Magic Stones - 1 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 1

Featured Books
Categories
Share

મેજિક સ્ટોન્સ - 1

જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા જઈ રહ્યો હોય છે. મોડું ઘણું થઈ ગયું હોય છે માટે આજે પણ જસ્ટિન રોજની જેમ જંગલ વાળો શોર્ટ કટ રસ્તો પકડે છે. પૂર જડપે કાર હંકારી જંગલવાળા સૂમસામ રસ્તેથી જઈ રહ્યો હોય છે. જસ્ટિનનું મન આજે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ તરફ એનું ધ્યાન દોરવી રહ્યું હોય છે. કોલેજમાં આજે પણ ફરી વાર પોતાની સાથે થયેલા પ્રેંક વિશે વિચારીને ગુસ્સે થાય છે. કોલેજમાં બધા છોકરા છોકરીઓએ એની હસી ઉડાવે છે. જસ્ટિન કરી પણ શું શકતો હતો કેમ કે પોતે અનાથ છે. ચર્ચમાં રહીને મોટો થયો હતો અને હવે સેન્ટ જેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતો હોય છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે એ પાર્ટ ટાઇમ કેબ ચલાવતો હોય છે.

જસ્ટિન હજી બધું વિચારી જ રહ્યો હોય છે એટલામાં એનો ફોન રણકે છે. સ્ટેરીંગ ની આગળ મૂકેલા ફોનને ઉતાવળમાં લેવા જતા ફોન નીચે પડી જાય છે અને એના પગ પાસે આવીને ફસાઈ જાય છે. જસ્ટિન નીચે તરફ વળે છે અને ફોન નીચેથી ઉપર લે છે ત્યાં સુધીમાં ફોનની રીંગ પૂરી થઈ ચૂકી હોય છે. જસ્ટિન ફોન હાથમાં લઇ ઊભો થાય છે નોર્મલ થઈ ને એ આગળ જુવે છે તો આગળ એકાએક વળાંક આવી ગયો હોય છે. ગાડી ઝડપમાં હોય છે એને તરત જ ટર્ન લેવાનો હોય છે. જસ્ટિન તરત જ વળાંક લે છે. જેવો વળાંક પૂરો થાય છે જસ્ટિન હાશકારો અનુભવે છે પણ ત્યાં જ વળાંક ને અડીને એને એક વૃદ્ધ ઉભેલા દેખાય છે. ગાડી એટલી પૂર ઝડપમાં હોય છે કે જસ્ટિન બ્રેક મારે એ પહેલાં કાર પેલા વૃદ્ધની ઉપરથી નીકળી જાય છે. જસ્ટિન બ્રેક મારે છે. કાર થોડી આગળ જઈને ઉભી રહે છે. જસ્ટિન ખૂબ જ ગભરાઈ જાય છે અને એ પાછળ વળીને જોવામાં પણ ડર અનુભવે છે, એના શરીરમાંથી કંપારી છૂટવા માંડે છે. જસ્ટિન બેક મીરર માંથી પાછળ જોય છે પણ એને ત્યાં કોઈ દેખાતું નથી. જસ્ટિનને આશ્ચર્ય થાય છે એ પલટીને ફરી પાછળ જોય છે, તો જે જગ્યાએ પેલા વૃદ્ધ ઉપર કાર ચઢી ગઈ હતી ત્યાં ખરેખર કોઈ હોતું નથી. જસ્ટિનના મનમાં વિચારી રહ્યો હોય છે કે પેલો વૃદ્ધ ગયો તો ગયો ક્યાં ? કાં તો પછી ત્યાં કોઈ હતું જ નહિ, માત્ર મને કોઈ ભ્રમ થયો હતો ? જસ્ટિને ફરી પાછળ જોયું પણ એને કોઈ ન દેખાયું, જસ્ટિન ફરી કાર ચાલુ કરે છે. પણ એકાએક એને જાણે પાછળ કઈક જોયુ હોય એમ એને લાગે છે જસ્ટિન ફરી એકદમ ઝડપથી પાછળ જોઈ છે. જ્યાં કાર પેલા વૃધ્ધ ઉપરથી નીકળી ગઈ હતી તે રસ્તેથી લીલો પ્રકાશ આવી રહ્યો હોય છે. જસ્ટિનના મનમાં કુતુહલ ભાવ ઉત્પન્ન થાય છે અને એ કાર રીવર્સ લે છે અને ત્યાં ઊભી કરી છે જ્યાંથી લીલો પ્રકાશ આવી રહ્યો હોય છે. જસ્ટિન કારમાંથી નીચે ઊતરે છે જસ્ટિન જુએ છે કે રસ્તા ઉપર કોઈ વસ્તુ પડી છે જેમાંથી લીલો પ્રકાશ નીકળી રહ્યો હોય છે. જસ્ટિને એ વસ્તુ હાથમાં લે છે તે એક પત્થર હોય છે જે લીલા રંગનો આકર્ષક પત્થર હોય છે જેમાંથી લીલા રંગનો તેજસ્વી પ્રકાશ નીકળી રહ્યો હોય છે.

