...
કાવ્ય ૧
પ્રેમ
બે અક્ષરનું તો નામ છે તો પણ ઘણું બધું કહી જાય છે તે પ્રેમ,
આના ઉપર ઘણું બધું લખાયું છતાં એનો કોઈ અંત નહી તે પ્રેમ.
કહે કે ના કહે સામે વાળાને સમજી શકો બસ એ જ છે પ્રેમ,
તેને કોઈ એક વ્યાખ્યામાં વ્યાખ્યાયિત કરી ન શકાય એ જ પ્રેમ.
નાના બાળકોથી માંડી વયોવૃદ્ધ પણ એની ઝંખના કરે એ છે પ્રેમ,
એક એવું ઇમોશન છે જે સૃષ્ટીના ખૂણે ખૂણે છે હા એ છે પ્રેમ.
જુદા જુદા સંબંધમાં તેને જુદી જુદી દ્રષ્ટિએ જોવાય એ છે પ્રેમ,
ભાઈ-બહેન વચ્ચે અને પતી-પત્ની વચ્ચે જુદી જેની જાત એ છે પ્રેમ.
માતા- પુત્ર અને પિતા- પુત્રી વચ્ચે જે લાગણી એનું નામ જ પ્રેમ,
સંબંધે સંબંધે અલગ એની ભાત અલગ તેની રીત એનું નામ જ પ્રેમ.
કોઈ ગમતા વ્યક્તિના દુઃખ માં દુઃખ અને સુખમાં સુખ જોવે એ પ્રેમ,
મિત્ર-મિત્ર અને પ્રિયતમ-પ્રિયતમા વચ્ચેની એ અદભૂત લાગણી એ પ્રેમ.
.........
કાવ્ય ૨
યાદો
યાદોની બનાવી મે એ યાદી, યાદોની આ દુનિયા સાવ જુદી,
થાય પોતાની જ બરબાદી, જો આ ખાઈમાં કોઈ જાય કુદી.
કોઈની યાદો ને શોધવા દીવો કર્યો, શોધતા શોધતા પોતે જ મર્યો,
પોતાનાને જ ઓળખવા ઘણું ફર્યો, તોય આખરે તો મોતને જ વર્યો.
હતી એવી પણ યાદો ઘણી સારી, પણ મે તેને ભુલાવી મતી મારી મારી,
બચેલી યાદો મને લાગે હવે ખારી, ગમે તે હોય એ બધી હતી તો મારી.
.........
કાવ્ય ૩
હે, દુનિયાના તારણહાર
સારા માણસોની કોઈ કિંમત નથી ખરાબ માણસોને સૌ પૂજે,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
સાચી વિદ્યા શુ છે એ ખબર નથી ગોખણીયુ જ્ઞાન પિરસાઈ છે,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
તારાથી જે આજે આટલું આટલું પામ્યા એ આજે તને જ ભૂલ્યા,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
સૌ કોઈ પોતપોતાનું કરે છે બીજા માટે કોઈને લાગણી જ નથી,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
અર્ધનગ્ન કપડાં પહેરી દુનિયાને શીખવાડે કે કપડે નહી સોચ બદલો,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
શું કર્મ કરવું! કોઈ જાણતું નથી બસ મોબાઈલ જ અત્યારનું કર્મ,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
કોઈની કીર્તિ (યશ) જોઈને આ સ્વાર્થી દુનિયા અંદરથી જ બળી મરે,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
ઉપકારનો બદલો અપકરથી આપનાર કૃતઘ્નીઓ જ ભર્યા છે અહી,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
પોતે રામ થવું નથી ને સીતા જેવી પત્ની ની અભિલાષા રાખે છે
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર આજે તારા સંસારની હાલત જો.
સમય પણ કહેતો હશે દ્વાપર જોયો, ત્રેતા જોયો પણ કળીયુગ જેવો એકેય નહી,
હે, દુનિયાના તારણહાર! ઈશ્વર હવે તારા કલ્કી અવતારને પૃથ્વી પર મોકલી આ ધરતીને પાવન અને પાપમુક્ત કર.
.....
કાવ્ય ૪
એકલો છું!
આ અંધકારભરી દુનિયામાં જીવનારો હું ક્યાં એકલો છું
દુઃખના વિશ રૂપી સાગર પીનારો હું ક્યાં એકલો છું.
મળેલી યુવાની ને આમજ બરબાદ કરનાર હું ક્યાં એકલો છું
યુવાનીમાં કરેલ ભૂલનો પસ્તાવો કરતો હું ક્યાં એકલો છું.
સ્વાર્થ થી ભરેલી આ દુનિયામાં ગમખાનારો હું ક્યાં એકલો છું
ખરાબ સમયે કડવા અનુભવો ચાખનાર હું ક્યાં એકલો છું.
ફરી ફરીને કરેલી એ જ ભુલને ભૂલાવનાર હું ક્યાં એકલો છું
તોય પાસો ઠંડા કલેજે મનને મનાવી લેનાર હું ક્યાં એકલો છું.
ગુરૂ પાસેથી જ્ઞાન લઈને તેની જ ઉપેક્ષા કરનાર હું ક્યાં એકલો છું
માતા પિતાનો આદર ભૂલી જનાર કૃતઘ્ની હું ક્યાં એકલો છું.
આટલું આટલું મળ્યા છતાં વધારે ભૂખ રાખતો હું ક્યાં એકલો છું
કોઈની દેખા દેખી કરનારો આ દુનિયામાં હું ક્યાં એકલો છું.
ક્ષણભર ના સુખ માટે પોતાની ઓળખ ખોનાર હું ક્યાં એકલો છું
સમયની સાથે પોતાને જ બદલી નાખનાર હું ક્યાં એકલો છું.
કોઈની કમજોરીને પોતાનું હથિયાર બનાવનાર હું ક્યાં એકલો છું
આ અંધકારભરી દુનિયામાં જીવનારો હું ક્યાં એકલો છું.
.....
કાવ્ય ૫
દોસ્તી(હાઈકુ ૧)
દોસ્તી આપણી
જુદી બીજાથી સાવ
નિરાલી તોય
.....
વિશ્વાસ(હાઈકુ ૨)
વિશ્વાસ છે જ
કોઈની ફિક્ર નથી
તો ડર શેનો?
.......
મૂર્તિ(હાઈકુ ૩)
ખંડિત મૂર્તિ
અખંડ જેની પૂજા
ધન્ય તે પુણ્ય
......
યાદ(હાઈકુ ૪)
યાદોની પેટી
દરિયામાં વહાવી
ગઈ હસાવી
...................