Indian Man - Bhuvan in Gujarati Motivational Stories by Dave Yogita books and stories PDF | ભારતીય પુરુષ - ભુવન

Featured Books
Categories
Share

ભારતીય પુરુષ - ભુવન















આપણે પુરુષ પ્રધાન દેશમાં રહીએ છીએ.

પુરુષની પોતાના દ્વારા વ્યથા વર્ણન કરતી એક કવિતા છે.

વ્યથા હું મારી વર્ણવી ના શક્યો
સાંભળતા હતા બધા ત્યારે રડી ના શક્યો

મારા દર્દ હું કોઈને દેખાડી ના શક્યો
સહન કર્યું ઘણુ પણ કહી ના શક્યો

મારા દિલના દરવાજા ખોલી ના શક્યો
તૂટી ગયો તોય ઉહ પણ કરી ના શક્યો

સ્વાદ પ્રમાણે ખારો તો બની ગયો
પણ સ્વભાવ પ્રમાણે જવાબ આપી ના શક્યો

આ આખી વાર્તા બિલકુલ કાલ્પનિક છે જે મારી કલ્પનાઓ વડે રચાયેલી છે.
આવી જ એક વાર્તા સાથે આજ આપણે મળી રહ્યા છીએ.તમે બધા ઓલખતાં જ હશો?આ વાત છે ભુવન.એક ભારતીય પુરુષ ભુવન.

લગાન પિકચર તો બધાને યાદ જ હશે.એમાં દેખાડવામાં આવેલો ભુવન પણ યાદ હશે.ભુવન એટલે આપણો લગાન પિકચર માં બતાવવામાં આવેલો હિરો ભુવન.આમિરખાન નહિ પણ એનો રોલ કરતો ભુવન.

પિકચર પૂરું થાય ત્યારે આપણે જોયું કે ઇંગ્લેન્ડ અને ભારતના એક નાનકડા ગામ વચ્ચે રમવામાં આવેલો મેચ ભુવન જીતી જાય છે.ભુવનના હિસાબે ગામવાળાની લગાન માફ થઈ જાય છે અને ત્રણ ગણા પૈસા પણ મળે છે.

એલિઝાબેથ ભુવનને પ્રેમ કરતી હોય છે.પણ ભુવન એના ગામની જ છોકરી ગૌરીને પ્રેમ કરતો હોય છે.

વાર્તા હવે ચાલુ થાય છે.ગામ છોડતા સમયે એલિઝાબેથ ભૂવનને બ્રિટન સાથે લઈ જવા માંગે છે.ભુવન કોઈ પણ શરત પર ગામથી દૂર જવા માંગતો ન હતો. એલિઝાબેથ એક યુક્તિ કરે છે.

એલિઝાબેથ ભુવનની માતા પાસે જાય છે અને કહે છે.
"એલિઝાબેથ ભુવનને થોડા સમય માટે પોતાની સાથે લઇ જવા માંગે છે. ભુવનની માતા કંઈ પણ હા ના કહે એ વાત મનવવા માટે ભુવનની માતાને ઘણા પૈસા આપે છે અને કહે છે."તમારી આખી જિંદગી આ પૈસાથી સુખ અને સગવડથી જતી રહેશે.તમારા પુરા ગામવાળા માટે પણ હું સુખ સગવડ ભરી જિંદગી આપીને જ જઈશ. આખા ગામમાં ઘરે ઘરે બધી સગવડ મળી રહે એ હું જોઈશ. આજ પછી આ ગામ પાસેથી કોઈ લગાન વસૂલ કરવામાં આવશે નહિ એ વાતનું હું વચન આપું છું.મને ખાલી થોડા સમય માટે ભુવન આપો.તમે જ્યારે પાછો બોલાવશો ત્યારે ભુવન પાછો ગામ આવી જશે."

આ વાત સાંભળી ભુવનની માતા થોડી હા-ના કરે છે પણ ગામના લોકોની ખુશી માટે હા કહી દે છે.ભુવન માતાના આ નિર્ણયથી થોડો વિચલિત અને ગુસ્સે થાય છે.પણ માતાના નિર્ણય સામે પોતાની કોઈ ઈચ્છા ચાલતી નથી.ગૌરીને આ વાતની જાણ કરી શકતો નથી.ગૌરીને જાણ કર્યા વગર જ ભુવન ગામ છોડી એલિઝાબેથ સાથે ઇંગ્લેન્ડ જવા નીકળી જાય છે.

ભુવન તો વિચારતો હોય છે કે જાણે ભુવનની માતાએ ભુવનને ચૌદ વરસનો વનવાસ આપ્યો હોય.પોતે કોઈ દિવસ હવાઈ જહાજમાં બેઠો નથી હોતો.ગામમાં જ્યારે પણ હવાઈ જહાજનો અવાજ સંભળાતો ત્યારે વિમાન આવ્યું વિમાન આવ્યું એવું બોલી બધા જોવા નીકળી પડતા હતા.

