Kalakar - 4 in Gujarati Thriller by Jayesh Gandhi books and stories PDF | કલાકાર - 4

Featured Books
Categories
Share

કલાકાર - 4

-: કલાકાર -૪ :-


સવી ને ભૂલી ને રઘુ મુંબઈ માં પોતાની ધાક અને સિક્કો જમાવવા રાત દિન કામ કરવા લાગ્યો. ક્યારેક દાણચોરી તો ક્યારેક રોબરી પણ તેને કોઈ ગરીબ ને સતાવ્યો ન હતો. મહેનત થી ધીરે ધીરે તેની અંડર વલ્ડ ની દુનિયા માં નાની સફળતા મળવા લાગી.હાજી અલી ની દરગાહ તે નહતો ગયો. અંડર વર્લ્ડ માં એન્ટર તે તેની બુદ્ધિ થી થયો.
સેન્ટ્રલ પર એક વાગ્યા ની લોકલ માં છેલ્લા કેટલા સમય થી નશા નો સામાન હેરફેર થઇ રહ્યો હતો,જે ડિલિવર્ડ ધનજી યાદવ ને ત્યાં થતો.ધનજી યાદવ એટલે બિહાર નો તડીપાર. અહીં આવી નેતા અને લોકલ ગુંડાઓની ખાસ સેવા કરી સ્મલીગ નો નાનો ધંધો ચાલુ કરી દીધો હતો.રઘુ આ નશીલા પદાર્થ નો વિરોધી હતો.માટે આજે તે એ સામાન સામે થી polish ને આપવા જવાનો હતો.
ટ્રેન ધીમે ધીમે આવી રહી હતી.સેન્ટ્રલ સ્ટેશન પર અત્યારે એટલી બધી ભીડ હતી ક્યાં ડબ્બા માં સામાન હશે તે અનુમાન લગાવવું કપરું હતું. તેને એક ખૂણા પર કેટલાક લાલ સાફી વાળા લોકો ને ટ્રેન તરફ એક ધ્યાન થી જોતા જોયા.છેલ્લી થી ત્રીજા નંબર નો ડબ્બો એમનું લક્ષ્ય હતું.
અત:પ્રેરણા થી દોરાઈ ને તેને તે ડબ્બા ની પાછળ ની બાજુ જવાનું નક્કી કર્યું. તેને ક્ષણ નો પણ વિલંબ કર્યા વિના દોડ લગાવી.
ભીડ માં લપાતો, છુપાતો,અને સ્ટેશન ના કોલોહલં વચ્ચે તે તેની મંજિલ પર પહોંચી ગયો.પાછળ ના દરવાજે થી તે ઉપર ચડ્યો તો બે પહેલવાન જેવા ટપોરી તેને રોકતા હતા. ચાલતી ટ્રેને તેને રામપુરી ના દર્શન કરાવ્યા તો પેલા બંને ગેગે -ફેંફે કરવા લાગ્યા. અને ચડતા ચડતા એક ના પગ પર મારી દીધું.
રઘુ ની આ તો રમત હતી, બીજો તો એમજ સાઈડ પર હતી ગયો.ટ્રેન ઉભી રહી.ડબ્બા માં ત્રણ મોટા કોથળા હતા.તેને ચપ્પા ની ધાર થી કોથળા નું મુખોટું તોડ્યું તો અંદર થી કોઈ ની હલચલ જણાઈ. તેને ઉત્સુકતા વશ આખો કોથળો તોડ્યો તો તેમાં થી હાથ પગ બાંધેલી એક યુવતી નજરે ચડી.રઘુ આખો મામલો સમજી ગયો.તેને ફટાફટ બાકી ના બે થેલા માં થી યુવતીઓ ને બહાર કાઢી.તેમેને ચૂપ રહેવા નો સંકેત કરી તે બહાર નજર મારતો દરવાજા પાસે ઉભો રહી ગયો. તેને યુવતીઓ ને ઈશારાથી પાછળ ના દરવાજે ઉતરી જવા કહ્યું અને સ્ટેશન ની બહાર ટેક્સી થી દૂર ઉભા રહેવા જણાવ્યું.
એક યુવતી ની આંખ માં આભાર ના આંસુ હતા.
"ભૈયા, હમ બિહારી હું. હમે ધોખે સે .."
" કુછ ભી મત બોલો ,અભી તુમ જાવ ઉનકે આદમી અભી ભી ઇધર હી હૈ .."
કહી ને એ પ્લાટ ફોર્મ પર થી કૂદી ને પેલા સાફી વાળા ટોળા પાસે ગયો.
"એક બીડી દે, કહી ને તે ટોળા ની વચ્ચે ઉભો થઈ ગયો.
" બે,ઇધર સે ચલ,હમ કો કામ કર ને દે ..બાબુ .
"ઠીક હૈ, ફિર મેરે જાને કે બાદ ..મુજે ઢૂંઢ ના મત..
કહી ને તે ચાલતો થઇ ગયો. રઘુ ત્યાંથી સીધો જ ટેક્સી સ્ટેન્ડ થી દૂર યુવતીઓ ઉભી હતી ત્યાં આવી ગયો.
યુવતીઓ માંડ ૧૮ થી ૨૦ ની હશે.તેને પહેલા તેમને ટેક્સી માં બેસાડી કલ્યાણ લઇ ગયો.
ત્યાં પહોંચી ને તેમને સારી રીતે જમાડ્યા.
"અબ બોલો ..અબ તુમ્હે યહ કોઈ ખતરા નહિ હૈ "
" ભાગલપૂર સે હૈ, હમે ધોખે સે બેહોશ કરકે ઇધર ટ્રેન મેં બીઠા દિયા."
" ક્યાં નામ હૈ, ઓર અબ ઘર કબ જાના હૈ ?
"મેં રાબિયા,એ ચકોરી હૈ ઓર એ થોડી બીમાર સી લગને વાલી રૂપલ હૈ." હમારે પાસ પૈસા નહિ હૈ ઓર એકલે હમ જાના નહિ ચાહતે "
" અગર આપ લોગ કો મેં પુલીશ કો સૌંપ દુ તો .."
" નહિ, લોગ ગુંડો સે જ્યાદા પુલીસ સે પરેશાન રહતી હૈ ,ભૈયા,"
" સબ પુલીશવાલે એસે નહિ હોતે."
એ બધા કલ્યાણ પોલીસ સ્ટેશન પર આવ્યા.ત્યાં એક ફૂટડો યુવાન બીજા સિનિયર ને ધમકાવતો હોય એવું લાગ્યું.સાત આંઠ જન તેને સાંભળી રહ્યા હતા.
જેવી રઘુ ની નજર એક થી ફૂટડો યુવાન ઝડપ થી તેમની પાસે આવ્યો. "બોલો, ક્યાં કામ હૈ"?
" મુજે થાણા ઇન્ચાર્જ સે મિલના હૈ "
" કહી એ,મેં હું ઇન્સેક્ટર અમરકાન્ત ત્રિપાઠી.
" નમસ્તે સાબ, એ લડકી લોગો કો બિહાર ઉનકે ઘર પહુંચા દો,આપકી મહેરબાની હોગી."
"વો ઇધર કેસે આયી ..એ બતા .."
રઘુ એ ચાકુ વાલી વાત સીવાય બધી વાત કરી. અમરકાન્ત ને વાત ગળે ઉતરી નહિ. પણ છોકરીઓ એ કીધું કે રઘુ ભૈયા જો કહ રહે હે વો સચ હૈ.
ઇન્સ્પેક્ટર તેને માતહત ને કહ્યું " મુકેશ પ્યારે સે મેરી બાત કરાઉ..મુકેશ જે ટુર્સ એજેન્ટ હતો.એને જરૂરી સૂચના આપી.
તેને રઘુ ને અંદર બોલાવી બેસવા કીધું.અને છોકરીઓ ને એક જીપ માં બેસાડી મુકેશ ટ્રાવેલ્સ માં મોકલી આપી.
"સાહબ, આપ ને ના કોઈ રિપોર્ટ લિખી ના મારી જબાની .."
"મેં આદમી કો સુંઘ કે પહચાનતા હું. ઓર અભી મેને તુમ કો કહા છોડા હૈ "
" સાહેબ તમને ગુજરાતી આવડે?
"હા, મેં બે વરસ સુરત ના વરાછા માં કામ કર્યું "
"પૂછો .."
" તું ,બોમ્બે સેન્ટ્રલ થી અહીં કલ્યાણ સુધી કેમ આવ્યો "
" છોકરીઓ નો જીવ બચાવવા,પેલા ગુંડા રેલવે ના ડબ્બા માં, કે બસ સ્ટેશન પર શોધશે.તેમને ખબર પણ નહીં હોય કે અહીં કલ્યાણ માં તે તેમના ઘર પહોંચી જશે .સાહેબ ઘર પહોંચી જશે ને ??"
" હા, ચોક્કસ..કેમ ?"
" આજ કાલ લોકો પોલીસ થી વધુ .."
" હું લોકો નો વિશ્વાસ પાછો લેવા જ મારી રીતે કામ કરું છું.
"તમને મળી ને ..કોઈ ઈમાનદાર અને બહાદુર વ્યક્તિ ને મળ્યો હોય એવું લાગે છે .."
" અને મને કોઈ અન્યાય ની સામે લડનારો મર્દ મળ્યો હોય એવું ..
"સાહેબ , એક વાત કહું ..તમે મારા મિત્ર બની શકો ..કારણકે મારો એક મિત્ર મારા થી અલગ રહે છે .
" જો પોલીસ તમારી મિત્ર છે.છતાં જો કોઈ ગુનાહિત પ્રવુતિ ના કરતા હોય તો .તમે મારા મિત્ર બની શકો ..
" જો સાહેબ, જ્યાં તમારી પોલીસ નથી પહોંચતી ત્યાં હું પહોંચી ને અન્યાય ની સામે લડું છું.ગરીબો અને લાચાર લોકો નો મદદગાર છું.
" સરસ, તમે જઈ શકો છો.
"ભલે ..કહી ને રઘુ બહાર આવી સીધો ટેક્સી કરી એના ઘર તરફ નીકળી ગયો.
આ બાજુ ધનજી યાદવ ની "ડીલ" પહેલી વાર નિષ્ફ્ળ ગઈ.કોણ કલાકારી કરી ગયું એ ખબર ના પડી.માણસો પર ગુસ્સે થવાનો મતલબ ન હતો. કોણ હતું એ શોધવું જરૂરી હતું.
તો પોલીસ સ્ટેશન માં સિનિયર અધિકારી અમરકાન્ત ને કહેતો હતો .
" સાહેબ,તમે જેની સાથે વાતચીત કરતા હતા..તે મુંબઈ નો નવો ગુંડો રઘુ છે.તેની આપણા પોલીસ સ્ટેશન માં જ કોઈ ફરિયાદ નથી તે એટલે અહીં આવ્યો હતો ..
" તો તમે આવી ને કીધું કેમ નહિ "
"સાહેબ એની ફાઈલ જ હમણાં આવી ..એક ખૂનકેસ,બે રોબરી અને ૪ દાણચોરી ના કેસ છે.
" જીવન માં પહેલી વાર હું માણસ સુંઘવા માં થાપ ગયો છું. ગમે તે રીતે, કઈ પણ કરો માત્ર ૩૬ કલાક માં એ મારી સામે જોઈએ..નહિ તો ..
મારો ગુસ્સો ..તમે જાણો જ છો "
(ક્રમશ: )