Magic Stones - 14 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 14

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

મેજિક સ્ટોન્સ - 14

( તમે આગળનાં ભાગમાં જોયું કે ફોરેસ્ટ કેમ્પ વિક્ટર જસ્ટિનના નશામાં હોવાનો ફાયદો ઉઠાવી એને ખંજર ઘોપી દે છે. ત્યારબાદ વિક્ટર ઘરે આવી ગ્રીન સ્ટોન શોધે પણ એને સ્ટોન મળતો નથી. બીજા દિવસે કોલેજમાં ચાલુ ક્લાસે જસ્ટિન જીવતો આપી પહોંચે છે જે વિક્ટર ને પકડીને કૉલેજ થી દૂર લઈ જાય છે. હવે આગળ)

' હું સાચું બોલું છું. અગર જો હું જૂઠું બોલતો હોવ તો હમણાં હું તારી સાથે વાતચીત કરવાને બદલે હું તારી સાથે હથિયાર વડે લડી રહ્યો હોત.' વિક્ટર ચોખવટ કરતા કહે છે.

' હું તારી વાતો પર વિશ્વાસ કેમ કરું તને મે મારા ઘરમાં આશરો આપ્યો, તને મેં ભાઈ જેવો માન્યો હતો અને તે મારા વિશ્વાસ, મારી લાગણીઓનું ગળું દબાવી દીધું.' જસ્ટિન ગુસ્સામાં માથું નકારમાં હલાવતાં કહે છે.

' તો તને વિશ્વાસનાં થતો હોય તો તું મને મારી નાખ, શું તું મને મારી નાખીશ ?' વિક્ટર જસ્ટિન ને પૂછે છે.

' મારો જીવ તારા જેવો નથી. હું લાગણીશીલ વ્યક્તિ છું અને ઉપરથી મે તને ભાઈ માન્યો હતો એટલે હું તને મારી નહિ શકું. હું બસ તને એટલું જ કહીશ કે તું જ્યાંથી આવ્યો છે ત્યાં જતો રહે જેથી મારે સારા અને બીજા દોસ્તો સામે જૂઠું ના બોલવું પડે.' જસ્ટિન હાથ જોડતા કહે છે.

' તારે હાથ જોડવાની જરૂર નથી. તું તો સારો વ્યકિત છે ખરાબ વ્યક્તિ તો હું છું જેણે એવા વ્યક્તિની પીઠ પાછળ ખંજર ઘોપ્યો જેણે મને રહેવા માટે જગ્યા આપી પોતાના દિલમાં સ્થાન આપ્યું.પણ એક વાત બીજી પણ છે...' વિક્ટર કહે છે.

' બીજી કંઈ વાત ?' જસ્ટિન વિક્ટર ને પૂછે છે.

' હું કોઈપણ સબંધો માં માનતો નહોતો પણ અહીંયા આવ્યા પછી મેં સમજ્યો કે દોસ્તી શું હોય છે? પ્રેમ શું હોય છે ? લાગણી શું હોય છે ? ભલાઈ શું હોય છે ? બધું મે અહીંયા આવીને જોયું અને શીખ્યો. જેની મારા મગજમાં કંઈ અલગ જ અસર પડી. મેં પણ વિચાર્યું કે ખરેખર રહેવા લાયક જગ્યા તો આજ છે. આવા લોકોની વચ્ચે જ રહેવું જોઈએ પણ મારા ભૂતકાળના લીધે મે પીછેહટ કરી. હું સુધરવા માંગુ છું. હું કાયમ માટે ધરતી પર રહેવા માંગુ છું અને તે પણ તમારા જેવા દોસ્તો ની સાથે.' વિક્ટર હરખથી કહે છે.

' તારા બોસને આ વાતની ખબર પડશે તો મને નથી લાગતું કે એ તને આમ જવા દેશે. તારા જીવ જોખમમાં મૂકાઈ શકે છે.' જસ્ટિન વિક્ટરને કહે છે.

