Christmas present in Gujarati Motivational Stories by Pravina Kadakia books and stories PDF | નાતાલની ભેટ

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

નાતાલની ભેટ

મિસ્ટર સ્મિથ ખૂબ અપસેટ હતાં. ખબર નહોતી પડતી શું કરવું? પોતાને સાચવે કે માતાને? થેંકસ્ગિવિંગ ઉજવીને બધા સાથે ઘરે આવી રહ્યા હતા. નાતાલ પર શું કરવું તેની ચર્ચા ચાલતી હતી.

સ્મિથ એકનો એક દીકરો હતો. તેની પત્ની લીન્ડાને સ્મિથની મા ખૂબ વહાલી હતી. દર વર્ષે થેંક્સગિવિંગ પર બધા સાથે મળતાં. સ્મિથ જુનિયર લવ્ડ હિઝ ગ્રાન્ડમૉમ. થેંક્સ ગીવીંગનું ડીનર ખાઈ બધા બૉર્ડ ગેમ રમ્યા. સવારે ઉઠીને ચર્ચમાં જવા તૈયાર થયા. બધા ખુબ ખુશ હતાં. સરસ ભોજનની વાતો કરી રહ્યા હતાં. પ્લાન કર્યોકે ક્રિસમસ પર બધા સ્મિથ અને લીન્ડાને ત્યાં ભેગા થશે. લીન્ડાના મધર અને ફાધર પણ આવશે.

લીન્ડાએ ખૂબ મહેનત કરી તાજું ક્રિસ્ટમસ ટ્રી લઈ આવી. બ પ્રેમથી દીકરા સાથે ઘર અને ટ્રી શણગારી રહી. વર્ષે એકવાર આવતો આ તહેવાર કુટુંબમાં સહુને ખૂબ પ્રિય હતો. સ્મિથ જુનિઅર માટે તેને મન પસંદ બધી ગિફ્ટ આવી ગઈ હતી. સરસ રીતે બધું ટ્રીની નીચે ગોઠવી દીધી. નાનું બાળક તો ખુશીથી પાગલ થઈ જાય. સાન્તા ક્લૉઝ બધું મનગમતું લાવવાના હતા.

આખરે નાતાલનો દિવસ નજીક આવ્યો. બંને તરફના ગ્રાંડ પેરંટસ આવી ગયા હતા. નવા કપડા સહુના લીન્ડા લાવી હતી. સુંદર રીતે તૈયાર થઈને બધા ગાડીમાં બેસી ચર્ચા જવા તૈયાર થયા. નાતાલની પ્રારંભની સેરીમનિ ખૂબ સુંદર રીતે પાદરી કરી રહ્યા હતા.

ચર્ચમાંથી બહાર નિકળ્યા. અંતે પાદરીનું ભાષણ સાંભળ્યું. ઘરે પાછાં જઈ રહ્યા હતાં . ખબર ન પડી ક્યાંથી ૧૮ વ્હીલર આવ્યું અને ડ્રાઈવરની ઓપૉઝીટ સાઈડ પર અથડાયુંં. મિસ્ટર સ્મિથ અને તેમના મધરને કશું ન થયું. લીન્ડા અને તેનો ૫ વર્ષનો દીકરો ઘટના સ્થળે તરત જ રામશરણ થઈ ગયા.

પૉલિસ આવી, એમ્બ્યુલન્સ આવી પણ કશું કામ ન આવ્યું. ટ્રકનો ડ્રાઈવર પિધેલો હતો. મિસ્ટર સ્મિથ અને તેની મા તો હેબતાઈ ગયા. પણ ખેલ ખતમ થઈ ગયો હતો. બધી વિધિ પતાવી બંને જણા ઘરે આવ્યા. ફ્યુનરલ થયું. બધા રિલેટીવ્સે ખૂબ દિલાસો આપ્યો. બંને જણા દુખી થયા. એકમેકને સહારો આપતાં.

થેંકસગિવિંગનો તહેવાર ઉજવ્યાનો આનંદ પળવારમાં હવા થઈ ગયો હતો. મિસ્ટર સ્મિથ વારંવાર ફોટા જોતા હતાં. મા જીવતી લાશ જેવી હાલતમાં હતી. મિસ્ટર સ્મિથની હાલત સારી ન હતી પણ માથે ‘મા’ની જવાબદારી હતી. બસ હવે ગણત્રીના દિવસોમાં નાતાલ આવવાની હતી.

બાળક અને પત્ની ખૂબ યાદ આવતા. કોઈ કિનારો નજરે ન પડતો. અચાનક એક જાહેરખબર પર નજર ગઈ. નાતાલ દરમ્યાન અનાથ બાળકોને ભેટ આપો. જાત જઈને આપી શકો છો. તેમણે અનાથ આશ્રમમાં જઈ લગભગ સો બાળકોને મનગમતી વસ્તુ આપી. છતાં સંતોષ ન થયો.

દિમાગમાં એક વિચાર ઝબક્યો. કોઇ બાળક અને માતા જો પિતા વગરના હોય તો તેમને નાતાલના તહેવાર નિમિત્તે ઘરે આમંત્રણ આપવું. જો માતા કદાચ આ બાળક પોતાનું છે એમ સમજીને ગુમાવેલ સાનભાન પાછા મેળવી શકે.

ગુમાવવાનું કશું હતું નહી. સત્કાર્ય કરવામાં રાહ કોની જોવાની ? સરસ મજાની જાહેરખબર છપાવી. બે

દિવસ પછી કદાચ જવાબ આવશે એમ માની રોજ છાપું ઉથલાવે. જાહેરખબરમાં લખ્યું હતું.

“‘જેને પાંચ વર્ષનો દીકરો હોય એવી સજ્જન લેડીને આમંત્રણ છે. મારી માતા સાથે નાતાલનું પર્વ ઉજવવા માટે ? બાળકને નાતાલની ભેટ રૂપે ખૂબ રમકડાં પણ આપવામાં આવશે’.

લિસા ને પાંચ વર્ષનો દીકરો હતો. પતિ અફઘાનિસ્તાનની લડાઈમાં શહિદ થયો હતો. તેને થયું,’ મારા દીકરાને નાતાલની ગિફ્ટ મળશે. શું વાંધો છે ? ઓલ્ડ લેડી સાથે નાતાલનો તહેવાર ઉજવવાનો?

તેણે મિસ્ટર સ્મિથને ફોન કરી આમંત્રણનો સ્વિકાર કર્યો. નાતાલને દિવસે મિસ્ટર સ્મિથે લિમો મોકલાવી. બંને જણા ત્યાં આવ્યા !

આનંદનો અવધિ લહેરાઈ ઉઠ્યો. નાતાલની ખુશી ચારે કોર ફેલાઈ ગઈ. વાચક મિત્રો તમારા પર છોડું છું! સહુથી વધુ કોણ રાજી થયું ?

મિસ્ટર સ્મિથ !

તેમની માતા !

બાળક !

કે

લિસા !

***********