Magic Stones - 5 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 5

Featured Books
Categories
Share

મેજિક સ્ટોન્સ - 5

( તમે આગળનાં ભાગમાં જોયું કે એક માયાવી વરું થી વ્હાઇટ જસ્ટિન ને બચાવે છે. જસ્ટિન વ્હાઇટ ને સ્ટોન નેં લાગતાં સવાલો પૂછે છે એના જવાબમાં વ્હાઇટ એને એક ગુફામાં લઈ જાય છે જ્યાં એને ' મેજિક સ્ટોન ફેમિલી ' વિશેની તમામ માહિતી આપે છે. જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે કે ગ્રીન સ્ટોન એની પાસે કંઈ રીતે આવ્યો ? હવે આગળ.)

' તમારાં બધા પાસે સ્ટોનની શક્તિ હતી, તો પછી તમે લોકો ગ્રીનને કેમ બચાવી ના શક્યા ? એના પાછળનું કોઈ ખાસ કારણ ? કે પછી આ સ્ટોન ની શક્તિ બક્તી બધું ખાલી કહેવાનું છે ?' જસ્ટિન હસતાં હસતાં વ્હાઈટને પૂછે છે.

' આ સૃષ્ટિમાં કોઈ અમર નથી, ક્યારેક ને ક્યારેક તો આપણે મરવાનું જ છે. જ્યારે નિયતિએ આપણું મરવાનું લખ્યું હશે ત્યારે આપણને દુનિયાની કોઈ પણ શક્તિ બચાવી નહિ શકે. ગ્રીનનો સમય પણ ખતમ થઈ ગયો હશે માટે અમે શક્તિશાળી હોવા છતાં પણ એને બચાવી ન શક્યાં.' વ્હાઇટ જસ્ટિનને ભાવુક થતાં કહે છે.

' તો એનો મતલબ કે મારો જીવ પણ હવે જોખમમાં છે, ગમે ત્યારે મારા ઉપર પણ હુમલો થઈ શકે છે ?' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.

' પેલો વ્યક્તિ જે વરુનું રૂપ ધારણ કરી ને આવ્યો હતો એ ખરેખર તને મારવા અને તારા પાસેથી સ્ટોન લેવા જ આવ્યો હતો.' વ્હાઇટ જસ્ટિન કહે છે.

' તેઓને કંઈ રીતે ખબર પડી કે ગ્રીન સ્ટોન મારી પાસે છે ?' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.

' તે કામ જ એવું કર્યું છે કે કોઈને પણ ખબર પડી જાય. તે પેલા છોકરાઓને મારવા માટે સ્ટોનની શક્તિ વાપરી તેના થી જે ઊર્જા ઉત્પન્ન થઈ તેનાથી તેઓ ને તારા પાસે સ્ટોન છે એમ ખબર પડી હશે. ઊર્જા ને ટ્રેસ કરી ને કોઈ પણ તારી પાસે પહોંચી શકે છે.' વ્હાઇટ જસ્ટીનની શંકાનું સમાધાન કરતા કહે છે.

' એ બધું તો ઠીક છે પણ, આ ગોડ હન્ટર કોણ છે ? મેં તો આવું નામ કોઈ દિવસ સાંભળ્યું નથી.' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.

