Magic Stones - 11 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 11

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

મેજિક સ્ટોન્સ - 11

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન કિલી ને મારી નાખે છે. ગોડ હન્ટર જસ્ટિન ને મરવા માટે હવે કામ વિક્ટર નામના વ્યક્તિને આપે છે. જે પૃથ્વી ઉપર જાય છે અને આકસ્મિક રીતે જસ્ટિન ને મળી જાય છે હવે આગળ )

જસ્ટિન અને વિક્ટર બીજે દિવસે સાથે કૉલેજ જાય છે. જસ્ટિન વિક્ટર ને પ્રિન્સિપાલ ની ઓફિસ બતાવી પોતે ક્લાસમાં જતો રહે છે.
વિક્ટર પ્રિન્સિપાલ ની ઓફીસ માં જાય છે.
' હું આવી શકું છું ?' વિક્ટર અંદર જવાની પરમિશન માંગે છે.
' હા, આવી જાઓ ' પ્રિન્સિપાલ મોરિસ કહે છે.
' મારે તમારી કોલેજમાં એડમિશન જોઈતું હતું.' વિક્ટર કહે છે.
' નિયમિત ક્લાસ તો ક્યારના ચાલુ થાય ગયાં છે, હવે ચાલુ સત્ર માં તનેં એડમિશન મળી ના શકે. તારી પાસે કોઈનો તરફદારી કરતો લેટર હોય તો હું તને એડમિશન આપી શકું બાકી નહિ.' પ્રિન્સિપાલ મોરિસ કહે છે.
' એડમિશન તો મને મળશે જ એને એ પણ તમે જ આપશો હસી ખુશી.' વિક્ટર હસતાં હસતાં કહે છે.
' તું કહેવા શું માંગે છું, હું તને જાણ્યા મૂક્યા વગર એડમિશન થોડો આપી દેવાનો. મને તો તું કોઈ પાગલ લાગે છે. હમણાં તને બહાર કાઢું છું.' એમ કહી પ્રિન્સિપાલ મોરિસ બેલ વગાડવા જાય છે. ત્યાં જ વિક્ટર એમને રોકે છે અને એમનો હાથ પકડી લે છે.
' સર, આવું ન કરો હું બહું ભોળો માણસ છું. તમને મળ્યાં માં ના આવતું હોય તો માટે આંખો માં જુવો.' વિક્ટર પ્રિન્સિપાલ મોરિસ ને કહે છે. પ્રિન્સિપાલ મોરિસ વિક્ટર ની આંખોમાં આંખો નાખે છે. વિક્ટર બસ આજ પળની રાહ જોઈ રહ્યો હતો. વિક્ટર પ્રિન્સિપાલ ને હિપ્લોતાઇસ કરે છે.
' સર હું ભોળો છું ને ?' વિક્ટર પ્રિન્સિપાલ ને પૂછે છે.
' હા, તું ભોળો છોકરો છે.' પ્રિન્સિપાલ કહે છે.
' મને એડમિશન મળી જશે ને ?' વિક્ટર પૂછે છે.
' તને એડમિશન મળી ગયું સમજ.' એમ કહી પ્રિન્સિપાલ એને એક લેટર પર સાઈન કરી આપે છે.
' આ લેટર ભરીને તું વિદ્યાર્થી વિભાગમાં આપી દેજે તારું એડમિશન થઈ જશે.' પ્રિન્સિપાલ કહે છે.
' આભાર સર.' એમ કહી વિક્ટર લેટર લઈ બહાર નીકળી જાય છે અને લેટર વિદ્યાર્થી વિભાગમાં જમાં કરાવી પોતાનું એડમિશન કરાવી લે છે.
વિક્ટર જસ્ટિન ને શોધતો શોધતો કેન્ટિંન માં આવે છે. જ્યાં જસ્ટિન સારા અને અન્ય મિત્રો સાથે બેસીને વાતો કરી રહ્યો હોય છે. વિક્ટર જસ્ટિન પાસે આવે છે.
' જસ્ટિન...' વિક્ટર કહે છે.
જસ્ટિન પાછળ ફરીને જુએ છે.
' આવ વિક્ટર, એડમિશન થઈ ગયું તારું ?' જસ્ટિન પૂછે છે.
' હા, પ્રિન્સિપાલ સાથે રકજક થઈ પણ અંતે એડમિશન થાય ગયું.' વિક્ટર કહે છે.
' ચાલો સરસ. બાય ધ વે હું તને મારા દોસ્તો સાથે મળાવું. આ છે સારા, આ છે વિલિયમ, આ છે જેમ્સ અને આ છે કોલીમોર અને દોસ્તો આ છે વિક્ટર આપણાં ગ્રુપનો નવો મેમ્બર.' જસ્ટિન બધા સાથે વિક્ટર માહિતગાર કરાવે છે.
જસ્ટિન બધાને વારા ફરતી હાઈ કહે છે બધા પણ એને હાઈ કહે છે.
' તું વિક્ટર ને કંઈ રીતે ઓળખે છે ?' સારા જસ્ટિન ને પૂછે છે.
' હું કાલે રાતે કેબ લઈ જતો હતો ત્યારે મને વિક્ટર મળ્યો એને કૉલેજ જવું હતું પણ રાત થઈ ગઈ હતી એટલે મેં એને મારા ઘરે આવવા કહ્યું બિચારો અજાણ્યા શહેરમાં ક્યાં જતો, બસ એટલે જ હું એને ઓળખું છું.' જસ્ટિન ચોખવટ કરતા કહે છે.
' જસ્ટિન એક પ્રોબ્લેમ થઈ ગઈ છે યાર.' વિક્ટર નિરાશ થયા જસ્ટિન ને કહે છે.
' બોલને શું થયું ?' જસ્ટિન પૂછે છે.
' પ્રિન્સિપાલે કીધું કે એડમિશન તો થઈ જશે પણ હોસ્ટેલ માં જગ્યા નથી માટે તારે બીજે રહેવાનો બંદોબસ્ત કરવો પડશે.' વિક્ટર જસ્ટિન સામે જૂઠું બોલે છે.
' તો એમાં ગભરાવાની જરૂર શું છે. મારું ઘર છે જ ને ત્યાં રહી લેજે. મને પણ પાર્ટનર મળી જશે અને તને રહેવા માટે ઘર.' જસ્ટિન વિક્ટર ના ખભે હાથ મૂકતા કહે છે.
' થેંક યું યાર જસ્ટિન.' વિક્ટર કહે છે.
' દોસ્તી યારીમાં થેન્કસ નાં હોય.' જસ્ટિન કહે છે.
બધા એકબીજાને જોઇને હસવા લાગે છે.

જસ્ટિન અને વિક્ટર એક સાથે છે રહે છે. કોલેજમાં પણ વિક્ટર ની બધા સાથે જામી જાય છે. બધા હળીમળીને રહે છે બધું સારું ચાલે છે.

એક દિવસ સારા રાતે બહાર સિટીમાં ફરતી હોય છે. ત્યાં રોડના એકબાજુ ઉભેલા અમુક લુખ્ખાઓ સારા ને હેરાન કરે છે. સારા ગુસ્સે થઈ એમાંના એક ને લાફો મારી દે છે.
' તારી એટલી હિમ્મત કે મારા ઉપર તે હાથ ઉઠાવ્યો. તને ખબર નથી હું કોણ છું.' પેલો વ્યક્તિ કહે છે.
' પકડી એને.' એમ કહી પેલો વ્યક્તિ એના માણસો ને આદેશ આપે છે. સારા ત્યાંથી ભાગવા લાગે છે. પેલા માણસો એની પાછળ દોડે છે. સારા દોડતા દોડતા જસ્ટિન ને ફોન કરે છે પણ જસ્ટિન નો ફોન સ્વીચ ઓફ આવે છે. સારા ડરી જાય છે. પણ એના દિમાગ માં એક વિચાર આવે છે અને એ ભાગતા ભાગતા વિક્ટર ને ફોન કરે છે.
' હેલો, વિક્ટર.' સારા હાફતા હાફતાં કહે છે.
' સારા તું હાફે છે કેમ થયું સુ છે ?' વિક્ટર પૂછે છે.
' ગુંડાઓ મારી પાછળ પડ્યા છે, જસ્ટિન નો ફોન પણ બંધ આવે છે એટલે મે તને ફોન કર્યો.' સારા વિક્ટર ને કહે છે.
' તું ક્યાં છે હમણાં ?' વિક્ટર સારા ને પૂછે છે.
' હું રોલ્સ રોય ટાઉન ની પાછળ વાળા રસ્તા તરફ ભાગી રહી છું.' સારા વિક્ટર ને કહે છે.
' ઠીક છે હું તારી પાસે એવું છું, તું હાર નાં માનતી. હું આવું ત્યાં સુધી ભાગતી રહે ઓકે.' વિક્ટર કહે છે અને ફોન મૂકી દે છે.
વિક્ટર હસે છે અને પોતાને જાતને કહે છે ' હું આજ મોકાની રાહ જોતો હતો.'
વિક્ટર પોતાના પાવર નો ઉપયોગ કરી સારા પાસે પહોંચી જાય છે. સારા ભાગતી ભાગતી વિક્ટર ને ભટકાય છે.
' તું ડરીશ નહિ, હું આવી ગયો છું તને કહી નહિ થાય.' વિક્ટર સારા ને કહે છે અને સારા ને પોતાની પાછળ સંતાડી દે છે.
પેલા ગુંડાઓ પણ ત્યાં આવી પહોંચે છે.
' તું કોણ છોકરી ને બોય ફ્રેન્ડ છે ? છાનો માનો અહી થી જતો રહે નહિ તો કોઇની સાથે સુવા લાયક નહિ રહે.' પેલો વ્યક્તિ કહે છે અને એના બધા માણસો એની સાથે હશે છે.
' કોણ કેવી હાલત માં બચે છે એ તો સમય જ બતાવશે.' વિક્ટર પેલા વ્યક્તિને કહે છે.
બધા જ ગુંડાઓ વિક્ટર ઉપર તૂટી પડે છે. વિક્ટર માટે તો આ સામાન્ય વાત હોય એમ એ બધાને એકલો જ ટક્કર આપે છે.
વિક્ટર છએ છ ને બરાબર નાં ધોય નાખે છે.
પેલો વ્યક્તિ જમીન પર પડ્યો કળશી રહ્યો હોય છે ત્યાં જઈ વિક્ટર કહે છે. ' હવે બોલ તને પ્રેમ કરવા લાયક રાખું કે નહિ ?'
' ભાઈ એમને જવા દે અમારી ભૂલ થઈ ગઈ, ઓ બેન આમને કહો મને જવા દે. અમે આવી ભૂલ બીજી વાર નહિ કરીએ.' પેલો વ્યક્તિ કહે છે.
સારા વિક્ટર ને તેઓને જવા દેવા કહે છે.
' જાઓ અહીંયા થી અને બીજી વાર એવું કર્યું છે તો તમારી ખૈર નહિ.' વિક્ટર તેઓને કહે છે.
' જી ભાઈ.' એટલું કહી બધા ત્યાં થી દુમ દબાવી ભાગી જાય છે.
સારા વિક્ટર પાસે આવે છે.
' ઠેન્કસ વિક્ટર, તું ના હોત તો આજે ન જાણે મારું શું થયું હોત.' સારા કહે છે.
' અરે પણ કંઈ થયું તો નથી ને... તો ખુશ થાને.' વિક્ટર કહે છે.
' જસ્ટિન ને મે કોલ કર્યો હતો પણ એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.' સારા કહે છે.
' બેટરી લો થઈ જાય હશે, પણ આવા સમયે એને તારી પાસે હોવું જોઈએ. હું ના હોત તો.' વિક્ટર સારા ને ભડકાવવા કહે છે.
સારા વિચારમાં પડી જાય છે.
' ચાલ તને ઘરે મૂકી આવું.' વિક્ટર સારા ને ઘરે છોડે છે અને પછી પોતે ઘરે જાઈ છે.
જસ્ટિન ઘરે આવે છે ત્યારે વિક્ટર સારા સાથે બનેલી ઘટના વિશે જણાવે છે અને પોતે સારા ને બચાવી એમ કહે છે. જસ્ટિન સારા ને ફોન લગાવે છે પણ સારા ઉપાડતી નથી.
વિક્ટર જણાવે છે કે સારા એ પહેલાં તને જ ફોન કર્યો હતો પણ તારો ફોન બંધ હતો એટલે એને મને ફોન કર્યો. જસ્ટિન સમજી જાઈ છે કે સારા એની સાથે રિસાઈ ગઈ છે. જસ્ટિન ઘણાં ફોન કરે છે પણ સારા ઉઠાવતી નથી. જસ્ટિન કોલેજમાં જઇ સારા ને મનાવાનું વિચારે છે.

( શું સારા ના મન પરથી જસ્ટિન ઉતરી જશે ? વિક્ટર સારા અને જસ્ટિન વચ્ચે તિરાડ પાડવામાં સફળ થશે ? જાણવાં માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)