Dhun Lagi - 8 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધૂન લાગી - 8







"બોલો કરણજી, શું થયું? આમ અચાનક તમે ઊભાં કેમ થઈ ગયાં." અપ્પાએ પૂછ્યું.

"અંકલ! અમે લાંબી મુસાફરી કરીને આવ્યાં છીએ એટલે થાકી ગયાં છીએ. If you don't mind, અમે રેસ્ટ કરી શકીએ?" કરણે પૂછ્યું.

"અરે હા! આપણે વાતોમાં એટલાં મશગૂલ થઈ ગયાં કે અમને યાદ જ ન રહ્યું, કે તમે લાંબી મુસાફરી કરીને આવ્યાં છો. તમે જાઓ અને ફ્રેશ થઈને આરામ કરો." અમ્માએ કહ્યું.

"Ok. તો અમે કારમાંથી બૅગ લઈને આવીએ છીએ." કૃણાલ બોલ્યો.

"એ મૃદુલઅન્ના લઈ આવશે, તમે જાઓ. અંજલી તું આમની સાથે જા અને તેમને આરામ કરવાની વ્યવસ્થા કરી આપ." અમ્માએ કહ્યું.

"જી અમ્મા!" અંજલી બોલી. "ચાલો! તમને આરામ કરવાની વ્યવસ્થા કરી આપું છું." અંજલી કરણ સામે જોઈને બોલી. અંજલી, કરણ અને કૃણાલને પોતાની સાથે આશ્રમમાં લઈ ગઈ. "જુઓ ત્યાં વોશરૂમ છે, તમે જઈને ફ્રેશ થઈ જાઓ. થોડીવારમાં જમવાનું તૈયાર થઈ જશે." અંજલીએ તેમને કહ્યું. "Ok. Thank You." કૃણાલે શિષ્ટાચાર બતાવતાં કહ્યું. પછી અંજલી ત્યાંથી રસોડાં તરફ ચાલી ગઈ.

"અરે વાહ યાર! આ છોકરી તો ખૂબ સુંદર છે." કૃણાલે કહ્યું.

"મૂર્ખ! ચૂપ થઈ જા. આ જ તે મંદિરવાળી છોકરી છે, જેને મારા શર્ટ પર તેલ ઢોળ્યું હતું." કરણ ગુસ્સાથી બોલ્યો.

"શું? આ... આ છોકરીએ તમારાં શર્ટ પર તેલ ઢોળ્યું હતું." કૃણાલ હસીને બોલ્યો.

"હસવાનું બંધ કર."

"પણ ભાઈ, આ દુનિયા કેટલી નાની છે! સવારે જેણે તમારાં શર્ટ પર તેલ ઢોળ્યું હતું, સાંજે તમે તેનાં જ ઘરે મહેમાન બનીને આવ્યાં છો."

"Oh My God." કરણ માથાં પર હાથ રાખીને બોલ્યો.

"શું થયું?"

"અરે! આ એ જ છોકરી છે, જેને હું મળવાં આવ્યો છું."

"અરે વાહ ભાઈ! તમારાં નસીબ તો બહુ સારાં છે. તમે એનાં માથે સિંદૂર ઢોળો, મતલબ કે એની માંગ ભરો એ પહેલાં જ એને તમારાં શર્ટ પર તેલ ઢોળી દીધું." આટલું કહીને કૃણાલ હસવા લાગ્યો.

"ભલે જે પણ થાય, પણ બદલતો લેવામાં આવશે જ."

"પણ તમે તમારી to be wife સાથે બદલો લેશો?"

"હજુ કંઈ નક્કી નથી થયું, હજુ તો હું માત્ર તેને મળવાં આવ્યો છું અને તેને તો આ વાતની જાણ પણ નથી."

"સારું, તો હવે તમે તમારાં બદલાની યોજના તૈયાર કરો. હું ફ્રેશ થઈને આવું છું." આમ કહીને કૃણાલ ફ્રેશ થવા ચાલ્યો ગયો.

અંજલી રસોડામાં જમવાનું બનાવવાની તૈયારી કરી રહી હતી. અનન્યા રસોડામાં બેસીને મોબાઈલ ચલાવી રહી હતી.

"તો, આજે શું બનાવવાનો વિચાર છે?" અમ્માએ પાછળથી રસોડામાં આવીને કહ્યું.

"હું તો ક્યારની એ વિચારું છું, કે આજે શું બનાવું? પણ કંઈ સૂઝતું જ નથી." અંજલીએ કહ્યું.

"અરે હા! આજે તો મહેમાન આવ્યાં છે, તો કંઈક સારું બનાવજે."

"અઈયો અમ્મા! મને એક વાત તો કહો. જે આ બે નમૂનાઓ, મતલબ કે મહાનુભાવો આપણાં આશ્રમમાં પધાર્યા છે. તો તેમનાં અહીં આગમનનું કોઈ ખાસ કારણ?"

"મુંબઈની 'મહેતા ઇવેન્ટ્સ કંપની' આપણાં આશ્રમને આર્થિક મદદ કરવાં ઈચ્છે છે, એટલાં માટે કરણજી અને કૃણાલજી અહીં આવ્યાં છે. એ લોકો થોડાં દિવસો અહીંયા રહીને બધું જોશે અને જો બધું યોગ્ય લાગશે, તો આપણને સહાયતાં કરશે."

"અચ્છા...! તો કરણ મહાશય દાનવીર કર્ણ બનીને આવ્યાં છે અને અમને મદદ કરવા ઈચ્છે છે." અંજલી ધીમેથી બોલી.

"શું બોલી તું?"

"કંઈ નહીં અમ્મા."

"સારું. તો હવે હું જાઉં છું, તું તારી રીતે કંઈક સારું જમવાનું બનાવી નાખજે. જો કંઈ પણ મદદની જરૂર હોય તો મૃદુલઅન્નાને કહેજે, એ તને મદદ કરશે." આમ કહીને અમ્મા ત્યાંથી ચાલ્યાં ગયાં.

"કરણ અમને મદદ કરવાં માટે મુંબઈથી અહીં સુધી આવ્યો છે. તે માણસ તો સારો છે. મારાથી ભલે ભૂલથી, પણ તેનાં શર્ટ પર તેલ ઢોળાઈ ગયું હતું. પણ મારે તેને યોગ્ય રીતે Sorry કહેવું જોઈએ." અંજલી પોતાની સાથે વાત કરતી હોય તેમ બોલી. "Idea..! હું આજે ઢોસા બનાવીશ. કદાચ તે ઢોસા ખાઈને મારું Sorry સ્વીકારી લે અને મને માફ કરી દે. તેનાં Mood પરથી એવું સહેજ પણ લાગતું નથી, કે તે મને માફ કરશે. પણ એક છેલ્લી વખત પ્રયત્ન કરી જોઉં, પછી જે થશે તે જોયું જશે." આમ વિચારીને અંજલીએ ઢોસા બનાવવાની તૈયારી શરૂ કરી દીધી.


===========================


શું કરણ અંજલીને માફ કરશે? કે પછી તે અંજલી સાથે બદલો લેશે ?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી