A fair of emotions in Gujarati Short Stories by ડો. માધવી ઠાકર books and stories PDF | લાગણીઓનો મેળો

Featured Books
Categories
Share

લાગણીઓનો મેળો



અંધારું જીવનનું હોય કે પછી રાતનું સવાર તો થવાની જ છે .પરંતુ હૈયાન આ વાત થી સાવ અજાણ છે. મેઘનાના ગયા પછી જાણે એનું જીવન વેરાન થઈ ગયું છે. દિવસનું ભાન નથી ના રાતનું . ક્યારેક જીવનમાં લાગણીઓનો મેળો આવે ને ક્યારેક એ જ સુકાય ગયેલી લાગે . આવુ જ કઈંક હૈયાનના જીવનમાં બની રહ્યું છે . પોતાની આખોમાં પ્રેમ અને આંસુ એ પણ મેધનાના નામના. એને બરાબર જાણ છે હવે આ દુનિયામાં નથી અને પાછી ક્યારેય નહિ આવે છતાં એ આસ હજી એનામાં જીવી રહી છે.

લગભગ રાતના 2 વાગ્યા છે.ચારેઓર અંધારું છે. હૈયાન ચાલતા ચાલતા આગળ વધી રહ્યો છે. બેધ્યાન અવસ્થામાં એ ક્યાંક જઈ રહ્યો છે એનું એણે ભાન નથી. સામેથી પુર જોશ માં ટ્રેક આવી રહી છે. એ ટ્રેક હૈયાનને અડફેટમાં લઇ લીધો.હૈયાન રોડ ની બીજી બાજુ જઈને પડે છે. માથામાં ઈજા થાય છે.થોડો ભાન તો થોડો બેધ્યાન એ રસ્તા પર પડ્યો હોય છે.

ત્યાં જ એક કાર આવીને ઉભી રહી . એક સુંદર છોકરી ઉતરે છે. એનું ધ્યાન દુર રોડ પર પડેલા એ વ્યકિત તરફ જાય છે . જલદીથી દોડીને એ હૈયાન તરફ જાય છે એ કોઈ પારકું જાણે એણે પોતિકું લાગે છે . એણું માથું ઉચકીને પોતાના ખોળામાં લઈ લે છે અને નજીકની હોસ્પિટલમાં એમબયુલ્સ માટે ફોન કરે છે.

હૈયાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, એના પર્સમાં મળેલા સરનામાં પરથી “રાજવી “ હૈયાનની અકસ્માતની જાણ એના ઘરે કરે છે.

હૈયાનનું પર્સ જાણે મેઘનાના પ્રેમનું સ્મરણ હોય એમ રાજવીને લાગે છે . મનમાં મલકાય છે અને બોલે છે કોઈ આટલો પ્રેમ કોઈને કેવી રીતે કરી શકે . એમની દરેક યાદ ફોટા રુપી એને પર્સમાં હતી ,સાચવીને રાખી હતી .અચાનક એણા મનમાં વિચાર આવે છે

મારે આ છોકરીને અકસ્માતની જાણ કેવી રીતે કરવી ?

ત્યાંજ અચાનક કોઈના જાેરથી રડવાનો અવાજ આવે છે

કયા છે મારો હૈયાન ?

એણે બહું વાગ્યું તો નથી ને ?

એને હું કેટલું ના કહું છું રાત્રે બહાર નહી જવાનું પણ માનતો જ નથી ને ?

ત્યાં ઉભેલા દરેક સિસ્ટરને એના સમાચાર પુછી રહયા છે.

પોતાના દિકરાના અકસ્માતના સમાચાર એમણે ચિંતિત કરી દીધા છે . ત્યાજ થોડી સ્થિરતાથી વંસતભાઈ કહે છે ઉમિઁલા તુ જરા ચિંતા ના કર આપણા હૈયાનને સારું છે . હું ડોકટર સાહેબને મળી આવ્યો છું એમણા મુજબ એ બિલકુલ ઠીક છે . આ સાંભળીને ઉમિઁલાબેન શાંત થઈ જાય છે .

