( તમે આગળનાં ભાગમાં જોયું કે સ્ટોન ધારિયો પણ ગોડ હન્ટર ની ટીમ સામે લડવા માટે ટીમ બનાવે છે. જેમાં નક્કી થાય છે કે વ્હાઇટ અને બ્લેક કમાન્ડર બેન સાથે લડશે, યલો ડ્રેગન મેન સાથે લડશે અને ગ્રીન સાયન્ટિસ્ત એન સાથે લડશે. જેની પણ લડાઈ પૂરી થશે તે વ્યક્તિ બીજાની મદદ કરવા તરત જ પહોંચી જશે એવું નિર્ધારિત કરવામાં આવે છે. ત્યારબાદ બધા પોત પોતાના સ્થાનોએ પહોંચી જાય છે. હવે આગળ.)
' ઓહ વિક્ટર તું આખરે આવી જ ગયો એમને ? હું કેટલા દિવસ થી તારી રાહ જોઈ રહ્યો હતો.' સાયન્ટિસ્ત એન શૈતાની હસે છે.
' હું પણ એજ રાહ જોતો હતો કે હું તને ક્યારે મળું ને તને નર્ક માં પહોંચાડું.' જસ્ટિન કહે છે.
' કોણ કોને નર્ક પહોચાડે છે એ હમણાં જ ખબર પડી જશે. તને મારીને હું સ્ટોન લઈશ. પછી હું તારા શરીર ઉપર પ્રયોગ કરીશ.' સાયન્ટિસ્ત એન હસતાં હસતાં કહે છે.
' કોણ કોના શરીર ઉપર પ્રયોગ કરે છે તે સમય જ બતાવશે.' જસ્ટિન કહે છે.
બંને એક બીજા ઉપર તૂટી પાડે છે. સાયન્ટિસ્ત એન પાસે એક જાદૂઈ છડી હોય છે જેનાથી એ જસ્ટિન ઉપર પાવર શૂટ કરે છે. જસ્ટિન પણ મેજિક ની મદદ થી પોતાની જાતને બચાવે છે અને વળતા હુમલાઓ કરતો રહે છે.
બીજી તરફ કમાન્ડર બેન વ્હાઇટ અને બ્લેક સાથે બરાબર ની લડાઈ કરે છે. પોતાની એક ઢાલ અને તલવાર વડે બ્લેક અને વ્હાઇટ ના પ્રહારો જીલે છે અને સામે પ્રતિકાર પર કરે છે. કમાન્ડર બેન ની લડવાની ગતિ જડપી હોય છે જેથી તે બંને ને ચકમો આપવામાં સફળ થયા કરે છે. કમાન્ડર બેન પોતે તો જખ્મી થાય છે પણ સાથે સાથે એ બ્લેક અને વ્હાઇટ ને ઘાયલ કરતો રહે છે.
અન્ય બાજુ યેલો ડ્રેગન મેન ની આગ થી બચતો બચતો લડે છે. ડ્રેગન ના સાથી સૈનિકો ને તો યલો મારી નાખે છે પણ ડ્રેગન ને એક પણ ઘાવ આપવામાં સફળ થતો નથી. ડ્રેગન ની આગથી પોતે થોડો ઘાયલ થઈ જાય છે.
સાયન્ટિસ્ત એન અને જસ્ટિન વચ્ચે બે બે હાથ થવાને બદલે મેજિક વોર શરૂ થાય છે. સાયન્ટિસ્ત એન અને જસ્ટિન એક બીજા ઉપર જાત જાતના પેતરા ઓ અજમાવે છે. બંને એક થી એક ચઢિયાતા જાદૂ નો ઉપયોગ કરે છે પણ સામે વાળો એનો તોડ કાઢી લે છે. જંગ હવે રસપ્રદ બનતી જાય છે. ગોડ હન્ટર કેમેરામાં જુએ છે પણ એને બધું નોર્મલ દેખાય છે એટલે એ શાંત ચિતે શીપમાં બેસી રહે છે.
