Kone bhulun ne kone samaru re - 164 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 164

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 164

રુપા અને ચંદ્રકાંત માટે ભાઇના બાજુના રુમમાં વ્યવસ્થા ભાભીએ કરીને ઇશારો કર્યો..

કાણકીયાજીએ રૂપાને ઇશારો કર્યો ..મોટી બને ચંદ્રકાંતને ઇશારો કર્યો..આમ ઇશારો ઇશારો મેં સીલસીલો ચાલ્યો...

રુપા એની ઠસ્સાદાર ચાલમાં હાથમા મોઘેરુ પર્સ ઝુલાવતી બાજુના રૂમમાં ખુરસી ઉપર ગોઠવાઇ ગઇઅને ચંદ્રકાંત બાજુના પલંગ પર આરામથી બેઠા.. રૂપા ઉપર નજર માંડી ધારીને જોઇ, વાત શરૂકરવાની પહેલ કરી..

રૂપા ચંદ્રકાંતને જોઇ રહી હતી પછી તેણે ચંદ્રકાંતને શરમાળ ઓછાબોલા સમજીને શરુ કર્યું ..."તમે બીકોમ કર્યુ છેને..?"

"હા ત્યાર પછી બીઝનેસ મેનેજમેન્ટનુ કર્યુ .પછી એલ એલ બીનું એક વરસ કર્યુ.."

"અટલુ બધુ તમે કદાચ દેશના ગામમાં કર્યું હશે ને ?પણ તો પછી તો તમને મુંબઈમાં સરસ નોકરીકેમ મળી..?" ચંદ્રકાંતનો ઇંટરવ્યુ જાણે ચાલુ થયો હોય તેવો સીન ઉભો થયો હતો. ચંદ્રકાંતે બહુ સંયમથી વાત સાંભળી પણ તેની આંખમા એક લાલ તણખો ખરી ગયો.

ચંદ્રકાંતને આજે પહેલીવાર કલ્હાપુરી મીરચી મળી હતી...? ચંદ્રકાંતને મજા પડી ગઇ .

એનો જવાબ હું પછી આપીશ પહેલા તમારા મહામુલા પર્સના ઉપર તબલા વગાડવાનું બંધ કરો,અને સાઇડમાં મુકી દો પછી આપણે વાતનો દોર લંબાવીશું"ચંદ્રકાંતનો સહેજ કડક સત્તાવાહી અવાજસાંભળી પર્સ સાઇડમાં મુકાઇ ગયુ બન્ને હાથની હથેળીઓ ભીડાઇ ગઇ.."સોરી મારી ભુલ થઇ ગઇ.."

"નો નો ઇટ્સ ઓકે પહેલેથી શરુ કરીશું ? ...તમને ધરની રસોઇ જાતે બનાવતા આવડે છે..? બહારજઇને ક્યારેય શાકભાજી લીધા છે..? જીંદગીમાં જેમ તમારા પિતાશ્રીએ કપોળનિવાસની ડબલ રૂમથીપેડરરોડ સુધીની સફર કરી તો એમણે તમને બધુ શીખવ્યુ..?કે પૈસો કાલે તેમની પાંસે નહોતોઆજે છે તો તમને લગ્નનો 'ઇંટરવ્યુ' નોકરીનો ઇંટરવ્યુ નથી એક યુવક તમારે ત્યાં નોકરી કરવા નહીતમે કેને ત્યાં લગ્ન કરીને જવાનાં છો શીખવું જોઇએ ...વળી કદાચ બધુ મારુ કડક ભાષણ કેશિક્ષણ ક્ષણને ગણો તે સાંભળ્યા પછી પણ તમારુ મન આગળ વધે અને જો કદાચ મારુ મન પણઆગળ વધે તો જીંદગી શરુઆત બહુ સંઘર્ષથી ભરેલી છે તેમા તો પપ્પાની ગાડી હશે રસોયો લક્ઝરી.. પૈસા..હુંતોક્યારેય કોઇને ત્યાં નોકરી કરવાનો નથી . મારી રીતે હું જીંદગી જીવવાનોછુ તો મને કોઇ મારી પડખે ઉભા છે કરોડપતિ છે વાતમાં રસ છે ના મારા ધરમાં કોઇનોચંચુપાત ચાલશે .જે હું કમાઉ તેલમાંથી આપણે ધર ચલાવવાનું બહુ કઠીન છે રૂપા . મારા મા બાપેબહુ જીંદગીમાં ધોખા ખાધા છે એટલે એમનુ માન સન્માન જળવાય પજ્ણ એટલું જરૂરી છે .બધુ બહુ શાંતિથી વિચારજો ...જો આગળ વધવાની ઇચ્છા થાય તો..."

