Prem Asvikaar - 13 in Gujarati Love Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પ્રેમ અસ્વીકાર - 13

Featured Books
Categories
Share

પ્રેમ અસ્વીકાર - 13

બસ હોટેલ આગળ ઊભી રહી અને મેડમ એ છોકરાઓ અને છોકરીઓ ને અલગ અલગ જગ્યા એ રહવા ની વ્યવસ્થા કરી દીધી હતી.
હર્ષ અને અજય એમ બંને ને એક રૂમ મળ્યો હતો તો બંને જણા ત્યાં તેમને સમાન મૂક્યો એને રૂમ ની બહાર ફરવા માટે નીકળી પાડ્યા. એમના રૂમ ની સામે ની લાઈન માં ઈશા અને નિધિ ને રૂમ મળ્યો હતો. તે પણ સમાન અંદર મૂકી ને અંદર ચાલ્યા ગયા અને દરવાજો બંધ કરી દીધો..
હર્ષ અજય બંને બહાર ગાર્ડન માં વાતો કરતા હતા.એમાં અજય બોલે છે કે " ભાઈ હું કાલે નિધિ ને પ્રપોઝ મારવા નો છું અને તરે મારો સાથ આપવા નો છે.સાથ માં તારે કઈ નહિ પણ નિધિ ની ફ્રેન્ડ ઈશા ને થોડો ટાઈમ નિધિ થી દૂર રાખવા નાં છે..અને હા પાયલ ને આ વાત ની ખબર ન પડે એનું ધ્યાન રાખવું છે.
હર્ષ બોલ્યો કે "હા ભાઈ પણ તું પ્રપોઝ સમજી વિચારી ને માર જે નહિ તો ત્યાં ને ત્યાં હલ્લો થઈ જશે અને આખી ટૂર માં આવેલી બધી પબ્લિક તારી મજા લેશે." " નાં નાં ભાઈ એવું કઈ નહિ થાય તું ખાલી પાયલ નું ધ્યાન રાખજે " " હા ભાઈ "
એમ મે એમ વાતો કરી ને જમવા ચાલ્યા ગયા અને બધા રૂમ માં પોત પોતાના રૂમ માં ચાલ્યા ગયા હર્ષ અને અજય પણ તેમના રૂમ માં ચાલ્યા ગયા. અને બંને રૂમ માં બેસી ને ટીવી જોઈ રહ્યા હતા અને એવા માં દરવાજા ની ડોરબેલ વાગી. બંને જણા વિચારમાં પડી ગયા કે એટલી રાતે અમારુ શું કામ હશે? અજય બોલ્યો "જા ભાઈ જા કોઈ સ્લીપર હશે જા દરવાજો ખોલ " " નાં ભાઈ તું ખોલ હું નહિ ખોલું " એટલે અજય દરવાજો ખોલવા ગયો અને એને દરવાજો ખોલ્યો તો પાયલ દરવાજા પર હતી અને અજય પર ગુસ્સે ભરાયેલા હતી, અને બોલી કે " ચાલ બહાર ગાર્ડન માં " અજય બોલ્યો કે કેમ ?
પાયલ બોલી કે મે "કીધું એટલે ચાલ મારે તારા જોડે કામ છે " અજય ને નતી ખબર કે પાયલ ફોટા પડાવતા જોઈ ગઈ હતી એટલે એ કઈ વિચાર્યા બહાર ગાર્ડન માં ચાલ્યો ગયો અને ત્યાં જઈ ને બંને વચ્ચે બઉ બબાલ થઇ અને અજય પાયલ ને માનવ તો માનવ તો લોબી માં આવ્યો અને પાયલ રડતી રડતી તેના રૂમ માં ચાલી ગઈ, અને અજય પણ રૂમ માં ચાલ્યો ગયો..
ત્યાં રૂમ માં જઈ ને હર્ષ ને બધી વાત કરી કે આમ આમ થયું, હર્ષ એ કીધું કે હું નાં પાડતો હતો તો પણ તું ફોટો પાડવા નું કેહ તો હતો, હવે જોયું મે અંજામ હું એના કારણે ફોટા પડવા ની નાં પડતો હતો." પછી બંને જણા સુઈ ગયા અને સુતા સૂતા હર્ષ બોલ્યો કે હવે બોલ કાલે નિધિ ને પ્રપોઝ મારવા નો કે નહિ ? " અજય બોલ્યો હા હા મારવા નોજ ને, કેમ કે હું પાયલ ને નહિ પણ નિધિ ને પસંદ કરું છું. હર્ષ બોલ્યો પણ " અજય તને પાયલ બઉ પ્રેમ કરે છે " " નાં ભાઈ મારી જિંદગી છે અને હું જેને પસંદ કરું એનેજ હું પોતાની માનીશ પછી ગમે તે થઈ જાય " હર્ષ બોલ્યો " કઈ વાંધો નહિ ભાઈ અત્યારે સુઈ જા સવાર ની વાત સવારે...એમ ને એમ સુઈ ગયા બંને....
સવાર પડી અને બીજી જગ્યા એ બસ ઉપડી અને બધા બસ માં ગીતો ગાવા લાગ્યા અને થોડીક વાર માં બીજા સ્થળે પહોંચી ગયા અને ત્યાં બધા બઉ બધી મજા કરી અને ત્યાં એક મંદિર હતું તો બધા એ દર્શન કર્યા અને દર્શન કરી ને બહાર આવ્યા અને બહાર ગાર્ડન માં બધા બેસી ને એન્જોય કરી રહ્યા હતા.
ત્યાં ગાર્ડન માં અજય એ હર્ષ ને કીધું કે તું ઈશા ને દુર લઇ ને જા મારે નિધિ ને પ્રપોઝ મારવો છે" " ભાઈ આ ટાઈમ બરાબર નથી તું પછી કહી દેજે " " નાં ભાઈ અત્યારેજ કહી દેવું છે " " નાં ભાઈ અત્યારે નહિ તો ક્યારે પણ નહિ એટલે ઈશા ને લઇ ને દૂર જા " એટલા માં હર્ષ બુમ પાડી ને બોલે છે કે ઈશા એક મિનિટ અહી આવ તો, અજય ત્યાં થી નીકળી જાય છે અને તે નિધિ નાં જોડે ચાલ્યો જાય છે.
ઈશા હર્ષ જોડે આવી ને બોલે છે કે બોલો શું થયું? તો હર્ષ બોલે છે કે તને પાયલ ત્યાં હીંચકા પર બોલાવતી હતી, પછી ઈશા પાયલ જોડે બાજુ વાળા બગીચા માં હીંચકા ખાવા ચાલી જાય છે અને બંને જણા હીંચકા ખાવા લાગે છે.
હર્ષ અજય અને નિધિ થી થોડે દૂર એક ઝાડ પાછળ સંતાઈને જાય છે અને બંને ને મળતા જુએ છે....
ત્યાં હર્ષ જુએ છે તો બંને જના હસી હસી ને વાતો કરી રહ્યા હતા ...હર્ષ ને થયું કે હજુ સુધી અજય એ એના દિલ ની વાત કરી લાગતી નથી, એવા માં એક દમ ત્યાં સન્નાટો છવાઈ જાય છે અને અજય અને નિધિ બંને બોલતાં બંધ થઈ જાય છે ....
જોત જોતા માં નિધિ અજય નાં સામે ગુસ્સા થી જોવા લાગી....અને હર્ષ ને ખબર પડી ગઈ કે કઈક અલગ અજ થવા નું છે... એ એવું જોતા તે ત્યાં થી ભાગી જાય છે...અને બોલે છે કે " આજે તો અજય ગયો સમજો "