1) એ મારી બની જાય આ હોળીમાં કૈંક એવું બની જાય ;
હું એને રંગુ ને એ મારી બની જાય.
કેસૂડાંની સમી એની શીતળતા મને મળી જાય ;
પ્રેમની પિચકારીથી એ મને ભીંજવી જાય ;
હું એને રંગુ ને એ મારી બની જાય.
એની ચાહત કેરી લપટોમાં હું કાયમ સળગું;
એની પ્રેમભરી જ્વાલાની ચારેકોર ભટકું;
હું એને રંગુ ને એ મારી બની જાય.
એના મૈત્રીના હાથે હું પ્રેમમાં રંગાવું ;
એના જ સાથે હું એનામાં જ સમાવું ;
હું એને રંગુ ને એ મારી બની જાય.
આ હોળીમાં કૈંક એવું બની જાય ;
હું એને રંગુ ને એ મારી બની જાય.
2)એક પ્રશ્ન
પ્રશ્ન એક પળનો હતો, પૂછતાં વર્ષો વીતી ગયા ;
ઇચ્છા બન્નેની હતી પણ એક રેખા ઓળંગી ના શક્યા,
કાશ એ મારી હોત ને, કાશ એ મારો હોત ;
બસ આ જ ગડમથલમાં બન્ને ગૂંથવાતા રહી ગયાં,
સમયના એ વીતતાં કાળ માં બન્ને એકલા જ રહી ગયા
ના સાંભળવાના ડરે, બન્ને પ્રેમને પામી ના શક્યા
પ્રશ્ન બસ એક પળનો હતો, પૂછતાં વર્ષો વીતી ગયા
પૂછતાં વર્ષો વીતી ગયા..
3) એક અરસો થયો
તને મળ્યાને એક અરસો થયો,
તને ખોયાને એક અરસો થયો,
વાત બસ પલભરની હતી, એ પછી....
તને જોયાને એક અરસો થયો.
4)મને ગમે છે
રૂબરૂ નથી તો શું, તારી વાતો મને ગમે છે;
તું નથી તો શું, તારી કલ્પના મને ગમે છે.
તારો સાથ નથી તો શું,તારી યાદો નો સાથ મને ગમે છે ;
તારો પ્રેમ નથી તો શું, તારામાં ડૂબવાની એ પળ મને ગમે છે.
તું મારી નથી તો શું, હું તારો છું એ મને ગમે છે;
જાણું છું તું મને કદી નથી મળવાની પણ ;
તારા યાદો ના મળેલા શમણા મને ગમે છે.
અપેક્ષા કરી બધી શૂન્ય બસ તને ચાહવાના શમણા મને ગમે છે ;
મંજિલ તો જાણું છું, કદાચ અસ્તિત્વ મટી જશે,પણ શું કરું ઝરણું છું, તારા માં વહી જવું મને ગમે છે.
5) પ્રેમનો વાર્તાલાપ
એમણે કહ્યું :-
"ઠંડી એ એની રીતભાત બદલી છે, વાતાવરણ કંઈક અલગ છે",
મેં કહ્યું :- "રીતભાત ભલે બદલી હોય, પણ ઠંડીનો પ્રેમ એજ છે ને.?
એમણે ફરીથી કહ્યું :-
" તને ઝાકળ કહ્યું કે વરસાદ? અર્થાત્ અલગ છે."
મેં પણ કહ્યું :-
" ઝાકળ માને કે વરસાદ, તારા પ્રેમરૂપી મારું સ્વરૂપ એકજ છે.
એમણે ફરીથી કહ્યું :-
" મારી કોઈ વાત ના ફગાવ તું આજ, મારો મિજાજ કંઈક અલગ છે.
મેં કહ્યું :-
"તારી વાતને વહાલ કહું કે તારા મિજાજને પ્રેમ? અર્થાત્ એકજ છે.
હવે મેં કહ્યું :-
"જ્યાં જોવું ત્યાં તનેજ ભાળું, તારો પ્રભાવ જ બધાથી કંઈક અલગ છે.
એમણે કહ્યું :-
" તમારી નજરમાં મારો વસવાટ કહું કે, મારા પ્રેમનો પ્રભાવ? અર્થાત્ અલગ છે."
6)જીવનની ચિંતા
ક્યારેક એકલા બેસીને શાંતિથી વિચાર કરજો ;
મારા ગયા પછી કોનું જીવન અશાંત થઈ જશે?
મારા ગયા પછી કોના ચેહરાનું સ્મિત હંમેશા માટે ગાયબ થઈ જશે?
મારા ગયા પછી કોણ એકલતાથી ઘેરાય જશે?
મારા ગયા પછી કોના જીવનનો એક અંશ છીનવાઈ જશે?
મારા ગયા પછી કોના જીવનમાં મારી યાદો આજીવન જીવતી રહશે?
મારા ગયા પછી કોને ફરક (ફર્ક) પડશે?
આ બધા પ્રશ્નોના જવાબમાં જે વ્યક્તિના નામ આવેને આજથી એજ વ્યક્તિની ચિંતા કરો બાકી બધાને પોતાના હાલ પર છોડી દો, ખરેખર બાકીનું જીવન જીવવામાં બહુ મજા આવશે મિત્રો 😊🙏
- 🖊️ Jay Dave