Magic Stones - 20 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 20

Featured Books
Categories
Share

મેજિક સ્ટોન્સ - 20

( તમે આગળનાં ભાગમાં જોયું કે સભામાં ગોડ હન્ટર નો બાપ એટલે કે નેક્રોમેન નાં આખા ઈતિહાસ વિશે જણાવે છે. નેક્રોમેન પાસે રહેલી બ્લેક સ્વોર્ડ ની મદદ થી તે આખા બ્રહ્માંડ માં હાહાકાર મચાવે છે. જેને સ્ટોન ધારી ઓ ભેગા મળીને હરાવે છે. અને નોવા ની જેલ માં કેદ કરી દે છે જ્યાં એની મૃત્યુ થાય છે. એના બાપ ની મોતનો લેવા ગોડ હન્ટર આખી નોવા ની જેલ ને ખતમ કરી દે છે અને એમાં ખૂંખાર કૈદીઓને પોતાની સાથે ભેળવી લે છે. પૃથ્વી ઉપર એક ફાઈટર જેટ આવે છે જે પૃથ્વી ના વાતાવરણ માં આવતા અદ્રશ્ય થઈ જાય છે. હવે આગળ)

ફાઈટર જેટ સીધું એમેઝોન ના જંગલ માં જઈને લેન્ડ થાય છે. ફાઈટર જેટ કોઈને દેખાય નહિ એ માટે પાઈલટ એને અદ્રશ્ય મોડ ઉપર મૂકી દે છે. ફાઈટર જેટ ગોડ હન્ટર ના સૈનિકો નું હોય છે. પાઈલટ ગોડ હન્ટર નો સંપર્ક સાંધે છે.
' બોસ અમે પૃથ્વી ઉપર નિયત કરેલી જ્યાં ઉપર પહોંચી ગયા છે.' પાઈલટ કહે છે.
' ગુડ,તમારા પ્લેન ને કોઈએ દીતેક્ટ તો નથી કર્યું ને ?' ગોડ હન્ટર પૂછે છે.
' નાં, અમે જેટ ને ઇનવિસિબલ અને સેફ્ટી મોડ ઉપર મૂકી દીધું હતું. જેથી કોઈ એમને ટ્રેસ નહિ કર્યા હોય.' પાઈલટ કહે છે.
' ઓકે ગુડ, હવે તમે મેં કહ્યું હતું એ પ્રમાણે મને પળ પળ ની માહિતી આપતા રહેજો.' ગોડ હન્ટર કહે છે.
' ઓકે બોસ.' પાઈલટ કહે છે અને સ્ક્રીન બંધ થઈ જાય છે.

આ તરફ જસ્ટિન ને એનો ગ્રીન સ્ટોન સતત ચેતવણી આપે છે. જસ્ટિન ચાલુ ક્લાસે બહાર નીકળી જાય છે, એની પાછળ પાછળ વિક્ટર પણ બહાર આવી જાય છે.

' શું થયું જસ્ટિન, કેમ ચાલુ ક્લાસે બહાર આવી ગયો ?' વિક્ટર જસ્ટિન ને પૂછે છે.
' મારો સ્ટોન મને કોઈ ઘટના ની સતત ચેતવણી આપી રહ્યો છે. આપણાં માટે કોઈ પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે.' જસ્ટિન કહે છે.
' તો પછી તારા સ્ટોન ને જ પૂછીએ કે તે આપણને શાની ચેતવણી આપી રહ્યો છે.' વિક્ટર કહે છે.
' હા પણ અહીંયા નહિ. આપણે કોઈ અન્ય જગ્યાએ જવું પડશે.' જસ્ટિન કહે છે.