સાયન્ટિસ્ત એન એક માયા ચક્ર બનાવી જસ્ટિન ને એમાં કેદ કરી લે છે. પણ ચક્ર અગ્નિ ની બનેલું હોવાથી જસ્ટિન એ ચક્ર ને શાંત કરી દે છે અને બહાર આવી જાય છે. સાયન્ટિસ્ત એન વધારે ગુસ્સે થઈ જાય છે. સાયન્ટિસ્ત એન એક જાદુઈ દરવાજો ખોલે છે અને જસ્ટિન ને એમાં નાખી દે છે અને દરવાજો બંધ કરી દે છે. અંદર એક ભૂલ ભૂલૈયા હોય છે જેનો રસ્તો દેખાતો નથી. રસ્તો ઓ મોટા ઝાડવાંઓથી ઘેરાયેલું હોય છે. જસ્ટિન ને બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી. જસ્ટિન હવે ગ્રીન સ્ટોન ની કુદરતી શક્તિ નો ઉપયોગ કરે છે. સ્ટોન ની નેચૂરલ પાવર નો ઉપયોગ કરતા જસ્ટિન ઝાડોનો અવાજ સાંભળી શકે છે અને એમની સાથે વાત કરી શકે છે. ઝાડવાઓ જસ્ટિન ને બહાર જવાનો રસ્તો ખુલ્લો કરી આપે છે.
જસ્ટિન ચાલતો ચાલતો છેલ્લે પહોંચે છે ત્યાં એક દરવાજો હોય છે. જસ્ટિન દરવાજો ખોલી બહાર પગ મૂકે છે એટલે એ ધરતી ઉપર ત્યાં આવીને પડે છે જ્યાં એ સાયન્ટિસ્ત એન જોડે લડતો હોય છે. જસ્ટિન ને ફરી પાછો આવેલો જોઇને સાયન્ટિસ્ત એન ગુસ્સે થાય છે પણ સાથે સાથે એને દાદ પણ આપે છે.
' તું ખરેખર બહાદુર અને ચાલક વ્યક્તિ છે. તારી સાથે લડીને આનંદ થયો. પણ હવે તું મારા વાર થી નહિ બચી શકે.' સાયન્ટિસ્ત એન કહે છે.
' હું પણ ક્યારનો ખાલી તારી શક્તિ ને ચકાસતો હતો. હવે હું તને બતાવું કે હું કોણ છું.' એમ કહી જસ્ટિન પોતાના હાથ હવામાં કરે છે અને એકાએક ધરતી હલવા લાગે છે. ધરતીમાંથી જાડના મૂળિયાં ઓ નીકળે છે અને એ સાયન્ટિસ્ત એન ને બંધી દે છે. ત્યારબાદ જમીનમાં મોટી ફાટ પડે છે.
' તારો પાતાળ નો સફર કરવાનો સમય આવી ગયો.' જસ્ટિન કહે છે.
' નય...નય...' સાયન્ટિસ્ત એન કહે છે પણ જસ્ટિન ચપટી વગાડતાં સાયન્ટિસ્ત એન મૂળિયાંઓ માંથી છૂટી જમીનમાં જતો રહે છે. જસ્ટિન આંખ બંધ બે હાથ નજીક લાવે છે અને જમીન બંધ થાય જાય છે. જસ્ટિન તરત જ યલો ની મદદ કરવા પહોંચી જાય છે.
જસ્ટિન યેલો પાસે પહોંચે છે જે ડ્રેગન સામે માંડ માંડ લડી રહ્યો હોય છે. જસ્ટિન યલો પાસે જાય છે.
' ટેન્શન ના લો હું તમારી મદદ માટે આવી ગયો છું.' જસ્ટિન કહે છે.