' હવે જે થશે એ જોયું જશે. હવે હું સારા રસ્તા પર ચાલવા માંગુ છું અને મારી સાથે તારી જેવો દોસ્ત છે તો પછી મનેં ભય શાનો?' વિક્ટર જસ્ટિનને કહે છે.

' હું તારી સાથે જ છું.' જસ્ટિન વિક્ટરના ગળે લાગતાં કહે છે.

' પણ મને એક વાત સમજવામાં ન આવી ?' વિક્ટર જસ્ટિન ને પૂછે છે.

' કંઈ વાત ?' જસ્ટિન વિક્ટરને પૂછે છે.

' મેં તારી તલાશી લીધી હતી પણ ગ્રીન સ્ટોન તારી પાસે નહોતો. મેં ઘરે આવીને પણ સ્ટોન બધી જગ્યાએ શોધ્યો પણ મને સ્ટોન ક્યાંય ના મળ્યો. તે સ્ટોન ક્યાં મૂકી રાખ્યો હતો ?' વિક્ટર જસ્ટિનને પૂછે છે.

' સ્ટોન તો મારી પાસે જ હતો ?' જસ્ટિન કહે છે.

' મેં તારી જડતી લીધી હતી પણ મને તો સ્ટોન મળ્યો નહોતો.' વિક્ટર આશ્ચર્યપૂર્વક કહે છે.

' ગ્રીન સ્ટોન લોભી, લાલચી, મનમાં પાપ રાખવા વાળાને વ્યક્તિને દેખાય જ નહિ. સ્ટોન એની જાતે જ અદ્રશ્ય થઈ જાય.' જસ્ટિન વિક્ટરને ગ્રીન સ્ટોનનો ખાસ ગુણ બતાવતા કહે છે.

' એવું છે ?' વિક્ટર કહે છે.

' હા.' જસ્ટિન કહે છે.

' બીજો એક મનમાં સવાલ હતો, પૂછું તને ?' વિક્ટર જસ્ટિનની પરવાનગી માંગે છે.

' હા પૂછ ને.' જસ્ટિન કહે છે.

' તારા શરીરમાં મેં ખંજર એવી રીતે ઘુસેડ્યો હતો કે તારું બચવું મુશ્કેલ હતું તો પણ તું બચી ગયો, કેવી રીતે ?' વિક્ટર જસ્ટિન ને પૂછે છે.

' હું ઘાયલ હાલતમાં હતો ત્યારે મારા ગ્રીન સ્ટોને વ્હાઇટ ને એક સિગ્નલ મોકલ્યું હતું. જેથી વ્હાઈટે મને ટ્રેસ કર્યો અને મને શોધી લીધો. હું બચી શકું એક નહોતો પણ વ્હાઈટે મને મેજિકથી બચાવી લીધો.' જસ્ટિન કહે છે.

' આ પાછો વ્હાઇટ કોણ છે ?' વિક્ટર પૂછે છે.

' એ બધું હું તને પછી કહીશ. આજના માટે આટલું બહું છે.' જસ્ટિન કહે છે.

ત્યાંજ એકાએક વિક્ટર ના શરીરમાં પાછળથી આવીને એક ભાલો એના શરીરમાં ઘૂસી જાય છે. વિક્ટર નું શરીર હવામાં અધ્ધર કોઈ વ્યક્તિ પોતાના જોર કરી દે છે. થોડી વાર હવામાં રાખતા વિક્ટર દર્દ થી કણસવા લાગે છે. ભાલા ને પેલો વ્યક્તિ એક ઝાટકો મારે છે જેથી વિક્ટર શરીર દૂર જેને પડે છે.

વિક્ટર પેલા ભાલા વાળા વ્યક્તિ તરફ જુએ છે અને ' લેગોલાસ ' બસ એટલું જ કહે છે.

