Magic Stones - 21 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 21

Featured Books
Categories
Share

મેજિક સ્ટોન્સ - 21

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન અને વિક્ટર મળીને ગ્રીન સ્ટોનની મદદ થી ફાઈટર જેટનો ખાત્મો બોલાવી દે છે. જસ્ટિન ના ઘરે સારા આવે છે જેના હાવભાવ બદલાયેલા જણાય છે. જસ્ટિન ને શક જાય છે. તો જસ્ટિન સારા ને ફોન કરે છે પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે. હવે આગળ.)

જસ્ટિનને ડાળમાં કાળું જણાય છે માટે જસ્ટિન વિક્ટર ને ખતરા નું સિગ્નલ મોકલી આપે છે.જસ્ટિન સારા પાસે આવે છે.
' જસ્ટિન તું ખરેખર બહું સુંદર લાગે છે આજે.' સારા જસ્ટિન ના ચહેરા ઉપર આંગળી ફેરવતા કહે છે.
' સારા, તારા ઇરાદા મને નેક નથી લાગતાં.' જસ્ટિન સારા નો હાથ હટાવતાં કહે છે અને એ સોફા ઉપર જઈને બેસી જાય છે.
' હા, મારા ઇરાદા નેક નથી આજે.' સારા આમ કહી જસ્ટિન પાસે ચિપકીને બેસી જાય છે.
જસ્ટિન ઊઠીને બીજા સોફા ઉપર બેસે છે, સારા પણ ત્યાં આવીને ફરી એને ચિપકીને બેસી જાય છે. જસ્ટિન પોતાના શરીર ઉપર એક અદ્રશ્ય આવરણ બનાવી લે છે. સારા જસ્ટિન ની એકદમ નજીક આવી જાય છે. બંનેના ચહેરા એટલા નજીક આવી જાય છે કે તેઓના સ્વાસ એકબીજાને ટકરાય રહ્યા હોય છે. સારા જસ્ટિન ને કિસ કરે છે. જસ્ટિન ના શરીર પરના આવરણ સારા હોઠ ઉપર ઝેર દિતેક્ટ કરે છે. જસ્ટિન સમજી જાય છે કે આ મને ઝેર આપી મારવાની યોજના છે. જસ્ટિન તરત ઝેર ચઢવાનો ઘોંગ કરે છે અને બેભાન થઈ સોફા ઉપર પડી જાય છે.
' કામ થઈ ગયું છે. ઝેર એની અસર દેખાડવાનું શરુ કરી દીધું છે. થોડી વારમાં એના રામ રમી જશે.' સારા કોઇની સાથે ટેલીપેથી થી વાત કરતી હોય છે. જસ્ટિન પડ્યો પડ્યો બધું સાંભળતો હોય છે. સારા ઘરની બહાર જવા લાગે છે.ત્યાંજ પાછળથી એક અવાજ આવે છે
' ક્યાં જાય છે સારા ?' સારા પાછળ ફરીને જોઈ છે તો એ જસ્ટિન નો અવાજ હોય છે.
' હું ક્યાં જવાની ? હું તો અહીંયા જ છું.' સારા કહે છે.
જસ્ટિન ધીમે ધીમે સારા પાસે આવે છે.
' ઓહ મારી સારા, ભોળી સારા, મને કેટલો બધો પ્રેમ કરે છે તું મારી પ્યારી સારા.' એમ કઈ જસ્ટિન એનું ગળું દબાવે છે.
' બોલ તું છે કોણ ? સાચે સાચું બોલ ? તારો અસલી ચહેરો બતાવ.' જસ્ટિન ગુસ્સામાં આંખો મોટી કરતા કહે છે.
સારા જસ્ટિન ના પેટ ઉપર જોર થી લાત માટે છે અને પોતાની જાતને છોડાવે છે. સારા બનીને આવેલી સ્ત્રી પોતાના અસલી ચહેરામાં આવી જાય છે.
' શું બલા છે તું ?' જસ્ટિન આશ્ચર્ય થી એ સ્ત્રી તરફ જોઈને કહે છે. એવામાં વિક્ટર પણ દોડતો દોડતો ઘરમાં ઘૂસી આવે છે. વિક્ટર ઘરમાં આવતા જ પેલી સ્ત્રી ને જુએ છે.
' માઇરા તું...." વિક્ટર આચાર્ય થી કહે છે.
' તું આને જાણે છે ?" જસ્ટિન વિક્ટર ને પૂછે છે.
' હા, આ ગોડ હન્ટર ની પ્રેમિકા માઇરા છે.' વિક્ટર કહે છે.
' શું વાત કરે છે તું ?' જસ્ટિન કહે છે.
' હું સાચું કહું છું આ એજ છે.' વિક્ટર કહે છે.
' હવે તું બચીને ક્યાં જઈશ ?' જસ્ટિન માઇરા તરફ આગળ વધતા કહે છે. એવામાં એક પ્રકાશ થાય છે. પ્રકાશ બંધ થાય છે તો જસ્ટિન અને વિક્ટર જોઈ છે કે માઇરા ત્યાંથી ગાયબ હોય છે.

