Chorono Khajano - 20 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 20

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 20

રાજ ઠાકોર


ડેનીએ પૂંછેલા પ્રશ્નનો જવાબ શું આપવો એની દુવિધામાં દિવાન અટકેલો હતો. તે જાણતો હતો કે અત્યારે ડેનીના આ પ્રશ્નનો જવાબ આપવો હિતાવહ નથી. તેમની આખી ટીમમાં અત્યારે ડેની એકમાત્ર એવું પાત્ર હતો કે જે પોતાની સૂઝબૂઝ થી બધાને આ સફરમાં ખૂબ જ મદદરૂપ થાય એમ હતો.

એના પહેલા કે દિવાન, ડેનીના પ્રશ્નનો જવાબ આપે, તેમને હવેલીના ગેટની બહાર અમુક ગાડીઓના હોર્ન વાગતા સંભળાયા.

હોર્નનો અવાજ સાંભળીને ડેની અને દિવાન બંનેનું ધ્યાન હવેલીના ગેટ તરફ ગયું. ડેની એકદમ સફાળો બેઠો થઈ ગયો. તેનો ચેહરો એકદમ ચમકી ઉઠ્યો. પોતાના પ્રશ્નને ભૂલીને ડેની હવે સિરતને જોવા માટે ઉતાવળો થયો.

પોતાનો ઉત્સાહ હવે દિવાનને પણ દેખાઈ રહ્યો છે એ જ્યારે ડેની ને જાણ થઈ એટલે તેણે ધીમેથી દિવાન સામે જોયું. દિવાને હસીને જ્યારે પોતાની મંજૂરી આપતા માથું હકાર માં હલાવ્યું ત્યારે ડેનીને શાંતિ થઈ. તે દોડતો જ હવેલીના ગેટ તરફ ગયો અને બહાર ઉભેલી ગાડીઓનું નિરીક્ષણ કરવા લાગ્યો

બહાર ઊભેલી ગાડીઓ સિરત અને તેના સાથીઓની જ છે એ ખાતરી થયા પછી જ ડેનીએ હવેલીનો ગેટ ખોલ્યો. ચારેય ગાડીઓ હવેલીના પરિસરમાં દાખલ થઈ ગઈ એટલે તરત જ ડેની હવેલીનો ગેટ બંધ કરીને પાછો દિવાન પાસે આવી ઊભો રહી ગયો.

સિરત અને તેના સાથીઓ ગાડીમાંથી ઉતરીને દિવાન અને ડેની પાસે આવ્યા. દિવાને ઊભા થઈને સિરતને માન આપવા માટે ખુરશી ખાલી કરી દીધી.

તેમ છતાં સિરતે તેને ત્યાં જ બેસવા માટે કહ્યું અને તેનું માન જાળવ્યું. સિરત ભલે તેમની સરદાર હતી પરંતુ, દિવાન ઉંમરમાં સિરત થી મોટો હતો. એટલા માટે સિરત તેને સન્માન આપવાનું ક્યારેય ભૂલતી ન્હોતી.

દિવાન અને ડેનીએ અત્યાર સુધી જે કંઈ તૈયારીઓ કરી હતી એ બધું તેઓ સિરત ને જણાવવા લાગ્યા.

તેમની તૈયારીઓ મુજબ,


....

અનાજ, કઠોળ, અથાણું, તેલ, મીઠું-મરચું, વિનેગાર, બીજું કરિયાણું, સાબુ અને શેમ્પૂ, ટૂથપેસ્ટ, બ્યુટી પ્રોડક્ટ, હેર બ્રશ, મીરર,
ગંધનાશક, સન સ્ક્રીન લોશન, કેમેરા, મોબાઈલ,
લેપટોપ, નકશાઓ, નેવિગેટર, બુક્સ, સનગ્લાસિસ, ઘડિયાળ, છરી, ટોર્ચ, રેડિયો, સીવણ કીટ, કોફી - ચા, સૂકા ફળો, વાસણો-ચમચી, કપડાં, ફૂટવેર, માસ્ક,
રૂમાલ - ટુવાલ, શેવિંગ કીટ, પર્સ, ખાંડ, પાસ્તા,
મધ, લીંબુ, મ્યુઝિક પ્લેયર, સામયિક, હેડફોન,
નોટબુક, પેન પેન્સિલ, પાવર બેન્ક, ચાર્જર.
રમત ગમતના સાધનો:
ચેસ, વોલીબોલ, ફૂટબોલ, ચેકર્સ, કાર્ડ,ફૂલ રેકેટ.
ફર્સ્ટ એડ કીટ:
પેઇન કિલર, આંચકી માટે, અપચા માટે, એસ્પીરીન, એન્ટી પાયરેટિક, એન્ટી બેક્ટેરિયલ,
એન્ટી એલરજીક, મોઈશ્ચરાઇજર, બેંડેજ,
Ointments, BP - ડાયાબીટીસવાળાની દવા,
આલ્કોહોલ, આયોડિન, હાઇડ્રોજન પેરોકસાઇડ,
Dettol, ડાયપર, Injection, Tablet, Syrup, Psychotropic, Tranquiliser.
Pets:
બકરીઓ, કુકડા અને મરઘાઓ, કૂતરાઓ.

....



આવી રીતે મોટું બનાવેલું લીસ્ટ તેમણે સિરતના હાથમાં આપ્યું. જરૂરી હોય તેવી લગભગ પંચાણું ટકા જેટલી વસ્તુઓ તેમણે લિસ્ટમાં આવરી લીધી હતી.

તેમ છતાં તેમણે કોઈ બીજી વસ્તુઓ પણ જો ઘટતી હોય તો તે પણ હવે જે સમય બાકી રહ્યો છે ત્યાં સુધીમાં તૈયાર થઈ જશે એની બાહેધરી આપી.

અચાનક જ ડેની સિરત તરફ જોઈને બોલ્યો.

डेनी: वैसे, हमारी इस सफर में कितने लोग आने वाले है?

सीरत: शायद 50 से 60 लोग होंगे।

डेनी: इसमें कितने आदमी है? कितनी औरते है? कितने बूढ़े है? कितने बच्चे है? मैं ये सब इसलिए पूंछ रहा हु ताकि इसके हिसाब से हमे बाकी की चीजे भी लेनी होंगी।

सीरत: वो एकदम परफेक्ट लिस्ट मैं तुम्हे दो दिन में बता दूंगी।

डेनी: ठीक है।

આ સફરની તૈયારીઓમાં ડેની તેમની મદદ કરી રહ્યો છે તે જાણીને સિરત પણ ખૂબ ખુશ થઈ રહી હતી. ડેની થોડીક ક્ષણ માટે સિરત તરફ જોઈ રહ્યો. સિરત પણ થોડી વાર તેની તરફ જોઈ રહી અને પછી બંને એકબીજા સામે ખૂબ જ આછી પણ અસરકારક સ્માઈલ આપતા બીજી તરફ જોવા લાગ્યા. સિરત દોડીને હવેલીની અંદર જવા લાગી.

સિરત અને ડેનીની આ વિચિત્ર વર્તણુંક થી કોઈ અજાણ નહોતા. પરંતુ હવે બધા તેમના માટે ખુશ હતા. કોઈને પણ આ બાબતે વિરોધ નહોતો. એટલે તેમના અજીબ વ્યવહારને બધા નજરઅંદાજ કરતા હતા.

જેવી સિરત હવેલીની અંદર ગઈ કે તરત જ હવેલીની બહાર એક ગાડી આવીને ઊભી રહી. બહાર ઊભેલી અજાણી ગાડીનો હોર્ન વાગ્યો, એટલે બધાનું ધ્યાન તે તરફ ગયું.

ડેની ગેટ ખોલવા માટે આગળ વધ્યો પણ તરત જ દિવાને તેને રોક્યો અને પોતે હવેલીનો ગેટ ખોલવા માટે આગળ વધ્યો.

થોડી જ વારમાં હવેલીના પરિસરમાં રહેલા ટેબલ પાસે રહેલી ખુરશીઓમાં પેલો અજાણ્યો આગંતુક બેઠો હતો. તેની પાછળ તેના બીજા ત્રણ સાથીઓ ઊભા હતા.

તેની સામે રહેલી ખુરશીઓમાં સિરત અને તેની પાસે દિવાન, સુમંત અને ડેની ઊભા હતા. તેમનાથી થોડે જ દૂર તેમના બાકીના સાથીઓ ઊભા ઊભા બધું જોઈ રહ્યા હતા.

બોલવાની શરૂઆત પેલા અજાણ્યા માણસે કરી.


अनजान आदमी: मेरा नाम राज ठाकोर है। मैं वो इंसान हु जिसने तुम्हे नक्शे का आखिरी हिस्सा भेजा था। और मैने अपनी एक शर्त भी बताई थी। मैं बस यही देखने आया हु की हमारी सफर की तैयारिया कैसी चल रही है?

सीरत: अपने हमे नक्शे का जो हिस्सा भेजा था उस केलिए आपका बहोत बहोत धन्यवाद। और रही बात सफर की तैयारियों की तो हम वो बहुत अच्छे से तैयारिया कर रहे है। शायद अगले दो महीनो तक में हम पूरी तरह से तैयार होंगे इस सफर केलिए।

राज: बढ़िया। और मैं वो जहाज भी देखना चाहता हु। कहां है वो?

