Tune in - 5 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધૂન લાગી - 5



મદ્રાસી ઢબની સફેદ સાડી પહેરીને, કાનમાં નાનાં ઝૂમખાં પહેરીને, માથે નાની બિંદી લગાવીને, આંખોંમાં કાજલ લગાવીને આજે અંજલી રૂપરૂપનો અંબાર લાગી રહી હતી. તે પોતે તૈયાર થઈને અનન્યાને બોલાવવાં માટે ગઈ.

"અનુ! બધાં મંદિરે જવા માટે તૈયાર થઈ ગયાં છે, તું એક જ બાકી છે. ચાલ હવે, જલ્દી કર." અંજલી અનન્યા પાસે જઈને બોલી.

"અક્કા! મને સરખી રીતે તૈયાર તો થવા દો. મને હજું દસ મિનિટ લાગશે." અનન્યા બોલી.

"અરે! આપણે મંદિરે જવાનું છે, કોઈનાં કલ્યાણમ્ માં નથી જવાનું. ચાલ હવે. તને ત્યાં કોણ જવાનું છે?"

"આજે એ મને મળવા જ તો આવે છે." અનન્યા ધીમેથી બોલી ગઈ.

"શું બોલી તું?"

"કંઈ નહીં. તમે જાઓ, હું આવું જ છું. એમ પણ મંદિર પાસે જ છે, એટલે પહોંચતાં વધારે સમય નહીં લાગે."

"ના, હું તને મારી સાથે જ લઈ જઈશ. મંદિર તો પાસે જ છે, પણ આપણે તો ચાલીને જ જવાનું છે. ચાલ હવે." આમ બોલીને અંજલી અનન્યાને ખેંચીને પોતાની સાથે લઈ.

"ચાલો બચ્ચાઓ! આપણે હવે જઈશું! હા, પણ એક વાતનું ધ્યાન રાખજો, ત્યાં બધાં મારી સાથે જ રહેજો. કોઈ અલગ નહીં થઈ જતાં." અંજલીએ બધાં બાળકોને કહ્યું. બધાં બાળકોએ 'હા' માં માથું ધુણાવ્યું. અનન્યા પોતાનાં મોબાઈલમાં જ વ્યસ્ત હતી.

"અક્કા! તમે આ મંદિર વિશે કંઈક કહો ને!" વિજયે ચાલતાં ચાલતાં અંજલીને પૂછ્યું.

"અરે વિજય! અક્કા એ ઘણી બધી વખત આપણને આ મંદિર વિશે જણાવ્યું છે, પણ તું ભૂલી જ જાય છે." ક્રિષ્નાએ વિજયને કહ્યું.

"હા, તો હું અક્કાને પૂછું છું, તને કોઈએ પૂછ્યું?" વિજય ચિડાઈને બોલ્યો.

"પણ એક ને એક વાત વારંવાર ન પૂછવાની હોય." ક્રિષ્ના બોલી. આમ બંને લડવા લાગ્યાં.

"અરે! તમે લડો નહીં. ક્રિષ્ના, વિજય ભલે ને પૂછતો એ બહાને તમને વધારે વખત સાંભળવા મળશે અને યાદ પણ રહી જશે."

"હા, અક્કા એ સાચું કહ્યું. વિજયની સાથે આપણને પણ ફરીથી સાંભળવા મળશે." અર્જુન બોલ્યો.

"તો સાંભળો બચ્ચાઓ! એવી માન્યતા છે કે આ મંદિર આઠમી સદીનું છે અને ભારતનું સૌથી જૂનું મંદિર છે. આ મંદિર વિષ્ણુસ્વામીને સમર્પિત થયેલું છે. અહીં સાત ગુપ્તદ્વારો આવેલાં છે. જેમાંથી છ તો ખુલી ગયા છે, પરંતુ સાતમો દ્વાર હજી સુધી કોઈ ખોલી શક્યું નથી. આ દ્વાર પર બે સાપોની આકૃતિઓ છે, જે તેની રક્ષા કરે છે. આ સિવાય તેમાં અન્ય કોઈ તાળું લગાવેલું નથી. અહીં બધાં એવું માને છે કે, આ દ્વારને સોળમી સદીનાં કોઈ સિદ્ધમહાપુરુષ, યોગી કે તપસ્વી ગરુડપુરાણનાં મંત્રોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરીને જ ખોલી શકે છે અને જો મંત્ર સ્પષ્ટ રીતે બોલવામાં ન આવે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. આ દ્વારને જો કોઈ આધુનિક માનવીય તકનીકથી ખોલવાનો પ્રયત્ન કરવામાં આવશે, તો માનવજાત પર મોટી મુસીબત આવી શકે છે."

"આ મંદિર તો ઘણાં રહસ્યોથી ભરેલું છે." અર્જુન ઉત્સાહથી બોલ્યો.

"પણ અક્કા, તેનાં સાતમાં દ્વારને કોઈ ખોલતું કેમ નથી?" વિજયે ઉત્સુકતાથી પૂછ્યું.

"એ તો હવે આપણે તેમને જ પૂછવું જ પડશે." અંજલીએ હસીને કહ્યું.

