Sex Expression of Love Physical Need or Spiritual Energy in Gujarati Fiction Stories by Mr Gray books and stories PDF | સેક્સ - પ્રેમ ની અભિવ્યક્તિ કે શારીરિક જરૂરિયાત કે આધ્યાત્મિક ઉર્જા ?

The Author
Featured Books
Categories
Share

સેક્સ - પ્રેમ ની અભિવ્યક્તિ કે શારીરિક જરૂરિયાત કે આધ્યાત્મિક ઉર્જા ?

સેક્સ બે રીતે થાય છે- એક માત્ર શરીર સાથે, અને બીજું વ્યક્તિ ના સમગ્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ સાથે. શરીર પર ના કપડાં ઉતારતા પહેલા મન પર ના કપડાં ઉતારવા જરૂરી છે.

એક બીજા આગળ વિચારો થી નગ્ન થવું પડે. જો તમે એક બીજા આગળ વિચારો થી નગ્ન ના થઇ શકો તો તમે એક બીજા આગળ પુરા ખુલી પણ ના શકો. બધા કપડાં કાઢી ને નગ્ન થયા પછી પણ તમે એક બીજા આગળ સંપૂર્ણ નગ્ન નથી. સેક્સ બે પગ વચ્ચે થાય એ પેહેલા બે કાન વચ્ચે થવું ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે.

સેક્સ એવી ઘટના છે કે જે સંપૂર્ણ નગ્ન થઇ ને કરવા માં આવે છે . આ ઘટના એક કળા માં પરિણામે છે જયારે માત્ર શરીર થી જ નહિ પણ મન થી પણ સંપૂર્ણ નગ્ન થઇ ને કરવા માં આવે. વિચારો થી સંપૂર્ણ નગ્ન બનો તો જ તમે એક બીજા આગળ બેશરમ બની શકો. અને સેક્સ ને એની ચરમસીમા એ માણવા માટે બેશરમ બનવું જરૂરી છે. જેટલા વધારે બેશરમ બનો એટલી વધારે મજા આવે.

ચાહે રીયલ સેક્સ હોય, ઓનલાઇન સેક્સટિંગ હોય કે સેક્સ ટોપિક વિષે ની વાતો હોય, જેટલા વધારે બેશરમ બની શકો એટલા વધારે ખુલી ને વાત કરી શકો અને એટલા જ વધારે ઊંડાણ થી અને ગાઢ રીતે કન્નેક્ટ થઇ શકો. આપણું શરીર એ માત્ર એક સાધન (ટુલ) છે, આપણું મન એ સાધન નું વાહક છે, અને સેક્સ એ સમાધિ છે. સેક્સ દ્વારા આપણે એ સમાધિ અવસ્થા પામી શકીએ છીએ કે જ્યાં આપણે આપણા શરીર થી અલગ થઇ ને આપણને મળી શકીએ, એક અલગ કોસ્મિક વિશ્વ માં પ્રવેશ કરી શકીએ.

આપણે સહુ એવું માનીએ છીએ કે સેક્સ એ પ્રેમ ની લાગણી ની અભિવ્યક્તિ (એક્સપ્રેશન) કે અહેસાસ છે, પણ હકીકત એ છે કે જયારે સેક્સ ની ચરમસીમા પર પહોંચીએ ત્યારે આપણને પ્રેમ ની લાગણી નો અનુભવ નથી થાતો. એ સમય એ આપણને પ્રેમ ના કોઈ વિચારો નથી આવતા.

આ સમાધિ અવસ્થા માં તમારું મગજ વિચારવાનું બંધ કરી દે છે. તમે પ્રેમ, વેર,ગુસ્સો કે કોઈ પણ લાગણી અનુભવતા નથી. એટલે જ ફ્રેન્ચ ભાષા માં ઓર્ગેઝમ (ચરમ સુખ) માટે એક શબ્દ છે - Petite mort જેનો અર્થ થાય છે સુક્ષમ/ક્ષણિક મૃત્યુ (a little death ).

