Magic Stones - 7 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 7

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

મેજિક સ્ટોન્સ - 7

( તમે આગળનાં ભાગમાં જોયું કે વ્હાઇટ જસ્ટીન ને પૂરતી તાલીમ આપીને જસ્ટિનને પરિપક્વ બનાવે છે, જસ્ટીન કૉલેજ માં જાય છે ત્યારે એને ખબર પડે છે કે સારા નું અપહરણ થઈ ગયું છે. હવે આગળ )

જસ્ટીન સારા ની શોધખોળ ચાલુ કરે છે. ઘણું શોધવાં છતાં પણ જસ્ટિન ને સારા ન મળતાં જસ્ટિન ગ્રીન સ્ટોનનો સહારો લેવાનું વિચારે છે. જસ્ટિન ગળામાંથી લોકેટ કાઢે છે અને એમાંથી સ્ટોન કાઢી હાથમાં મૂકે છે અને મુઠ્ઠી વાળી આંખ બંધ કરે છે.
' સારા ક્યાં છે મને એના તરફ લઈ જા, મને રસ્તો બતાવ.' જસ્ટિન સ્ટોન ને કહે છે.

જસ્ટિન આંખ ખોલે છે અને એ જાદુ થી એક કંપાસ ઉત્પન્ન કરે છે. જે જસ્ટિનને સારા તરફ જવાનો રસ્તો બતાવે છે. જસ્ટીન કંપાસની બતાવેલી દિશા તરફ અગ્રેસર થાય છે. કંપાસ જસ્ટીન ને એક અંતર્યાર વિસ્તારમાં લઇ જાય છે જ્યાં કોઈ માણસ પણ ફરકતું હોતું નથી. કંપાસ જસ્ટિનને એક બંધ કારખાના તરફ લઈ જાય છે. જેને જોતા લાગે છે કે વર્ષોથી આમ જ બંધ પડ્યું હશે. જસ્ટીન કંપાસ ખીસામાં મૂકી દે છે અને એ બિસ્માર હાલતમાં પડેલા કારખાનાંમાં ઘૂસે છે. અંદર જતા જસ્ટિનને કોઈ વ્યક્તિની હલન ચલન દેખાતી નથી. થોડું અંદર જતા એને માણસોનો અવાજ સંભળાય છે. જસ્ટિન ચેતી ચેતીને આગળ વધે છે. જસ્ટિન છૂપાઈને જુએ છે તો એને દેખાય છે કે ચાર વ્યક્તિઓ વાત કરી રહ્યા હોય છે. ધ્યાન થી જોતા એને દેખાય છે કે એક છોકરી ખુરશીમાં બેઠેલી હોય છે જેની આંખ, હાથ, મોં અને પગ બાંધેલા હોય છે. જસ્ટિન સમજી જાય છે કે આ નક્કી સારા જ હશે. જસ્ટિન સારા ને છોડવા માટે લડવાનું વિચારે છે. પણ લડાઈ માં જસ્ટિન સ્ટોનનો ઉપયોગ કરી શકતો નહોતો કારણ કે સ્ટોન સમુદાયના કાનૂન પ્રમાણે સ્ટોનનો ઉપયોગ કોઈ મોટી મુસીબત ના સમયે જ કરી શકાય છે. થોડી વાર વિચાર્યા બાદ જસ્ટિન જે થશે એ જોયું જશે એમ વિચારી સ્ટોનનો ઉપયોગ કરવાનું વિચારે છે. ગળામાંથી લોકેટ કાઢે છે અને સ્ટોનને જાદુથી બ્રેસ્લેટમાં રૂપાંતરિત કરી હાથમાં પહેરી લે છે. જસ્ટિનને કોઈ ઓળખી ના લે એ માટે એ જાદુથી પોતાની શરીરને એક પોશાક થી ઢાંકી લે છે. એનો પોશાક લીલા રંગનો હોય છે અને મોઢા ઉપર માસ્ક ધારણ કરી લે છે. ત્યારબાદ એ લાત મારી દરવાજો તોડી અંદર ઘુસી જાય છે. જસ્ટિનના અંદર ઘૂસતાંની સાથે જ પેલા ચાર વ્યક્તિઓ એને જોઈ ગભરાઈ જાઈ છે. તેઓએ એવો વ્યકિત પહેલી વાર જોયો હોય છે.
