બીજાં દિવસે જસ્ટિન કૉલેજ જાય છે. જસ્ટિનની નજર કોલેજમાં સારા ને શોધી રહી હોય છે. એટલામાં જસ્ટિન ની નજર સારા ઉપર પડે છે જે એની બહેનપણી ઓ જોડે ક્લાસ તરફ જઈ રહી હોય છે. જસ્ટિન દોડીને સારાની પાસે જાય છે અને સારા ને રોકે છે.
' સારા, કેમ છે ? મેં તને કાલે કેટલા ફોન કર્યા તે મારા ફોનનો જવાબ કેમ નાં આપ્યો ? ' જસ્ટિન સારા ને પૂછે છે. જસ્ટિન ને સારા ને સવાલ પૂછતા એની સાથે રહેલી સહેલીઓ બંને ને એકલા મૂકી જતી રહે છે.
' તું તો એવી વાત કરે છે જાણે તું તો મારા બધા ફોન નો જવાબ આપ્યો હોય, કાલે મેં મુસીબતના સમયે તને કેટલા કોલ કર્યા પણ તારો ફોન બંધ આવતો હતો, આ ભગવાન ની મહેરબાની કે વિક્ટર સમયે આવી ગયો અને મને બચાવી લીધી. બાકી ખબર નહિ મારું શું થાત.' આટલું કહેતા કહેતા સારા ની આંખમાં પાણી આવી જાય છે.
' સારા તું રડવાનું બંધ કર યાર, મે જાણી જોઈને ફોન બંધ થોડો કર્યો હતો. મારા ફોન ની બેટરી પૂરી થઈ ગઈ હતી. જે કંઈપણ થયું એ સંજોગ વસ્ થયું. તો પણ હું માફી માગું છું મને માફ કરી દે.' જસ્ટિન સારાની પાસે માફી માંગે છે.
' મારે તારે જોડે કોઈ વાત નથી કરવી તું અહી થી જતો રહે.' સારા ગુસ્સામાં કહે છે.
' સારા પ્લીઝ યાર, વાતને સમજ મારી સાથે આવું ન કર.' જસ્ટિન સારા ને મનાવતા કહે છે.
' સારા તને અહીથી જવા કહે છે તને ખબર નથી પડતી.' કેલ્વિન બંને વચ્ચે ટપકતાં કહે છે.
' તારે અમારી બંને વચ્ચે આવવાની જરૂર નથી.' જસ્ટિન કેલ્વિન ને કહે છે.
' ઓ ભાઈ છોકરી તને અહી થી જવા કહે છે તને ભાન નથી પડતું.' કેલ્વિન જસ્ટિન ને કહે છે.
' પ્લીઝ સારા, વાત ને સમજ.' જસ્ટિન સારા ને કહે છે.
' તને ભાન નથી પડતું હજી પણ.' એમ કહી કેલ્વિન ધક્કો મારી મે ત્યાંથી હટવાની કોશિશ કરે છે. જસ્ટિન ત્યાં થી હટતો નથી અને સારા તરફ જોયા કરે છે. કેલ્વિન જસ્ટિન ને જોરથી ધક્કો મારે છે. જસ્ટિન નીચે પડી જાય છે, એના માથામાં પત્થર વાગે છે.
' જસ્ટિન.....' સારા જોરથી બૂમ પાડે છે. કેલ્વિન ને ધક્કો મારી જસ્ટિન પાસે આવે છે અને જસ્ટિનનું માથું પોતાનાં ખોળામાં મૂકી દે છે.
' સોરી સારા, મેં જાણી જોઈને ફોન બંધ નહોતો કર્યો.' જસ્ટિન ચોખવટ કરતા કહે છે.
' હા હું જાણું છું. તું જાણી જોઈને એવું ન કરી શકે.' સારા કહે છે.
' આઈ લવ યૂ, સારા.' જસ્ટિન સારા ને કહે છે.
' આઈ લવ યૂ ટુ, જસ્ટિન.' એમ કહી સારા જસ્ટિન ને ભેટી પડે છે.
આ તરફ વિક્ટર બધો નજારો જોઈ રહ્યો હોય છે. આ દ્રશ્ય જોઈ વિક્ટર ગુસ્સે થાય છે અને મનમાં કહે છે ' હું બંને ને જુદા કરવાની કોશિશ કરી રહ્યો હતો ને આતો બંને વધારે નજીક એવી ગયા. હવે કંઈ નવું વિચારવું પડશે.'
બીજા દિવસે વિક્ટર કોલેજમાં હોય છે ત્યારે એના ફોનમાં એક મેસેજ આવે છે. વિક્ટર કોઈને કહ્યા વગર ક્લાસ છોડી એક સૂમસામ જગ્યાએ પહોંચી જાય છે. વિક્ટર એના બેગ માંથી એક યંત્ર કાઢે છે, જે રિમોટ ટાઇપ હોય છે. વિક્ટર ઓન નું બટન દબાવે છે. ચાલુ કરતા ની સાથે એક ચહેરો ડિસ્પ્લે પર આવે છે.
' ચાર મહિના થવા આવ્યા છે, ને તે હજી પણ કામ પતાવ્યું નથી. એક છોકરાને મારવાં માટે તને હજી કેટલો સમય જોઈશે ?' સામેથી કમાન્ડર બેન ગુસ્સામાં કહે છે.
' તમે ટેન્શન ના લો કામ પૂરું થવાની તૈયારી માં જ છે, આ મહિનામાં હું કામ ખતમ કરી દઈશ.' વિક્ટર કહે છે.
' બોસ, ગુસ્સામાં છે અને તને એમનો ગુસ્સો તો ખબર જ છે. જલ્દી કામ પતાવ અને પોતાની જાત ને પણ સાવચેત કર.' કમાન્ડર બેન કહે છે.
' જી, કમાન્ડર.' એટલું કહેતાંની સાથે ડિસ્પ્લે બંધ થાય જાય છે. જસ્ટિન યંત્ર બેગમાં મૂકી કોલેજમાં આવી જાય છે.
બીજા દિવસે કોલેજમાં એક નોટિસ લાગી હોય છે જેના જોવા માટે પડા પડી થઈ રહી હોય છે. જસ્ટિન અને વિક્ટર કોલેજમાં પ્રવેશે છે. નોટિસ બોર્ડ પર આટલી બધું ભીડ જોઈ જસ્ટિન એક છોકરાને પૂછે છે.
' આટલી બધી ભીડ કેમ છે આજે અહીંયા ?' જસ્ટિન ત્યાં થી પસાર થતા છોકરાને પૂછે છે.
' આવતાં ત્રણ દિવસ માટે ફોરેસ્ટ કેમ્પ નું કૉલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નોટિસ બોર્ડ પર નોટિસ એની જ લાગેલી છે અને એને વાચવા માટે બધા પડાં પડી કરી રહ્યા છે.' પેલો છોકરો આટલું કહી ને જતો રહો છે.
' શું લાગે છે વિક્ટર આપણે જવું જોઈએ ?' જસ્ટિન વિક્ટર ને પૂછે છે.
' હા કેમ નહિ, આપણે પણ જવું જ જોઈએ. બધા જ જઈશું મઝા આવશે.' વિક્ટર કહે છે.
' ઠીક છે, આપણે પણ આપણું નામ લખાવી દઈએ.' જસ્ટિન કહે છે
વિક્ટર મનમાં ને મનમાં ખુશ થાય છે. વિક્ટર ને એના કામને અંજામ આપવાની પૂરતી તક હવે મળવા જઈ રહી હતી.
જસ્ટિન સારા ને પણ પૂછે છે અને સારા પણ કેમ્પ માં જવા માટે ખૂબ જ ઉત્તેજિત હોય છે. બધાં જ પોત પોતાનું નામ વિદ્યાર્થી વિભાગમાં જઇને લખાવી આવે છે.
બીજા દિવસે વિદ્યાર્થીઓને લઈ બસ ફોરેસ્ટ કેમ્પ માટે રવાના થાય છે. શહેરની પાસેના જંગલમાં કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હોય છે, કારણ કે ત્યાં એક નાનો પાણીનો ધોધ પણ આવેલો હોય છે. બધા નિયત સ્થળે પહોંચી જાય છે અને પોત પોતાના ટેન્ટ લગાવે છે.
પહેલાં દિવસે વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હોય છે. આખો દિવસ ગેમ માં જ નીકળી જાય છે. રાત્રે વિદ્યાર્થીઓ જાતે જ જમવાનું પકાવે છે અને જમે છે. ત્યારબાદ બધા પોત પોતાના ટેન્ટ માં જઈને સૂઈ જાઈ છે.
બીજા દિવસે બધા વિદ્યાર્થીઓ ને જંગલ ફેરવવામાં આવે છે અને જંગલી મહત્તા સમજાવવામાં આવે છે. રોજિંદા જીવનમાં કામ આવતી જડીબુટ્ટી અને વિવિધ ઝાડો ના મહત્વ વિશે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે.
તે દિવસ પણ આમજ નીકળી જાય છે વિક્ટર કંઈ પણ કરતો નથી તે હજી પણ ઉત્તમ તક ની રાહ જુવે છે.
બીજા દિવસે વિક્ટર બધાની નજરોથી બચીને જંગલમાં જાય છે. જંગલમાં એક વ્યક્તિ વિક્ટર ની સામે પ્રગટ થાય છે જે વિક્ટર ના હાથમાં એક ખંજર આપે છે. વિક્ટર હાથમાં ખંજર લઈ પેલા વ્યક્તિ ની સામે હકાર માં માથું ફેરવે છે પેલો વ્યક્તિ પણ હકાર માં માંથી નીચે કરે છે, અને પછી પેલો વ્યક્તિ અદ્રશ્ય થઈ જાય છે. વિક્ટર ખંજર પાણીના ધોધ પાસે નાં એક પત્થરની નીચે સંતાડી દે છે અને કેમ્પ માં પાછો પહોંચી જાય છે.
ત્રીજા અને અંતિમ દિવસની રાતે કેમ ફાયર રાખવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને પાર્ટી નું આયોજન કરે છે. બધા ને ડ્રીંક કરવાની પણ છૂટ હોય છે માટે બધા બિઅર લઈ પાર્ટી એન્જોય કરે છે. વિક્ટર પણ જસ્ટિન અને સારા ને પણ બિયર પીવડાવી દે છે. જસ્ટિન ને નશો થઈ જાય છે. વિક્ટર આ તક નો લાભ ઉઠાવવાનું વિચારે છે. વિક્ટર સારા ને એની મિત્રો પાસે મોકલી આપે છે.
' જસ્ટિન ચાલને આપણે ધોધ પાસે જઈએ અને ત્યાં બેસીને બિયર પિયે મઝા આવશે.' વિક્ટર જસ્ટિન ને કહે છે.
' હા ચાલ.' જસ્ટિન કહે છે.
બંને જંગલમાં રહીને ધોધ પાસે પહોંચે છે.
' જસ્ટિન તું અહીંયા ઊભો રહે હું જરા પેશાબ કરીને આવું.' વિક્ટર કહે છે.
' હા, જલ્દી જાઈ આવ.' જસ્ટિન કહે છે.
વિક્ટર ફટાફટ પેલા પત્થર પાસે જાય છે અને પેલો સંતાડેલો ખંજર લઈ આવે છે.
' વિક્ટર આવી ગયો તું.' જસ્ટિન આટલું કહીને વિક્ટર તરફ ફરે છે. એવામાં જ વિક્ટર પેલો ખંજર જસ્ટિન ના પેટમાં ઉતારી દે છે. જસ્ટિન ની આંખો ફાટીને રહી જાય છે.
' વિક્ટર.....' જસ્ટિન ના મોમાં થી આટલું જ નીકળે છે.
' હા વિક્ટર જેને તને મારવાં માટે મોકલવામાં આવ્યો છે. હવે જા નર્ક માં.' એટલું કહી વિક્ટર જસ્ટિન ની તલાશી લે છે પણ એને સ્ટોન મળતો નથી, ગુસ્સે થઈ વિક્ટર જસ્ટિન ને ધોધની અંદર ફેંકી દે છે.
બીજા દિવસે સવારે બધા ઘરે જવા માટે તૈયાર થાય છે. સારા વિક્ટર પાસે આવે છે અને જસ્ટિન વિશે પૂછે છે. વિક્ટર કહે છે કે એને કોઈ અચાનક કામ આવી ગયું હતું એટલે તે રાતે જ નીકળી ગયો. હું તને કાલે કોલેજમાં મળીશ મને એમ કહ્યું હતું. સારા વિક્ટર ની વાતને સાચી માની લે છે. બધા પોત પોતાનો સમાન લઈ ઘરે જવા નીકળે છે.
વધું આવતાં અંકે...
( શું જસ્ટિન ખરેખર મરી ગયો ? શું વિક્ટરના હાથમાં સ્ટોન લાગી જશે ? સારા ને સચ્ચાઈ ની જાણ થઈ જશે ? જાણવા માટે વાંચતાં રહો 'મેજિક સ્ટોન્સ'.)