"ચાલો હવે, આપણે ચાલવામાં થોડી ઝડપ રાખવી જોઈએ, પૂજા શરૂ થવાનો સમય થવા આવ્યો છે. ક્રિષ્નાએ તેની ઘડિયાળમાં જોઈને કહ્યું.

"હા, હા. ચાલો, ચાલો." અંજલી બોલી.

બધાં મંદિરે પહોંચી ગયાં હતાં. આજે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આજે મંદિરમાં લોકોની ભીડ પણ વધારે દેખાઈ રહી હતી.

"વડક્કમ્!" અંજલી પાસે આવીને પંડિતજી બોલ્યાં.

"વડક્કમ્ પંડિતજી!" અંજલી બોલી.

"સારું કર્યું કે તમે સમયસર આવી ગયાં. પૂજા શરૂ થવામાં હજી થોડી વાર છે, હું તમને પૂજાસ્થાન પર લઈ જાઉં છું, ચાલો." આમ બોલીને પંડિતજી અંજલી અને બાકી બધાંને પૂજા સ્થાન પર લઈ ગયાં.

મંદિરમાં જેમણે આ આયોજન કર્યું હતું, તે ખૂબ શ્રીમંત હતાં. તેઓ ખૂબ સારાં વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈને આવ્યાં હતાં. પંડિતજી અંજલી અને બાકી બધાં બાળકોને તેમની પાસે લઈ ગયાં.

"શ્રીમાન! મેં તમને જે આશ્રમની વાત કરી હતી, આ ત્યાંનાં બાળકો છે." પંડિતજી બોલ્યાં. તે પરિવારને જોઈને બધાંએ તેમને "વડક્કમ્!" કર્યું.

"આશ્રમમાં રહીને પણ આ બાળકો ઘણાં સંસ્કારી છે." તે પરિવારની એક સ્ત્રી બોલી.

"ચાલો, હવે પૂજા શરૂ કરવાનો સમય થઈ ગયો છે. તમે તમારાં પૂરાં પરિવારને પૂજામાં બેસવા માટે બોલાવી લો." પંડિતજી બોલ્યાં.

તેમનાં પરીવારનાં બધાં લોકો પૂજા માટે આવી ગયાં હતાં. "કૃપા કરીને બધાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લો." પંડિતજી બોલ્યાં.

પૂજા શરૂ કરવામાં આવી. પંડિતજી મંત્રોચ્ચારણ કરી રહ્યાં હતાં અને બધાં બે હાથ જોડીને તેમાં સહકાર આપી રહ્યાં હતાં.

સફેદ શર્ટ અને નીચે મદ્રાસી ઢબની સફેદ લૂંગી પહેરીને, ઘઉંવર્ણો, મધ્યમ બાંધાનો એક યુવાન મંદિરમાં પ્રવેશ્યો. મંદિરમાં પ્રવેશીને તે પૂજા સ્થાન પર આવ્યો અને ત્યાં તેને અંજલીની બાજુમાં જગ્યા દેખાતાં, ત્યાં બેસી ગયો. અંજલીની આંખો બંધ હોવાથી તેનું ધ્યાન ન પડ્યું. બધાંની સાથે તે પણ અગ્નિમાં આહુતિ આપવા લાગ્યો. તે દરમિયાન તેનો હાથ અંજલીનાં હાથને સ્પર્શી ગયો. અંજલીએ પોતાની બાજુમાં કોણ છે એ જોવા આંખ ખોલી, ત્યાં પંડિતજી બોલ્યાં "પૂજા સંપન્ન થઇ" એટલે તેનું ધ્યાન પંડિતજી તરફ ગયું.

"હવે તમે બધાં આ દીપ લઈને પાણીમાં દીપદાન કરી શકો છો. " પંડિતજી બોલ્યાં.

બધાં ત્યાંથી દીપ લઈને દીપદાન કરવાં માટે નદી તરફ જવા લાગ્યાં.

"બધાં બાળકો ધ્યાનથી દીપદાન કરજો, નદીમાં બહુ વધારે આગળ ન જતાં." અંજલી બોલી.

"અરે! બધાં તો અહીંયા જ છે, પણ અનન્યા અક્કા ક્યાં છે?" દિવ્યા બોલી.

"હા, એ ક્યાં ગઈ?" અંજલી બોલી.

બધાં આજુબાજુમાં અનન્યાને શોધવાં લાગ્યાં. થોડીવાર સુધી શોધ્યાં પછી પણ અનન્યા ન મળતાં, અંજલીને ગઈકાલે ફોન પર અજાણ્યાં માણસે કહેલી વાત યાદ આવી. "અનન્યા ક્યાં હશે? તેને કંઈ થયું તો નહીં હોય ને?" અંજલી મનમાં આવાં વિચારો આવવાં લાગ્યાં.


===========================


પૂજા દરમિયાન અંજલીની બાજુમાં બેસેલો યુવક કોણ હશે? અનન્યા ક્યાં હશે? શું અંજલીને પેલાં અજાણ્યાં પુરુષે કરેલી વાત હકીકત હશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી