અઘોરી ગુરુએ ત્રાડ પાડીને મોટેથી કહ્યું “હું ચંબલાથ છું અઘોરીઓનો અઘોરી તું મારી શિષ્યા થઇ પણ અઘોર પણું પચાવી ના શકી. અમારાં અઘોરતંત્ર મંત્રનાં અભ્યાસ પછી પણ તું તારાં ગુરુની આ અઘોરનાથ ચંબલનાથને વાસનાભર્યો ઠેરવ્યો. તને આની આકરી સજા આપવાનો વિચાર હતો.”
“તું કહી રહી છે કે 12 કલાકમાં પાછી આવીશ”. પછી એમણે વિકૃત ખડખડાટ હાસ્ય કર્યું એનાં પડધા આખી ગુફામાં પડી રહ્યાં હતાં. સાવી આ બધાથી પરિચિત હોવા છતાં ગભરાઇ ગઇ આવા પ્રચંડ અટ્ટહાસ્ય પાછળ કોઇ ભેદ કોઇ સંકેત હોય છે એ સમજી ગઇ એ હાથ જોડીને વિનવવા લાગી બોલી "હે અઘોરીઓનાં અઘોરી ગુરુદેવ મહાન ચંબલનાથ આ તમારી દાસીને માફ કરો તમારાં આવા અટ્ટહાસ્ય પાછળ જરૂર કોઇ કારણ હોય છે દેવ સમજાવો મને.”
ચંબલનાથે વિશાળતાનો સંકેત કર્યો બન્ને હાથ પહોળા કરીને ફરીથી અટ્ટહાસ્ય કરતાં બોલ્યા “હે અઘોરીઓ, દેવ, દેવાધી દેવ રુદ્રનારાયણ આ તુચ્છ છોકરીને શું સમજાવું તું મારાં શરણમાં આવી છે મારી માંનીને ગુરુભોગ આપવા તૈયાર થઇ છે એટલેજ તક આપું છું તને 12 કલાક નહીં પૂરા 24 કલાક આપું છું એની પાછળ પણ ચોક્કસ કારણ છે હું જે ભવિષ્યનાં દ્રશ્યો જોઇ રહ્યો છું..”. પાછું અટ્ટહાસ્ય કરતાં કહ્યું “પીડા ભોગવીનેજ તારે પ્રાયશ્ચિત કરવું પડશે અઘોર વિદ્યા એટલી સરળ નથી તને ખબરજ છે”.
સાવી કંઇજ બોલી નહીં એને સમજાઇ ગયું કે કંઇક અમંગળ અને ભયાનક થવાનું છે એટલેજ કાળ વધાર્યો છે એ પગે લાગીને ચરણમાં પડી.
ચંબલનાથ અઘોરીએ કહ્યું “ચલ હવે ઉભી થા તારો સમય શરૃ થવાનો અને હું અહીંયા નહીં મળું તારે આપણી અસલ જગ્યાએ આવવાનું છે હું પ્રેરણા કરીશ તું આવી શકીશ માં ગંગાને શરણે એજ પટ પર ત્યાં મારું અચળ સ્થાન છે એક એક વિતતી પળ પર તને વીતશે... હિંમત રાખજે કર્મનાં ફળ નાશ પામશે પછીજ તું આવી શકીશ. તારી પાછળ...” એમ અઘુરુ મૂકી ફરી અટ્ટહાસ્ય કરતાં કહ્યું “આ તારી બેનનું શબ તારાં રહેઠાણે પહોંચી જશે.”
“એ પછી તને સ્ફુરે એમ કરજે એની સ્કુરણા પાછળ મારીજ પ્રેરણા હશે ઉભી થા અને તારાં કુટુંબ પાસે પહોચ. અને પછી અન્વીનું શબ ત્યાંથી ગાયબ થઇ ગયું... સાવી રડતી રડતી ગુફાની બહાર નીકળી ગઇ....
****************
ડોક્ટરની તાત્કાલીક સારવાર મળવાથી સુનિતાને ધીમે ધીમે હોંશ આવી રહી હતી એ ભાનમાં આવી રહી છે એ જાણતાં ડોક્ટરે કહ્યું" દવા અસર કરી ગઇ છે હવે આ છોકરી ભયમુક્ત છે અને હું સૂચના આપું એમ દવાઓ આપજો અને હવે પછી એ મારાં કલીનીક પર આવી શકશે ત્યાં આવી બતાવી જજો.”
સોહમે ડોક્ટરનો આભાર માન્યો કહ્યું "સર તમારો ખૂબ ખૂબ આભાર આપના ફી કેટલી આપવાની છે ?” ડોક્ટરે કહ્યું “આમ તો પેશન્ટની આવી રીતે સારવાર નથી કરતો પણ મુંબઇનાં ટ્રાફીકમાં હોસ્પીટલ પહોંચી શકાય એવું નહોતું તેથી ઘરે સારવાર કરી છે મારાં 5000/- થાય છે....”
સોહમે એની માં તરફ જોયું પોતાનું વોલેટ કાઢીને જોયું એમાં માંડ 2800/- રૂપિયા હતાં... એણે કહ્યું “સર મારાં ક્રેડીટકાર્ડથી તમારુ પેમેન્ટ કરી દઊં છું મારી પાસે આટલા કેશ નથી”. ડોકટરે એની સામે જોયું ઘરમાં બધે નજર કરતાં કહ્યું “ઠીક છે મને 2000/- કેશ આપી દો બાકીનાં હું ડીટેઇલ્સ આપું છું એ ખાતામાં ટ્રાન્સફર કરી દો. તમને ઘણાં સમયથી ઓળખું છું તેથી આટલી સુવિધા આપુ છું.”
સોહમે 2000/- કેશ આપી કહ્યું “સર તમારી ડીટેઇલસ, ડોક્ટરે ડીટેઇલ્સ લખાવી અને બેગ લઇને જતાં કહ્યું “જોજો ટ્રાન્સફર કરી દેજો ભૂલ ના થાય.” કંઇક સમજી વિચારીને ડોક્ટર ઘરમાંથી નીકળી ગયા.
સુનિતા ઉંહકારા કરતી હતી આઇ એની બાજુમાં બેસી ગયાં એનાં માથે હાથ ફેરવતાં બોલ્યાં “સુનિતા- સુનિતા બેટા તને કેમ છે ? તને સારું છે ?” સોહમ સુનિતાની સામેજ જોયાં કરતો હતો એને હાંશ થઇ ગઇ.. બેલાનાં ચહેરાં પર પણ હાંશકારો દેખાતો હતો. સોહમને થયું ડોક્ટર તરતજ જતાં રહ્યાં ? એણે ડોક્ટરનાં વિચારો અટકાવીને એ પણ સુનિતાની નજીક આવ્યો અને બોલ્યો " સુનિતા તને કેમ છે પછી આઇ સામે જોઇ બોલ્યો “આઇ એને પૂરી ભાનમાં આવવા દે પછી શાંતિથી વાત કરીશું બધુ પૂછીશું.”
આઇએ ઇશારાથી સંમતિ આપી. સોહમ એની બેગ લઇને રૂમમાં આવ્યો. એ રીતસર એનાં પ્લંગ ઉપર ફસડાઇ પડ્યો. સવારથી અત્યાર સુધીનાં પ્રસંગો એની આંખ સામે ચિત્રપટની જેમ દેખાવા લાગ્યાં.
સોહમે વિચાર્યું નોકરી જતી રહી.. ક્રેડીટકાર્ડ ઘસ્યા કર્યું છે ડોક્ટરને એમાંથી પેમેન્ટ કરી દઇશ પણ એકાઉન્ટમાં કેટલાં પૈસા છે ચેક કરવું પડશે. એણે પહેલાંજ વિચાર્યા વિના ડોક્ટરે આપેલી ડીટેઇલ્સ પ્રમાણે 3000/- ચૂકવી દીધાં. અને ડોક્ટરને મેસેજ ફોટો પાડી મોકલી દીધો.
એ માંથુ પકડીને બેઠો હતો અને બેલા અંદર આવી એણે પૂછ્યું “દાદા શું થયું ? તમે શેની ચિંતામાં છો ? સુનિતા ભાનમાં આવી ગઇ છે એને પૂછવું પડશે ને ? એની સાથે શું થયું ? એણે શું પીધુ હતું ?”
સોહમે કહ્યું “છુટકી તું ચિંતા ના કર બધુ સારુ થશે એકવાર એ સ્વસ્થ થાય પછી પૂછીશું હમણાં મને એકલો મૂક પ્લીઝ અને બાબા આવે પહેલાં એ સ્વસ્થ થઇ જાય તો સારું.. પણ બાબા હજી કેમ નથી આવ્યાં ?” એ બહાર નીકળી આઇને પૂછે છે “આઇ હજી બાબા કેમ નથી આવ્યાં ? ક્યાં ગયાં છે ? રાત થવા આવી.”
આઇ એ કહ્યું “એ રોજમદારી પર કામે ગયાં છે પછી ત્યાંથીજ કોઇ ફલેટમાં ચોકીદારીનું કામ લેવા માટે મળવા જવાનાં હતાં હવે આવતાંજ હશે.”
સોહમ ખિન્ન ચહેરે સાંભળી રહ્યો. બધાં કોઇને કોઇ કામ કરવાનાં પ્રયત્ન કરે છે મારી નોકરી છૂટી ગઇ આ લોકોને ક્યા મોઢે કહું ? હમણાં નથી કહેવું કાલે સ્વસ્થ મને વિચારીને કહીશ.. બીજી નોકરી શોધી લઇશ.. પણ મળશે ?
એણે પાછા રૂમમાં આવી દરવાજો બંધ કર્યો અને પલગ પર પોતાની જાતને નાંખી દીધી..
************
વધુ આવતા અંકે ---- પ્રકરણ-50