રુપા જે પૈસાના જોર ઉપર જેને ખરીદવા નીકળી હતી તેને માટે બહુ જોરદાર ઝટકોલાગ્યો..તેનાહાવભાવ કહેતા હતા ચંદ્રકાંત 'અકડુ'પોતાને ખબર હતી કે પોતે રંગે શ્યામ નીચી હતીપણ બીજા પલ્લે નસીબદાર કરોડપતિ હતી..એણેબીજા પલ્લાથી ધાત ક્યો હતો...

"સોરી મને કંઇ બોલતા આવડતુ નથી એટલે ગોટાળા થઇ જાય છે બાકી હું કાંદીવલી રહેવા પણતૈયાર છું અને મુશ્કીલ જીંદગી જીવવા પણ તૈયાર છું..યુ આર વેરી ફ્રેંક એન્ડ ક્લીયર માઇંડેડ...આઇલાઇક ઇટ પપ્પા વધુ રાજી થશે..જો આપણે આગળ વધીશું તો.."

હવે ચંદ્રકાંતે ફડફડાટ ઇંગ્લીશમા શરુ કર્યુંયેસ રૂપા યુ આર રાઇટ . આઇ એમ વેરી ફ્રેંક બટ નોટહીપોક્રેટ રાઇટ …? આઇ ડુનોટ લાઇક લો થીંકીગ બટ હાઇ થીંકીગ એન્ડ લો લીવીંગયુ મસ્ત હવેઓબઝર્વડ ઇંટ ? રાઇટ …”

રૂપા એકદમ નરવસ થઇ ગઇઅરેરે મેં જેને ગામનો દેશી કહ્યો ચંદ્રકાંતનો આવું ફર્રાટેદારઇંગ્લિશ બોલે છે ! કેટલા ઉચ્ચ વિચાર છે ઓહ નો

ચંદ્રકાંતે હવે લગ્ન માટે ઉમેદવાર કન્યાને પડછાયો તેવા પ્રશ્નથી શરૂઆત કરીકોઇ શોખ, સાહિત્યકલા કંઇ..?તમારા પર્સ ઉપર તમે કેટલા સરસ તબલા વગાડતા હતા એટલે કદાચ વાજીંત્રનો શોખ..?નાટકો ફિલ્મ ?કોઇ કવિ લેખક ગમે...?ઇંગ્લીશ હીંદી ગુજરાતી...? દરૈકને કંઇ શોખ તો હોય..!!"

"મને કોમેડી બહુ ગમે.." સાવ ઢીલી પડી ગયેલી રૂપાએ ધીમા અવાજે કહ્યું .

"એટલે કઇ રીતે ?કોમેડી મજાક કરવી ગમે કે માણવી ગમે..?કે થીયેટરમાં જેમકેચલતીકા નામ ગાડી"આવે તો જુઓ ખરા..?"

"મને ચંદ્રકાંત .,કિશોર કુમારની હોરડેઇ હીરડેઇ હુહુ.. બોલે કે પેલુ ક્યુ સોંગ છે ..એક લડકીભીગી..બસ એવુ બધુ બહુ ગમે બીજી કંઇ ખબર નથી.."

ચંદ્રકાંત હવે મનમા બોલતા હતા'ઉસકા કોઇ પેચભી ઢીલા હૈ..."

---------

રુપાની વાત ચંદ્રકાંત માટે પુરી થઇ પણ બનેવીલાલનાં નાનાભાઇએ ચાલશે ફાવશે ભાવશેગણી માલદાર પેડર રોડની છે સીધી કંપનીમાં નોકરી મળશે તેવી પાક્કી ગણતરી કરી તેને પસંદકરી...! જેણે કરોડપતિ કન્યાના કરોડો મળશે તેવી આશા પડી ભાંગી ત્યારેપછી બહુ સંઘર્ષભરીએકાકી જીંદગી જીવી થોડા વરસો પહેલા બહુ નાની ઉમરમાં વિદાઇ લીધી..જેની સાથે ચંદ્રકાંતમુંબઇ આવ્યા ત્યારે હમ ઉમ્મર અને સરળ મિજાજને લઇને સગા કરતા કાયમ દોસ્ત બનીને જે દિવસોસાથે જીવ્યા હતા અવારનવાર યાદ આવે .એમને બહુ મોજશોખ એશઆરામની જીંદગી જીવવીહતી તેમ કહેતા પ્રેમાળ મિત્ર ચંદ્રકાંતની સાથેની દોસ્તી પણ એવી અકબંધ રહી હતીરોજસાંજે એમની સાથે વિતાવેલી મીઠીબાઇ કોલેજ સુધીની ચાલતા ચાલતા જવાની અને બે દસ પૈસાનીખારીશીંગની પુડી ખાતા મીઠીબાઇની પાળી ઉપર વિતાવેલી સાંજ આજે પણ ભુલાતી નથી ,અચાનક વિદાઇ થઇ ગયા ત્યારે મન પોકારી ઉઠે છેબિછડે સભી બારી બારી...હાયે"