આજે પહેલી વાર હવાઈજહાજમાં બેસવા જાય છે.પર્સનલ હવાઈજહાજ એલિઝાબેથ માટે અલગ રાખવામાં આવ્યું હોય છે.એલિઝાબેથ ભુવનની મદદ પણ કરે છે.હવાઈ જહાજમાં પણ સાથે જ રહે છે.જેવો ભુવન પ્લેનમાં ચડવા જાય છે.પગથિયાં પર જ એક પગથિયું ભૂલી જાય છે.પડવા જેવો થઈ જાય છે પણ પોતાની જાતને સંભાળે છે.આજુ બાજુ ઊભેલા એલિઝાબેથના સાથે આવેલા સૈનિકો હસવા લાગે છે.એલિઝાબેથ એના સાથીઓ પર ગુસ્સા ભરી નજરે જોવે છે.બધા સૈનિકો એકદમ ચૂપ થઈ જાય છે.
ભુવન એલિઝાબેથથી અતળો‌ અતળો રહેતો હતો.ભુવન એલિઝાબેથથી નારાજ પણ હતો અને ગુસ્સામાં પણ હતો.ભુવન વિચારતો હતો કે આ ગોરી મેમ મને એનો ગુલામ બનાવીને અહીંથી લઈ જાય છે.એલિઝાબેથ ભુવનની ડગલેને પગલે મદદ કરે છે.

એલિઝાબેથ સાથે ભુવન પોતાનું મોં બગાડી હવાઈજહાજ માં તો બેસી જાય છે પણ એના જમવાની બેસવાની ટેવ બિલકુલ અલગ જ હોય છે. બપોરે જમવાનુ સામે આવતા ભુવન થાળીને હાથ જોડી પ્રણામ કરે છે પછી જમવાનું ચાલુ કરે છે.એ હાથેથી જમવાનુ જમે છે.એલિઝાબેથ એના બાજુની જ સીટ પર બેસે છે. અને ભુવનની સ્ટાઇલમાં પોતે પણ ભોજનને નમન કરી જમે છે.

ભુવન આખા રસ્તામાં એકપણ શબ્દ બોલતો નથી.એલિઝાબેથ ભુવનને બોલાવવાની કોશિશ કરે છે પણ એ કોઈ જવાબ આપતો નથી.

બંને બીજા દિવસે બ્રિટન પહોંચી જાય છે.ઘણા વરસો પહેલાની વાત છે. ત્યારે બ્રિટન સ્ત્રીપ્રધાન દેશ હતો.જ્યાં સ્ત્રી દ્વારા જ દેશ કે રાજ્ય ચાલી શકે.એલિઝાબેથ ત્યાંની મહારાણી હતા.બધા એલિઝાબેથના સ્વાગત માટે ફૂલો વરસાવી રહ્યા હતા.ભુવન અને એલિઝાબેથ નું ફૂલોના હર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ભુવન તો પોતાનો સામાન પોતે જ ઉપાડીને લાવી રહ્યો હતો.એલિઝાબેથના ઈશારા પર સૈનિકોએ ભુવન પાસેથી સામાન લેવાની કોશીશ કરે છે પણ એ કોઈને આપતો નથી.ભુવન પાસે સામાન હોય છે શું? એક માત્ર નાની બેગ જે કપડાંની બનેલી હોય છે.પોતાની આ બેગ કોઈને આપતો નથી.

એલિઝાબેથ અને તેના સ્વાગત માટે આવેલા લોકો સાથે ગાડીમાં પોતાના મહેલમાં જાય છે.ભુવન પોતાના ગામડાના પોશાકમાં જ મહેલમાં પ્રવેશ કરે છે.ગાડી સીધી એલિઝાબેથના મહેલના દરવાજા પર જઈને ઉભી રહે છે.ત્યાં પણ દરવાજો ખુલ્લે છે સૈનિકો માથું નમાવી એલિઝાબેથનું સ્વાગત કરે છે.ભુવન કોઈને ગમતો નથી હોતો પણ એલિઝાબેથ સાથે હોવાથી તેને પણ માન આપવુ પડતું હોય છે.