જસ્ટિન દોડીને વિક્ટર પાસે જાય છે.
' તું ઠીક છે ને ? તને કંઈ નહિ થાય બસ તું હિમ્મત ના હારતો હું તને બચાવી લઈશ. મને એ કહે કે આ વ્યક્તિ છે કોણ ?' જસ્ટિન પૂછે છે.

' આ છે લેગોલસ જે એક એલ્ફ છે, બોસનો એક ખાસ માણસ.' વિક્ટર કહે છે.
( લેગોલાસ એક એલ્ફ હોય છે. એલ્ફ દેખાવમાં માણસ જેવા જ હોય છે પણ એના કાન થોડા મોટા હોય છે. ઇતિહાસ માં કહેવાય છે કે પૃથ્વી પરની પહેલી પ્રજાતિ એલ્ફ જ હતી આગળ જતા તે લુપ્ત થવા લાગી. એમ પણ કહી શકાય કે મનુષ્ય એ વિકસિત થતાં એલ્ફ ની સંખ્યા ઘટાડી દીધી.)

' એને હું કઈ રીતે હરાવું?' જસ્ટિન પૂછે છે.

' એની પાસે છે ભાલો છે બધી તાકાત એમાં જ છે. ભાલો નહિ હોય તો એ કઈ આપણું ઉખાડી નહિ શકે.' વિક્ટર કહે છે.

' લેગોલાસ તું અહીંયા શું કરે છે ?' વિક્ટર દર્દથી કણસતા લેગોલાસ ને પૂછે છે.

' બોસે મને તમને બંને ને મારી ને ગ્રીન સ્ટોન લાવવાનું કામ મને સોંપ્યું છે.' લેગોલાસ વિક્ટર ને કહે છે.

' તારું સપનું સપનું જ રહેશે, ચાહે તો મારી સાથે બે બે હાથ કરી જો.' જસ્ટિન લેગોલાસ ને કહે છે.

' તારી ઈચ્છા પણ પૂરી થશે છોકરા.' એમ કહી લેગોલાસ અને એના ચાર માણસો જસ્ટિન તરફ આગળ વધે છે.

' તું હિમ્મત ના હારતો હું તમે બચાવી લઈશ.' જસ્ટિન વિક્ટર ને કહે છે.

જસ્ટિન પોતાના શરીર પર ગ્રીન સૂટ ધારણ કરે છે. લેગોલાસ સાથે લડવા માટે એક જાદૂઈ તલવાર ઉત્પન્ન કરે છે.

જસ્ટિન અને લેગોલાસ એકબીજા ઉપર તૂટી પડે છે. લેગોલાસ ની લડવાની સ્કીલ ઉત્તમ હોય છે.જસ્ટિન ને લેગોલાસ નાં દાવપેચ સમજમાં આવતાં નથી, તો પણ જસ્ટિન એને બરાબર ની ટક્કર આપે છે. જસ્ટિન લેગોલાસ ઉપર જાદુ અજમાવે છે પણ લેગોલાસ એને પણ તોડી નાખે છે. જસ્ટિન લેગોલાસ નાં ચાર સાથીઓને તો યમલોક પહોંચાડી દે છે પણ લેગોલાસને કાબુ કરવામાં નિષ્ફળ થાય છે.

જસ્ટિન મનમાં વિચારે છે કે લેગોલાસ પાસે ભાલો હશે તો એ મને જીતવા નહીં દે, માટે મારે એનાથી ભાલો અલગ જ કરવો પડશે. જસ્ટિનના દિમાગમાં એકાએક એક યુક્તિ ઉપજે છે.

વધું આવતાં અંકે....

( શું જસ્ટિન લેગોલાસ ને હરાવવમાં સફળ રહેશે ? કે પછી લેગોલાસ જસ્ટિન ને મારીને ગ્રીન સ્ટોન લઈ જવામાં સફળ થશે ? વિક્ટર બચી જશે કે પછી મૃત્યું પામશે ? જાણવાં માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)