જસ્ટિન જેવો પત્થર હાથમાં લે છે તેવો જ એમાંથી પ્રકાશ નીકળતો બંધ થઈ જાય છે જસ્ટિન તે લીલા રંગના પથ્થર ને ખીસામાં મૂકી દે છે અને કારમાં બેસે છે એવામાં એના મનમાં વિચાર આવે છે કે આ પથ્થર કદાચ પેલા વૃધ્ધની હશે તો ? માટે જસ્ટિન પેલા વૃધ્ધની રાહ જોવાનું વિચારે છે. થોડી વાર રાહ જોયા બાદ જસ્ટિન ને કોઈ દેખાતું નથી અને જસ્ટિન ને કાર પણ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આપવાની હોય છે માટે જસ્ટિન કાર ચાલુ કરે છે અને કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફ પૂર ઝડપે હંકારી મૂકે છે.

થોડી વાર બાદ જસ્ટિન ટ્રાન્સપોર્ટ ઓફિસ પહોંચી જાય છે જ્યાં એનો સુપરાઈઝર એની રાહ જોઈ રહી હોય છે. એના મોઢા પરથી જ લાગતું હોય છે કે એ આજે પણ જસ્ટિન પર ગુસ્સે છે.
' જસ્ટિન આજે ફરી તું મોડો પડ્યો, તારું આ રોજનું થઈ ગયું છે. હવે પછી જો મોડો આવીશ તો હું તારા પગાર માંથી પૈસા કાપી લઈશ, આ મારી છેલ્લી ચેતવણી સમજી લેજે' સુપરાઈઝર જસ્ટિનને કહે છે.
' શું કરું બોસ એક કસ્ટમરે મારું મગજ બગાડી નાખ્યું, એને પૈસા બાબતે મારી સાથે એટલી રકજક કરી કે મારે એની સાથે મગજમારી કરવાંમાં જ મોડું થઈ ગયું. હવે પછી મોડું નહિ થાય, હું સમયસર ઓફીસ આવી જઈશ.' જસ્ટિન કહે છે.
' દર વખતે તારું કોઈને કોઈ નવું બહાનું હોય છે, આજી વાર હું તને જવા દઉં છું પણ, ફરી વખત હું તને નહિ બક્સું.' સુપરાઈઝ જસ્ટિનને કહે છે.
' ઠીક છે, દન.' જસ્ટિન સુપરવાઈઝરને કહે છે.
જસ્ટિન ચાવી સુપરવાઈઝરને આપી ઓફિસની બહાર નીકળી જાય છે.જસ્ટિન ટેક્સી પકડીને ઘરે પહોંચે છે. ઘરે પહોંચી જસ્ટિન પેલો લીલો પત્થર ટેબલના દ્રોવર માં મૂકે છે અને પોતે ફ્રેશ થવા માટે બાથરૂમ માં જતો રહે છે. ડ્રોવર માંથી ફરી લીલો પ્રકાશ નીકળે છે અને આપોઆપ પ્રકાશ બંધ થઈ જાય છે.
ફ્રેશ થઈને આવ્યા બાદ જસ્ટિન ફ્રીઝ ખોલી એમાંથી મેંગો જ્યુસ નું પેકેટ, ઈંડા અને બ્રેડ કાઢે છે. ઈંડાની ગરમાગરમ આમલેટ બનાવે છે અને જુઇસ સાથે એનો આનંદ ઉઠાવે છે. જમ્યાં બાદ એના મનમાં પેલા પત્થરનો વિચાર આવે છે. જસ્ટિન દ્રોવર ખોલી પત્થર બહાર કાઢે છે. જસ્ટિન એની સાથે રમત રમવાનું વિચારે છે. મઝાક માં કહે છે કે આ કોઈ સુપર પાવર સ્ટોન તો નથી ને ? એમ કહી જસ્ટિન પત્થર હથેળીમાં મૂકે છે અને હથેળી બંધ કરી ને પોતાની આંખો પણ બંધ કરી દે છે. જસ્ટિન જેવો આંખ બંધ કરે છે તેવો જ એના મસ્તિક્સમાં એક ઊર્જા પ્રસરે છે અને જસ્ટિન એમાં ખોવાઈ જાય છે. એના દિમાગમાં વિવિધ પ્રકારનાં ચેહરાઓ દેખાય છે જેને જસ્ટિને કદી જોયા નથી હોતા. કેટલાક ચેહરા તો એવા હોય છે જેના ઉપરથી અંદાજો લગાવી શકાતો હતો કે એ વ્યક્તિઓ આ દુનિયામાં નથી. જસ્ટિન એ ચહેરાઓને જોઇને ગભરાઈ જાય છે અને આંખ ખોલી નાખે છે અને પત્થર હાથ માંથી નીચે ફેંકી દે છે. જસ્ટિન નો ચેહરો પસીના થી રેબઝેબ થઈ જાય છે. આ વ્યક્તિઓ કોણ હતા અને આ પત્થર હાથમાં લેવાથી મને શું થઈ ગયું ? આ પત્થરમાં એવું તો શું છે ? એના મનમાં હજારો સવાલ ઉત્પન્ન થાય છે. જસ્ટિન પત્થર ને ફરી ટેબલ ના દ્રોવર માં મૂકી દે છે.

( પત્થર કોનો હશે ? એ પત્થર જસ્ટિન પાસે કેમ આવ્યો ? પેલો વૃદ્ધ કોણ હતો ? જસ્ટિન ને દેખાતા ચહેરાઓ કોનાં હતા ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '. વાચકમિત્રો તમારો અભિપ્રાય આપવાનું ચૂકતા નહિ કારણ કે તમારા સારા નરસા અભિપ્રાય મને સારું લખવા પ્રેરિત કરે છે.)

વધુ આવતાં અંકે...