મારા પરિવારમાં મારી પત્ની પાર્વતી, દીકરી શ્રેયા અને સંયુક્તા છે આખરે અમે સામાન પેક કર્યો, સવારની વહેલી ફ્લાઇટ હતી એટલે અમે રાત્રે જ નીકળી ગયા સવારે ત્રણેક વાગે એરપોર્ટ પહોંચ્યા ત્યાં જઈને ખબર પડી કે ફ્લાઇટ તો ૩ કલાક લેટ છે પસી તો જેમ તેમ કરીને ઠંડીમાં સમય કાઢ્યો આખરે ૫.૪૫ એ અમારી ફ્લાઇટ આવી અને પસી અમે નિરાંતનો શ્વાસ લીધો.
૨ કલાકની મુસાફરી બાદ અમે અમારી મંજિલ પહોંચ્યા ત્યાં જઈને તે દિવસે હોટેલમાં ત્યાજ રોકાયા પસીના દિવસે અમે redge આઇલેન્ડ પર જવા નીકળ્યા રસ્તામાં ખુબ મજા કરી મોનાકો ની ગલીઓમાં રખડવાની ખૂબ જ મજા આવી, એવામાં શ્રેયા એ ઉત્સુકતા થી પુસ્યુ પપ્પા તમે આકાશમાં દૂર જાવ છો ત્યાં શું મળે? મારી માટે શું લાવશો? ત્યાં રમકડાં મળે? તેના આવા કરેલ પ્રશ્નોના હુમલા સામે હું મૌન રહ્યો ઘડી ભર વિચારીને ધ્રુજારી છુટી ગઈ અંદરથી થઈ આવ્યું કે આ બધું શા માટે કોના માટે પોતાના પરિવાર માટે હું કઈ નહિ કરી શકું આ બધા વિચારોએ મને વિહવળ કરી મુક્યો મારી આંખો ભીની થઈ ગઈ પણ મે પરિસ્થિતિ સંભાળી અને સ્વસ્થ થઈને કહ્યું કે બેટા ત્યા તો પૃથ્વી કરતાં ક્યાંય સારા અને મોંઘા રમકડાં મળે હો હું તમારા બંને માટે કેટલાય બધા રમકડાં લેતો આવીશ હું થોડો ભાવુક થયો ત્યાં પાર્વતીએ પરિસ્થિતિ સાંભળતા કહ્યું ત્યાં જો કેવો સરસ પહાડ છે આપડે ત્યાં જવું છે, ત્યાં સંયુક્તાએ ખુશીથી કહ્યું ચાલો ચાલો મજા આવશે! પસી ગાડી એ બાજુ ભગાવી અને એ પ્રકૃતિ ની હારમાળામાં જાણે અમે બધું જ ભૂલી ગયા હોય તેમ ખુશીથી નાચવા લાગ્યા અને ખૂબ મજા કરી. આખરે રાત્રે મોડું થઈ ગયું હોવાથી અમે તે રાત હોટેલમાં જ રોકાયા થાક્યા પાક્યા ક્યારે ઊંઘ આવી ખબર જ ના પડી. સવારે ૭ વાગે મને ઢંઢોળ્યો હું સફાળો બેઠો થયો જોયું તો પાર્વતી મને કહ્યું ચાલો હવે જલ્દી નાહી ધોઈ ફ્રેશ થઈ જાવ પસી મોડું થઈ જશે.
આજે મારા બે સાથીદાર મિત્રો પણ તેમના પરિવાર સાથે આવવાના હતા એટલે તેમને એરપોર્ટ પર લેવા જવાનું હતું. એટલે હું જલ્દી જલ્દી ફ્રેશ થઈ એરપોર્ટ પર જવા નીકળ્યો ત્યાં એ લોકો મારી રાહ જ જોઈ રહ્યા હતા મને જોઈ સુબ્રમણ્યમ બોલ્યા ઓહો ડોક્ટર કૃષ્ણકાંત કેમ છે તબિયત પાણી તો સારા ને મે કહ્યુ 'સબ કુશલ મંગલ તમને તો આવવા માં કોઈ તકલીફ નથી પડી ને'.
સૌ હસી મજાક કરતા કરતા હોટલે પહોંચ્યા ત્યાં બપોર થઈ ગયા બપોરનું જમવાનુ જમી અમે redge આઇલેન્ડ જવા નીકળ્યા રસ્તો લાંબો હતો સમુદ્ર કિનારે પહોંચતા જ સાંજ પડી ગઈ. તો રાત્રે ત્યાં જ રોકાવું તેવો નિર્ણય કર્યો. આખરે અમે ત્યાં ના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા.
બીજે દિવસે સવારે બધા વહેલા જાગી ગયા સવારનો નાસ્તો પાણી કરી અમે આઈલેન્ડ પર જવા નીકળ્યા આઈલેન્ડ ખૂબ દૂર તો નહોતો પણ પહોંચતા 3 કલાક જેવો સમય થયો આખરે અમે ૧૦ વાગે આ સુંદર આઈલેન્ડ પર પહોંચ્યા. ડોક્ટર શશીકાંત બોલ્યા આટલી હરીયાળી! આટલી મોહક સુગંધ! શશીકાંત મંત્રમુગ્ધ થઈ ગયા અને હસતા હસતા બોલ્યા આપણી પૃથ્વી પર તો અહી જ સ્વર્ગ છે મારે કોઈ નવા ગ્રહ પર નથી જવું મને તો આખી જિંદગી એકલા આ ટાપુ ઉપર મૂકી દે તોય મને વાંધો નથી. અમે પણ આ વિશાળ આઈલેન્ડ અને તેનું પ્રાકૃતિક વાતાવરણ જોઈ ખુશ ખુશ થઈ ગયા હતા.
અમે ૨૦-૨૫ દિવસ ત્યાં ખૂબ જ મજા કરી. બધું ભૂલી ગયા હતા દુનિયાથી સાવ અલગ જીવન જીવતા હતા ખબર ના રહી સમય કેમ ચાલ્યો ગયો. જોતજોતામાં બે મહિના ચાલ્યા ગયા અમે એ બધાથી દૂર દુનિયાની કોઈ પરવા કર્યા વગર એક ખૂબ સુંદર જીવન જીવી રહ્યા હતા અહીથી જવાનું મન તો થતું જ નહોતું પણ શું કરી શકીએ મજબૂર હતા આખરે અમે બધા ઘરે પાસા ફર્યા બધા ચૂપ હતા ખુશીના દિવસો કેમ ચાલ્યા જાય છે એની ખબર જ નથી રહેતી.
આખરે આટલો લાંબો પ્રવાસ કરીને સૌ થાક્યા હતા એટલે ઘરે જઈને સૌ આરામ કરવાનું બેસ્ટ માન્યું. થોડાક દિવસો આમનામ પસાર કર્યા મિશન નો સમય જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ તેમ અંદરની ગભરામણ પણ વધતી જતી હતી.
ક્રમશ: