દેવની નજર આકાંક્ષા તરફજ હતી એ આજે ખુબ ખુશ હતો. એણે વિચાર્યું કેટલાય સમય પછી આટલો સારો સમય આવ્યો હતો એણે થોડીક નજર ફેરવી અને દેવમાલિકા તરફ નજર ગઈ તો એ એમની તરફ જ જોઈ રહી હતી એનું મીઠું સ્મિત એનાં તરફથી એનાં મનને નજર હટાવવાં જાણે કહેવુંજ નહોતું પણ કોઈને ટગર ટગર ટાંક્યાં કરવું સારાં લક્ષણ નથી વિચારી નજર ફેરવી લીધી.
દેવાઘી દેવ ભગવાન મહાદેવની પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય પૂજા થઇ રહી હતી ઘણાંનું ધ્યાન માત્ર પૂજામાં હતું ઘણાં મહેમાનો અંદર અંદર વાતો કરી રહેલાં. ઘણાં રુદ્ર રસેલ અંગે તો કોઈક ભવ્ય સમારોહનાં સુશોભન પર વાત કરી રહેલાં દૂર રહેલી બે આંખ દેવમાલિકા પર નજર રાખીને જોઈ રહેલી. એનાં તરફ કોઈનું ધ્યાન નહોતું.
જયારે રુદ્ર રસેલનાં ગૌરજી એ મોટા અવાજે ઋચાઓ બોલીને જાહેર કર્યું કે “હવે ભગવાન મહાદેવ, માતા પાર્વતી તથા શેષનારાયણ ભગવાનને અર્ધ્ય આપવામાં આવશે.”
રુદ્રરસેલ અને એમનાં પત્નિ ઉભા થઇ ગયાં... રુદ્ર રસેલની આંખો બંધ હતી પણ તેઓ પણ સ્વગત મંત્ર ભણી રહેલાં એમનું ધ્યાન માત્ર મહાદેવ તરફ હતું એમનાં પત્નિએ એમનો હાથ રુદ્ર રસેલનાં હાથને સ્પર્શ કરી શાક્ષી બની રહેલાં બંન્ને દંપતી ખુબ ધ્યાનથી પ્રભુની આરાધના કરી રહેલાં.
રુદ્રરસેલ દંપતીએ મહાદેવ અને માં પાર્વતીને અર્ધ્ય આપ્યો અને મોટેથી શ્લોક પઠન થયું બધાનું ધ્યાન પૂજામાં સમાયું... થોડો વખત માટે જાણે સમય થંભી ગયો... સ્લોક-ઋચાઓનાં પઠન સાથે શંખ ફૂંકાયા અને જાણે મહાદેવ પાર્વતીમાં સાથે હાજર થયાં હોય એમ બધાં પૂજામાં એમનું ધ્યાન ધરવા લાગ્યાં.
ત્યાં દેવ અચાનક ઉભો થઇ ગયો બંન્ને હાથ ઊંચા કરીને મહાદેવ અને માં ને આહવાન કરતો હોય એમ સ્લોક ભણવા લાગ્યો. બધાની નજર દેવ તરફ ગઈ પણ દેવ માત્ર ધ્યાનમાં લીન હતો.
રુદ્રરસેલે જયારે શેષનારાયણને અર્ધ્ય આપ્યું અને એમની નજર અને કાન દેવનાં સ્વરે થતું સ્તવન સાંભળી રહ્યાં. એમણે દેવને સંબોધીને કહ્યું “દેવ અહીં આવ આ અર્ધ્ય તું આપ તારી વાણીમાં અને સ્લોકમાં પ્રભુ શેષનારાયણ જરૂર પધારશે એમને આહવાન કરીને અર્ધ્ય આપ.”
દેવ થોડો આશ્ચર્યમાં પડ્યો પણ એ ખુશ થઈને ત્યાં એમની પાસે જઈ ઉભો રહ્યો. આંખથી આભાર માન્યો રાય બહાદુર, અવંતિકા રોય, આકાંક્ષા એની પાસે જઈ ઉભા રહ્યાં અને દેવનાં હાથને સ્પર્શ કર્યો.
રુદ્ર રસેલે કહ્યું “દેવ તું આહવાન કર... ત્યાં ગાદી પર બેઠેલાં ઋષિ જેવા ગૌરજીએ કહ્યું યુવાન તું સરસ આહવાન કરે છે હું પણ તને આહવાન કરવા આદેશ આપું છું. તારાં શ્લોક,તારાં અવાજમાં કંઈક જુદીજ મીઠાશ અને નાગેશ્વરને બોલાવવાની તડપ દેખાય છે નાગનાગેશ્વર સાચેજ હાજર થશે તું પીતાંબરમાં છે એટલે તને હક છે રુદ્રજી તને પારખી ગયાં છે યુવાન કર આહવાન...”
ગોરજીનાં આદેશ પછી દેવે એને કંઠસ્ય એવાં શેષનારાયણનાં શ્લોક બોલવાં શરૂ કર્યાં એણે શેષનારાયણ સાથે માં મનસા, માં જરત્કારુ તથા ઋષિ જરત્કારુ સાથે આસ્તિકને આહવાન કરવા માંડ્યું.