અને આ સમાધિ અવસ્થા સેક્સ માં ત્યારે જ આવી શકે જયારે આપણે આપણા સેક્સ પાર્ટનર સાથે એવા ગાઢ ઊંડાણ થી જોડાઈ શકીએ. સેક્સ એ એક ઉર્જા છે. આપણા શરીર ની ઉર્જા બીજા શરીર ની ઉર્જા ને આકર્ષે છે.

સેક્સ માં એવી ઉર્જા રહેલી છે કે બે અજાણી વ્યક્તિ ને પણ એકબીજા સાથે બહુ સહેલાઇ થી એક મજબૂત નિકટતા લાવે છે, આ કોસ્મિક કનેક્શન થી બે અજાણી વ્યક્તિ એકબીજા સાથે ખુબ ઊંડાણ થી જોડાઈ શકે છે, જ્યાં કશા ભાર કે બોજ વગર માણસ પોતાને ખાલી કરી શકે છે, પોતાની જાત ને મુક્તભાવે ખોલી શકે છે, આત્મા ના ઊંડાણ થી વાતો થઇ શકે છે કે જે વાતો બીજા જોડે ક્યારેય ના થઇ શકી હોય. પોતાની જાત ને સમજવાની અને સ્વ ને શોધવાની સફર સેક્સ ની ચરમસીમા માં સ્વ ને પામી ને પુરી થાય છે.

ઘણા લોકો ની એવી દલીલ હશે કે પ્રેમ ની લાગણી વગર બે અજાણી વ્યક્તિ કે બે ફ્રેન્ડ્સ કેવી રીતે સેક્સ કરી શકે ? ઈમોશનલ એટેચમેન્ટ કે પ્રેમ ની લાગણી વગર બે વ્યકતિ એક બીજા જોડે કેવી રીતે સેક્સ કરી શકે?

આવી દલીલ થવી સ્વાભાવિક છે, કેમ કે આપણે સહુ બાળપણ થી સેક્સ ને માત્ર ને માત્ર પ્રેમ ની અનુભૂતિ અને અભિવ્યક્તિ તરીકે જ જોયું છે. નાનપણ થી જ આપણને આપણા શરીર ની બાયોલોજીકલ સાયકલ (જૈવિક ચક્ર) ખોટું સમજાવવા માં આવ્યું છે કે પહેલા મિત્રતા, પછી પ્રેમ, અને અંત માં સેક્સ. જે તદ્દન ખોટું છે.

આપણો જન્મ સેક્સ થી થયો છે. સૌથી પહેલા આપણે મિત્રો બનાવતા શીખીએ છીએ, આપણા શરીર ની સૌથી પહેલી લાગણી મિત્રતા હોય છે. પછી આપણે સહુ શારીરિક રીતે પુખ્ત થઈએ, Puberty Age માં આવતા જ આપણે સેક્સ ની ઉતેજના નો અનુભવ કરીએ છીએ.

એ ઉંમરે શારીરિક પુખ્ત થવાની પ્રોસેસ માં જાણે અજાણે જ આપણને આપણા જનનાંગો ને સ્પર્શ કરવું ગમવા લાગે છે. આપમેળે જ આપણે સહુ હસ્તમૈથુન કરતા શીખી જઈએ છીએ. અને ત્યારે આપણા જીવન માં હજુ કોઈ માટે પ્રેમ ની લાગણી પણ નથી હોતી.

આપણા શરીર ની બાયોલોજીકલ સાયકલ નો સાચો ક્રમ એ છે કે મિત્રતા, સેક્સ, પ્રેમ. પણ સમાજે થોપી બેસાડેલા ખોટા ક્રમ ના કારણે શારીરિક આકર્ષણ ને પ્રેમ સમજવાની ભૂલ આપણા સહુ થી થાય છે.

શારીરિક આકર્ષણ ને પ્રેમ સમજી લઈએ, પ્રેમ ના એ વહેમ માં ખુબ બધી કસરત કર્યા પછી સેક્સ થાય, ત્યારે ઘણા ને રીયલાઈઝ થાય છે કે આ પ્રેમ નહિ પણ શારીરિક આકર્ષણ હતું, અને જયારે આ વહેમ તૂટે ત્યાં સુધી માં બે માંથી કોઈ એક વ્યક્તિ ની પ્રેમ ની લાગણી એક્દુમ મજબૂત થઇ ગઈ હોય છે. શારીરિક આકર્ષણ ને પ્રેમ સમજવવા ના વહેમ ના લીધે ઘણા અનર્થ સર્જાયા છે, અને આ બધા નું મૂળ સમાજે ઠોકી બેસાડેલો ખોટો ક્રમ છે કે જે માનસિકતા માં પ્રેમ વગર સેક્સ નથી થાતું.

સેક્સ એ પ્રેમ કરતા પહેલા આવે છે એનું આપણી જ સમાજ વ્યવસ્થા નું એક ઉદાહરણ આપીશ - એરેન્જ મેરેજ. આપણી જૂની પરંપરાગત એરેન્જ મેરેજ વ્યસ્થા કે જ્યાં લગ્ન ના દિવસ પહેલા સ્ત્રી પુરુષ એક બીજા ને ક્યારેય મળતા જ નહિ. વર અને કન્યા નો પ્રથમ પરિચય લગ્ન ના દિવસે લગ્નમંડપ માં થતો અને પ્રથમ વ્યક્તિગત રૂબરૂ મુલાકાત સુહાગરાત માં.

સાવ અજાણી બે વ્યક્તિ, કોઈ મિત્રતા વગર સુહાગ રાતે પ્રથમ વખત એક બીજા ને મળે, અને સેક્સ કરે. એરેન્જ મેરેજ માં સુહાગ રાત નું મહત્વ ખુબ જ રહ્યું છે. સુહાગ રાત માટે એક ઉત્સાહ, ઉત્તેજના અને એક્સાઇમેનન્ટ હોય છે જેના આવેગ માં બે અજાણી વ્યક્તિ વચ્ચે કશા અંગત પરિચય વખત પ્રથમ વખત સેક્સ થાય છે.

આ સેક્સ ના લીધે બે અજાણી વ્યક્તિ એકબીજા ની નિકટ આવે છે, સેક્સથી એ બે વ્યક્તિ વચ્ચે એક સ્ટ્રોંગ બોન્ડિંગ ક્રિએટ થાય છે. જે બોન્ડિંગ મિત્રતા માં પરિણમે છે, આ મિત્રતા ધીમે ધીમે પ્રેમ માં પરિવર્તે છે. સેક્સ એક સ્ત્રી ને સાવ અજાણ્યા ઘર માં અજાણ્યા લોકો સાથે રહેવા માટે ની ઉર્જા આપે છે.

સેક્સ એ પ્રેમ ની અભિવ્યક્તિ નું માધ્યમ હોય શકે પણ માત્ર પ્રેમ માં જ સેક્સ થઇ શકે એ જડ માનસિકતા છોડી ને એ વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે પ્રેમ ની લાગણી વગર પણ સેક્સ થઇ શકે. પ્રેમ ની લાગણી અને સેક્સ ની ઉર્જા બંને એક સરખી જ પવિત્ર છે. સેક્સ એ બે વ્યક્તિ વચ્ચે નો એક બ્રિજ પણ બની શકે કે જેના માધ્યમ થી બે વ્યક્તિ એક બીજા સાથે એક કોસ્મિક વિશ્વ માં જોડાઈ શકે, એક બીજા ને હકારાત્મક ઉર્જા આપી શકે.

જેની સેક્સ ઉર્જા હકારાત્મક હોય એના સેક્સ માં હીલિંગ ઉર્જા હોય છે. જયારે બે વ્યક્તિ વચ્ચે એકદમ નિર્દોષ ભાવે સેક્સ થાય, જેમાં કોઈ ગિલ્ટી ના હોય, ત્યારે એ બે વ્યક્તિ ની સેક્સ ઉર્જા એક બીજા ને હિલ કરવાનું કામ કરે છે. આવું સેક્સ એક ક્લીનિંગ પ્રોસેસ જેવું હોય છે, જે તમારા શરીર, આત્મા અને મન બધાની નેગેટિવ એનર્જી ને દૂર કરી દે છે અને તમને નવી પોઝિટિવ એનર્જી થી ભરી દે છે.