વસંતભાઈ ચાલતા ચાલતા રાજવી તરફ આવે છે અને એણા માથા પર હાથ ફેરવતા ફેરવતા કહે છે તારો ધન્યવાદ બેટા, તું ત્યાં ના હોત તો અમારા હૈયાનનું શું થયું હોત. આ સાંભળીને રાજવા હળવું સ્મિત આપીને ત્યાંથી ચાલી જાય છે .

હૈયાન રાજવીના મનમાં સતત રમ્યા કરે છે . એ અજાણ્યો માણસ પોતિકો લાગવા લાગે છે . હૈયાન નામનો વ્યકિત વષોઁથી ઓળખતી એમ લાગતું. રાજવી હોસ્પિટલથી ઘર તરફ જવા નીકળે છે. ગાડી આગળ વધી રહી છે મનમાં આવી રહેલા વિચારો અને લાગણીઓને દબાવી રહી છે ત્યાંજ અચાનક જાણે વષોઁ પછી ભાનમાં આવી હોય એવો અનુભવ થાય છે.

આ મારો હૈયાન તો નહી હોયને

એણ લગ્ન કરી લીધા ?

એણે મો પર વાગ્યું હોવાથી એનો ચહેરો એ સરખી રીતે જોયો ન હોતો . પાછું વળીને હોસ્પીટલ જવાની ઈચ્છા મનમાંને મન ઉગી રહી છે . પગ ક્યાંક પાછા પડી રહયા . ભુતકાળની કડવી યાદો વર્તમાન પર ક્યાંક હાવી થઈ ગઈ અને એ રાજવીને હોસ્પિટલ જતા રોકી રહી છે.

વર્ષો પછી ભાનમાં આવી કે અધકારમાં એ સમજાતું નથી.

રાજવી ઘરે પહોચે છે સતત એના મનમાં હૈયાન વિચારો ભર્યા કરે છે.
રાજવી પોતાના રુમમાં પહોચે છે એ ભુતકાળ કે જે એ કયારે યાદ કરવા નહોતી માંગતી એ એણી આંખોમાં આવવા લાગે છે.

રાજવી પોતાના કબાટમાંથી વષોઁ પહેલા સાચવેલી યોદોની પોટલી ઉગાડે છે, જુના એ નાટકના ફોટાને હાથથી વ્હાલ કરે છે અને ભુતકાળમાં સરી પડે છે .......

કોલેજના પહેલા દિવસથી રાજવીને હૈયાન માટે પ્રેમ હતો બન્નેને ગુજરાતી નાટક ગમતા બન્ને સાથે સ્ટેજ પરફોઁમસ કરતા. સાથે સમય પસાર કરતા જમતા મુવી જોતા. આ સફરમાં કયારે રાજવી હૈયાનને પ્રેમ કરવા લાગી એણે પણ એ સમજાયું નહી. પોતાના જીવનસાથીમાં વિચારેલા બધાજ ગુણ હૈયાનમાં હતા. હૈયાન માટે આ મિત્રતા ખાલી મિત્રતા સુધી જ સીમીત હતી. હૈયાનને જાણ થવા લાગી હતી એ રાજવી એને પ્રેમ કરી રહી છે એટલે એણે રાજવી તરફ મિત્રતા ઘટાડવા લાગી. હૈયાનને દુર જતા જોઈ રાજવી હૈયાનથી વધુ નજીક આવવા લાગી .

“આખરે એના પ્રેમે વાચા લેવાનું વિચાર્યું, જીવનનો એ પ્રેમભયોઁ અનુભવ એને હૈયાન સાથે જીવવાનો વિચાર્યું.

આજે બન્નેને એક નાટક સાથે કરવાનું છે, રાજવી રોજની જેમ નહી કઈક અલગ તૈયાર થઈ. આજે જીન્સની જગ્યાએ ડ્રેસ પહેયો.

