Magic Stones - 18 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 18

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

મેજિક સ્ટોન્સ - 18

( તમે આગળ જોયું કે વિક્ટર સમયસર આવીને જસ્ટિન નો જીવ બચાવે છે. વિક્ટર જસ્ટિન ને હોસ્પિટલ લઈ જાય છે જ્યાં એને બ્લડ ની જરૂર હોય છે જેની વિક્ટર વ્યવસ્થા કરે છે અને જસ્ટિન બચી જાય છે. ત્યારબાદ વિક્ટર પોતે કંઈ રીતે બચ્યો એ જસ્ટિન ને પૂછે છે. જસ્ટિન તમામ હકીકત વિક્ટર ને જણાવે છે. ત્યારબાદ વ્હાઇટ નો જસ્ટિન ઉપર મેસેજ આવે છે કે જસ્ટિન ને સભામાં બોલાવ્યો છે. હવે આગળ )

જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે. જસ્ટિનને વ્હાઇટ સભામાં લઈ જાય છે. બધા સભ્યો જસ્ટિનના આવતાં પહેલા જ ત્યાં આવી ગોઠવાઈ ગયા હોય છે. જસ્ટિન સભામાં પહોંચતા જ બધા શાંત થઈ જાય છે અને જસ્ટિન ને જોયા કરે છે. જસ્ટિન બધા વચ્ચે ઉભી પોતાનો પરિચય આપે છે.

' સભા વાસીઓ મારું નામ જસ્ટિન છે. તમારા માટે હું ગ્રીન છું. તમે મને કોઈ પણ નામ થી બોલાવી શકો છો.' જસ્ટિન સભાને સંબોધીને કહે છે.
ત્યારબાદ પોતાની ખુરશીઓમાં બેઠેલા સ્ટોન ધારીઓ વારાફરતી એક પછી એક પોત પોતાનો પરિચય આપે છે.

અંતમાં બ્લેક પોતાનો પરિચય આપતાં કહે છે.
' હું છું બ્લેક. બધાનો વડો. મારી પરવાનગી વગર અહીંયા કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથી.' બ્લેક કહે છે.
' તમને મળીને આનંદ થયો. કેટલાય દિવસથી મને તમને લોકોને મળવાની ઈચ્છા થતી હતી જે આજે પૂરી થઈ.' જસ્ટિન કહે છે.
' તને ખબર છે તારા ઉપર એટલા હુમલાઓ કેમ થઈ રહ્યા છે, એને કોણ કરાવી રહ્યું છે કોઈ અંદાજો છે તને ?' બ્લેક જસ્ટિન ને પૂછે છે.
' આ બધું મારી પાસે રહેલા ગ્રીન સ્ટોન ને આચકવા માટે થઈ રહ્યું છે. મને ખબર છે કે આ બધું કોનાં ઇશારે થઈ રહ્યું છે. એનું નામ છે, કિલર ઓફ ધ મેની ગોડ્સ ' ગોડ હન્ટર '.' જસ્ટિન નું આમ કહેતાની સાથે સભા થોડી વાર માટે સ્તબ્ધ થઈ જાય છે.
વાતાવરણ થોડી હળવું કરવા બ્લેક ફરી જસ્ટિન ને સવાલ પૂછે છે.
' પહેલાના અને અત્યારના હુમલાઓમાં તને કોઈ બદલાવ દેખાયો ?' બ્લેક પૂછે છે.
' હા, એક વસ્તુ મે નોટિસ કરી છે કે પહેલાં તેઓ મને સીધો ટાર્ગેટ કરતા હતા પણ હવે તેઓ મને છોડીને મારી નાજુક ખામીઓ પર વાર કરે છે. મતલબ કે મારા ખાસ વ્યક્તિઓ ઉપર પણ હુમલા થઈ રહ્યા છે." જસ્ટિન કહે છે.
' તું હવે ગ્રીન ની ખુરશી પર બેસી શકે છે ' બ્લેક કહે છે.
' આભાર.' એમ કહી જસ્ટિન ગ્રીનની ખુરશી પર જઈને બેસી જાય છે.
થોડીવાર બીજા મુદ્દાઓ ઉપર વાત થાય છે. ત્યારબાદ સભા નિસ્કાશિત કરવામાં આવે છે. સભા પત્યા બાદ બધા જસ્ટિન ને મળે છે અને એના વિશે વધી માહિતી મેળવી લે છે. ત્યારબાદ વ્હાઇટ જસ્ટિન ને ધરતી ઉપર છોડી આવે છે.

બીજાં દિવસે જસ્ટિન ક્લાસમાં હોય છે ત્યારે વ્હાઇટ એને કંઈ કહી રહ્યો હોય એમ એને લાગે છે. જસ્ટિન આંખ બંધ કરી ધ્યાન દે છે.
' ગેલેક્સી - એસ ના ટાઇટેનિયમ ગ્રહ પર હુમલો થયો છે. આપણે ત્યાં જવું પડશે તું મને જલ્દી મડ.' વ્હાઇટ ના બોલ જસ્ટિન ને સંભળાય છે. જસ્ટિન તરત જ બેગ લઈ ક્લાસમાં થી બહાર નીકળી જાય છે. જસ્ટિન જઈને સીધો વ્હાઇટ ને મળે છે.
' શું થયું છે ?' જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે.
' ગેલેક્સી - એક્સ ના ટાઇટેનિયમ ગ્રહ પર હુમલો થયો છે અને મને લાગે છે કે આ કામ ગોડ હન્ટરના માણસોનું છે. આપણે એમને રોકવા જવું પડશે.' વ્હાઇટ કહે છે.
' ઠીક છે, પણ તમને બ્લેક ને માહિતી આપી છે ? નહિ તો એ ચિલ્લાસે.' જસ્ટિન કહે છે.
' રૂબરૂ માહિતી નથી આપી પણ એને એક મેસેજ છોડી આપ્યો છે. લે હવે તું આ છડી પકડ. હું તમે સમયની સેર કરાવું.' વ્હાઇટ કહે છે. જસ્ટિન છડી પકડી લે છે અને સમયના એક પલકારામાં બંને ટાઇટેનિયમ ગ્રહ ઉપર પહોંચી જાય છે. જ્યાં ગોડ હન્ટર નો કમાન્ડર બેન લોકો ને મારી રહ્યો હોય છે. જસ્ટિન અને વ્હાઇટ બંને કમાન્ડર બેન પાસે પહોંચે છે.

' તું આ બિચારા નિર્દોષ લોકો ને શું કામ મારી રહ્યો છે. તને જે જોઈએ છે તે અમારી પાસે છે.' વ્હાઇટ પોતાનો વ્હાઇટ સ્ટોન બતાવતા કહે છે.
' ઓહ, લોકોને બચાવવા એમના મસીહાઓ આવી ગયા એમ ને. મને જે વસ્તુ જોઈતી છે એ સામે ચાલીને મારી પાસે આવી ગઈ.' કમાન્ડર બેન વ્હાઇટ તરફ જોઈ હસતાં હસતાં કહે છે.
' હા, અમારા માં જ્યાં સુધી હિમ્મત છે, ત્યાં સુધી અમે લોકોને તારી જેવા શૈતાનો થી બચાવતા રહીશું.' વ્હાઇટ કહે છે.
' એ તો હમણાં જ ખબર પડી જશે કે કોણ કોને બચાવે છે.' કમાન્ડર બેન આત્તહાશ કરતા કહે છે.

વ્હાઇટ અને કમાન્ડર બેન એકબીજા સાથે લડવા તૈયાર થાય છે.
' હું પણ તમારી સાથે લડીશ.' જસ્ટિન વ્હાઇટ ને કહે છે.
' ના , લડાઈ ખાલી મારી અને કમાન્ડર બેન વચ્ચે થશે. તું વચ્ચે ન આવતો. જો મને કંઈ થાય તો મારી મૃતદેહ આ લોકો ના હાથ માં આવવો જોઈએ.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.
' ઠીક છે હું સમજી ગયો.' જસ્ટિન કહે છે.

વ્હાઇટ પાસે છડી હોય છે અને કમાન્ડર બેન પાસે પણ જાદૂઈ તલવાર હોય છે. બંને એક બીજાનું નિરીક્ષણ કરી એક બીજા પર તૂટી પડે છે. લડાઈ હોવા લાયક થાય છે. બંને ની લડાઈની પદ્ધતિ જોઈને તેઓની વાહવાહી કરવાનું જાણે જસ્ટિન ને મન થાય છે.

વ્હાઇટ અલગ અલગ પ્રકારના જાદુ નો ઉપયોગ કરે છે પણ કમાન્ડર એનો તોડ કાઢી લે છે. બંને વચ્ચે લડાઈ એવી રીતે થઈ રહી હોય છે જોનારા અંદાજો ના લગાવી શકે છે કે પલડું કોનું ભારે છે.

કમાન્ડર ના એક જોરદાર વાર ને જીલવા જતા વ્હાઇટ ની છડી તૂટી જાય છે. છડી તૂટી જતાં તલવાર વ્હાઇટ ના ખભામાં પેસી જાય છે. વ્હાઇટ દર્દ થી કણસી ઉઠે છે. વ્હાઇટ હિમ્મત કરી કમાન્ડર ને લાત મારી દૂર ફેંકી દે છે. તરત જ જસ્ટિન વ્હાઇટ પાસે દોડી આવે છે.
' તમે હવે લડવાની હાલતમાં નથી માટે સમય ની માંગ એજ છે કે આપણે અહી થી જતા રહીએ. કમાન્ડર ને આપણે બીજી વાર જોઈ લઈશું.' જસ્ટિન વ્હાઇટ ને કહે છે.
' તારી વાત સાચી છે, અહીંયા થી આપણે નીકળવું પડશે. તું છડી પકડ.' વ્હાઇટ નું આમ કહેતા જ જસ્ટિન છડી પકડી લે છે. કમાન્ડર બેન ઊભો થઈ ફરી વ્હાઇટ ઉપર હુમલો કરવા દોડી આવે છે, પણ એના આવતાં પહેલા બંને અદ્રશ્ય થઈ જાય છે.

' સાલા ડરપોકો ભાગી ગયા નહીં તો આજે એમની ખેર નહોતી.' કમાન્ડર બેન કહે છે.

જસ્ટિન વ્હાઇટ ને સ્ટોન ફેમિલી પાસે લઈ જાય છે અને તેઓ વ્હાઇટ ને ચિકિત્સાલય માં લઇ જાય છે.

થોડીવાર બાદ બ્લેક ત્યાં આવે છે. જસ્ટિન એને બનેલી તમામ ઘટના વિશે વિસ્તૃત માં જણાવે છે.

વધું આવતાં અંકે...

( કમાન્ડર બેન ની ઝેરી તલવારના ઘા થી વ્હાઇટ બચી જશે ? ગોડ હન્ટર હવે કોને નિશાનો બનાવશે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)