' ડરપોક ભાગી ગઈ.' વિક્ટર હસતાં હસતાં કહે છે.
વિક્ટર અને જસ્ટિન એકબીજાના ચહેરા તરફ જુએ છે અને એક સાથે બોલે છે.
' સારા.....'
' આપણે અત્યારે જ સારા પાસે જવું પડશે. મને લાગે છે એ કોઈ મોટી મુસીબતમાં હશે.' જસ્ટિન કહે છે.
' હા, આપણે તરત જ નીકળવું જોઈએ ' વિક્ટર કહે છે અને બંને કાર લઈ સારા ના ઘર તરફ જવા નીકળી પડે છે.

બંને સારા ના ઘરે પહોંચે છે. તેઓ દરવાજા ને જુએ છે જે અંદર થી બંધ હોય છે.
' સારા....સારા દરવાજો ખોલ.' જસ્ટિન જોર જોર થી બૂમો પાડે છે. ઘણી વાર બૂમો પાડવા છતાં પણ સારા દરવાજો ખોલતી નથી. જસ્ટિન અને વિક્ટર એકબીજા તરફ જુએ છે.
' દરવાજો તોડવો પડશે.' જસ્ટિન કહે છે. બંને એક એકસાથે જોર લગાવી દરવાજા પર ધક્કો લગાવે છે. ઘણાં પ્રયાસો કર્યા બાદ દરવાજો તૂટી જાય છે. દરવાજા તૂટતાં ની સાથે બંને દોડતાં ઘરમાં ઘૂસી જાય છે. અને આખા ઘરમાં ' સારા...સારા ' નામની બૂમો મારી સારા ને શોધે છે. ખૂબ શોધતાં સારા રસોડાના ખૂણામાં બંધી અવસ્થામાં મળે છે.
જસ્ટિન અને વિક્ટર મળીને સારાને બંધી અવસ્થામાં માંથી મુક્ત કરે છે.
' સારા આ કોણે કર્યું તારી સાથે ?' જસ્ટિન સારા ને પૂછે છે.
સારા પણ બોલ્યા વગર રડતાં જઈને જસ્ટિનને વળગી પડે છે.
' ખબર નહિ, હું રસોડામાં હતી ત્યારે કોઈએ પાછળ થી આવી ને મારા માથામાં ઘા કર્યો અને હું બેભાન થઈ ગઈ. જ્યારે મને ભાન આવ્યું ત્યારે બંધાયેલી અવસ્થામાં હતી.' સારા રડતાં રડતાં કહે છે.
' તે એ વ્યક્તિ નો ચહેરો નથી જોયો ?' વિક્ટર પૂછે છે.
' એને પાછળ થી વાર કર્યો હતો એટલે મેં એનો ચહેરો જોઉં તે પહેલાં તો હું બેભાન થઈ ગઈ.' સારા કહે છે.
' બસ હવે રડવાનું બંધ કર. અમે આવી ગયા છે ને તને હવે કંઈ નહિ થાય.' જસ્ટિન કહે છે.
વિક્ટર સારા માટે પાણી લાવે છે.
' તું પહેલાં પાણી પી લે પછી આપણે શાંતિ થી આ વિષય પર ચર્ચા કરીએ.' એમ કહી જસ્ટિન સારા ને પાણી પીવડાવે છે. ત્યારબાદ જસ્ટિન સારા ને બેડરૂમમાં લઇ જઇને સૂવડાવી દે છે. પછી જસ્ટિન વિક્ટર પાસે આવે છે.
' સમસ્યા હવે હદ થી આગળ વધી રહી છે. કંઈ ને કંઈ નિરાકરણ લાવવું પડશે.' જસ્ટિન કહે છે.
' તું સાચું કહે છે. હવે કંઈ તો વિચારવું પડશે આપણે.' વિક્ટર કહે છે.
' હવે એ લોકો મને અને તને કંઈ કરી શકતા નથી માટે તેઓ હવે આપણા અંગત લોકોને નિશાન બનાવી રહ્યા છે.' જસ્ટિન કહે છે.
' હા, એ લોકોને ખબર છે કે આપણે આખો દિવસ પોતાના લોકો સાથે નથી રહેવાના માટે તેઓ આપણી એ કમજોરી ને નિશાન બનાવે છે.' વિક્ટર કહે છે.
' મારી પાસે એનું પણ નિરાકરણ છે.' જસ્ટિન કહે છે અને વિક્ટર ને સાથે લઈ ઘરે જવા નીકળે છે.
ઘરે જઈને જસ્ટિન વ્હાઇટ ને ટેલીપેથી થી એક મેસેજ મોકલે છે.

બીજે દિવસે સભા ભરવામાં આવે છે. બધા સ્ટોન ધારીઓ હાજર રહે છે.

' વ્હાઇટ સભા બોલવાનું કારણ શું છે ?' બ્લેક પૂછે છે.
' જસ્ટિન નો મારા ઉપર એક મેસેજ આવ્યો હતો. જસ્ટિન સભામાં એક પ્રસ્તાવ મૂકવા માંગે છે.' વ્હાઇટ કહે છે.
' કેવો પ્રસ્તાવ અને શું છે પ્રસ્તાવ માં ?' બ્લેક કહે છે.
' જસ્ટિન પ્રસ્તાવ આવીને બધાની સામે કહેશે એણે મને એવું કહ્યું.' વ્હાઇટ કહે છે.
' જો સભાના બધા સભ્યો પરવાનગી આપે તો હું પણ રાજી થઈશ. શું રાય છે તમારી સભ્યો ?' બ્લેક બધાને પૂછે છે.
બધા અંદર અંદર ગૂપચૂપ વાતચીત કરે છે.
' અમને કોઈ વાંધો નથી, જસ્ટિન ને પોતાનો મત રાખવાની મંજૂરી આપવી જોઈએ એવું અમારું માનવું છે.' રેડ કહે છે.
' ઠીક છે તો કાલે જસ્ટિન ને બોલાવી લે, હું પણ જોઉં એ શું કહેવા માંગે છે.' બ્લેક કહે છે.
' ઠીક છે હું એને મેસેજ આપી દઉં છું.' વ્હાઇટ કહે છે. ત્યારબાદ સભા બરખાસ્ત થાય છે.

વધું આવતાં અંકે...

( જસ્ટિન નો પ્રસ્તાવ શું હશે ? જસ્ટિન ના પ્રસ્તાવ ને બધા તરફથી માન્યતા મળશે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)