Magic Stones - 10 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 10

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

મેજિક સ્ટોન્સ - 10

( તમે આગળનાં ભાગમાં જોયું કે કિલી નામનો વ્યકિત પ્રોફેસરનું રૂપ ધરીને જસ્ટિન પાસે સ્ટોન હડપવાની આશાએ આવે છે, પણ જસ્ટિન એને પણ પરલોક પહોચાડે છે, આ બધાનો સૂત્રધાર કયો વ્યક્તિ છે જે હજી પણ એક રાઝ છે. હવે આગળ )

જસ્ટિન સારા ને પોતાના ઘરે લઈ જાય છે. જસ્ટિન સારા ને બચાવવા માટે ગ્રીન સ્ટોનના એક કણમાંથી એક ટીપુ પ્રવાહી બનાવી સારા હોઠ ઉપર મૂકે છે જે સારાના શરીરમાં ઉતરતા સારા આળસ મરડી ઊભી થાય છે. આ જોઈ જસ્ટિન ના જીવમાં જીવ આવે છે.
સારા હોશમાં આવે છે અને જસ્ટિન ને પૂછે છે.
' હું ક્યાં છું ?' સારા કહે છે.
' આ મારું ઘર છે, સારા.' જસ્ટિન જવાબ આપે છે.
' હું તારા ઘરે ક્યાંથી આવી ?' સારા જસ્ટિનને પૂછે છે.
' તને કંઈ પણ યાદ નથી ?' જસ્ટિન સારાને પૂછે છે.
' નાં મને કશું જ યાદ નથી .' સારાની વાત સાંભળી જસ્ટિન હાશકારો અનુભવે છે.
' આપણે બહાર ફરી રહ્યા હતા અને તને એકાએક ચક્કર આવી ગયા હતા, પણ મારું ઘર પાસે હતું એટલે તને હું મારા ઘરે આરામ માટે લઈ આવ્યો.' જસ્ટિન સારાને કહે છે.
સારા જસ્ટિન ની વાતને સત્ય માની લે છે.

બીજી તરફ શિપમાં, સિંહાસન પર બેઠેલો વ્યક્તિ એના કમાન્ડરને પૂછે છે.
' વિક્ટર જોડે સંપર્ક થયો ?' પેલો વ્યક્તિ કમાન્ડર ને પૂછે છે.
' નાં, ઘણાં પ્રયાસો કર્યાં પણ વિક્ટર જોડે કોઈ સંપર્ક થયો નથી.' કમાન્ડર બેન કહે છે.
' હું તને કહું છું એ કોર્ડીનેટ્સ પર સંપર્ક કર.' પેલો વ્યક્તિ કહે છે. આપેલા કોર્ડીનેટ્સ પર કમાન્ડર સંપર્ક કરે છે.
આપેલા કોર્ડીનેટ પર સંપર્ક સંધાય છે.
' વિક્ટર તારે પૃથ્વી પર જવાનું છે અને ગ્રીન સ્ટોન લઈને આવવાનું છે, કમાન્ડર બેન તને જેની પાસે ગ્રીન સ્ટોન છે એની બધી વિગત આપી દેશે.' સામેથી ખાલી વિક્ટર ' જી બોસ ' એટલું કહે છે અને સ્ક્રીન બંધ થઈ જાય છે.

બીજી બાજુ વ્હાઇટને જસ્ટિન ઉપર થયેલા હુમલાની જાણ થાય છે, માટે તે જસ્ટિનને મળવાનું વિચારે છે.

વ્હાઇટ જસ્ટિન ને મળે છે અને સમગ્ર ઘટના વિશે જણાવવા કહે છે. જસ્ટિન જે કંઈ પણ બન્યું હતું એ વ્હાઇટ ને પહેલેથી છેલ્લે સુધી બધું જણાવી દે છે. જસ્ટિન ની વાત સાંભળ્યા પછી વ્હાઇટ ગંભીર થઈ જાય છે અને કહે છે.
' હવે તારે સ્ટોનનો ઉપયોગ કરવાનો નથી, સમજ્યો. કોઈ પણ સમસ્યા માં તું ફસાય તો તું મને સીધો સંપર્ક કરજે હું તરત જ હાજર થઈ જઈશ, પણ તું હવે ગ્રીન સ્ટોનનો ઉપયોગ ના કરતો.' વ્હાઇટ જસ્ટિન ને સમજાવતાં કહે છે.

' ઠીક છે, તમે કહો તેમ હું ગ્રીન સ્ટોન ની પાવર નો ઉપયોગ નહિ કરું.' જસ્ટિન વ્હાઈટને વિશ્વાસ આપતાં કહે છે.
' પરિસ્થિતિ વિકટ બની રહી છે મારે બધાને જાણ કરવી જ પડશે. તે મજબૂત બની ફરી આવી રહ્યો છે એનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' કોણ આવી રહ્યો છે ?' જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે.
' ગોડ હન્ટર.' આટલું કહી વ્હાઇટ ચૂપ થઈ જાય છે.
' આ વળી ગોડ હન્ટર કોણ છે પાછો ?' જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે.
' વિવિધ ગ્રહો જીતવાનો શોખ છે એને, જેટલા પણ ગ્રહો ઉપર એને સુપર પાવર ની કોઈ વ્યક્તિ મળી એને બધાને મારીને એમની શક્તિઓ પોતાના કબ્જે કરી દીધી. હવે એ કદાચ બધા સ્ટોનની પાછળ પડ્યો છે એને હવે સ્ટોનની શક્તિ જોઈએ છે. મારે સભા બોલાવી બધાને આગાહ કરવા પડશે, માટે મારે તરત જ જવું પડશે.' વ્હાઇટ આટલું કહી અંતરધ્યાન થઈ જાય છે. જસ્ટિનને પણ જણાઇ જાય છે હવે પરિસ્થતિ વિકટ રૂપ ધારણ કરવાની છે.

વ્હાઇટ સભાનું આયોજન કરે છે જેમાં બધા સ્ટોન ધારી વ્યક્તિઓ આવે છે. સ્ટોન ધારી સમુદાયની સભામાં તેઓનો વડો બ્લેક હોય છે જે મુખ્ય સિંહાસન ઉપર બેસે છે. બાકીના સ્ટોન ધારીઓ એની સામે બેસે છે.

સભાની શરૂઆત થાય છે.

' આમ સૌને અચાનક બોલાવવાનું કારણ શું છે, વ્હાઇટ ?' બ્લેક કહે છે.
' એને આપણા હોવાના પુરાવા મળી ગયા છે અને તે આપની તરફ આવી રહ્યો છે.' વ્હાઈટ સભાને સંબોધીને કહે છે.
' કોણ આવી રહ્યો છે ?' બ્લેક આશ્ચર્યથી પૂછે છે.
' ગોડ હન્ટર.' વ્હાઈટ કહે છે. આ સાંભળી બધા અંદર અંદર ગૂપચૂપ વાતો કરવા લાગે છે. ત્યાંજ બ્લેક બધાને શાંત રહેવા કહે છે.
' તું એટલી ચોકસાઈ થી કંઈ રીતે કહી શકે ? અને આપણી હયાતી ની એને ખબર કંઈ રીતે પડી ?' બાજુમાં બેઠેલો રેડ વ્હાઇટને પૂછે છે.
' ગ્રીનના લીધે.' વ્હાઇટ કહે છે.
' ગ્રીનના લીધે મતલબ ?' બ્લેક પૂછે છે.
' ગ્રીન બાદ સ્ટોન જે છોકરા પાસે છે એણે ગ્રીન સ્ટોનનો ઉપયોગ કર્યો હતો, તેના રડિયેશન નાં ટ્રેકિંગથી તેઓને ખબર પડી કે ગ્રીન સ્ટોન પૃથ્વી ઉપર છે, હજી આપણી માહિતી તેઓ પાસે નથી.' વ્હાઇટ બધાને કહે છે.

' તો હવે આપણે શું કરવું જોઈએ ?' રેડ પૂછે છે.
' હવે આપણે સાવચેત થઈ જવું પડશે, આપણા ઉપર પર નજર રાખતી હશે, ક્યારેય હુમલો થઈ શકે છે.' વ્હાઇટ કહે છે.
' એ આપણને મારી નાખશે તો પણ એના હાથમાં સ્ટોન થોડો આવી જવાનો છે, સ્ટોન તો એની પાસે જશે જે એના લાયક છે.' રેડ વ્હાઇટ ને કહે છે.
' તમે એક વાત તો ભૂલી જ ગયા ?' વ્હાઇટ રેડ ને કહે છે.
' કે જો સ્ટોન ને એના ધારણ કરવા વાળો વ્યક્તિ નહિ મળે તો સ્ટોન આવીને ગોબ્લેટ માં સમાઈ જશે એને એ ગોબ્લેટ કોઈ પણ તાકાતવર વ્યક્તિ પહેરી શકે છે.' વ્હાઇટ સભાને સંબોધી ને કહે છે.
આખી સભામાં સન્નાટો છવાઈ જાય છે.
' ઠીક છે, તો આજ થી એ વાત નક્કી થાય છે કે કોઈ પણ સ્ટોન ધારી કોઈ પણ જગ્યાએ સાવચેતી વગર નહિ જાય, અને જ્યાં પણ જાય સૌને માહિતગાર કરીને જ જાય.' બ્લેક બધાને સંબોધીને કહે છે.
' બીજી એક દરખાસ્ત છે મારી.' વ્હાઇટ બ્લેકને કહે છે.
' શું દરખાસ્ત છે તારી ?' બ્લેક વ્હાઇટ ને પૂછે છે.
' ગ્રીનના ગયા બાદ હવે ગ્રીન સ્ટોન જેની પાસે જે એ છોકરાને પણ સભામાં સ્થાન આપવામાં આવે.' વ્હાઇટ બ્લેક ને કહે છે.
' વિચારીને કહીશ.' આટલું કહી બ્લેક અંતર ધ્યાન થઈ જાય છે.
એક પછી એક બધા ત્યાંથી જતા રહે છે, માત્ર બ્લૂ, સિલ્વર અને રેડ ત્યાં જ હાજર રહે છે.
બધાના ગયા બાદ તેઓ જસ્ટિન વિશે વ્હાઇટ ને પૂછે છે.
' શું તેણે કિલિ ને મારી નાખ્યો સાચી વાત ?' સિલ્વર વ્હાઈટ ને પૂછે છે.
' હા, વાત સાચી છે એણે એકલાએ કિલિ ને મારી નાખ્યો.' વ્હાઇટ કહે છે.
' મતલબ કે છોકરામાં દમ છે એમને.' બ્લૂ હસતાં હસતાં કહે છે. એની સાથે બધા જ હશે છે.

આ તરફ જસ્ટિન કેબ લઈને રાત્રે જાઈ રહ્યો હોય છે. રસ્તામાં એક વ્યક્તિ એને હાથ ઊંચો કરે છે. જસ્ટિન એને
કારમાં બેસાડી લે છે.
' ક્યાં જવાનું છે ?' જસ્ટિન પૂછે છે.
' સેન્ટ ઝેવિયર્સ કોલેજ.' પેલો વ્યક્તિ કહે છે.
' એટલી રાતે કૉલેજ માં કોઈ નહિ હોય.' જસ્ટિન કહે છે.
' પણ માટે ત્યાં જ જવું છે. મને ત્યાં એડમિશન મળ્યું છે અને મારી પાસે રોકવા માટે બીજી કોઈ જગ્યા નથી, હું અનાથ છું.' પેલો વ્યક્તિ કહે છે.
' મારું નામ જસ્ટિન છે. હું પણ તે કૉલેજ માં અભ્યાસ કરું છું. તું ચાહે તો મારા ઘરે રોકાઈ શકે છે. કાલે બંને સાથે કૉલેજ જઈશું. બાય ધ વે તારું નામ શું છે ?' જસ્ટિન પૂછે છે.
' વિક્ટર.' પેલો વ્યક્તિ કહે છે.

( વિક્ટર નું પ્લાનિંગ શું હશે ? શું વિક્ટર જસ્ટિન ને મારી સ્ટોન લઈ જવામાં સફળ રહેશે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ'.)

વધું આવતાં અંકે...