' સારું થયું તું આવી ગયો. આ સાલો ક્યારનો મારા ઉપર આગ વરસાવી રહ્યો છે. કંઈ સમજ માં નથી આવતું એને કેમ કરી રોકીએ.' યેલો કહે છે.
' આપણે બંને અલગ અલગ રીતે લડવું પડશે.' જસ્ટિન કહે છે.
' મતલબ ?' યેલો પૂછે છે.
' તમે એને ભ્રમિત કરવાનો કોશિશ કરો, હું એને માયાવી સાંકળ થી બાંધવાની કોશિશ કરીશ ' જસ્ટિન કહે છે.
' ઉપાય સારો છે.' યેલો કહે છે.
ત્યારબાદ યેલો ડ્રેગન સાથે લડવા જાય છે. અને જસ્ટિન બાજુ માં રહીને ડ્રેગન સાંકળ થી વધવાની તાક માં રહે છે.ડ્રેગન યેલો ઉપર આગ વરસાવે છે પણ એ ખસી જાય છે. જસ્ટિન તક નો લાભ ઉઠાવી ડ્રેગન ના ચારેવ પગ બાંધી દે છે. અને સાંકળ યેલો તરફ ફેકે છે. યેલો જાદૂઈ સાંકળ પકડી લે છે. જસ્ટિન જાદુથી એક ભાલો બનાવે છે અને એ લઈ ડ્રેગન ઉપર ચઢી જાય છે. જસ્ટિન ડ્રેગન ના માથામાં ભાલો અંદર સુધી ઘોપી દે છે. ડ્રેગન દર્દ થી ચિલ્લાઈ ઉઠે છે અને છેલ્લે એના મો માંથી ઝેરી આગ કાઢે છે. યલો એની સામે જ હોવાથી આખો આગમાં ભસ્મીભૂત થઈ જાય છે. સાથે ડ્રેગનના પણ રામ રમી જાય છે.
જસ્ટિન દોડીને યલો પાસે જાય છે પણ ત્યાં માત્ર યલો ની રાખ જ પડી હોય છે. જસ્ટિન દુઃખી થઈ જાય છે.જસ્ટિન પોતાને સ્વસ્થ કરી બ્લેક અને વ્હાઇટ પાસે જાય છે. જસ્ટિન ને જોતા વ્હાઇટ ઇસરાંમાં પૂછે છે કે યેલો ક્યાં છે જસ્ટિન ઇસરા માં કહે છે કે યેલો હવે રહ્યો નથી. ત્યારબાદ ત્રણેવ મળીને કમાન્ડર બેન ઉપર તૂટી પડે છે.
આ તરફ ગોડ હન્ટર કેમેરા ને ધ્યાન થી જુવે છે તો એને ખબર પડે છે કે આ તો એક ની એક વીડિયો ક્લિપ ચાલી રહી હોય છે. ગોડ હન્ટર એના માણસો ને સર્વર રીસેટ કરીને ફરી ચેક કેવા કહે છે. ગોડ હન્ટર ના માણસો સર્વર રીસેટ કરી ને ફરી જોડાણ કરે છે. ગોડ હન્ટર કેમેરામાં જુએ છે કે કમાન્ડર બેન એકલો બ્લેક, વ્હાઇટ અને ગ્રીન સામે એકલો લડી રહ્યો હોય છે. બીજા કેમેરા ઓમાં જુએ છે તો સાયન્ટિસ્ત એન અને ડ્રેગન મેન મરેલી હાલતમાં પડ્યા હોય છે. ગોડ હન્ટર આ જોઈને ઘણો ગુસ્સે થાય છે અને શિપને કમાન્ડર બેન તરફ લઈ જાય છે.
વધું આવતાં અંકે..
( કમાન્ડર બેન ને મારતા પહેલા ગોડ હન્ટર ત્યાં પહોંચી જશે ? અંતિમ લડાઈનું પરિણામ કોનાં તરફ આવશે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)