“આંખોમાં અજાતું કાજળ આજે કયાક ખોવાઈ ગયું . એની જગ્યા આજે હૈયાનના પ્રેમે લઈ લીધી. કપાળના મઘ્યમાં ગુલાબી રંગનો ચાંદલો “

“હાથમાં નાજુક એવી સોનાની બંગડી પગમાં ઝાંઝરની જગ્યા એ કાળા દોરોમાં પરોવાયેલી ઘુઘરી એને એક સ્ત્રી તરીકે સંપૂર્ણ બનાવતી”

રાજવી થિયેટર પહોચે છે. હૈયાનને ખબર નથી આજે એ બન્નેના જીવનમાં કઈક અલગ બનવા જઈ રહયું છે. રાજવીને આજે અલગ જોઈને એ રાજવીના વખાણ કરે છે બન્નેનું નાટક પૂર્ણ થાય છે.

રોજની જેમ બન્ને કોફી માટે જઈ રહયા છે. ત્યા અચાનક રાજવી હૈયાનને હાથ પ્રેમથી પકડી લે છે અને કહે છે

“આ હાથ કયારે છોડવો નથી રંગમચપર કરેલા નાટકમાં પતિ અને પત્નીના સંબધને હકીકતમાં જીવવા છે . તારી સાથે જીવેલી દરેક નાટક રુપી જિંદગી માણવી છે” ❤️❤️

રાજવી પોતાના ઘુટણ પર પડી જાય છે અને હાથમાં ગુલાબ લે છે અને હૈયાન સામે પોતાના હદયમાં રહેલી બધી જ લાગણીઓ વ્યકત કરે છે .❤️

હૈયાન સ્તબ્ધ છે સમજાતું નથી શું થઈ રહયું છે અચાનક એ ગુસ્સે થઈ જાય છે રાજવીને જરા પણ અનુમાન નહોતું કે હૈયાનનો જવાબ આવો હશે . હૈયાન રાજવી ધ્વારા આપવામાં આવેલી પ્રપોઝલનો અસ્વીકાર કરે છે એણા જીવનમાં રહેલા મેઘનાના પ્રેમની વાત કરે છે એને એને ભુલી જવાનું સમજાવે છે અને ફરી કયારે નહી મળે એ કહીને ત્યાથી ચાલ્યો જાય છે.

રાજવી ની આંખોમાં આસું છે અને પોતાના અણગમતા વર્તમાનમાં આવી પહોચે છે......

સવાર પડે છે, હૈયાનને થોડું ભાન આવે છે એને સમજાતુ નથી એ હોસ્પીટલમાં કેમ કરીને આવ્યો . ઉમિઁલા બેન હૈયાનને વિગતવાર સમજાવે છે . ઉર્મિલાબેન હૈયાનના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહે છે એ અજાણી છોકરી ન હોત તારો જીવ ન બચ્યો હોત. હૈયાનના મનમાં બેચેની વધવા લાગી છે એણે મનમાં થઈ રહયું છે કે એક વાર એ છોકરીને મળને આભાર વ્યકત કરવો જોઈએ.

રાજવી રોજની જેમ જોબ જવા નીકળે છે એનું વર્તમાન સતત એણે એના ભુતકાળ વિશે સવાલ કરી રહયું છે

શું મારે ફરી વાર હોસ્પિટલ જવું જોઈએ ?

એ હૈયાન કોણ હશે ?

એ છોકરી જેના ફોટા પર્સમાં હતા એ મેઘનાના હશે?

સતત વિચારો ફુટી રહયા છે દિશા શોધી રહયા છે. આખરે હિંમત કરીને ફરી હોસ્પિટલ જવાનું નક્કી કરે છે . રાજવી હોસ્પીટલતમાં દાખલ થાય છે આજે એવો જ અનુભવ કરી રહી છે, જે વષોઁ પહેલા હૈયાનને પોતાના પ્રેમની વાત કહેવા જઈ રહી હોય એમ. રાજવી હૈયાનના રુમમાં દાખલ થાય છે હૈયાન સુઈ રહ્યો હોય છે, પોતાના પ્રેમને વષોઁ પછી જોયા બાદ એણી આંખો ભરાઈ આવે છે. અણે ત્યાથી નીકળી જાય છે

રાજવીને વંસતભાઈ જોઈને ખુશ થઈ જાય છે આભાર વ્યક્ત કરે છે
જવાબમાં રાજવી વંસતભાઈને હળવું સ્મિત આપે છે અણે કહે છે

“હૈયાનને કહેજો રાજવી આવી હતી “ ❤️❤️

અણે ત્યાંથી ચાલી જાય છે .

