Magic Stones - 24 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 24

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

મેજિક સ્ટોન્સ - 24

( તમેં આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સભામાં પોતાનો પ્રસ્તાવ મૂકે છે જેને બધા સ્વીકારી લે છે. ગોડ હન્ટર નેં ફસાવા માટે તેઓ એક મેસેજ વ્હાઇટ જસ્ટિન ને મોકલે છે. ગોડ હન્ટર મેસેજ ટ્રેસ કરી લે છે અને જસ્ટિન યોજના પ્રમાણે ગોડ હન્ટર ફસાઈ જાય છે. યોજના પ્રમાણે સ્ટોન સમુદાયની સેના પહેલાં જ આર્ગો - એસ ગ્રહ ઉપર જઈને ગોડ હન્ટર ની રાહ જોઈ છે. પણ ત્યાં ગોડ હન્ટર આવતો નથી. હવે આગળ)

' જસ્ટિન આપણી ચાલ લાગે છે આપણા ઉપર જ ભારે પડી. ગોડ હન્ટર નું તો ક્યાંય નામો નિશાન નથી.' વ્હાઈટ જસ્ટિન ને કહે છે.
' મને લાગે છે એને સાવધાની માટે આ લોકોને પહેલાં મોકલી આપ્યા છે. જો બધું ક્લીઅર હોત તો આ લોકો એને મેસેજ આપી દેત તો ગોડ હન્ટર આવી જાત.' જસ્ટિન કહે છે.
' હવે આગળ શું કરીશું ? બ્લેક ને શું જવાબ આપીશું આપણે ?' વ્હાઇટ કહે છે.
' જો આપણે ગોડ હન્ટર ની કોઈ ખાસ વ્યક્તિ ને આપણે મારી કા તો બંધી બનાવી લઈએ તો કદાચ એ આપણી પાસે આવી શકે છે, કારણ કે એની નજર આપણા ઉપર જ હશે. જ્યાં પણ હશે ત્યાં થી ગોડ હન્ટર આપણને જોઈ રહ્યો હશે.' જસ્ટિન કહે છે.
' આ ત્રણ માંથી આપણે કોને નિશાનો બનાવીશું જેથી ગોડ હન્ટર અહીંયા આવવા મજબૂર થાય ?' વ્હાઇટ પૂછે છે.
' મને એક વાર વિક્ટરે કહ્યું હતું કે માઇરા ગોડ હન્ટર ની પ્રેમિકા છે. જો કદાચ આપણે એને નુકસાન પહોંચાડીએ તો કદાચ બની શકે જે ગોડ હન્ટર અહીંયા આવે.' જસ્ટિન કહે છે.
' આપણી પાસે હવે બીજો કોઈ માર્ગ રહ્યો નથી. હવે આ અંતિમ માર્ગ જ અપનાવી જોઈએ.' વ્હાઇટ આમ કહીને સેના પાસે જાય છે. સામે ની તરફ પણ નેક્સસ આ લોકોની આટલી સેના જોતા પોતાની સેના ને પણ લડવા માટે તૈયાર કરે છે.
આ તરફ ગોડ હન્ટર પોતાની શિપ માં બેઠો બેઠો ત્યાં બનતી તમામ ઘટનાં નિહાળી રહ્યો હોય છે.
' બોસ, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આ તેઓની કોઈ ચાલ હશે. આખરે હું સાચો પડ્યો.' કમાન્ડર બેન ગોડ હન્ટર ને કહે છે.
' હા, સારું થયું મેં તારી સલાહ માની અને તારા પ્લાન પ્રમાણે કામ કર્યું નહિ તો આ લોકો મને ફસાવી લેત.' ગોડ હન્ટર કહે છે.
' હવે તમેં બેઠા બેઠા જીવંત પ્રસારણ નો ફાયદો ઉઠાવો.' કમાન્ડર બેન ગોડ હન્ટર નેં તાલી મારતા કહે છે.

આ તરફ બંને સેના લડવા માટે સજ્જ થઈ જાય છે. નેક્સસ આગળ આવે છે અને કહે છે.
' અમે કોઈ ખૂન ખરાબો કરવા માંગતા નથી તમે લોકો અમને પિન્ક સ્ટોન આપી દો અમે અહીંયા થી જતા રહીશું.' નેક્સસ સામેની સેના ને સંબોધીને કહે છે.
વ્હાઇટ આગળ આવે છે અને કહે છે.
' પિન્ક સ્ટોન જેવો કોઈ સ્ટોન આ દુનિયામાં છે જ નહિ. હા, પણ તું ચાહે તો મને મારીને વ્હાઇટ સ્ટોન લઈ શકે છે.' વ્હાઇટ હસતાં હસતાં કહે છે.
' એનો મતલબ એ છે કે તમે લોકોએ અમને ઉલ્લુ બનાવ્યા. હવે હું બતાવીશ કેં ગોડ હન્ટર અને એના માણસો ને ઉલ્લુ બનાવાનું શું પરિણામ આવી શકે છે. શિકારીઓ તૈયાર ?' એમ નેક્સસ જોર થી એની સેનાના નાં સભ્યો ને બૂમ મારે છે. પાછળથી જોર જોર થી અવાજ આવવા લાગે છે.
બીજી તરફ વ્હાઇટ એની સેના ને કહે છે.
' બ્રહ્માંડ ના યોદ્ધાઓ તમે તૈયાર છો આ કીડાઓ નો નાશ કરવા માટે ?' ' હા ' બધાનો એક નાદ થાય છે.

નેક્સસ એના સિપાહીઓને હુમલો કરવાનો ઈશારો કરે છે. વિવિધ હથિયારો સાથે નેક્સસ ના સિપાહીઓ વ્હાઇટ ની સેના ઉપર હુમલો કરવા ધસી આવે છે.આ તરફ વ્હાઇટ પણ પોતાની સેના ને ગોડ હન્ટર ની સેના ઉપર કાળ બની તૂટી પાડવા ઈશારો કરે છે. બંને સેનાઓ એકબીજા સામે પૂરઝડપે આગળ વધે છે. બંને સેનાઓ એક બીજા ઉપર તૂટી પડે છે. બંને સેના વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થાય છે.

નેક્સસ, માઇરા અને ફ્રેયા પણ એના દુશ્મનો ઉપર તૂટી પડે છે. આ તરફ જસ્ટિન, વ્હાઇટ, રેડ, યલો અને બ્લૂ પણ વિપક્ષીઓ ઉપર યમ બની તૂટી પડે છે.
' તું આપણો મુખ્ય મકસદ ભૂલતો નહિ.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.
' મને ખબર છે.' જસ્ટિન કહે છે.
વ્હાઇટ દુશ્મનો ને મારતો મારતો જઈને નેક્સસ સામે આવીને ઊભો થઈ જાય છે. જસ્ટિન પણ માઇરા ના રસ્તામાં આવી જાય છે. રેડ ફ્રેયા ને ટક્કર આપવા માટે પહોંચી જાય છે.
વ્હાઇટ પોતાની છડી વડે નેક્સસ ઉપર હુમલો કરે છે. નેક્સસ પણ પોતાની તલવાર અને ઢાલ વડે બરાબર મુકાબલો કરે છે.
બીજી તરફ જસ્ટિન અને માઇરા સામે સામે આવી જાય છે.
' તે દિવસે તો તું ભાગી ગઈ હતી પણ તને આજે ભાગવાનો મોકો નહિ મળે.' જસ્ટિન માઇરાને કહે છે.
' કોણ ભાગે છે અને કોણ ટક્યું રહે છે. તે સમય જ બતાવશે છોકરા. હવે વાતો બંધ અને તારી તાકાત બતાવ.' માઇરા જસ્ટિન ને કહે છે અને પોતાની તલવાર લઈ જસ્ટિન ઉપર તૂટી પડે છે. જસ્ટિન પણ સ્ટોન પાવર નો ઉપયોગ કરી પોતે એક સૂટ માં આવી જાય છે અને પોતાના માટે એક તલવાર અને ઢાલ ઉત્પન્ન કરે છે. બંને વચ્ચે રસાકસી ચાલે છે.
બીજી બાજુ રેડ અને ફ્રેયા વચ્ચે લડાઈ શરૂ થાય છે. ફ્રેયા રેડ ઉપર તલવારથી હુમલો કરે છે. રેડ પણ પોતાના પાવર હેમર થી એનો પ્રતિકાર કરે છે. લડાઈ જોવા જેવી થાય છે. ગોડ હન્ટર પણ આ લડાઈનો આનંદ ઉઠાવે છે.
વ્હાઇટ અને નેક્સસ વચ્ચે ઉગ્ર લડાઈ થાય છે. વ્હાઇટ પોતાની છડી ના પાવર સ્ટ્રોક થી નેક્સસ ના શરીરમાં ટુકડે ટુકડા કરી નાખે છે.
બીજી તરફ માઇરા જસ્ટિન ઉપર ભારે પડે છે. એની લડવાની કળા અદભુત હોય છે. માઇરા જસ્ટિન ને ખુબ ઈજાઓ પહોંચાડે છે. વ્હાઇટ આ બધું જુએ છે અને જસ્ટિન ની મદદ કરવા ત્યાં પહોંચી જાય છે. વ્હાઇટ અને જસ્ટિન મળીને માઇરા ઉપર ત્રાટકે છે.
ગોડ હન્ટર બધું જોઈ રહ્યો હોય છે. તે કમાન્ડર બેન ને કહે છે. ' બેન, બંને સામે માઇરા નું ટકવું મુશ્કેલ છે. આપણે મદદ માટે જવું જોઈએ.'
' માઇરા લડાકુ યોદ્ધા છે. આવી કેટલીય પરિસ્થિતિ માંથી એ જાતે જ બહાર આવી ચૂકી છે. માઇરા બંને ને આરામ થી ખતમ કરી દેશે.' કમાન્ડર બેન આશ્વાસન આપે છે.
બીજી તરફ રેડ પણ પોતાનાં હેમર ના દેડલી પાવર શોટ થી ફ્રેયા ના માથાના ફુરચા ઉડાવી દે છે.
આ તરફ વ્હાઇટ અને જસ્ટિન માઇરા ને ઘેરી લે છે. વ્હાઇટ પોતાની છડી ના પાવરથી માઇરા ને હાથ પગ બધી દે છે. જસ્ટિન આ તક નો લાભ ઉઠાવી માઇરા ના હૃદય માં તલવાર ઘોચી દે છે. આ નજારો જોઈ ગોડ હન્ટર ની આંખ ફાટી જય છે. તે ગુસ્સે તો લાલ પીળો થઈ જાય છે. ગુસ્સામાં ગોડ હન્ટર કમાન્ડર બેન ને એક લાફો મારી દે છે.

વધું આવતાં અંકે...

( શું ગોડ હન્ટર લડાઈમાં જંપલાવશે ? કે પછી ગોડ હન્ટર કોઈ સારો મોકો જોઈને હુમલો કરશે ? જાણવાં માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ.')