આંખોમાં આંસુ સાથે સોહમ ઓફીસથી નીકળી લીફ્ટમાં ચઢ્યો અને નીચે આવ્યો ત્યાં એનાં મોબાઇલમાં રીંગ આવી એની નાની બેન બેલા બોલી રહી હતી" ભાઇ તમે જલ્દી ઘરે આવો સુનિતાને કંઇક થઇ ગયું છે એનાં મોઢામાંથી ફીણ નીકળે છે બેભાન થઇ ગઇ છે આઇ બાબા ઘરે નથી એમની પાસે મોબાઇલ નથી મેં પહેલો તમનેજ ફોન કર્યો છે મને ખૂબ ડર લાગે છે.”
સોહમે કહ્યું "ઓહનો એને શું થયું ? કંઇ નહીં તું તાત્કાલિક કોઇ ડોક્ટરને ફોન કર હું ઝડપથી ફાસ્ટ પકડીને ઘરે આવું છું તું ચિંતા ના કરીશ હું આવું છું” સોહમે બે વાર આવું છું આવુ છું કહ્યું પણ એ જાણતો હતો કે હું કશા કામનો નથી રહ્યો... સાવીનો જાદુ બધો ઉતરી ગયો એની ઉપાધી એને અને મને બન્નેને ભરખી ગઇ છે... સોહમ સ્ટેશન તરફ રીતસર દોડવા લાગ્યો.
**************
સોહમ ઘરે પહોચ્યો ત્યારે સુનિતા બેભાન હતી બેલાએ બોલાવેલ ડોક્ટર એને તપાસી રહેલાં સોહમે બેગ મૂકતાં એમને પૂછ્યું “સર શું થયું છે મારી બહેનને ?” ડોક્ટરે કહ્યું “કોઇ ઝેરી પીણું પીધુ લાગે છે પણ મેં ઉલ્ટી કરાવી છે કદાચ હવે જોખમ ઓછું છે એને હોસ્પીટલાઇઝ કરવી પડશે અથવા અહીં તાત્કાલીક ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે. હોસ્પીટલ પહોચતાં પહેલાં પ્રાથમિક સારવાર આપવી પડશે.”
ડોક્ટરે એમનાં લેટરહેડ પર દવાઓ બોટલ્સ વગેર લખી આપીને કહ્યું “તાત્કાલીક પહેલાં આ લાવી આપો એને ટ્રાવેલ કરાવવી પણ જોખમ છે એને શુધ્ધી આવી જાય એજ જરૂરી છે....”
સોહમે ઝડપથી કાગળ લીધો અને રીતસર મેડીકલ સ્ટોર તરફ જવા નીકળી ગયો. ડોક્ટર સુનિતાને બેલાની મદદથી બેસાડી અને પેટમાંથી જેટલું નીકળે એનો પ્રયત્ન કરવા લાગ્યાં.
સોહમ મેડીકલ સ્ટોર પહોચ્યો અને ડોક્ટરે આપેલી પ્રીસ્ક્રીપ્શન આપીને કહ્યું “મને ઝડપથી આ દવાઓ આપો.”
મેડીકલ સ્ટોર્સવાળાએ બધી દવાઓ બોટલ્સ આપી અને કહ્યું “6600/- થયાં આ ખૂબ ભારે દવાઓ અને ઇન્જેક્શન છે શું થયું છે દર્દીને ? ઝેર પીધુ છે ?” સોહમે એનું ક્રેડીટકાર્ડ પકડાવ્યું અને કહ્યું “ખબર નથી ટ્રીટમેન્ટ ચાલુ છે પેલાએ ક્રેડીટકાર્ડ સ્વાઇપ કરીને પાછું આપતાં કહ્યું.... દવાઓ સારી છે સારૃં થઇ જશે.”
સોહમે થેંક્સ કહીને દવાઓ લીધી અને રીક્ષા પકડી અને ઝડપથી ઘરે આવ્યો.. ઘરે આવીને જોયું એની આઇ આવી ગઇ છે. આઇ સોહમ પાસે દોડી આવીને પૂછ્યું “સોહુ આ સુનિતાને શું થઇ ગયું ?”
સોહમે કહ્યું “આઇ પહેલાં ટ્રીટમેન્ટ કરવા દે સરને આ બધી વાત પછી કરીશું. એનો જવાબ સુનિતાજ આપી શકશે...”
ડોક્ટર ત્વરાથી દવાઓ, બોટલ્સ, ઇજેકશન ચેક કર્યા અને ઇજેકશન તૈયાર કરીને તાત્કાલી બે ઇન્જેકશન સુનિતાને આપ્યાં. એની હાથની વેઇન પકડીને બોટલ્સ ચઢાવી અને કહ્યું ‘આ દવા એકદમ ઇફેક્ટીવ છે એ કારગત નીવડી તો પેશન્ટ ભાનમાં આવી જશે ચિંતા ના કરશો.” અને સોહમે એની આઇ તરફ જોયું.
સોહમની આઇ બે હાથ જોડીને ઇશ્વરને પ્રાર્થના કરી રહી હતી રડતાં રડતાં ડોક્ટરને કહેતી હતી “તમે ભગવાન છો અમારાં મારી દીકરીને બચાવી લો.’ ડોક્ટરે કહ્યું “આ સ્યુસાઇડનો કેસ હશે તો...” ત્યાં બેલા બોલી ઉઠી “ના ના સર મારી દીદી સુસાઇડ શું કરવા કરે ? એમને એવી કોઇ તકલીફ નથી.”
સોહમ ચિંતામાં પડી ગયો અચાનકજ બધી ઉપાધી કેમ આવી ? સાવીને કારણે હું મુશ્કેલીમાં મૂકાયો ? સુનિતા સાથે શું થયું હશે ? વિચારોનાં વમળમાં ફસાયો હતો.
સોહમે મોબાઇલ કાઢ્યો અને સાવીને ફરીથી રીંગ મારી.. પણ સ્વીચ ઓફજ હતો એને થયું એ જે ઉપાધીમાં છે મને શું મદદ કરશે ? એમ કરીને ફોન પાછો ખીસામાં મૂક્યો.....
***************
સાવી ગુરુજીનાં શબ્દો સાંભળી રહી હતી એક એક શબ્દ અંગારની જેમ દઝાતા હતાં. એણે ગુરુજીને કહ્યું "મારી બેનનું શબ અહીં છે મારાંમાં કોઇ શક્તિ રહી નથી તમે જે કંઇ ઉકેલ બતાવ્યાં છે એનેજ હું અનુસરીશ. આમ પણ મારું આ જીવન બરબાદ થઇ ચૂક્યું છે કોઇનાં કામનુ નથી પણ હું ગુરુભોગ ચઢાવીશ આઘોરણ બનીશ.. મારી પાત્રતા પાછી લાવીશ એમ હું હાર નહીં માનું મને એકજ ખેદ છે કે મારાં લીધે મારો પ્રેમ અને બીજાઓ દુઃખી થશે મારાં કર્યા એ લોકો પણ ભોગવશે.”
“ગુરુજી મારી અંતિમ પ્રાર્થના છે તમે કહ્યું એમ મેં જેને મદદ કરી હોય એ બધાં મુશ્કેલીમાં મુકાશે એ શ્રાપમાંથી મુક્ત કરો. આજ સુધી મેંજ સેવા કરી તમારી... તમને સમર્પિત થઇ એનું નાનુ ફળ આપો મારું કુટુંબ અને મારો પ્રેમ બધાં મારાં લીધે બરબાદ થશે એમાંથી મુક્ત કરો તમે એ કરીજ શકશો મને ખબર છે. મારી બેન પ્રેતયોનીમાં ગઇ.. હું પણ જઇશ પણ દેવ આટલી કૃપા કરો.” એમ કહી રડતી રડતી એમનાં ચરણમાં પડી ગઇ.
ગુરુજીએ કહ્યું “હું અઘોરનાથ...નિયમ પ્રમાણે ચાલનારો તારાં અઘોરણ થવાનાં અભરખાએ તને શિષ્યા બનાવી પણ તારામાં એ હેસીયતજ નહોતી શરૂઆતમાં લાગતું હતું કે તું ખૂબ કાબેલ અને મજબૂત છે પણ સિધ્ધી સંપદા મળતાંજ તને અભિમાન આવી ગયું ગુરુભોગ ત્યજી તું ચમત્કાર કરવા પાછળ લાગી આમાં તને આંશિક મદદ કરું છું તારાં કુટુંબનો કે તારાં પ્રેમીનો વાંક નથી પણ....”
સાવીએ કહ્યું “પણ શું દેવ ?” અઘોરનાથે કહ્યું “પણ તું આનું ક્રિયાકમ અને તારાં કુટુંબ પ્રેમીને મળીને 12 કલાકમાં પાછી ના આવી તો એ પછીનાં પરિણામની તું જવાબદાર હોઇશ.”
સાવીએ કંઇક વિચાર કરતાં ક”હું જરૂર આવીશ પુરી પાત્રતા સાથે તમે એ લોકોને દુઃખમાંથી મુક્ત કરો.”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-49