Gentleman Doctor in Gujarati Short Stories by Bindu books and stories PDF | સજ્જન ડોક્ટર

The Author
Featured Books
Categories
Share

સજ્જન ડોક્ટર

આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે મારું એક નાનકડું એક્સિડન્ટ થયું હતું ત્યારે પહેલી જ વાર તેમના ક્લિનિક પર હું ગઈ હોઈશ માટે તેઓ મને અને હું તેમને સારી રીતે ઓળખીએ છીએ વળી એ સમયે ટ્રીટમેન્ટ માટે ઘણી વખત હોસ્પિટલ જવાનું થતું માટે બની શકે કે હું એમને યાદ હોઈશ ત્યાર પછી અમે ક્યારેય એકબીજાને મળ્યા જ નહીં પરંતુ અનુરાગ ના ગયા પછી મારી તબિયત નાદુરસ્ત બની તેના કારણે મારે તેમના ક્લિનિક પર જવાનું થયું અને એમના ક્લિનિક પર તેમના મળ્યા પછી તેઓએ પૂછ્યું કે કેમ છે? બધા કેમ છે?કેવું ચાલે છે બેન ?અને કોણ જાણે મારા મોં પરની ઉદાસી થી તેઓ વાકેફ બન્યા હોય કે ફરીથી તેમણે પૂછ્યું મને કે બધું બરાબર છે ને બેન કદાચ મારા મોં પરના હાવભાવ જોયા પછી આ પ્રશ્ન તેમણે ફરીથી પૂછ્યું હશે એટલે કે તેમને મારા જીવનની હાલની પરિસ્થિતિનો ખ્યાલ આવી ચૂક્યો હોય એવું મને લાગ્યું અને મેં મારા જીવનની વાસ્તવિકતા કહી જણાવી તેમને મને આશ્વાસન આપતા કહ્યું કે જો બેન જે ઈશ્વરને ગમ્યું તે પણ તમે મૂંઝાશો નહીં કંઈ મારા લાયક કામ હોય તો મને કહેજો અને તે દિવસે પણ તેમણે પોતાની ફી ન લીધી અને દવા પણ ફ્રીમાં જ આપી. મેં તમને કહ્યું પણ ખરું કે ભાઈ પ્લીઝ જે થાય તે લઈ લો તેમને કહ્યું ના બેન ચાલો આવજો જય શ્રી કૃષ્ણ અને હું ત્યાંથી નીકળી અને તરત તબિયતમાં પણ મારી સુધારો આવ્યો હું ક્યારેય ફરીથી એમના સંપર્કમાં ન રહી છતાં તેમનો આ માનવતાનો ગુણ મને સ્પર્શી ગયો.

આ પછી પણ ઘણા સમય બાદ એક દિવસ જ્યારે હું જ્યારે શાળાએ જવા તૈયાર થઈ ત્યારે ચોમાસાની ઋતુ હતી અને પાર્કિંગ માટે કોઈ અવકાશ ન હતો અને હું એક ભાડાના મકાનમાં રહેતી હતી તેથી સવારે મારી ગાડી ચાલુ જ થઈ નહીં અને ઘણા પ્રયાસો કરીને હું થાકી ત્યારે સવારે તેઓ પણ મોર્નિંગ વોક માટે નીકળ્યા હશે અને મને જુએ છે અને મારી મદદ કરવા આવે છે અને નિરાભિમાની આ ડોક્ટરે મને મદદ પણ કરી. હું તેમને જયશ્રીકૃષ્ણ કહી અને નીકળી ગઈ પછી પણ કોઈ જ સંપર્ક નહીં આમ ઘણો સમય નીકળી જાય છે

હવે એક દિવસ આત્મનની તબિયત નાદુરસ્ત થાય છે ફરીથી હું એમના ક્લિનિક પર જવું છું અને આત્માનું નામ લખાવા જાઉં છું ત્યારે ત્યાં બેઠેલા ભાઈ કહે છે કે આજે ડોક્ટર સાહેબ નીકળી જવાના છે માટે હવે કોઈ કેસ લેવાના નથી તમે આવતીકાલે આવજો અને એપોઇન્ટમેન્ટ લેવા માટેનો સમય આવતીકાલે લખાવી જજો પણ અચાનક મારા ખ્યાલ મુજબ તે ટેલીફોની વાતચીત અને આત્માન નું નામ નોધી અને પેલા ભાઈ અંદર જાય છે ખબર નહિ કદાચ તેમના હોસ્પિટલમાં મુકેલા કેમેરામાં તેમણે જોયું હશે અને પેલા ભાઈ કહે છે કે બેન બેસો હમણાં ડોક્ટર તમને બોલાવશે અને જોગાનું જોગ બીજા ઘણા પેશન્ટો આવે છે પણ બધાને એ ના પાડી દે છે અને તરત જ આત્મન માટે કહેળાવે છે અને ડોક્ટરની કેબિનમાં જ્યારે અમે જઈએ છીએ ત્યારે સર્જન ડોક્ટર કહે છે કે જય શ્રીકૃષ્ણ બેન કેમ છો? શું થયું અને હું આત્મનને તેમની સામેની ચેર પર બેસાડીને કહું છું કે આજે આત્માનને જરા તકલીફ છે તરત જ તે આત્મનની તકલીફને સાંભળીને એના માટેનો ઈલાજ કરે છે દવા આપે છે અને કોઈપણ જાતની ફી પણ લેતા નથી અને ઇન્કાર કરે છે અને હું કહું છું કે પ્લીઝ ભાઈ જે હોય તે લઈ લો ત્યારે કહે છે કે ના બેન જય શ્રી કૃષ્ણ આવજો. બસ આટલા જ સંવાદો..
હું રસ્તામાં વિચારું છું કે.. અનુરાગ ના ગયા પછી જે લોકોએ મદદ કરવાના મોટા મોટા દાવા કર્યા હતા એ લોકો એક વર્ષ દરમિયાન પણ ક્યારેય મારા હાલ પણ નથી પૂછ્યા કે ક્યારેય મારા આત્મનને માટે પણ નથી પૂછ્યું જ્યારે આવા નીરાભીમાની અને નિઃસ્વાર્થ ભાવના ધરાવતા આ સર્જન ડોક્ટરે એ માનવતાની એક મિશાલ સમાન છે ખરેખર હું એમનું ઋણ તો નહીં તો નહીં ચૂકવી શકું પણ બસ મારા દ્વારકાધીશ ને પ્રાર્થના કરું છું કે એમની દરેક મનોકામના પૂર્ણ કરે અને એમને લાંબુ આયુષ્ય આપે જય દ્વારકાધીશ🙏🏻