વંસતભાઈ હૈયાનના રુમમાં દાખલ થાય છે અને કહે છે કે તને રજા કરી દીધી છે આપણે ઘરે જવાનું છે અને કહે છે રાજવી આવી હતી જેને કાલે તને મદદ કરી હતી એણે મોડુ થતું હોવાથી એ ચાલી ગઈ છે .
રાજવી સાંભળીને હૈયાન બધું જ સમજાઈ ગયું આ એ જ રાજવી હશે જેની સાથે હું એ ખરાબ વર્તન કર્યું હતું અને પ્રેમને ખોવાનો અનુભવ અમને બન્નેને સરખો જ છે એટલે જ મળ્યા વગર ચાલી ગઈ.

હૈયાન ઘરે પહોચે છે, એને રાજવીને મળવાની ઈચ્છા થઈ રહી છે, એની પાસે રહેલા બધા જ નંબર પર ફોન કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ બધા જ નંબર બંધ આવે છે. અચાનક એણે કોફી યાદ આવે છે અણે વિચારે છે કે રાજવી ત્યાજ હશે .

હૈયાન ઘરેથી કેફે તરફ જવા નીકળે છે એણા મનમાં સતત એજ વિચાર રમ્યા કરે છે મારે રાજવીની માફી માગવી છે . હું એ રાજવીના પ્રેમનું અપમાન કર્યું છે .

હૈયાન કેફેમાં પહોચે છે

રાજવી રોજની જગ્યા પર જ બેઠી હોય છે થોડી ઉદાસ થોડી બેચેન આંખોમાં આસું મનમાં પ્રશ્નો .

હૈયાન એની બાજુંમાં જઈને બેસી જાય છે થોડીવાર પછી હળવાશથી કહે છે રાજવી મને મળ્યા વગર જ પાછી આવી ગઈ . મને માફ કરી દે જે હું તારું અને તારા પ્રેમનું એ દિવસે બહુજ અપમાન કયુઁ છે. રાજવી હૈયાન તરફ આંખોમાં પ્રશ્ન લઈને કહે છે

મેઘના

હૈયાન થોડા સમય માટે શાંત થઈ જાય છે અને કહે છે મારું અને મેઘનાનું લગ્નજીવન ખુબ સુખદ ચાલતું હતું પણ ભગવાનને કાંઇક અલગ મંજુર હતું . લગ્નના થોડા સમયબાદ અમારો કાર એકસિટડન્ટ થયો અને એ મુત્યું પામી. આ બોલીને હૈયાન શાંત થઈ જાય છે અને ત્યાંથી ઉભો થઈને જઈ રહ્યો છે

ત્યા પાછળથી રાજવીનો અવાજ આવે છે

જીવનરુપી નાટકમાં મારો પત્ની તરીકેનો સ્વીકાર કરીશ ❤️❤️

“મારી લાગણીઓના મેળાને ફરી ખીલવા દઈશ”

મારા તારી સાથે રહેલા અધૂરા સપનાને ફરી ઉછેરવા દઈશ.

આ સાંભળીને હૈયાન રાજવીને ભેટી પડે છે એની આંખોમાં આસું છે પ્રેમના લાગણીઓના

અને કહે છે

મારા પાનખર બનેલા જીવનને તારી જરુર છે, તારા પ્રેમની જરુર છે .

“આજે રાજવી અને હૈયાનના જીવનમાં ફરી લાગણીઓનો મેળો આવ્યો “ .

રાજવી અને હૈયાનના જીવનની પ્રેમફરી સફર યાદગાર રહી,

આશા છે કે તમારી પણ રહી હશે.

- ડો. માધવી ઠાકર ✍️