Magic Stones - 9 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 9

Featured Books
Categories
Share

મેજિક સ્ટોન્સ - 9



( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન મારવાં માટે કોઈ
સ્ટોર્મ ટ્રુપર ને મોકલે છે પણ જસ્ટિન એને પણ મારી નાખે છે, જેને સ્ટોર્મ ટ્રુપર ને મોકલ્યો હોય છે જે જસ્ટિન દ્વારા સ્ટોર્મ ટ્રુપર મરાતા પોતે જસ્ટિન ને મારવાનું કાર્ય હાથ લે છે, હવે આગળ )

સારા ફિઝિક્સ પ્રોફેસર ને શોધતાં શોધતાં સ્ટાફ રૂમમાં પહોંચે છે પણ ત્યાં એને પ્રોફેસર મળતાં નથી. સારા પ્રોફેસરને બહાર શોધવા નીકળે છે. આમ તેમ નજર કરતા એની નજર પ્રોફેસર ઉપર પડે છે જે કશે બહાર જઈ રહ્યા હોય છે. સારા પ્રોફેસર ને દૂર થી બુમ પાડે છે પણ પ્રોફેસર સાંભળતા નથી. સારા દોડતી દોડતી એમને એમની પાસે પહોંચે છે, તેઓ એક ટેક્સી માં બેસવા જઈ રહ્યા હોય છે.એવા માં સારા ત્યાં પહોંચી જાય છે.
' સર, મારે તમારું કામ હતું ?' સારા કહે છે.
' ઓહ સારા તું ? મારે થોડું કામ છે હું ઘરે જાઉં છું. તું ચાહે તો મારી સાથે ટેક્સી માં આવી શકે છે. તારે જે પૂછવું હોય એ પૂછી શકે છે.' પ્રોફેસર કહે છે.
' ઠીક છે, સર.' સારા કહે છે અને સારા અને પ્રોફેસર બંને ટેક્સી માં બેસી જાય છે. ટેક્સી પ્રોફેસર ના ઘર તરફ જઈ રહી હોય છે. સારા ફિઝિક્સ ને લગતા સવાલો પૂછે છે અને પ્રોફેસર એના સવાલોના જવાબો આપે છે. વાત વાતમાં પ્રોફેસરનું ઘર આવી જાય છે અને બંને ટેક્સીમાંથી ઉતરી જાય છે.
' અહીંયા સુધી આવી જ છે તો કૉફી પી ને જ જા, કદાચ કૉફી અંદર જવાથી કોઈ નવા સવાલ પેદા થાય તો સાથે સાથે એનું પણ નિરાકરણ આવી જાય.' પ્રોફેસર સારાને કહે છે.
' સારી ઓફર છે.' સારા હસતાં હસતાં કહે છે.

સારા અને પ્રોફેસર ઘરે આવે છે, પ્રોફેસર દરવાજો ખોલવા ચાવી લગાવે છે પણ આ શું ? દરવાજો પહેલેથી જ ખુલ્લો હોય છે. બંને દરવાજો ખોલી આગળ વધે છે અને ઘરના અંદર ના રૂમમાં જાય છે. અંદર જતા જ એક અવાજ સંભળાય છે.
' એવો પ્રોફેસર, તમારી જ રાહ જોવાઇ રહી હતી. તમે તો મારું કામ વધુ સરળ કરી નાખ્યું સારા ને લાવીને.' અજાણ્યો અવાજ આવે છે.
ચાર માણસો અંદર થી બહાર રૂમમાં આવે છે, જેમની પાસે હથિયારો હોય છે.
' કોણ છો તમે ?' પ્રોફેસર તેઓને પૂછે છે.
' બસ તમારા મિત્ર જ સમજો, બસ ખાલી હું કહું તેમ તેમ કરતાં જશો તો તમને કોઈ હાની નહિ પહોંચે.' ચારમાંથી એક વ્યક્તિ કહે છે.
' અમારે શું કરવાનું રહેશે ?' પ્રોફેસર પૂછે છે.
' કોઈ પણ હોશિયારી કર્યા વગર તમે બંને મારી સાથે આવશો.' પેલો વ્યક્તિ કહે છે.
' પણ તમે લોકો અમને શું કામ લઈ જાઓ છો, તમારી અમે શું બગાડ્યું છે ? તમે શું ચાહો છો ?' પ્રોફેસર કહે છે.
' તમે કંઈ નથી બગાડ્યું પણ જેને બગાડ્યું છે એ મારી પાસે ભીખ માંગતો આવશે હવે.' પેલો વ્યક્તિ કહે છે.
' બંને ને બંધી બનાવી લો, અને એને ખબર મોકલાવી દો કે પ્રોફેસર ને સારા આપણી પાસે છે. એમની ખેમ જોયતી હોય તો મને જે જોઈએ છે તે આવીને આપી જાઈ અને બંને ને લઈ જાય.' પેલો વ્યક્તિ કહે છે.
બંને ને બંધી બનાવી કારમાં બેસાડી તેઓ એક સૂમસામ જગ્યાએ લઈ જાય છે.
જસ્ટિન ઉપર એક અજાણ્યો કોલ આવે છે જેમાં એને કહેવામાં આવે છે કે સારા અને પ્રોફેસર તેઓના કબજામાં છે અને પોતાની જાતને તેમની હવાલે કરી તે બંને ને છોડાવી જવા કહે છે. તે ફોન ઉપર જણાવેલી જગ્યા તરફ જવા નીકળે છે.જસ્ટિન કાર લઇ સીધો ચર્ચ ની પાછળ વાળા સ્મશાન તરફ જવા નીકળે છે.
જસ્ટિન જણાવેલી નિયત જગ્યાએ પહોંચી જાય છે. ત્યાં માસ્ક ધારી લોકો પહેલાથી જ ત્યાં હાજર હોય છે. જસ્ટિન ત્યાં પહોંચતા જ એની તલાશી લેવામાં આવે છે. જસ્ટિન પાસે કોઈ હથિયાર ન મળતાં એને ત્યાં મોકલવા માં આવે છે જ્યાં સારા અને પ્રોફેસર ને રાખ્યા હોય છે. જસ્ટિન જાઈ છે અને જુએ છે કે સારા અને પ્રોફેસર ને એક ઝાડ સાથે બાંધ્યા હોય છે. જસ્ટિન ને બે વ્યક્તિ હથિયાર વડે કવર કરે છે અને તેઓના મુખ્ય બોસ પાસે લઈ જાય છે.
' આખરે તું આવી ગયો જસ્ટિન...! માસ્ક ધારીઓનો બોસ કહે છે.
' તું મને કંઈ રીતે ઓળખે છે ? અને આ લોકોને કિદનેપ કરવાનું કારણ ? તને મારી પાસેથી શું જોઈએ છીએ ?' જસ્ટિન તેને પૂછે છે.
' જે તારી પાસે છે એ વસ્તુ દુનિયાની કોઈ વ્યક્તિ પાસે નથી જે તું પણ જાણે છે.' પેલો વ્યક્તિ કહે છે.
' તું શું કહેવા માંગે છે મને કંઈ સમજમાં નથી આવતું, મારી પાસે એવો કોઈ ખજાનો નથી.' જસ્ટિન ચોખવટ કરતા કહે છે.
' મને ખબર છે કે તારી પાસે ' ગ્રીન સ્ટોન ' છે, જો તું મને ગ્રીન સ્ટોન આપી દે તો હું આ લોકોને હેમખેમ જવા દઈશ.' પેલો વ્યક્તિ કહે છે.
' મારી પાસે કોઈ સ્ટોન નથી, ચાહે તો તું મને તપાસી શકે છે.' જસ્ટિન પેલા વ્યક્તિને કહે છે.
' ઠીક છે હું માની લઉં છું.' એમ કહી એ વ્યક્તિ એના માણસો ને ઈશારો કરે છે. એના માણસો પ્રોફેસર અને સારા ના માથા ઉપર બંદૂક ટેકવે છે.
' ઉડાવી દો બંને ને અને કિસ્સો અહી ખતમ કરો.' પેલો વ્યક્તિ કહે છે અને એના માણસો બંદૂક ચાલવાની તૈયારી દર્શાવે છે એટલામાં,
' ઊભા રહો, તમને જેના જોઈએ છે એ હું તમને આપી દઈશ પણ આ બંને ને તમે કંઈ નહિ કરતા, પ્લીઝ.' જસ્ટિન પેલા વ્યક્તિ સામે કરગરે છે.
પેલો વ્યક્તિ જસ્ટિન સામે હાથ ધરે છે.
' કોઈ ચાલાકી નહિ.' પેલો વ્યક્તિ કહે છે.
જસ્ટિન હાથ હવામાં કરે છે અને મુઠ્ઠી વાળે છે. હાથ નીચે લાવી મુઠ્ઠી ખોલે છે જેમાં ગ્રીન સ્ટોન હોય છે. બોસ નો એક વ્યક્તિ એવી જસ્ટિન પાસેથી સ્ટોન લઈ લે છે અને જેને એના બોસ ને આપે છે. બોસ ના હાથમાં સ્ટોન આવતાં ખુશ થઈ જાય છે અને કહે છે.
' જસ્ટિન તું બહું ભોળો છે, કોઈના ઉપર તું તરત જ ભરોસો કરી લે છે.' અને એ હસવા લાગે છે સાથે સાથે પ્રોફેસર પણ હશે છે. સારા અને જસ્ટિન આ ઘટના જોઈ આશ્ચર્ય પામે છે. બોસ આવીને પ્રોફેસર ના હાથ છોડી દે છે.બોસ સારા ના પણ હાથ, મો ખોલી દે છે.
' જસ્ટિન તું બહું ભોળો છે બેટા, હું કોઈ તારો પ્રોફેસર નથી. હું તો અહીંયા આ ગ્રીન સ્ટોન લેવા માટે આવ્યો હતો. મારું નામ ' કિલી ' છે મને મારા બોસે ગ્રીન સ્ટોન લેવા અને તને મરવા મોકલ્યો છે. સોરી જસ્ટિન મને માફ કરજે, અલવિદા.' એમ કહી કીલી ગ્રીન સ્ટોન થી જસ્ટિન ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે પણ સ્ટોન માંથી કોઈ પણ પાવર પેદા થતી નથી, કીલી લાલ પીળો થઈ જાય છે. આ જોઈ જસ્ટિન હસવા લાગે છે. કીલી જસ્ટિન તરફ આશ્ચર્ય થી જુવે છે.
' મને તારા ઉપર કેટલા દિવસ થી સક હતો, જે આજે સાચો સાબિત થયો. તારી પાસે જે સ્ટોન છે એ નકલી છે. અસલી સ્ટોન હજી મારી પાસે છે.' જસ્ટિન કીલી ને કહે છે.
જસ્ટિન ગ્રીન સ્ટોન ની મદદ થી કીલી ઉપર શક્તિ પ્રહાર કરે છે, પણ કીલી સમય સૂચકતા વાપરીને સારા ને આગળ કરી દે છે. સારા ખરાબ રીતે ઘવાય ને મૂર્છિત થઈને જમીન પર પડે છે. જસ્ટિન વધારે ગુસ્સે થાય છે. કીલી અને એના માણસો ને જસ્ટિન વચ્ચે બે બે હાથ થાય છે. આ તરફ જસ્ટિન સ્ટોન ની મદદ થી તેઓને ટક્કર આપે છે. કીલી પણ જસ્ટિન ને બરાબર ની ટકકર આપે છે. જસ્ટિન બોસ અને એના સાથીદારો ને વીજળીના એક ઝાટકા થી બાળી નાખે છે. હવે માત્ર જસ્ટિન અને કીલી વચ્ચે અંતિમ જંગ ખેલાઈ છે.
કીલી જસ્ટિન સામે અલગ અલગ પ્રકારના દાઉ પેચ અજમાવે છે પણ જસ્ટિન ના જાદુ સામે એનું કઈ ચાલતું નથી. કીલી જસ્ટિન સામે લડીને થકી જાય છે. જસ્ટિન તક નો ફાયદો ઉઠાવે છે. અને જાદુ થી એક ચાબુક બનાવે છે અને કીલી નાં ગળાને જકડી લે છે કીલી છોડવાની કોશિશ કરે છે પણ એના બધી કોશિશ બેકાર જાઈ છે. જસ્ટિન પ્રચંડ તાકાત લગાવી એનું ગળું ધડથી અલગ કરી દે છે.
જસ્ટિન સારા પાસે જાય છે અને એને ઉઠાવી ઘર તરફ જાય છે. આ તરફ યુનિવર્સ માં એક મોટી શિપ દેખાય છે. એનો મુખ્ય દરવાજો ખૂલે છે અને અંદર એક વ્યક્તિ દાખલ થાય છે. અને સિંહાસન પર બેસેલા વ્યક્તિ ને કહે છે.
' કીલી નથી રહ્યો, એ સ્ટોન લાવવામાં નાકામ રહ્યો.' પેલો વ્યક્તિ કહે છે. સિંહાસન ઉપર બેઠેલો હાથ થી એને બહાર જવાનો ઈશારો કરે છે અને તે વ્યક્તિ જતો રહે છે. તેના જતા જ સિંહાસન ઉપર બેઠેલો વ્યક્તિ એની બાજુમાં ઊભેલા વ્યક્તિ ને બોલાવે છે અને કહે છે ' વિક્ટર ને સંદેશો મોકલો અને કહો કે મેં બોલાવ્યો છે.'
' જી, હજૂર એમ કહી પેલો વ્યક્તિ જતો રહે છે.

( શું સારા બચી જશે ? સિંહાસન ઉપર બેઠેલો વ્યક્તિ કોણ હતો ? હવે આ પાછો વિક્ટર કોણ છે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ'.)