વાધીદેવ મહાદેવ અને માં પાર્વતીજીને ત્થા શેષનારાયણ ભગવાનને અર્ધ્ય આપવા પછી મુખ્ય પૂજાનું સમાપન થયું બધાં વિશ્રામની સ્થિતિમાં આવી ગયાં. સૂરમાલિકા બહેને કહ્યું “આવો આપણે ત્યાં બેસીને વિશ્રામ કરીએ.”
બધી સ્ત્રીઓ ઉઠીને થોડેક દૂર સોફા મૂકેલાં ત્યાં જઇને બેઠી. દેવની નજર દેવમાલિકા તરફ ગઇ. દેવમાલિકાએ દેવ અંગે જાણ્યાં પછી એને અંદરને અંદર કંઇક હલચલ મચી હતી એણે આકાંક્ષાને બોલાવી. દેવમાલિકા એ કહ્યું આકાંક્ષા અહીં આવો આપણે પાછળ બગીચા તરફ ટહેલીએ અને એકબીજાનો પરિચય લઇએ.
આકાંક્ષાએ કહ્યું “હાં ચાલો.”. પછી એ અટકી અને દેવ તરફ જોઇને કહ્યું “ભાઇ અહીં આવો દેવમાલિકા સામે જોઇ કહ્યું “ભાઇ અહીં એકલા બોર થશે એમને સાથે બોલાવી લઊ ?” દેવ માલિકા મારકણું હસતા કહ્યું “ઓ યસ શ્યોર...” એમનો પણ પરીચય થશે.
દેવે આકાંક્ષાને કહ્યું “આકુ હું આવું છું આમેય અર્ધ્ય અપાઇ ગયો છે એનું ફળ લેવા આવું છું.” એમ કહીને હસ્યો. દેવ ઉભો થઇને એમની સાથે જોડાયો. અવંતિકા રોયે અને સૂરમાલિકાબહેને બંન્ને જોયું કે છોકરાઓ બહાર જઇ રહ્યાં છે ત્યાં સુરમાલિકા રસેલે કહ્યું "દેવમાલિકા મહેમાનને આપણી ખાસ ચા અને નાસ્તો પણ કરાવો ક્યારનાં બધાં પૂજામાં બેઠાં છે”.
દેવ માલિકાએ કહ્યું "હાં માં હું ત્યાંજ લઇ જઊં છું. દેવે કહ્યું તમારે તો ચા નો મોટો બીઝનેસ છે તો તમારી આ ખાસ ચા પીવી પડશે."
દેવ માલિકાએ કહ્યું “હાં ચોક્કસ ચાલો તમે કદી ક્યાંય ના પીધી હોય એવી ચા.. એકદમ તાજા અને ખુશ કરી દેશે.. ચા ક્યાંય વેચાણમાં નથી આપતાં માત્ર ઘર, કુટુંબ અને ખાસ મહેમાનો, મિત્રો માટેજ છે”.
દેવે કહ્યું “સાંભળતાજ હવે તલપ ઉઠી છે ચા પીવાની”. દેવમાલિકાને હસુ આવી ગયું. કંઇક બોલતાં બોલતાં અટકી... દેવે નોંધ લીધી કંઇક બોલવું હતું પણ શબ્દ ગળી ગઇ...
નવી નવી ઓળખાણ હતી એ એટલે અટક્યો. દેવમાલિકા, આકાંક્ષા, દેવ અને દેવમાલિકાની 2-3, સહેલીઓ બગીચા તરફ જઈ રહી હતી.
મહાદેવજીનાં મંદિરક્ષેત્રથી ઉત્તર તરફ બગીચો હતો બધાં બગીચા પાસે પહોચ્યાં... એ સ્થળ એ બગીચો જોઇને આકાંક્ષાએ કહ્યું "અરે આ બગીચો નથી વિશાળ કુદરતી ખજાનો છે આતો જાણે ધરતી પરનું સ્વર્ગ છે”.
દેવે કહ્યું “સાચેજ આટલો સુંદર સજાવેલો વિશાળ બગીચો આજ સુધી જોચો જ નથી. બગીચામાં નાના નાનાં પોન્ડ, કમળ, ફૂલો, ગુલાબ અને આવી અવનવી સુવાસ જે સીધી મનમાં હૃદયમાં હલચલ મચાવે છે. એ સુવાસ શેની છે ?”
દેવમાલિકા એકદમ ઘંટડી જેવું મીઠું હસી પછી એણે કહ્યું “એ શિવપાર્વતી પુષ્પ છે જુઓ એનાં સળંગ વૃક્ષો છે એમાં અત્યારે અસંખ્ય પુષ્પ આવ્યાં છે એની સુવાસ છે. અને તમને ખબર છે આ સુવાસથી આકર્ષાઇને અહી સર્પ, નાગ ખાસ આવે છે તમે થોડાં સાવચેત રહેજો અહીં વૃક્ષો પર નાગ જ્યાં ત્યાં વીંટળાયેલા જોવા મળશે.”
“જોકે આજ સુધી કોઇને ડંશ નથી દીધો. બધાં અહીં આવીને થોડાં વખત પછી જંગલમાં જતા રહે છે. અહીં ભગવાન શેષનારાયણનો વાસ છે અહીં જે સરીશ્રૃપ અને નાગ છે એ દૈવી છે કોઇને નથી કરડતાં નથી કદી કોઇ નુકશાન પહોચાડ્યું.”
દેવને રસ પડી રહ્યો હતો. એણે કહ્યું “દેવમાલિકા તમારો અવાજ એટલો મીઠો છે એવું થાય તમે બોલતાં રહો અમે સાંભળતા રહીએ.”
આકાંક્ષાને હસુ આવી ગયું એ સમજી ગઇ કે હવે ભાઇ વાત વાતમાં દેવમાલિકા સાથે ફલર્ટ કરી રહ્યાં છે એણે કહ્યું “વાહ ભાઇ તમે તો આટલાં ઓછા સમયમાં પરીચય મેળવી લીધો.”
દેવે કહ્યું "ના ના આતો માત્ર અવાજની વાત કરી એમનું આટલુ સુંદર રૂપ સ્વરૂપ કોને ના આકર્ષે સાચેજ વખાણ કરતાં મન મારું રોકે ના રોકાયું..”
દેવ માલિકા વખાણથી ખુશ થઇ ગઇ પછી એ અચાનક થોડી ઉદાસ થઇ ગઇ.. દેવે એની નોંધ લીધી દેવે કહ્યું “મારાંથી કંઇ વધારે બોલાયું હોય તો માફ કરજો”. દેવ માલિકાએ તરતજ કહ્યું “ના ના વાત એવી નથી પણ... ક્યારેક આ રૂપ દુશ્મન બને છે.”
દેવ માલિકાએ એની સખીઓ સામે જોયું...પેલી બધી સમજી ગઇ હોય એમ બોલી “દેવી અમે અંદર જઇએ છીએ અને મહેમાનો માટે ખાસ "ચા" અને નાસ્તાની તૈયારીઓ કરીએ. તમે અંદર આવશો કે બહાર મોકલીએ.”
દેવે જોયુ કે ગાર્ડનમાં એ ડોમ એવું બનાવેલું હતું અને એની નીચે સુંદર બેઠક વ્યવસ્થા હતી ત્યાં દેવમાલિકાએ કહ્યુ “ના અહીં બહાર આ ચંદરવા નીચે મોકલાવો.”
ત્રણે જણીઓ ભલે કહીને અંદર તરફ જતી રહી. દેવને મનમાં વિચાર આવ્યો દેવમાલિકાએ કંઇક છુપાવ્યું છે કંઇક કહેતાં કહેતાં ફરી રોકાઇ ગઇ છે દેવે પછી કહ્યું" તમે હસતાં રહો એનાં તમારી સુંદરતામાં વધારો થઇ જાય છે કંઇક તો રહસ્ય છે કે તમે અચાનક ઉદાસ થઇ ગયાં.”
દેવમાલિકાએ વાત ઉડાવતાં કહ્યું “જુઓ દેવ સામે વૃક્ષની ડાળીઓ ઉપર ત્રણ ચાર દૈવીનાગ વીંટળ્યાયેલા છે આ વૃક્ષનાં ફૂલોની કમાલ છે.”
દેવે કહ્યું ત્યાં નજીક જઇને જોઇએ આટલાં મોટાં નાગ પહેલીવાર જોયા છે આટલાં લાંબા જાડા અને ભયાનક દેખાતાં નાગ કેટલાં શાંત વીંટળાઇને પડ્યાં છે.. કોઇ ભય સાચેજ નથી ને ?”
દેવમાલિકાએ કહ્યું “ના આવો મારી સાથે "એમ કહીને એ વૃક્ષની સાવ નજીક જઇને ઉભી રહી અને નાગ સામે જોઇ રહી હતી.
દેવ અને આકાંક્ષાએ જોયું કે દેવમાલિકા ત્યાં પહોચી છે એને જોઇને નાગોમાં સળવાળાટ થયો અને એ નાગ ધીમે ધીમે સરકીને દેવમાલિકાનાં હાથ પર વીંટળાવા લાગ્યાં. બીજો નાગ એનાં ગળામાં વીંટવાઇ માથે ઉભો રહ્યો.
દેવમાલિકાને બીલકુલ ડર નહોતો એ હસતી રહી દેવે કહ્યું “દેવી... આ... ત્યાં આકાંક્ષા બોલી આટલા મોટાં ભયંકર નાગનો ડર નથી પેલાં પણ જાણે પાળેલા હોય એમ એનાં શરીર ઉપર..” ત્યાં બંન્ને નાગ પાછા વૃક્ષની ડાળી પર જતાં રહ્યાં.
દેવમાલિકા હસતી પાછી આવી રહી હતી અને પાછો એનાં ચહેરો ઉદાસ થઇ ગયો.... એણે....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-65