીતે પ્રેમ નું પણ એ સત્ય છે કે પ્રેમ માં આપણને ઈર્ષ્યા થાય, આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ કોઈ બીજા જોડે સેક્સ કરે તો એના થી આપણે દુઃખ થાય જ. કેમ કે પ્રેમ માં જેલસી અને પઝેસીવનેસ હોય જ. પણ આપણને દુઃખ કે હર્ટ ત્યારે જ થાય જયારે આપણે એવું કશું જાણીએ. કહેવત છે ને કે બધું જાણ્યા નું દુઃખ છે. એટલે આપણે બે માંથી કોઈએ ક્યારેય એકબીજા ના બહાર ના સબંધ એક બીજા ની સામે નહિ લાવવાના, એક બીજાનું જાણવાની કોશિશ નહિ કરવાની. એક બીજા ની પર્સનલ સ્પેસ અને પ્રાઇવસી ની રિસ્પેક્ટ કરવાની. તું જયારે મારી જોડે હો ત્યારે સંપૂર્ણપણે મારી સાથે જ હોવો જોઈએ, આપણા બંને ની પહેલી પ્રાયોરિટી આપણે બે અને આપણું ફેમિલી જ હોવું જોઈએ. ક્યારેય એક બીજા પર કોઈ શક કરવાનો નહિ, પુરે પુરા વિશ્વાસ થી જ એક બીજા ને આવી ફ્રીડમ આપી શકાય."

કૃણાલ બોલ્યો- "રાઈટ, એકબીજા ની વાસ્તવિકતા સ્વીકારી ને એને અનુરૂપ ફ્રીડમ આપી શકીએ તો જ પ્રેમ ની સાચી વ્યાખ્યા કે લવ ઇઝ ફ્રીડમ સાર્થ થઇ કહેવાય. ને પ્રેમ નો સાચો અર્થ તો એ જ છે કે એક બીજા ને જેવા છે એવા જ સ્વીકારવા અને એક બીજા ને ખુશ રાખવા. પ્રેમ માં કોઈ બંધન ને સ્થાન નથી."

કૈરવી બોલી- " હા, પ્રેમ નો લવ ઇઝ ફ્રીડમ એવો અર્થ મને કૃણાલ એ જ શીખવ્યો છે, એને મને મારી લાઈફ માં મારા પેરેન્ટ્સ કરતા પણ વધારે ફ્રીડમ આપી છે, મારી ફ્રીડમ માટે એના પેરેન્ટ્સ સામે પણ લડ્યો છે, મને ક્યારેય પણ કશા માટે રોકી નથી કે કોઈ સવાલ નથી કર્યાં. પ્રેમ માં ફ્રીડમ નો અર્થ અને એનું મહત્વ હું બહુ સારી રીતે સમજુ છું એટલે જ હું બંને માટે અલ્ટીમેટ ફ્રીડમ ની વાત કરું છું. આખી જિંદગી શક, શંકા, અવિશ્વાસ માં જોડે રહેવા કરતા બંને એકબીજા ની વાસ્તવિકતા સ્વીકારી ને બંને એક બીજા ને ફ્રીડમ આપી ને ખુશી થી સુખે જોડે રહીએ. બોલ તને મંજુર છે?"

પ્રણવ અત્યાર સુધી ગિલ્ટી ભાવના થી માથું નીચે રાખી ને સાંભળી જ રહ્યો હતો, તેને કૈરવી જોડે જે કર્યું છે એ બહુ ખોટું કર્યું છે એવા અપરાધ ભાવ થી એ કૈરવી ની આંખો સામે જોઈએ ને વાત નહોતો કરી શકતો. પણ કૈરવી ની આ બધી વાતો સાંભળ્યા પછી એને એક હાશકારો થયો કે હવે કૈરવી એને ડિવોર્સ આપી ને છોડી ને જતી નહિ રે. સાથે સાથે મન માં રહેલી ગ્લાનિ (ગિલ્ટી) ની લાગણી પણ દૂર થઇ, ને ગિલ્ટી દૂર થતા જ તરત જ એને એ વાત નો આનંદ પણ થયો કે હવે એ કોઈ પણ જાત ની ગિલ્ટી વગર એન્જોય કરી શકશે.

એ આનંદ ને છુપાવવા ની નિર્થક કોશિશ કરતા કરતા બોલ્યો - "તારી જોડે રહેવા મળે, તારી જોડે આ જિંદગી જીવવા ને માણવા મળે તો તારી બધી જ શરતો મંજુર છે. ક્યારેય એવું બની શકે કે હું તારી વાત ના માનું બકા ? આઈ લવ યુ યાર !"

કૃણાલ બોલ્યો- "આઈ થિન્ક મારે હવે જવું જોઈએ, તમને બંને ને હવે એકાંત ની જરૂર હોય એમ લાગે છે."

કૈરવી અને પ્રણવ બંને હસી પડ્યા , કૈરવી બોલી - " થેન્ક યુ કૃણાલ યાર, સારું થયું આજે તું આવી ગયો, નહિ તો ખબર નહિ હજુ કેટલા દિવસ હું આ બધું મન માં વિચારી વિચારી ને ગાંડી થઇ જાત"

કૈરવી ને પ્રણવ નું આવી રીતે સમાધાન કરવી ને કૃણાલ ઘરે આવી ગયો. કૈરવી નું મન તો શાંત થઇ ગયું હતું, ને કૈરવી અને પ્રણવ વચ્ચે નો ઝઘડો પણ શાંત થઇ ગયો. પણ આ શાંતિ એ કૃણાલ ના મગજ માં તોફાન સર્જ્યું હતું. એને માનવા માં જ નહોતું આવતું કે કૈરવી આવું વિચારી શકે. કૈરવી ની છાપ કોલેજ સમય થી એકદમ સંસ્કારી ને શરમાળ, સાવ સતી સાવિત્રી કે સીતા જેવી એની છાપ હતી. કોઈ એવું કલ્પી પણ ના શકે કે એના વિચારો આટલા બધા ફ્રી માઈન્ડ હશે કે એ આટલું બોલ્ડ વિચારી અને બોલી શકે ને આવું પ્રેક્ટિકલ ડિસિઝન પણ લઇ શકે. સેક્સ માટે એક બીજા ને લગ્ન બહાર પાર્ટનર રાખવાની છૂટ આપવી કે એને પોતાને પણ એના પતિ સિવાય બીજા કોઈ જોડે સેક્સ કરવાનું મન થાય છે એ વાત એના પતિ સિવાય બીજા જોઈ આગળ બોલી શકવું એ કશું જ માનવામાં નહોતું આવતું, આ બધું તો બહુ વધારે થયું, કૃણાલ જો એવું પણ વિચારે કે પ્રણવ અને કૈરવી સેક્સ કરે છે તો એની ઇમેજિનેશન માં પણ એવું જ દેખાય કે કૈરવી બધા જ સંપૂર્ણ પુરા કપડાં પહેરી ને સેક્સ કરે છે. આટલી સીધી છોકરી ની ઇમેજ હતી એની અને હકીકત એના થી તદ્દન વિપરીત.

કૈરવી એ તો માણસ ના શરીર ની વાસ્તવિકતા બહુ સહજ રીતે સ્વીકારી લીધી કે પ્રેમ અને સેક્સ બંને અલગ અલગ છે, પણ કૈરવી આ હકીકત સ્વીકારી શકે એ વાત કૃણાલ સ્વીકારી શકતો નહોતો.

આ વાત ને અઠવાડિયું થયું હશે, અને એક દિવસ કૃણાલ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતો હતો ને એને એક મીમ દેખાયું કે "Loyalty is just lack of good chances , god created all creature as polygamy ." એ જોઈને એને તરત જ કૈરવી ને પ્રણવ યાદ આવ્યા. એને તરત એ મીમ કૈરવી ને મોકલ્યું. થોડી જ વાર માં કૈરવી નો રીપ્લાય આવ્યો કે - " Monogamy is a myth "

કૃણાલ એ રીપ્લાય કર્યું - " Yes , True said " રીપ્લાય કરી ને થોડી વાર વિચાર્યું, ને પછી હિંમત કરી ને મેસેજ મોકલ્યો - " પણ યાર મને હજુ માનવા માં નથી આવતું કે તે આટલું એકદમ પ્રેક્ટિકલ ડિસિઝન લીધું. મને તો એમ જ હતું કે તું મારી કોઈ વાત નહિ માને અને ડિવોર્સ નું જ ડિસિઝન લઈશ."

કૈરવી નો રીપ્લાય - " ગુસ્સા માં હતી ત્યારે તો મને પણ ડિવોર્સ ના જ વિચાર આવતા હતા, અને એટલે જ હું ચૂપ અને શાંત થઇ ગઈ હતી કે ક્યાંક ગુસ્સા માં ખોટું ડિસિઝન ના લેવાય જાય. એણે ચિટ કર્યું એ વાત થી મને ખુબ દુઃખ થયું અને તો પણ મારી પ્રેમ ની લાગણી તો એના માટે જ હતી, એના થી દુઃખ હતું પણ નફરત નહોતી. ચિટ કર્યું તો પણ મારુ મન એની જોડે જ રહેવા માંગતું હતું, એના થી અલગ થવાનો વિચાર ચીટિંગ કરતા પણ વધારે દુઃખ આપતો હતો. ગુસ્સો થોડો શાંત થયો એટલે મેં પહેલા મારી જાત ની અંદર જ જોયું. ને મને સમજાય ગયું કે એણે ચિટ કર્યું તો પણ મને કેમ એના થી નફરત નથી થાતી, કેમ મારે એની જોડે જ રેવાનું મન થાય છે , કેમ કે પ્રેમ અને સેક્સ બંને અલગ છે. હું પણ એણે પ્રેમ કરું છું તો પણ સેક્સ ની ઈચ્છા તો મને પણ થાય છે. પ્રણવ ને જજ કરતા પહેલા પોતાની જાત ની અંદર જોયું તો બધું સહજ અને સ્વીકૃત લાગ્યું"