ભુવન તો મહેલનો દરવાજો ખુલતા જ પોતાને એક અલગ જ દુનિયામાં આવી ગયો હોય એવું મહેશુસ કરતો હોય છે.આટલો મોટો મહેલ આવડું એનું પોતાનું આખું ગામ હતું.જેવડું એલિઝાબેથનો મહેલ હતો.મહેલમાં ઓછામાં ઓછા એક સો એક જેટલા રૂમ હશે. એલીઝાબેથની ગાડી મહેલની અંદર જઈને જ ઊભી રહે છે. એલીઝબેથના મમ્મી પપ્પાની અહીં એન્ટ્રી થાય છે.અહી બધા બ્રિટન ભાષામાં જ વાત કરતા હોય છે.પણ ભુવન માટે તેને સમજાય જાય એ માટે એક અંગેજીનું હિન્દીમાં રૂપાંતર કરી આપે એ માટે એક માણસ રાખવામાં આવ્યો હતો.

એલિઝાબેથના પોતાની માતા અને પિતા પૂરા રાજ્ય સાથે એલિઝાબેથની રાહ જોઈને ઊભા હતા. એલિઝાબેથ પોતાના માતા-પિતાને મળે છે. ભુવન કોઈ રીએકશન વગર માથું નમાવી નમસ્તે કરે છે.

ભુવન એલિઝાબેથ સાથે પોતાનો સામાન લઈ ચાલ્યો જતો હોય છે આખો મહેલ અને ત્યાંના લોકો ભુવન તરફ જ જોતા હોય છે.બધાના મનમાં એક જ વિચાર ચાલતો હોય છે કે આ કોણ છે આને તો કામવાળા સાથે ચાલવું જોઈતું હતું અને આ તો મહારાણી સાથે ચાલે છે.એલિઝાબેથના માતા પિતાને પણ આ પ્રશ્ન ખાઈ જતો હોય છે.ભુવન ને એક અલગ રૂમ આપ્યો હોય છે.ભુવન ને સૈનિકો દ્વારા એ રૂમમાં લઈ જવામાં આવે છે.
એલિઝાબેથના માતા-પિતા એલિઝાબેથની પાછળ પાછળ એના રૂમમાં જાય છે. ગુસ્સામાં એલિઝાબેથને પૂછે છે.
"એલિઝાબેથ તું કોને લઈ આવી છો? પેલો પુરુષ કોણ છે? "

એલિઝાબેથ નિરાંતથી જવાબ આપતા કહે છે."પેલા પુરુષનું ભુવન નામ છે અને ભુવન એક ભારતીય પુરુષ છે.ભુવન મારો દોસ્ત છે.મારા સ્વાર્થ માટે હું ભુવનને અહીં લાવી છું.હું આ રાજ્યની મહારાણી હોવાથી બધા નિર્ણય મારા જ ચાલશે.મને એકપણ સવાલ પૂછતા નહિ.મારા નિર્ણય પર વિશ્વાસ રાખજો બસ એટલું જ તમને કહેવા માંગુ છું."

એલિઝાબેથનો જવાબ સાંભળી એલિઝાબેથના માતા-પિતા એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે.એલિઝાબેથના નિર્ણય પર વિશ્વાસ કરી કોઈ સવાલ ઉઠાવતા નથી.

ભુવન માટે એક અલગ રૂમ જે એના આખા ઘર જેવડો હોય છે. ભૂવનનું બાથરૂમ એના ઘરના રૂમથી પણ મોટું હતું.ભુવન રૂમમાં પણ ખોવાઈ જશે એવું એના મનમાં લાગે છે.એ ત્યાં એક બેડ પર બેસે છે.એને હજી સુધી આ બધું સપનું જ લાગે છે.ભુવન થોડો ફ્રેશ થાય છે અને પોતાના ગુમછા વડે હાથ મોં સાફ કરે છે અને ત્યાં જ પોતાનું જમવાનું મંગાવી જમી લે છે.થોડો સમય આમ જ નીકળી જાય છે.એકલો એકલો ક્યારેક ખૂબ રડી પડતો હોય છે.

ક્યારેક ક્યારેક એલિઝાબેથ ભુવનને મળવા આવતી રહેતી હોય છે.થોડો એલિઝાબેથ સાથે ભુવન નોર્મલ થઈ ગયો હોય છે. એલીઝાબેથ સાથે ક્યારેક થોડી ગામની અને ભુવન પોતાના દોસ્તોની વાતો કરી લેતો હોય છે.

ભુવન આખો મહેલ ફરવા કે જોવા ક્યારેય નીકળો નથી હોતો.એ પોતાના રૂમમાં જ રહે છે.રોજ સવાર સાંજ બાજુના રૂમમાં કોઈ અવાજ આવતો રહે છે.રોજ એ વિચારે છે આ બાજુના રૂમમાં કોણ હશે? ભુવન બાજુના રૂમમાં જાય છે. એલિઝાબેથ અને તેના મમ્મી ત્યાં થોડા દૂર ઉભા હોય છે.એલિઝાબેથના મમ્મી ભુવનને રોકવા જાય છે.પણ એલિઝાબેથ તેનો હાથ પકડી રોકી રાખે છે અને માતાને કહે છે." ભુવનને એ રૂમમાં જવા દે."

