ઈશા પાછળ ઊભી ઉભી હસતી હતી અને જેવું હર્ષ એ પાછળ જોયું તો એ ગુસ્સે થઈ ને બોલી ઊઠયો કે કેમ ઈશા ક્યાં હતા તમે અને તમને શું થયું હતું? ઈશા હસતા હસતા બોલી કે " કઈ નહિ કઈ નહિ એતો તમને બધા ને સરપ્રાઈઝ આપવા માટે નું બહાનું હતું" " અરે આવી સરપ્રાઈઝ નાં હોય ઈશા અમે બધા કેટલા નિરાશ થઈ ગયા હતા? " ઈશા હસતા હસતા બોલી કે " ઓહ્ બધા કે તમે એકલા ? " " નાં નાં બધા, એવું હોય તો બધા ને પૂછી જુઓ " એમ ને એમ બધા હસવા લાગ્યા અને બધા ની તો ખબર ન હતી પણ ઈશા ની ફ્રેન્ડ નિધિ બધી હર્ષ ની ફિલિંગ ને સમજી ગઈ અને બોલવા લાગી કે " હા હા ચાલો હવે બસ ઉપાડવા ની છે ચાલો બધા બેસી જાઓ નાઈ તો પસંદ વાળી જગ્યા નહિ મળે " બધા હા હા બોલવા લાગ્યા અને બસ માં બેસી ગયા. અને બસ ઉપડી ગઈ
હર્ષ અને અજય બંને એક બાજુ સીટ માં બેઠા અને બીજા વિભાગ માં ઈશા અને નિધિ અને પાયલ બેઠી હતી.
એમ ને એમ બસ ઉપડી અને કે જગ્યા એ જવા નું હતું એ એમને સવારે 10 વાગે ઉતર્યા અને બધા એ ખૂબ એન્જોય કર્યો અને બધા સાથે બપોરે જમ્યા
હર્ષ ઈશા ની દરેક અદાઓ ને નિહાળી રહ્યો હતો, ઈશા એક સિમ્પલ અને ખૂબ લાગણીશીલ છોકરી હતી એટલે એ બહુ છોકરા ઓ તરફ ધ્યાન ન આપતી હતી પણ હર્ષ એને નિહાળી રહ્યો હતો..હર્ષ ને એ વખતે ઈશા ને ફ્રી ડ્રેસ માં જોઈ ને ખુશ થઈ ગયો હતો અને ખૂબ સરસ ડ્રેસ પેહર યો હતી અને એ ને નંબર નાં ચશ્મા પેહર્યા હતા એના ચશ્મા ને અને ગાલ ને એની વાળ ની લટ શોભાવી રહી હતી. એ ફ્રી ડ્રેસ માં તો ખુબજ સરસ લાગતી હતી...
પણ જેવું એ ઉપર જુએ તો હર્ષ નીચું જોઈ લેતો હતો, એમ ને એમ ઈશા ને જોઈ ને મનોમન ખુશ થતો હતો, એને એ વખતે વિચાર કરી લીધો હતો કે ઘરે ગયા પેલા એને પોતાના દિલ ની વાત કરી દેશે. એવું વિચારતા એના બાજુ નાં અજય આવ્યો અને બોલવા લાગ્યો કે "ચાલ ભાઈ પેલી જગ્યા એ આપડે ફોટા પડાવી ને આવીએ" ત્યાર બાદ બંને જણા ત્યાં ગયા અને એક બીજા નો ફોટો પાડી રહ્યા હતા અને એવા માં ત્યાં નિધિ પણ આવી અને બોલવા લાગી કે " ચાલો મારો અને અજય નો પણ ફોટો પાડો" હર્ષ ફોટો પાડવા જતો હતો અને એવા માં એની નજર પાયલ પર પડી. હર્ષ ને ખબર પડી ગઈ કે જો ફોટો પાડીશ તો પાયલ અજય પર ગુસ્સે થઈ જશે પણ અજય માણ્યો નહિ અને ફોટો પાડવા માટે કહી દીધું, પાયલ ગુસ્સા થી દુર ઊભા ઊભા અજય ની કરતૂતો જોતી હતી અને ગુસ્સે થઈ ને ચાલી ગઈ. ત્યાર પછી બધા નાં ફોટા પાડ્યા અને ત્યાં ઈશા પણ આવી અને હર્ષ બોલ્યો કે તમે પણ આવી જાઓ ફોટા પડાવવા તો ઈશા બોલી કે " નાં નાં મને ફોટા નો શોખ નથી હું ફોટો નથી પડતી કોઈ દિવસ " " હર્ષ એ ફોર્સ નાં કર્યો, એમ ને એમ તે જગ્યા એ સાંજ પડી ગઈ અને બધા બસ માં બેસી ને હોટેલ માં રોકવા ચાલ્યા ગયા.