બંને ઘરે જાઈ છે અને જસ્ટિન ગ્રીન સ્ટોન બહાર કાઢે છે. જેમાંથી ચેતવણી સ્વરૂપે લીલો પ્રકાશ ચાલું બંધ ચાલુ બંધ થતો હતો. જસ્ટિન ગ્રીન સ્ટોનને હાથમાં લે છે.
' ચાલ બતાવ તું મને શેના માટે આગાહ કરતો હતો.' જસ્ટિન સ્ટોન ને કહે છે.
સ્ટોન માંથી પ્રકાશ નીકળે છે અને સામે રહેલી દીવાલ ઉપર એક સ્ક્રીન બને છે. એમાં દેખાય છે કે એક ફાઇટર જેટ પૃથ્વી ઉપર આવે છે અને જંગલમાં આવીને અદ્રશ્ય થઈ જાય છે.
' આ ફાઇટર જેટ કોનું છે તું બતાવી શકીશ ?" જસ્ટિન સ્ટોન ને પૂછે છે.
' આપણાં કોઈ દુશ્મન નું જ હશે નહિ તો સ્ટોન આપણને આ બધું શું કામ બતાવતે.' વિક્ટર કહે છે.
' પણ આ ફાઇટર જેટ ક્યાં છે એનું લોકેશન તો શોધવું પડશે ને.' જસ્ટિન કહે છે.
' એ આપણે સ્ટોન ને પૂછીએ.' વિક્ટર કહે છે.
' તો બતાવ આ ફાઇટર જેટ ક્યાં લેન્ડ થયું છે.' જસ્ટિન સ્ટોનને પૂછે છે.
ગ્રીન સ્ટોન દીવાલ ઉપર બ્રાઝીલ નો નકશો દેખાડે છે એમાં અમેઝોન નાં જંગલનો પર આવી નક્શો મોટો થાય છે અને ત્યાં જ અટકી જાય છે. પછી દીવાલ ઉપર ગ્રીન સ્ટોન સ્ટોને બનાવેલો પડદો બંધ થઈ જાય છે.
' મતલબ કે ફાઇટર જેટ એમેઝોન ના જંગલમાં છે એમ ને.' જસ્ટિન કહે છે.
' હા ભાઈ, પણ આપણે જઈશું કઈ રીતે. આપણે બીજા દેશમાં જવાનું છે.' વિક્ટર કહે છે.
' ગ્રીન સ્ટોન આપણને આપણા મુકામે પહોંચાડી દેશે. બરાબર ને.' જસ્ટિન ગ્રીન સ્ટોન તરફ જોઈને કહે છે.
ગ્રીન સ્ટોન માંથી પ્રકાશ નીકળી બંધ થઈ જાય છે.
' તારી શંકા નું સમાધાન થઈ ગયું ને હવે ?' જસ્ટિન વિક્ટર ને કહે છે.
' હા ભાઈ..' વિક્ટર કહે છે.

જસ્ટિન હાથમાં સ્ટોન પકડે છે અને વિક્ટર એનો હાથ પકડે છે. ગ્રીન સ્ટોન પલકારામાં બંને ને એમેઝોન ના જંગલમાં ટેલીપોટ કરી દે છે. હવે બંને ફાઇટર જેટ ને શોધવા માટે નીકળી પડે છે. જસ્ટિન ફાઇટર જેટ ને શોધવા માટે સ્ટોન ની પાવર નો ઉપયોગ કરે છે. જસ્ટિન જાદુ કરે છે જેથી એની જ પોતાની આંખો એને રસ્તો બતાવે છે જાણે આંખો નહિ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ હોય. આંખોં જેમ જેમ રસ્તો બતાવતી જાય છે તેમ તેમ બંને આગળ વધતા જાય છે. જંગલ માં ખુબ વૃક્ષો અને નદી પાર કર્યા બાદ બંને પોતાના મુકામે પહોંચી જાય છે. ફાઇટર જેટ અદ્રશ્ય હાલતમાં હોય છે કોઈ આમ વ્યક્તિ કે કોઈ જાનવર ને તો એ દેખાય પણ નહિ. પણ જસ્ટિન ની આંખો એને સ્કેન કરી લે છે.

' વિક્ટર આપણે મંઝિલ સુધી તો આવી ગયા પણ હવે આની પાછળ કોણ છે એ તો જાણવું પડશે ને." જસ્ટિન કહે છે.
' એ તું મારા ઉપર છોડી દે, હું જોઈ લઈશ. બસ તું હું કહું એવું કર.' વિક્ટર જસ્ટિન ના કાનમાં કંઈ કહે છે.
' બરાબર પ્લાન છે.' જસ્ટિન કહે છે.
જસ્ટિન ફરી આંખો થી અદ્રશ્ય જેટ ને સ્કેન કરે છે અને જેટ ના એન્જિન માં સ્ટોન ની શક્તિ થી એક વીજળીનો ઝટકો આપે છે. જેના લીધે જેટ અદ્રશ્ય મોડ માં થી નોર્મલ મોડ માં આવી જાય છે. હવે ફાઇટર જેટ ને કોઈ પણ જોઈ શકે છે.
એકાએક અવાજ થતાં એક વ્યક્તિ જોવા માટે જેટ ની બહાર આવે છે. જેવો એ બહાર આવે છે વિક્ટર એ તક ની રાહ જોઈને સંતાયો હોય છે. જેવો એ બહાર આવે છે તેવો જ વિક્ટર તલવારથી એના બે ટુકડા કરી દે છે. ઘણાં સમય સુધી પેલો વ્યક્તિ અંદર નાં જતા અંદર રહેલો એનો આખરી પાર્ટનર બહાર આવે છે. એ જુએ છે કે બહાર એના પાર્ટનર ની લાશ પડી હોય છે. એ સાવચેત થઈ ગન લઈ આગળ વધે છે. ત્યાર જ એક થન્ડર સ્ટ્રાઈક થાય છે અને તેમાં રામ રમી જાય છે. જસ્ટિન અને વિક્ટર સમજી જાય છે કે આ ગોડ હન્ટર ના માણસો હતા. જસ્ટિન સ્ટોન પાવર નો ઉપયોગ કરી ફાઇટર જેટ ને સળગાવી દે છે. બંને ને સ્ટોન ફરી ઘરે તેલીપોટ કરી દે છે.

બધું હવે પહેલાની જેમ સામાન્ય ચાલી રહ્યું હોય છે. એક દિવસ રાતે સારા જસ્ટિન ના ઘરે આવે છે. જસ્ટિન ને થોડી નવાઈ લાગે છે પણ એને ઘરમાં આવકારો આપે છે.

' વિક્ટર નથી ઘરમાં ?" સારા જસ્ટિન ને પૂછે છે.
' એ બહાર ગયો છે. ત્યારે કંઈ કામ હતું એનું ?' જસ્ટિન કહે છે.
' નાં, સારું છે એ કબાબ માં હદ્દી અહીંયા નથી. આપણે એકબીજાને થોડો અંગત સમય આપી શકીશું.' સારા જસ્ટિન ની પાસે આવી જાય છે અને એને વળગી પડે છે.
' આજે હું બધી મર્યાદાઓ ઓળંગી લેવા માંગુ છું.' સારા કહે છે. જસ્ટિન એના ઈરાદાઓ સમજી જાય છે. પણ જસ્ટિન મનમાં વિચારે છે સારા એક સિમ્પલ છોકરી છે. જે રાતે ઘરવાળા ને પૂછ્યા વગર બહાર પણ નથી નીકળતી અને એને કોઈ દિવસ મને કીસ પણ નથી કરી અને આજે સીધી હમ બિસ્તર થવાની માંગણી. નક્કી કઈ લોચા તો છે એમ જસ્ટિન ના મનમાં થાય છે. જસ્ટિન બાથરૂમ નું બહાનું અંદર જાય છે અને સારા ને કોલ કરે છે પણ એનો ફોન સ્વીચ ઓફ અને છે.

' સારા નો ફોન સ્વીચ ઓફ આવે છે નક્કી દાળમાં કંઈક કાળું છે. નક્કી આ સારા નથી. મારા સત્ય બહાર લાવવી પડશે.' જસ્ટિન મનમાં બબડે છે

વધું આવતાં અંકે...

( જસ્ટિન ના ઘરે આવેલી વ્યક્તિ સારા નથી કે પછી આ જસ્ટિન નો વહેમ છે ? જો એ વ્યક્તિ સારા નથી તો કોણ છે ? જાણવાં માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ.)