કૃણાલ નો રીપ્લાય - " મને તો હજુ પણ એ જ માનવા માં નથી આવતું કે તને પણ પ્રણવ સિવાય બીજા કોઈ જોડે સેક્સ ની ઈચ્છા થાય, ને એ વાત તું પ્રણવ સિવાય બીજા કોઈ ની હાજરી માં સ્વીકારી પણ શકે."

કૈરવી નો રીપ્લાય - " કેમ , હું માણસ નથી ? ઈચ્છા શું ખાલી તમને છોકરાઓ ને જ થાય ? અમને છોકરીઓ ને શું ના થાય ? "

કૃણાલ નો રીપ્લાય - " અરે ના યાર, હું એમ નથી કેતો કે છોકરીઓ ને ના થાય. મને ખબર છે કે હકીકત માં તો છોકરીઓ ને છોકરા કરતા પણ વધુ ઈચ્છા થાય. પણ શરમ ના લીધે કે કોઈક ખરાબ દ્રષ્ટિ થી જજ કરશે એવા ડર ના લીધે ક્યારેય એ એક્સપ્રેસ ના કરે. ને તારો એટિટ્યૂડ આટલો બોલ્ડ ને બિન્દાસ નથી કે તું બીજા ની હાજરી માં આવું સ્વીકારી શકે."

કૈરવી નો રીપ્લાય - "હા, હું બહાર મારો એવો એટિટ્યૂડ નથી દેખાડતી, પણ એનો મતલબ એવો થોડો કે હું બોલ્ડ નથી? બધા ની સામે તો બોલ્ડ ના જ બની શકાય ને. બહાર બધા ની સામે સંસ્કારી બની ને રહેવું પડે, બાકી અંદર થી તો હું એકદમ ફૂલ બોલ્ડ જ છું."

કૃણાલ નો રીપ્લાય - " હા હા હા, મને સાલું હજુ માનવા માં જ નથી આવતું. બાય ધ વે , બોલ્ડ છે તો એક વાત પૂછું , તું કહેતી હતી કે તને પણ બીજા જોડે ઈચ્છા થાય, તો કોની જોડે કરવાનું મન થાય છે? "

કૈરવી નો રીપ્લાય - " તારી જોડે. "

ઇન્સ્ટાગ્રામ નું સર્વર બંધ થઇ ગયું હોય એવો સોંપો પડી ગયો થોડી વાર માટે. શું રીપ્લાય કરવો એ જ કૃણાલ ને સમજાતું નહોતું. એ હજુ વિચારતો જ હતો કે શું રિએક્ટ કરવું એવા માં કૈરવી નો મેસેજ આવ્યો - " બસ આ જ કારણ થી સંસ્કારી બની ને રહેવું પડે. બોલ્ડ બનીએ તો તરત જજ કરે લોકો. "

કૃણાલ નો રીપ્લાય - " સોરી, અરે હું તને જજ નથી કરતો. પણ મને સમજાતું નહોતું કે હું શું રિએક્ટ કરું? તારી બોલ્ડ સાઈડ કોઈ દિવસ જોઈ નથી તો હજુ માનવા માં નથી આવતું કે તું આટલી બોલ્ડ , બિન્દાસ અને બેશરમ બની શકે."

કૈરવી જો રીપ્લાય - " હદ છે, હું સામે થી કહું છું, બોલ્ડ બિન્દાસ વાત કરું છું તો પણ માનવા માં નથી આવતું. હવે શું ન્યૂડ કે બિકીની ફોટો મોકલું તો જ માનવા માં આવશે કે હું પણ તારા જેવી બોલ્ડ ને બિન્દાસ છું. હું નથી શરમાતી તો તું શેનો શરમાય છે આટલું બધું યાર."

 


(આગળ ની વાર્તા બીજા ભાગ માં ) 

તમારો ફીડબેક , વિચારો અહીં કોમેન્ટ ના કરી શકો તો blackbaba2021@gmail.com પર મેલ કરી શકો છો.