Sambandh - 5 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | સંબંધ - એક અજબ પ્રેમકહાની - 5

Featured Books
Categories
Share

સંબંધ - એક અજબ પ્રેમકહાની - 5

પણ શ્યામ ક્યાં છે..?


શ્યામ અત્યારે પોતાની જિંદગીથી કંટાળી ગયેલો. તે દિવસે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે સાંજે જમીને તે સુવા માટેની તૈયારી કરવા લાગ્યો.

તેને લાગી રહ્યું હતું કે જો અત્યારે તે પ્રિયાનો સામનો કરશે તો ગુસ્સામાં ન જાણે પ્રિયાને શું શું કહી બેસસે. એટલે તે બને એટલી જલ્દી સૂઈ જવા માગતો હતો.

જ્યારે પ્રિયા તેમના રૂમમાં આવી ત્યારે શ્યામ સૂઈ ચૂક્યો હતો. પ્રિયાને ઘણું અજીબ લાગ્યું પણ તેણે વિચાર્યું કે કદાચ શ્યામ થાકીને આવ્યો હશે એટલે જલ્દી સૂઈ ગયો હશે. તેણે તેને ડિસ્ટર્બ કર્યા વિના જ આરામ થી સુવા દીધો.

થોડીવાર પછી તે પણ સૂઈ ગઈ. પડખા ફરતા થોડી વારમાં જ પ્રિયાને પણ ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે તે જાગી ત્યારે તેની પથારીમાં શ્યામ તેની બાજુમાં સૂતો નહોતો. હંમેશા તો સૌથી પહેલા ઉઠતી પ્રિયા આજે કદાચ ઉઠવામાં મોડું થયું હશે અને શ્યામ તેને જગાડ્યા વિના જ ન્હાવા માટે ચાલ્યો ગયો હશે એમ વિચારીને તે રૂમના બાથરૂમ તરફ ગઈ.

શ્યામ બાથરૂમમાં નહોતો. બહાર આવીને પ્રિયાએ બધે જ જોયું પણ ક્યાંય તેને શ્યામ દેખાયો નહીં. હવે તેને થોડીક ચિંતા થવા લાગી.

પ્રિયાએ પોતાના રૂમમાં આવીને પોતાના મોબાઈલ માંથી શ્યામને કોલ કર્યો. શ્યામના ફોનની રીંગ તેમના રૂમની અંદર બેડ પર જ વાગી. બેડ પર એક બ્લેંકેટની નીચે મોબાઈલ પડ્યો હતો.

હવે પ્રિયાને એકદમ ફાળ પડી. તે ઝડપથી વૈભવના ઘોડિયા તરફ દોડી. તેને પોતાના મનમાં ઊભો થયેલો ડર અને શક બંને સાચા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતુ. તેના શક પ્રમાણે ઘોડિયું ખાલી હતું.

પ્રિયા દોડતી જ બહાર આવી અને પોતાના સાસુ-સસરા ને જગાડીને જણાવ્યું કે શ્યામ પોતાના રૂમમાં નથી અને સાથે વૈભવ પણ નથી. તેઓ ક્યાં ગયા હશે એ કંઈ સમજાઈ ન્હોતું રહ્યું.

પ્રિયાના મનમાં અત્યારે એકસાથે હજારો વિચાર આવી રહ્યા હતા. એ વિચારોમાં સારા વિચારો ખૂબ ઓછા હતા પણ ખરાબ અને માઠા વિચારો જ વધારે આવી રહ્યા હતા.
શ્યામ ક્યાં ગયો હશે?
વૈભવને સાથે કેમ લઈ ગયો હશે?
તે ક્યાંક મને છોડીને તો નહિ ગયો હોયને..?
તેણે કોઈ ઉલટું પગલું તો નહિ ભર્યું હોયને?
શું તેઓ મારાથી દૂર થવા માગે છે?

આવા અનેક સવાલો એ પ્રિયાના મનમાં ઘર કરી લીધું. તે અત્યારે અતિશય રડી રહી હતી. તે ખૂબ જ કકળાટ કરતી માથું ફૂટી રહી હતી.

તેના સાસુ-સસરા તેને શાંત રહેવા અને શ્યામને શોધી લાવવાની કોશિશ કરવા માટે સમજાવી રહ્યા હતા. શ્યામના માતાપિતાને પણ એક તરફ ગુસ્સો આવી રહ્યો હતો તો બીજી તરફ પોતાનો દીકરો ઘર છોડીને શા માટે ગયો એ વિચારીને દુઃખ પણ થઈ રહ્યું હતું.

આ બધી વાતોની વચ્ચે પણ પ્રિયા કદાચ જાણતી હતી કે શ્યામ ઘર છોડીને શા માટે ગયો હતો. તે અત્યારે એટલી બધી મજબૂર હતી કે કોઈને કહી પણ નથી શકતી અને શ્યામ અને પોતાના દીકરા વૈભવ વિના રહી પણ નથી શકતી.

પ્રિયા પોતાના રૂમમાં આવીને બેડ પર સુતા સુતા ખુબજ રડી રહી હતી. તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરેલો હતો. અચાનક જ તેની નજર શ્યામના મોબાઈલ ઉપર પડી. તેણે મોબાઈલ ખોલીને જોયું.

મોબાઈલ ખોલતાની સાથે જ પ્રિયાના ચહેરાનો જાણે રંગ ઊડી ગયો. શ્યામે જતા પહેલા પ્રિયા માટે એક સંદેશ લખીને મુકેલો હતો.

ડિયર પ્રિયા,
કદાચ તને ખ્યાલ નહી હોય પણ જ્યારે હું તને જોવા માટે પહેલી વાર તારા ઘરે આવ્યો હતો ને ત્યારે ખબર નહિ કેમ પણ તને જોઇને જ પહેલી નજરે મને તું ગમી ગયેલી.

તું મને ગમી એની પાછળનું કારણ તારી સુંદર આંખો છે. તારી એ આંખોમાં અનેક રાજ છુપાયેલા હતા એ વાતથી સાવ અજાણ મે તને પ્રેમ કરવા માટે મારા મનને મંજૂરી આપી દીધી.

જ્યારે મને ખબર પડી કે તું મને પ્રેમ નથી કરતી પણ માત્ર તારા માતાપિતાના માન ખાતર તે મારી સાથે લગ્ન કરવા માટે હા પાડી, એ વાત પણ એક રીતે મને ગમી. તું તારા માતપિતા માટે પોતાના પ્રેમની કુરબાની આપી રહી છે એ વાત મને ખૂબ ગમી.

મે હંમેશા તને પ્રેમ જ કર્યો છે. હા ક્યારેક ગુસ્સો આવતો પણ મારા દિલમાં તારા માટે જે પ્રેમ હતો તેના વિશ્વાસે મે નક્કી કર્યું કે હું તને એટલો પ્રેમ આપીશ કે તું ક્યારેક તો મને પ્રેમ કરીશ જ. એ આશાએ હું તને પ્રેમ કરતો રહ્યો.

બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. હું તારી સાથે અને વૈભવ આપણી સાથે ખૂબ જ ખુશ હતા. પણ કદાચ હવે તારું મન મારાથી ભરાઈ ગયું હોય એવું લાગે છે.

આપણી પાસે બધું હોવા છતાં હું કે મારો પ્રેમ તારી અમુક આદતો ને બદલી ના શક્યો. એટલે હવે હું આપણા વૈભવને લઈને તારી જિંદગીથી ખૂબ જ દૂર જઈ રહ્યો છું.

તું તારી રીતે જીવવા માટે અને તારે જેની સાથે જવું હોય એની સાથે લગ્ન કરવા માટે આઝાદ છે. હવે હું ક્યારેય તને, મને પ્રેમ કરવા માટે ફોર્સ નહિ કરું.

હું તને મારી જિંદગીથી હંમેશા માટે આઝાદ કરું છું. મે ડિવોર્સ પેપર સહી કરીને આપણા બેડની નીચે રાખ્યા છે.

વૈભવ માટે thanks..

તારી અને મારી નિશાની એવા વૈભવને હું જીવની જેમ સાચવીશ. I promise.

Good bye..
Love you always..

તારો કદાચ ક્યારેય ન થઈ શકે એવો
શ્યામ...😭😭😭


એટલું વાંચતા તો પ્રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પણ અત્યારે તેને શાંત કરાવવા માટે તેની પાસે તેનો પ્રિય શ્યામ નહોતો. તે જાણતી હતી કે કદાચ તે હવે શ્યામને ક્યારેય પાછો નહિ મેળવી શકે.

તેનો શ્યામ અને તેનો વૈભવ બંને તેનાથી ખૂબ જ દૂર ચાલ્યા ગયા હતા. આ બધું જ તેની ભૂલના કારણે જ થયું હતું એ વાત પ્રિયાને હવે સમજાઈ રહી હતી.

શ્યામના માતપિતા અને પ્રિયાના માતપિતા એ સાથે મળીને થઈ શકે એટલી બધી રીતે શ્યામની શોધ કરી. પરંતુ ક્યાંય શ્યામ કે વૈભવને કોઈ પણ પ્રકારે ખબર ન મળી.

આ શોધ તેમણે અંદાજિત ત્રણેક મહિનાઓ સુધી ચાલુ રાખી. શ્યામ અને વૈભવ ક્યાં ગયા એ કોઈ જાણતું નહોતું. સમાચારમાં અને ટીવી માં બધે શ્યામ અને વૈભવના ફોટા મોકલવામાં આવ્યા. તેમ છતાં ક્યાંય શ્યામ કે વૈભવના કોઈ સમાચાર ના મળ્યા.

એટલા દિવસોમાં પ્રિયાનું શરીર એકદમ સુકાઈ ગયું હતું. લગભગ એક અઠવાડિયા સુધી તો તેણે સાવ અનાજ નહિ લીધેલું. રડી રડીને આંખો પણ ઊંડી ઉતરી ગયેલી. આંખોની આસપાસ કાળા ડાર્ક સર્કલ બની ગયેલા.

પ્રિયાની હાલત અત્યારે એવી થઈ ગયેલી કે જો કોઈ જુએ તો કદાચ તેને ઓળખી પણ ના શકે. આખો દિવસ બસ શ્યામ અને વૈભવનો ફોટો હાથમાં લઈને બેસી રહેતી.

કંઈ ખાવા કે પીવાનું કંઈ ભાન ન્હોતું. દિવસ અને રાત બસ શ્યામ અને વૈભવનું જ રટણ કરતી રહેતી.

તેના રૂમની હાલત પણ અત્યારે તેના જેવી જ થઈ ગયેલી. ઘણા દિવસથી સફાઈ નહિ થયેલી અને દિવસ હોય કે રાત લાઈટ ચાલુ કર્યા વિના પ્રિયા પોતાના રૂમમાં બેસી રહેતી અને રડતી રહેતી.

ઘડી બે ઘડી જો ઊંઘ આવે તો પણ તેને શ્યામ અને વૈભવના જ સપના આવે અને તેની ઊંઘ ઊડી જતી. વળી પાછી જાગીને તે રડવા લાગતી.

તેમના માતાપિતા તો જાણે ગાંડા જેવા થઈને શ્યામ અને વૈભવને શોધવામાં જ પડેલા. ઘણા સમય સુધી શ્યામ અને વૈભવની શોધ કર્યા પાછી પણ તેમના કોઈ નિશાન ના મળ્યા.

કહેવાય છે ને કે જે ખોવાઈ ગયા હોય તે કદાચ મળી જાય પણ જે છુપાઈને બેઠા હોય અથવા તો સામે આવવા જ ના માગતા હોય તેવા માણસોને શોધવા ખૂબ જ અઘરા. અહી પણ કંઇક એવું જ બનેલું. શ્યામ અને વૈભવને શોધવા અત્યારે ખૂબ જ અઘરું બનેલું હતું.

અત્યારે બધાને માત્ર અને માત્ર એક જ વાત ધ્યાનમાં આવી રહી હતી. અને એ હતી શ્યામ માટે પ્રિયાનો સાચો પ્રેમ....

પણ શ્યામ ક્યાં છે..??



શ્યામ પોતાના દિકરા વૈભવને લઈને ક્યાં ચાલ્યો ગયો હતો?
આ કહાની હવે ક્યાં લઇ જઇ રહી છે?
શું શ્યામ અને પ્રિયા ફરીવાર મળશે?


આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
સંબંધ - એક અનોખી પ્રેમ કહાની..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'