ભુવનના જતા જ કોઈ નાના નાના પગલે પડદા પાછળ સંતાય જાય છે.ભુવન દેખે તો ત્યાં એક નાની બાળકી ઊભી હોય છે.ભુવન તેને જોવે છે.નાની બાળકી પણ ભુવન સામે જોવે છે.ભુવન તેને પ્રેમથી પોતાની પાસે બોલાવે છે.ભુવન સામે આ બાળકી હસે છે.
બસ પછી તો ભુવનને જ્યારે પણ કંટાળો આવે એ બાજુના રૂમમાં પેલી બાળકી પાસે જતો રહે છે.થોડા દિવસોમાં તો બંને થોડી એકબીજાની ભાષા પણ સમજવા લાગે છે.

ભુવનને બાજુના રૂમમાં રોજ જતા એલિઝાબેથ દૂરથી જોતી હોય છે.બાળકી અને ભુવનની હસીનો અવાજ પણ બહાર ઊભી ઊભી સાંભળતી હોય છે. એકદિવસ એ ભુવનના ગયાના થોડીવાર પછી પોતે પણ બાળકીના રૂમમાં જાય છે. બંનેને સાથે રમતા અને હસતાં જોઈ ખૂબ ખુશ થઈ ગઈ.

બાળકીને વ્હાલ કરી ભુવનનો હાથ પકડી ભુવનને પોતાના રૂમમાં લઈ જાય છે.ભુવનને ભેટી પડે છે.અને રડવા લાગે છે.ભુવન કશું સમજી શકતો નથી.એ એલિઝાબેથ ને પૂછે છે." કેમ રડો છો?શું થયું મેડમ?"

એલિઝાબેથ ભુવનને પોતાની વાર્તા સંભળાવે છે."પેલી બાળકી મારા અને મારા પહેલા પતિનું સંતાન છે.એ બાળકીનું નામ એલી છે.અમારા પાડોશી રાજ્યએ હુમલો કર્યો હતો એ હુમલામાં મારા પહેલા પતિ શહીદ થઈ ગયા.હવે દુનિયામાં રહ્યા નથી.આ બાળકી જ આગળ જઈ આ રાજ્યની મહારાણી બનશે.એલીને બહારના રાજયોથી ખતરો છે.બધાને એવું છે કે મારા પતિની સાથે હુમલામાં એલી પણ દુનિયા છોડી જતી રહી છે.પણ એલી જીવે છે એ વાતની કોઈને ખબર નથી એ રૂમમાં મારા અને અમારા ગુપ્તચર સિવાય કોઈને જવાની અનુમતી નથી.

તને મેં એલીનો બાજુનો રૂમ એટલે જ આપ્યો હતો કેમકે, હું ઇચ્છતી હતી કે એલી તારી સાથે હસવા,બોલવા,રમવા લાગે.તમે બને એકબીજાની લાગણી સમજી શકો.એલીને તારે ભારત લઈ જવી પડશે.એ જ્યારે મહારાણી બનવા લાયક થાય ત્યારે હું એલી ને અહીં પાછી લઈ આવીશ.તું એક ભારતીય પુરુષ છે અને બધાથી વધારે મને તારા પર ભરોશો છે.હું ભારતમાં રહી છું.મેં તારુ વર્તન પણ જોયું છે.તારા સિવાય હું કોઈ પર વિશ્વાસ કરી શકું એમ નથી."એલિઝાબેથ બંને હાથ જોડી ભુવનના પગમાં બેસી જાય છે.

ભુવન કંઈપણ સમજે કે જવાબ દે એ પહેલા કોઈ રૂમના દરવાજા બહારથી મહારાણી મહારાણી હું અંદર આવું એવું પૂછે છે.

એલિઝાબેથ ઊભી થઈ જાય છે.થોડી વ્યવસ્થિત થાય છે.અને ગુપ્તચરને અંદર બોલાવે છે.ગુપ્તચર બોલે છે." આપણા રાજ્ય પર હુમલો થયો છે. આપણા ગામથી થોડા દૂર જ છે." આટલું કહી ત્યાંથી ચાલ્યો જાય છે.

એલિઝાબેથ ભુવન માટે પર્સનલ હવાઈજહાજ ની વ્યવસ્થા કરાવે છે.ભુવન અને એલીને દુશ્મનની નજરથી છુપાવી ઇન્ડિયા મોકલે છે.

ભારતીય પુરુષ એટલે એક સારા પિતા,ભાઈ, પતિ સાથે એક સાચો દોસ્ત પણ બની શકે છે જે ભુવન બતાવી જાય છે.

યોગી