Magic Stones - 26 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 26

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

મેજિક સ્ટોન્સ - 26

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટર ની પ્રેમિકા માઇરા લડાઈમાં સ્ટોન સમુદાય ના હાથે મૃત પામે છે. આ જોય ગોડ હન્ટર ગુસ્સે થઈ છે અને પોતે શિપ લઈને સ્ટોન ફેમિલી ઉપર હુમલો કરે છે. હુમલામાં ગોડ હન્ટર ના હાથે રેડ અને કમાન્ડર બેન નાં હાથે બ્લૂ ખૂબ જખ્મી થાય છે. તે બે ને બચાવીને જસ્ટિન અને વ્હાઇટ તેઓનાં ચિકિત્સાલય માં લઇ જાય છે સેના ને પણ પીછેહટ કરવા કહી દે છે. વ્હાઇટ રેડ અને બ્લૂ ની સારવાર કરી એમને સારા કરવાની કોશિશ કરે છે. હવે આગળ )

વ્હાઇટ મેજિક નો ઉપયોગ કરીને બંને ને સારા કરવાની કોશિશ કરે છે પણ કોઈ ફર્ક પડતો નથી.બંને ને બચાવવા વ્હાઇટ એની બધી તાકાત લગાવી દે છે તો પણ એ કોઈને બચાવી શકતો નથી. રેડ અને બ્લૂ બંને પોતાનો દેહ ત્યાગી દે છે. બંનેના સ્ટોન બહાર આવીને ગોબલેટ માં સમાઈ જાય છે.બંનેના મોતની ખબર સ્ટોન ફેમિલી ને મોકલવામાં આવે છે અને બંનેના અંતિમસંસ્કાર ની તૈયારી કરવામાં આવે છે. જસ્ટિન અને વ્હાઇટ ની આંખમાંથી આંસુ વહી રહ્યા હોય છે. અને સાથે સાથે એમની આંખમાં ગુસ્સો પણ હોય છે. એમના આંસુઓ જાણે કહી રહ્યા હોય કે અમે તમારા મોતનો બદલો જરૂર લઈશું.
થોડીવાર વાર બાદ બ્લેક ત્યાં આવે છે અને રેડ અને બ્લૂ નાં શરીર પર પુષ્પ અર્પણ કરે છે. ત્યારબાદ બ્લેક વ્હાઈટ પાસે આવે છે.
' કોણે કર્યું આ ?' બ્લેક બંનેની લાશ તરફ ઈશારો કરતા વ્હાઇટ ને પૂછે છે. વ્હાઇટ આર્ગો - એસ ગ્રહ ઉપર જે કંઈ પણ બન્યું હતું તે તમામ વૃતાંત બ્લેક ને સંભળાવે છે.સ્ટોન સમુદાયનાં બધા જ લોકો ત્યાં આવી જાય છે. બધા એક પછી એક બંનેના પાર્થિવ દેહ પર ફૂલો નાખતાં જાય છે. બધા દફન વિધિ માટે તૈયાર થઈ જાય છે. બ્લેક એક ચપટી વગાડતાં બધા જ એક એવી ગુપ્ત જગ્યા ઉપર પહોંચે છે. જ્યાં મૃત સ્ટોન ફેમિલીના સભ્યોને દફનાવવામાં આવતા હોય છે. રેડ અને બ્લૂ ને ત્યાં દફનાવવામાં આવે છે. બંનેને દફનાવ્યા બાદ વ્હાઇટ એમની કબર પાસે જાદુથી એક સ્તંભ ઊભો કરે છે. જેમાં કંઈ સદીમાં તેઓનું મૃત્યુ થયું એ નામ સાથે લખવામાં આવે છે. ત્યાં અત્યાર સુધી જેટલા પણ સ્ટોન ધારી વ્યક્તિઓ એ પોતાનુ બલિદાન આપ્યું હતું તેઓ બધાની કબર ત્યાં બનવા આવી હતી. થોડીવાર બધા મૌન પાડે છે. ત્યારબાદ બ્લેક આગળ આવી સૌને સંબોધીને કહે છે.
' ભાઈઓ આપણે બધા અહીંયા એક દુઃખદ અવસર ને કારણે ભેગા થયા છે. આપણાં બે ભાઈ રેડ અને બ્લૂ જે લડાઈમાં ખૂબ બહાદુરીથી લડતાં લડતાં શહીદ થયેલા છે. આ સમય આપણાં માટે કપરો છે પણ આપણે હિમ્મત હારીશું નહિ. બંનેનું બલિદાન આપણે વ્યર્થ જવા દેશું નહિ. બંને ની મોતનો જે વ્યક્તિ જવાબદાર છે એ ગોડ હન્ટર ને પણ આપણે નર્કમાં મોકલીશું. શું તમે બધા મારી સાથે છો ?' વ્હાઇટ બધાને પૂછે છે.
' હા...હા...હા....' બધા એક સ્વરમાં જોર જોર થી કહે છે.
ત્યારબાદ બધા ત્યાં થી રવાના થાય છે.
જસ્ટિન પૃથ્વી ઉપર જાય છે. જસ્ટિન નિરાશ હાલતમાં પોતાના ઘરે જાય છે. જસ્ટિન દોરબેલ વગાડે છે. વિક્ટર આવીને દરવાજો ખોલે છે.
' જસ્ટિન તું આવી ગયો ?' વિક્ટર કહે છે.
જસ્ટિન કંઈ પણ બોલ્યા વગર ઘરમાં પ્રવેશે છે. જસ્ટિન ના ખભા હારની નિરાશાથી ઝૂકી ગયા હોય છે. જસ્ટિન જઈને સીધો સોફા ઉપર બેસી જાય છે. વિક્ટર જસ્ટિન ની પાસે આવીને બેસી જાય છે.
' કેમ શું થયું ત્યાં ? આમ થાકેલો થાકેલો કેમ લાગે છે ? કંઈ કહીશ મને ?' વિક્ટર જસ્ટિન ને પૂછે છે.
જસ્ટિન કંઈ જવાબ આપ્યો નથી. જાણે એણે કંઈ સાંભળ્યું જ ના હોય. વિક્ટર જસ્ટિન ના ખભા ઉપર હાથ મૂકી એને હલાવે છે.
' જસ્ટિન....' વિક્ટર જસ્ટિન ને ભાનમાં લાવતા કહે છે.
' હા....' જસ્ટિન નું ધ્યાન તૂટી જાય છે.
' કહીશ હવે શું થયું હતું ત્યાં ?' વિક્ટર પૂછે છે.
' મે જે પ્લાનિંગ કર્યું હતું એના થી તદ્દન વિપરીત થયું. અમારી હાર થઈ યાર,અને ઉપરથી....' આમ કહી જસ્ટિન અટકી જાય છે.
' શું ઉપરથી...?' વિક્ટર અધીરો થાય છે.
' ઉપરથી અમારે રેડ અને બ્લૂ ના જીવની આહુતિ આપવી પડી.' આટલું બોલતા બોલતા જસ્ટિન રડી પડે છે.
' શું કહે છે. આ તો ખરાબ થયું.તું રડ નહિ. જે નસીબમાં લખ્યું હશે એજ થયું પોતાની દોષી માણવાની જરૂરત નથી.' વિક્ટર જસ્ટિન ને બાથ ભરે છે અને જસ્ટિન ને છાનો રાખે છે.
બીજા દિવસે જસ્ટિન કૉલેજ જાય છે. જસ્ટિનનું મન ઉદાસ જણાય છે એનું મન કોઈપણ વસ્તુમાં લાગતું નથી. એના મનમાં તે દિવસનું બનેલી ઘટનાઓ અને રેડ અને બ્લૂ ના મૌત નું ચિત્ર એના મનમાં આવ જાવ કર્યા કરે છે. સારા જસ્ટિન ને મળવા આવે છે પણ જસ્ટિન એની સાથે વાત કરવાનું ટાળે છે. જસ્ટિન વિક્ટરને કૉલેજ માં મૂકીને પોતે એકલો ઘરે આવે છે.
સારા વિક્ટર પાસે જાય છે. અને એને જસ્ટિન વિશે પૂછે છે.
' જસ્ટિન ને શું થયું છે ? આજે મારી સાથે વાત પણ ના કરી ખોવાયેલો ખોવાયેલો લાગતો હતો.' સારા વિક્ટર ને કહે છે.
' જસ્ટિન મારી સાથે પણ વધારે વાત નથી કરતો. થોડો ડિપ્રેશનમાં લાગે છે. કરિયર ને લઈને આજકલ જસ્ટિન બહુ વિચારે છે. બની શકે કે એના લીધે હશે.' વિક્ટર જૂઠું કહે છે.
' મને એની ફિકર થાય છે. તું એનું ધ્યાન રાખજે.' સારા કહે છે.
' હું એને સમજાવાની કોશિશ કરું છું. જસ્ટિન સમજું છે એ નોર્મલ થઈ જશે.' વિક્ટર કહે છે.
વિક્ટર પણ જસ્ટિન પાસે ઘરે જતો રહે છે.

બીજી તરફ ગોડ હન્ટર સ્ટોન ફેમિલી ના બચેલા લોકોને શોધવા માટે પોતાની બધી તાકાત લગાવી દે છે. ગોડ હન્ટર બધા જ જાસુસોને સ્ટોન ધારીઓની ખબર લાવવાં માટે કામે લગાડી દે છે. ગોડ હન્ટર કમાન્ડર બેન ને બોલાવે છે.
કમાન્ડર બેન ગોડ હન્ટર પાસે આવે છે.
' જી બોસ.' કમાન્ડર બેન ગોડ હન્ટર પાસે આવીને કહે છે.
' તને મે એક કામ સોંપ્યું હતું એનું શું સ્ટેટસ છે ?' ગોડ હન્ટર કહે છે.
' બધા જ ગુપ્તચરો ને મે કામે લગાવી દીધા છે. કંઈ ને કઈ ખબર તો જરૂર મળી આવશે.' કમાન્ડર બેન કહે છે.
' મને તરત પરિણામ જોઈએ. બધાને કહીં દે જે, જો કોઈ પણ વ્યક્તિ માહિતી લાવવામાં સફળ રહેશે તો મારા હાથે માર્યો જશે.' ગોડ હન્ટર કહે છે.
' જી બોસ, હું બધાને ચેતવણી આપી દઈશ.' કમાન્ડર બેન કહે છે. ત્યારબાદ કમાન્ડર બેન ત્યાં થી જતો રહે છે.
વધેલા સ્ટોન ધારી ઓ સભામાં ગુમસુમ બેઠા હોય છે. કોઈ કઈ પણ બોલી રહ્યું હોતું નથી. બધા જ હજી પણ સદમાં માંથી બહાર આવ્યા હોતા નથી. બ્લેક બધાના ચહેરાને જોઈ છે અને કહે છે.
' હવે આપણી પાસે એક જ રસ્તો છે.' બ્લેક બધાને કહે છે. બધા એકદમ બ્લેક તરફ જુવે છે.

વધું આવતાં અંકે.

( બ્લેક કયા છેલ્લા રસ્તાની વાત કરી રહ્યો છે ? શું હવે અંતિમ જંગ ખેલાશે ? વધું જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ. ')