સાંભળનારાં બ્રાહ્મણો અને ગોરજી આશ્ચર્ય ચકિત થઇ ગયાં મોટેથી શ્લોક પઠન અને શંખનાદ થવાં લાગ્યો, રુદ્ર રસેલે ઈશારો કરી દેવમાલિકાને બોલાવી દેવમાલિકા એનાં પિતાની બાજુમાં ઉભી રહી ગઈ.
દેવમાલિકા શ્લોક બોલતાં દેવનેજ જોઈ રહી એનાં મનમાં આશ્ચર્ય હતું કે આ સીટીનો છોકરો આટલું શાસ્ત્રાર્થ કરી શકે છે ? પછી એ શ્લોકને સાંભળવામાં પરોવાઈ ગઈ.
યજ્ઞનાં કુંડમાં અગ્નિ ઊંચી જ્વાળાઓ સાથે તેજ તેજ આપતો સળગી રહેલો અગ્નિની તેજ શિખાઓં અલગ અલગ પ્રકારનાં આકાર ધારણ કરતી હતી અને દેવે હાથમાં અર્ધ્યની કાષ્ઠથી ઘી ભરીને અર્ધ્યતા લીધી અને શ્લોક સાથે ઘીની સેર એમાં ધરી જાણે ઘી નો અભિષેક શેષનારાયણને થઇ રહેલો... અને હવન યજ્ઞનાં અગ્નિની શિખાઓં લપલપતી વિશાળ સ્વરૂપ લીધું અને શેષનારાયણનો આકાર સર્જાયો. બધાએ દર્શન કરતાં શંખ ફૂંકી નાદ કર્યો અને જાણે આખું વાતાવરણ પવિત્ર થઇ ગયું દેવ બસ એનામાંજ ઓતપ્રોત હતો ત્યાં રુદ્ર રસેલે દેવને અર્દ્યતાનાં ટેરવેથી ઘી ભસ્મની પ્રસાદી લઈને દેવનાં કપાળે ચાંલ્લો કર્યો. બધાં બ્રાહ્મણોએ સમાપન કરતાં દેવને મંત્રોચ્ચાર અને જળ છાંટીને આશીર્વાદ આપ્યાં. દેવે બધાંને નમીને નમસ્કાર કર્યા. દેવમાલિકા બધું રસપૂર્વક જોઈ રહી હતી. મુખ્ય વ્યાસપીઠ પર બેઠેલાં ગોરજીએ રુદ્ર રસેલને પૂછ્યું “યજમાન આ યુવાન કોણ છે ? એનામાં સ્વયંભૂ એક તેજ અને જોશ હતો... ભગવાન શેષનારાયણ પણ જાણે સાક્ષાત અગ્નિ રૂપે હાજર થઇ ગયાં. એનાં માતાપિતાને મારાં નમસ્કાર છે આવો હોનહાર પુત્ર એમને મળ્યો છે.”
રાય બહાદુર અને અવંતિકા રોય ખુબ ખુશ થઇ ગયાં. આકાંક્ષા તો આશ્ચર્યથી બધું જોઈ સાંભળી રહી હતી. રુદ્ર રસેલ શું જવાબ આપે એ સાંભળવા દેવમાલિકા પણ તત્પર હતી એને ખબર હતી કે કોઈ ખાસ મહેમાન છે.
રુદ્ર રસેલે કહ્યું “ભગવન મારાં ખાસ મિત્ર અને કોલકોતાનાં ડી.જી.પી. શ્રી રાય બહાદુરનો એકનો એક પુત્ર દેવ છે અને આ એમની દિકરી આકાંક્ષા છે.”
દેવમાલિકા તો દેવનું નામ સાંભળીને જાણે શરમાઈ ગઈ અંદરને અંદર જાણે ઘંટડી વાગી ગઈ મનની. ત્યાંજ મુખ્ય પ્રધાનનાં સેક્રેટરી ત્યાં આવ્યાં અને કહ્યું “સી એમ. સર પણ દર્શન કરવાં આવે છે” રુદ્ર રસેલે એમને કહ્યું “જરૂર જરૂર આવો આપ પણ અર્ધ્ય આપો”.
સી એમ ગોવિંદ રાય પંત આગળ આવ્યાં એમની સાથે એમનાં પત્નિ અને પુત્ર પણ હતાં. એલોકોએ મહાદેવજીનાં દર્શન કર્યા. અર્ધ્ય નો લાભ લીધો પછી રાય બહાદુરને કહ્યું “રાયજી તમારો પુત્ર ખુબ ગુણવાન છે અભિનંદન અને અભિનંદન એક નહીં બે છે એમ કહી અટક્યા પછી બોલ્યાં સમાચાર પછી મળી જશે”.
રાય બહાદુરે આભાર માન્યો. આજે રાયજીની છાતી ગજ ગજ ફૂલી રહી હતી... રુદ્ર રસેલે કહ્યું “આજે મને ખુબ આનંદ છે રાયજી તમે સહ કુટુંબે હાજર છો.”
આકાંક્ષાએ કહ્યું “મંમી મને દેવ માલીકા એ આવીને કહ્યું કે... પછી અટકીને કહ્યું પછી કહું બધું.” અવંતિકા રોયે કહ્યું “હાં બેટા પછી વાત કરશું ત્યાં સુર માલિકા એ આવીને કહ્યું હવે સમાપન થયું છે આગળ વીધી થાય ત્યાં સુધી આવો અહીં બેસીએ અને દેવનું ધ્યાન...”
વધુ આવતા અંકે -પ્રકરણ 64