EXPRESSION - 11 in Gujarati Fiction Stories by ADRIL books and stories PDF | અભિવ્યક્તિ.. - 11 - કેમ... ?

The Author
Featured Books
Categories
Share

અભિવ્યક્તિ.. - 11 - કેમ... ?

અમે દીકરા અને દીકરી માં ફરક જ નથી રાખતા.. આવું કહેનારા ઓ પણ ક્યારેક દીકરીના "કેમ ?"  નો જવાબ આપી શકતા નથી.. 

 

"કેમ... ?"

 

જો દીકરા ના જન્મ વખતે પેંડા વહેંચાય તો  

તો દીકરી ના જન્મ વખતે સહાનુભૂતિ કેમ ?

 

જો દીકરાને મહેમાન સાથે મઝા કરવાની છૂટ અપાય 

તો દીકરીને મહેમાન ના સ્વાગત કરવાની ફરજ કેમ ?

 

જો દીકરાને ઘરના કામ નહિ કરવાની સ્વતંત્રતા અપાય 

તો દીકરીને ઘરનું કામ શીખવાડવાનો આગ્રહ કેમ ? 

 

જો દીકરાના અભ્યાસ માટે લૉન લઇ શકાય 

તો દીકરીની વિદાય માટે લૉન કેમ ? 

 

જો દીકરો એના કોઈ ડરથી કકળાટ કરી શકે 

તો દીકરી ના ડર ને ઓળખવાની અવગણના કેમ ? 

 

જો દીકરો દસ વર્ષની ઉંમરમાં પણ પાંચ વર્ષના બાળક જેવું વર્તન કરી શકે 

તો દીકરી માટે દસ વર્ષની ઉંમરમાં જ વીસ વર્ષ ની સ્ત્રીના જેવા વર્તનની અપેક્ષા  કેમ ?   

 

જો દીકરો મૂવી કે મોજશોખ પરમિશન વિના માણી શકતો હોય 

તો દીકરી ના મોજશોખ માટે આટલા બધા નિયંત્રણ કેમ ? 

 

જો દીકરો પોતાની નાપસંદગી જાહેરમાં વ્યક્ત કરી શકતો હોય 

તો દીકરીની પસંદ ઉપર આટલા બધા માપ-તોલ કેમ ? 

 

જો દીકરો પોતાનું કરિયર જાતે પસંદ કરી શકતો હોય 

તો દીકરી માટે સૅઇફ કરિયર જોવાની વૃત્તિ કેમ ? 

 

જો દીકરો કરિયરમાં અસફળ રહે તો નવી તક ખુલ્લી હોય 

તો દીકરી ના કરિયર ને કોમ્પ્રોમાઇઝ કરવાનો દુરાગ્રહ કેમ ? 

 

જો દીકરો ગર્લ-ફ્રેન્ડ બનાવે તો એને બેમિસાલ કળા ગણાય   

તો દીકરી ના બોય-ફ્રેન્ડ ને લઈને અત્યંત ધમાલ કેમ ? 

 

જો દીકરો પસંદગીના પાત્રને પરણી શકતો હોય 

તો દીકરી ની પસંદ ની ભરપૂર તપાસ કેમ ? 

 

જો દીકરો ઓફિસથી ઘેર આવીને સોફામાં લંબાવી શકતો હોય 

તો દીકરી માટે ઓફિસ પછી પણ રસોડા નું કામ કેમ ?

 

જો દીકરો પોતાના પરિવારના કોઈ પણ સદસ્ય ને મન ફાવે ત્યારે મળી શકતો હોય 

તો (પરણેલી) દીકરી ના સ્વજનો ને આમંત્રણ અને પ્રથા પ્રમાણે મળવાનો કાયદો કેમ ?  

 

જો દીકરો શોર્ટ માં પણ ગમે ત્યાં ફરી શકતો હોય

તો દીકરીએ શું પહેરવું એ ચર્ચાનો વિષય કેમ ?  

   

જો દીકરાના ઘઉવર્ણ ને સહજ સ્વીકારાતો હોય 

તો દીકરીના રંગ ને નિખારવા નો નિયમ કેમ ?

 

જો દીકરાના બ્રૅક-અપ વખતે સહાનુભૂતિ નો વરસાદ થતો હોય  

તો દીકરી નું બ્રેક-અપ નર્ચર વગરનું કેમ ? 

 

જો દીકરો થઈને દીકરીની કમાયેલી દોલત બેઝિઝક સ્વીકારી શકતો હોય તો 

તો દીકરીને રસોડામાં મળતા દીકરાના સપોર્ટને મદદ નું ઉપનામ કેમ ?     

 

જો દીકરાનો બૉડી-શૅપ મૅટર ના કરતો હોય 

તો દીકરી માટે પ્રસુતિ પછી પણ સુંદરતા જળવાઈ રહે એવી હઠ કેમ ?

 

જો દીકરો લગ્નના નામે દહેજ ના બદલામાં શરીર સુખનું બાર્ટર કરે   

તો દેહ-વ્યાપાર કરતી સ્ત્રીઓ આટલી અપમાનિત કેમ ?   

 

જો દીકરો માં-બાપને હડધૂત કરી નાંખે તોયે એ ચહીયાતો   

તો દીકરીને માટે આટલા બધા કુરબાનીના કલાસ કેમ ? 

 

જો દીકરા નો ગુસ્સો એનો સ્ટ્રેસ ગણાતો હોય 

તો દીકરીના હોર્મોનલ બદલાવ આટલી હદે બેનામ કેમ ?

 

જો દીકરો મોડી રાત સુધી ઘરમાંથી બહાર રહી શકે 

તો દીકરી ને દિવસે પણ એકલા નહિ જવાનું બંધન કેમ ?  

 

જો દીકરાની અણઆવડત પછી પણ એના ઉપર આટલો બધો ભરોસો કરી શકાતો હોય

તો કાર્ય-કુશળ દીકરી ઉપર શંકા અને વધારે પડતો અવિશ્વાસ કેમ ?  

 

જો દીકરાને દુઃખ પહોંચે અને વ્યાકુળ થઇ જવાતું હોય

તો સંસારમાં દીકરી ના જિંદગીભરના દુઃખને નસીબ નું નામ કેમ ? 

  

જો દીકરા ના લગ્ન કરતી વખતે દીકરીને સાસરે જવાની પ્રથા હોય 

તો દીકરી માટે માબાપ નું ઘર છોડવાની સજા એનો કરિયાવર કેમ ?  

 

પત્નીના મૃત્યુ પછી દીકરો રંગીન જિંદગી માણી શકતો હોય 

તો પતિના મોત પછી દીકરી માટે સફેદ સાડી કેમ ?