' હોબો ઉર્ફ ગોડ હન્ટર, બ્રહ્માંડ નો એક ઉત્તમ યોદ્ધા. એના બાપનું નામ યોડા હતું.' વ્હાઈટ કહે છે.
' યોડા એટલે ગેલેક્સી એક્સ નો ફેમસ ચોર, એજ ને ?' જસ્ટિન પૂછે છે.
' હા એજ, પણ તને કંઈ રીતે ખબર પડી કે યોડા નામનો કોઈ ફેમસ ચોર હતો ?' વ્હાઇટ જસ્ટીનને પૂછે છે.
' આ સ્ટોન જ્યારનો મારી પાસે આવ્યો છે, ત્યારના મને રાતે અજીબો ગરીબ સપનાં આવાના ચાલુ થઈ ગયા છે. તેમાં જ મેં યોડા ને જોયો હતો.' જસ્ટિન વ્હાઈટને કહે છે.
' બીજું શું શું જોયું હતું તે સપનાંમાં ?' વ્હાઇટ જસ્ટિનને પૂછે છે.
' મને સપનાંઓ યાદ નથી રહેતા, આ તો તમે યોડા નું નામ લીધું એટલે એકાએક દિમાગમાં ઝબકારો થયો.' જસ્ટિન વ્હાઈટને કહે છે.
' ઠીક છે, તને જે પણ યાદ આવે એ મને જણાવજે.' વ્હાઈટ જસ્ટીનને કહે છે.
' ચોક્કસ.' જસ્ટિન વ્હાઈટને કહે છે.
' એ એકલો તો હોય નહિ એની સાથે એના સાથીદારો ટીમ જેવું કંઇક તો હશે ને.' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.
' હા, એની પાસે એક મોટી સેના છે, અને એના કમાન્ડરો બધા ધુરંધર છે, જેઓ ભાગ્યે જ કોઈ લડાઈ હાર્યા હોય.
એમાંથી એક છે 'માયરા' જે ગોડ હન્ટર ની પ્રેમીકા છે. તે કોઈપણ પ્રકારનું રૂપ લઈ શકે છે, કોઈપણ પ્રકારની માયા રચી શકે છે. ઘણાં અચ્છા અચ્છા યોદ્ધાઓને પોતાના મોહ પાસમાં જકડીને મારી નખાવ્યા છે. બીજો છે 'કમાન્ડર બેન' જે ગોડ હન્ટરની સમગ્ર સેનાની આગેવાની કરે છે. દરેક પ્રકારનાં હથિયાર ચલાવામાં અને કૂટનીતિમાં માહિર છે. કહેવાય છે કે એણે જેટલી પણ લડાઈમાં સેનાની આગેવાની કરી છે તેમાંથી તે એક પણ લડાઈ હાર્યો નથી.
એનો બીજો અને સૌથી ખાસ માણસ 'સાયન્તિસ્ત એન' જે પોતાનાં જ્ઞાનથી વિવિધ પ્રકારનાં આધુનિક હથિયારો બનાવે છે. એવા ઇન્જેકશન તૈયાર કરે છે જેને લઈને ગોડ હન્ટરના સૈનિકો થાક્યાં વગર સતત લડી શકે છે, એમને કોઈ ઇજા કે ઘાવ ની અસર થતી નથી, એમને કોઈ દર્દ થતું નથી. સાયન્તિસ્ત એન વિવિધ આધુનિક ટેકનલોજી પણ જાણે છે જે માનવોથી પણ એડવાન્સ છે. બીજા તો ઘણાં એવા નાના મોટાં સેવકો રહેલા છે જે ગોડ હન્ટરના એક જ અવાજ ઉપર મરી મારી શકે. જ્યારે ગોડ હન્ટર ને એવું લાગે છે એનું કોઈ કામ બહું જરૂરી છે અને કોઈ થી થઈ નથી રહ્યું બધાં જ એમાં નિષ્ફળ જાય છે તો એનો એક ખાસ માણસ છે, જો કે એને ખાસ ના કહી શકાય કેમ કે એ પૈસા માટે કામ કરે છે. પણ ઘણાં એવા ગોડ હન્ટરના કામ એને બાર પાડ્યાં છે માટે એ ગોડ હન્ટર નો ઘણો ખાસ છે એનું નામ 'બ્લૂ ડ્રેગન' છે. યુનિવર્સ માં એવી કોઈ ફાઇટિંગ સ્કીલ નથી જેને બ્લૂ ડ્રેગન ના જાણતો હોય. બ્લૂ ડ્રેગન નાનું નાનું કામ નથી કરતો, જ્યારે એને કોઈ ખાસ વ્યકિત ને મારવાનો હોય ત્યારે જ એને યાદ કરવામાં આવે છે, બ્લૂ ડ્રેગન એક પ્રકારનો સોપારી કિલર છે એમ પણ કહી શકાય.
' હવે ગ્રીન સ્ટોન મારી પાસે છે તો શું હવે એ લોકો મને પણ મારવાની કોશિશ કરશે ? ' જસ્ટિન વ્હાઈટને પૂછે છે.
' હા, એટલે જ તો એણે તને મરવા માટે માણસ મોકલ્યો હતો. માટે હવે તું પણ સ્વીકારી લે કે આ સ્ટોન તારો છે અને તારે સ્ટોનની શક્તિ સમજવી પડશે. સ્ટોનનો ઉપયોગ કઈ રીતે અને કંઈ પરિસ્થિતિમાં કરવો એ પણ તારે શિખવું પડશે. સ્ટોનના ઉપયોગના નીતિ નિયમોની જાણકારી અને એનું પાલન પણ તારે શિખવું પડશે.' વ્હાઇટ જસ્ટીનને કહે છે.
' પણ મને શીખવાડશે કોણ ?' જસ્ટિન વ્હાઇટને કહે છે.
' હું છું ને, હું તને તાલીમ આપીશ. ખાસ એના માટે તો મને અહી મોકલવામાં આવ્યો છે.થોડા દિવસમાં હું તને તૈયાર કરી દઈશ કારણ કે આગળ જતા તારે પણ બહું મોટા કામો કરવાનાં છે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' હજી પણ મને એક વાત મારી સમજની બહાર છે ?' જસ્ટિન માથું ખંજવાળતા વ્હાઇટને કહે છે.
' કંઈ વાત ? મને કહે તો હું એનું કોઈ સમાધાન લાવી શકું ?' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' એજ કે એટલાં બધાં બ્રહ્માંડ છે, અને એમાં આ પૃથ્વી અને એના પર પણ અજબો લોકો, તો પણ આ સ્ટોને મને જ કેમ પસંદ કર્યો ? આ વાત હજી મારા ગળે નથી ઉતરી રહી.' જસ્ટિન અસમંજસ સાથે વ્હાઇટને કહે છે.
' એમાં કોઈ નવાઈ ની વાત નથી, આના પાછળ પણ એક નાનકડો કિસ્સો છે જે તમને બંને ને જોડે છે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' કયો કિસ્સો ? અને શું છે અમારા બંને વચ્ચેનું જોડાણ ?' જસ્ટિન ઉતાવળો થઈ વ્હાઇટ ને પૂછે છે.

( જસ્ટિન અને ગ્રીન સ્ટોન વચ્ચેનું શું જોડાણ છે ? બંને ને જોડતો કિસ્સો શું છે ? વધું જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ .' )