' કોણ છે તું ?' ચાર માંથી એક વ્યક્તિ જસ્ટિનને પૂછે છે.
' આ છોકરીને છોડી દો, તો હું તમને છોડી દઈશ નહિ તો તમે બધા વગર મૌતના મરશો.' જસ્ટિન ચારેવ ને કહે છે.
' સુપર હીરો જેવા કપડાં પહેરીને આવવાથી કોઈ સુપર હીરો નથી બની જતું, તું અહીંયા થી જતો રહે નહિ તો તું અમારા હાથેથી મરીશ.' ચારમાનો એક વ્યક્તિ કહે છે.
' લાતો ના ભૂત વાતોથી નહિ માને એમ ને, જેવી તમારી ઈચ્છા.' જસ્ટિન ચારેવ ને કહે છે.
જસ્ટિન પેલા ચારેવ પણ તૂટી પડે છે. ચારેવ પણ જસ્ટિન પર વળતો હુમલો કરે છે. જસ્ટિન પાસે ગ્રીન સ્ટોનની શક્તિ હોવાથી જસ્ટિન ચારેવ ઉપર ભારે પડે છે અને તેઓને બરાબરના ધોઈ નાખે છે. જસ્ટિન મારી મારીને તેઓને અધમૂઆ કરી નાખે છે. ત્યારબાદ ચારેવ ને બાંધી દે છે. જસ્ટિન ચારેવ ને પૂછે છે.
' આ છોકરીને ઉઠાવવા માટે તમને કોને પૈસા આપ્યા હતા ?' જસ્ટિન પૂછે છે.
' અમે નથી જાણતા, અમારા પર ખાલી ફોટો અને માહિતી ફોન પર મોકલવામાં આવી હતી અને પૈસા એકાઉન્ટમાં સીધા આવી ગયા હતાં, અમે એના થી વિશેષ કશું નથી જાણતા.' ચાર માંથી એક કહે છે.
જસ્ટિન એમની વાત માની લે છે. અને સારા ને બંધન મુક્ત કરે છે. સારા આંખ ખોલતાં જસ્ટિન ને જુએ છે.
' મને બચવા માટે આભાર, તમે સુપર હીરો છો ?' સારા ગ્રીન ને પૂછે છે.
' હા એવું જ સમજી લો.' ગ્રીન સારા ને કહે છે.
જસ્ટિન સારા ને બહાર લઈ જાય છે. બહાર ગયા બાદ ગ્રીન સારા ને ત્યાં ઊભા રહેવા કહે છે અને પોતે ફરી અંદર જાય છે. મારા વિશે તમારે જાણવું ન જોઈએ એમ કહી એક લીલો પ્રકાશ પેદા કરે છે જેના થી તેઓ ચારેવ અંજાઈ જાય છે. પ્રકાશ જેવો ખતમ થાય છે ત્યારે જસ્ટિન ત્યાં હોતો નથી, જસ્ટિને ચારેવ ની યાદશક્તિ મિટાવી દીધો હોય છે. જસ્ટિન બહાર આવે છે અને સારા સાથે બન્ને ચાલતા ચાલતા આગળ વધે છે. બંને શહેરના મુખ્ય માર્ગ પર આવે છે.
' હવે તમે સુરક્ષિત છો.' ગ્રીન ( જસ્ટિન ) સારા ને કહે છે.
' મને બચવા માટે આભાર.' સારા ગ્રીન ને કહે છે.
' માફ કરજો પણ મારે તમારી યાદશક્તિ ભૂસવી પડશે.' એમ કહી લીલો પ્રકાશ કરે છે જેના થી સારા અંજવાઈ જાય છે. પ્રકાશ બંધ થતાં જ જસ્ટિન ગાયબ હોય છે. સારા મનમાં વિચારે છે મારું તો અપહરણ થયું હતું તો હું અહીંયા ક્યાં થી આવી ? ચાલો કંઈ નહિ હું બચી તો ગઈ હવે મારે ઘરે જવું જોઈએ. એમ વિચારી સારા ટેક્સી પકડી ઘરે પહોંચે છે.
બીજા દિવસે સારા ક્લાસમાં પહોંચે છે ત્યારે બધાના તરફથી એક જ સવાલ હોય છે કે એનું અપહરણ કોને કર્યું હતું અને એને બચાવી કોણ ? સારા બધાને જણાવે છે કે કોઈ અજાણ્યા ચાર વ્યક્તિઓએ એનું અપહરણ કર્યું હતું પણ મને કોણે બચાવી એના વિશે મને કંઈ જ યાદ નથી.
જસ્ટિન પણ ક્લાસમાં જાય છે અને સારા ને કંઈ યાદ નથી એ જાણીને પોતાને સલામત અનુભવે છે.
થોડીવાર બાદ ફિઝિક્સ નો લેક્ચર ચાલુ થાય છે. એક વ્યક્તિ બુક લઈ ક્લાસમાં આવે છે એને જોઈ બધા આશ્ચર્ય અનુભવે છે.
' તમારા ફિઝિક્સ પ્રોફેસર લ્યુઇસ બીમાર છે. જે થોડા દિવસ આરામ ઉપર છે માટે આજ થી હું તમારો ફિઝિક્સ નો નવો પ્રોફેસર છું અને હું તમને બાકી રહેલો ફિઝિક્સ નો ભાગ ભણાવીશ.' પ્રોફેસર લ્યુઈસ વિદ્યાર્થીઓને કહે છે.
બધા વિદ્યાર્થીઓ અંદર અંદર ગૂપચૂપ વાતો કરવા લાગે છે.
' બાય ધ વે મારું નામ રોબેન છે, અને મારા થી ડરવાની જરૂર નથી, હું પણ ખૂબ સરસ ફિઝિક્સ ભણાવું છું.' પ્રોફેસર વિદ્યાર્થીઓને સંબોધીને કહે છે.
બધા વિદ્યાર્થીઓ ઓ શાંત થઈ જાય છે, ત્યારબાદ પ્રોફેસર ભણવાનું શરૂ કરે છે.
રોબેનની વિદ્યાર્થીઓને ભણવાની પદ્ધતિ સારી હોય છે માટે થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ એમની સાથે હળી મળી જાય છે. થોડા જ દિવસોમાં તેઓ બધાના ચાહિતા બની જાય છે. વિષયની મૂંઝવણ સિવાય તેઓ વિદ્યાર્થીઓની આંતરિક સમસ્યાઓનું પણ સમાધાન કરતા હોય છે. જસ્ટિનના પણ તેઓ ચહિતા નહિ જાય છે.
એક દિવસ જસ્ટિન જ્યારે કૉલેજ ગ્રાઉન્ડમાં એકલો બેઠો હોય છે ત્યાં પ્રોફેસર રોબેન આવે છે. પ્રોફેસરને જોઈને જસ્ટિન એમને બેસવા માટે આગ્રહ કરે છે.
' જસ્ટિન મારે તને એક વાત પૂછવી હતી .' પ્રોફેસર જસ્ટિન ને કહે છે.
' હા પૂછો ને સર.' જસ્ટિન કહે છે.
' તારી પાસે સુપર પાવર છે ને ?' પ્રોફેસર જસ્ટિન ને પૂછે છે.
પ્રોફેસર રોબેનની વાત સાંભળી જસ્ટિન ને ધ્રાસકો લાગે છે અને જસ્ટિન ફાટી આંખોએ પ્રોફેસર તરફ જુએ છે.

( પ્રોફેસર ને કંઈ રીતે ખબર પડી કે જસ્ટિન પાસે સુપર પાવર છે ? શું પ્રોફેસર ના વેશમાં કોઈ અન્ય વ્યક્તિ છે ? કે પછી પ્રોફેસર જસ્ટિન સાથે ખાલી મઝાક કરી રહ્યા છે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ'.)