सीरत: उसमे देखना क्या है। जहाज के बारे में अगर आप जानते हो तो जहाज को भी अपने देखा ही होगा।

राज: हां, जहाज तो मैंने देखा है। लेकिन वो हमारी इस सफर केलिए चलने को तैयार है या नहीं, मैं बस ये देखना चाहता हु।

सीरत: हमारे साथियों ने बहुत ही अच्छे से उसका मुआइना किया था। उन्होंने कहा है की वो चलने केलिए बहुत ही अच्छी तरह से तैयार है।

राज: तुम भी अपने दादा की तरह एकदम ढीठ हो। मेरी बात ही नही सुन रही। आखिर तुम समझने का नाम क्यों नहीं ले रही हो।(પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે રાજ થોડાક ઊંચા અવાજે બોલ્યો.)

सुमंत: (પોતાના હાથમાં રહેલી લાકડી ઉપાડતા) ओय, इज्जत से बात करो। वो हमारी सरदार है और उसके बारे में हम एक लब्ज़ भी गलत नही सुनेंगे।

(તેમની આસપાસ ઉભેલા અને બેઠેલા સિરતના બધા જ સાથીઓ પોતાના હાથમાં આવે તે હથિયાર સમજી પેલા રાજ ઠાકોર ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ ગયા.)

सीरत: (પોતાનો હાથ ઊંચો કરીને સુમંતને અને બાકી બધાને અટકાવતા અને પોતાનો અવાજ ઊંચો કરીને) देखिए मिस्टर राज, आप अपनी हद पार कर रहे है। मैं आपसे इज्जत से पेश आ रही हु और आप है की मेरे दादाजी को ढीठ बोल रहे है। आखिर आप कब मेरे दादाजी से मिले ?

राज: मैं वो इसलिए...। (પોતાની સામે એટલા બધા લોકોને ગુસ્સામાં ઉભેલા જોઇને રાજ ઠાકોરનો અવાજ ગળગળો થઈ ગયો. આ બધું જોઈને તે થોડોક નર્વસ થઈ રહ્યો હતો.)

सीरत: मुझे नहीं पता की तुम कोन हो और ये सब कैसे जानते हो लेकिन मेरी एक बात ध्यान से सुनो। तुम्हारी कप्तानशीप में अगर मेरे लोगो को कोई भी तकलीफ हुई तो मैं तुम्हे नही छोडूंगी।

राज: तुम्हे क्या लगता है? मैं तुम्हारे साथ क्यों आ रहा हु? क्या मुझे उस खजाने में से हिस्सा चाहिए? क्या मुझे उस जहाज का कप्तान बनने से कोई फायदा होने वाला है? तुम्हे क्या लगता है? मुझे बताव मिस सीरत। (હવે રાજ પણ પોતાનો અવાજ થોડોક નોર્મલ કરીને બોલ્યો.)

सीरत: अगर तुम इतने ही अच्छे और सच्चे हो तो तुम्ही बताव। आखिर तुम वहां हमारे साथ क्यों आना चाहते हो?

राज: मैं इसलिए तुम्हारे साथ आ रहा हु जिससे इस सफर के दौरान तुम्हारे कम से कम लोग मरे। मैं भले ही कप्तान के पद पर रहूंगा लेकिन इससे तुम्हे और तुम्हारे लोगो को ही फायदा होगा। तुम्हारे कम लोग मरेंगे।

सीरत: हमारे लोग जिए या मरे, इससे तुम्हे क्या मतलब? और इस सफर में हमारे लोगो को मरने से तुम कैसे बचा पाओगे? क्या तुम पहले भी वहा गए थे?

(એના પહેલા કે રાજ કઈંક જવાબ આપે, ડેની વચ્ચે બોલી પડ્યો.)

डेनी: अगर तुम्हे इससे कोई फायदा नही होने वाला, तो फिर तुम हमारा पीछा करते हुए और हमसे छिपकर धौलपुर तक क्यों आए थे?

(જ્યારે ડેનીએ આ પ્રશ્ન પુંછયો ત્યારે ત્યાં હાજર દરેક જણ એકસાથે ચોંકી ઉઠ્યા. કોઈ જાણતું નહોતું કે ધોલપુરમાં કોઈ તેમનો પીછો કરતું આવ્યું હતું. બધા વિચારવા લાગ્યા હતા કે શું સાચે જ રાજ ઠાકોર તેમનો પીછો કરતો ત્યાં પણ આવેલો.. રાજ ઠાકોરના પગ નીચેથી તો જાણે જમીન સરકતી હોય તેવું લાગ્યું. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે સિરતની ટુકડી નો પીંછો કરી રહ્યો છે તે વાત કોઈને ખબર પડી જશે.)



વાંચતા રહો..
ચોરનો ખજાનો..


Dr Dipak Kamejaliya
'શિલ્પી'