Kone bhulun ne kone samaru re - 161 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 161

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 161

નચીકેત અને તુષારમાં એક ઉડીને આંખે વળગે એવો એક ફેર..નચીકેત ચંદ્રકાંતને ઉંચો કહવડાવેએટલો નીચો. અંદાજે પાંચ ફુટ ત્રણ ઇચ પણ સતત અને સખત કસરતો કરીને તેણે ગઠીલુ શરીરબનાવેલુ..તુષાર પાંચ ફુટ દસ ઇંચ...લાંબો પાતળો એકદમ શાંત સ્વભાવનો સામે નચીકેત એકનંબરનો રાવડી મારામારીમાં એક્કો ..આખા જનસુખ નિવાસમા નચીકેતની ધાક પડતી..થોડા થોડાદિવસે ચંદ્રકાંત મળે ત્યારે તુષાર નચીકેત માટેની ચિંતા વ્યક્ત કરતા...

એક રવિવારે ચંદ્રકાંત કાંદીવલી ઇસ્ટથી ફાટક ક્રોસ કરી જનસુખ નિવાસ તરફ જતા હતા..રસ્તામાંટોળુ જોઇ ચંદ્રકાંતે આછડતી નજર કરી.."ઓહ માઇ ગોડ ..એક કોલેજીયનના કપડા ફાટી ગયા હતાહાથ પગ લોહી લુહાણ..બે હાથ જોડી માફી માંગતો યુવાનને નચીકેતે ધમકી આપી હતી.."ગલ્લીમા ભુલેચુકે દેખાયો તો હવે હાથપગ તોડીજ નાખીશ...!!!!આવી હિંમતનો કીસ્સો જોઇ જમાનામાં મુંબઇના દાદાઓ યાદ આવી ગયા..મઝગાંવમા એક હરિજન દાદો કદાચ નામ જગદિશ કેએવુ કંઇક ..સાવ સુકલકડી...પણ હિંમત કેવી ..!!!મોતનો ખોફ જરાપણ નહી..એની હાંક એટલી હતીકે આખા મુસલમાન એરીયાના દાદાઓ મઝગાંવ બાજુ ફરકતા નહી...( અલગ વાત છે કે ચંદ્રકાંતનાપરમ પુજ્ય પિતાશ્રી પણ આવા પતલા કસાયેલા હિમ્મતબાજ હતા જેની રાડ અમરેલીના ગુંડાઓમાંપડતી)

પણ ચંદ્રકાંતે તો મારામારી આખી જીંદગી કરી નહી..!!બસ કોઇ ગુસ્સામાં આવે તો કહી દે

"હમ મર્દ હૈ...મર્દમેં કુછ કમ નહી...લેકીન

લડનેકી બાત છોડદો..ઉસમે દમ નહી..!!!"ફકત ઉંચા અવાજે ધમકી આપવી ,મોટા મોટા ડોળાનોએડવાન્ટેજ લઇ ડોળા કાઢવા...બસ એટલાથી સીત્તેર વરસ ચલાવી લીધુ..!!!હજી ઘણીવાર થાય કેયાર, ખરેખર પોતાનાંથી બે વરસ મોટા ભાઇ સાથે ભરપુર મારામારી કરી...અખાડામાં કુસ્તીઓ કરીઇનામ પણ ભાગ્યનાં જોરે કુસ્તીમા મેળવ્યા તેનુ કારણ બહુ જીવરામ જોષીની કથાઓ વાંચી તોનહી હોય..?અમે તો ભાઇ સિપાઇ બચ્ચા..અમે ડરીયે નહી..!!???

------

નચીકેતને પકડીને ચંદ્રકાંત ટોળામાંથી બહાર નિકળ્યા ત્યારે ટોળુ સ્તબ્ધ બની ગયુ..એક અવાજેનચીકેત મારામારી છોડીને ચંદ્રકાંત સાથે જનસુખ નિવાસ આવી ગયો...જનસુખ નિવાસની બધીબેઠાધાટની ચાલની આગળ સરસ પગથાર ઉપર પોતાની નજીક બેસાડ્યો.."શું થયુ હતુ નચીકેત..?"

"ભાઇ આપણા જનસુખ નિવાસની છોકરીઓ ઉપર લાઇન મારતો હતો ..એકવાર બેન ભાગીને

ઘરે આવી તેના બીકથી ડરી ગયેલા ચહેરાને જોઇને હું બહાર દોડ્યો મને જોઇને દિવસે ભાગીગયો પણ બધા ગેંગવાળાએ માહિતી કાઢી હતી ...આજે બરોબર પકડાઇ ગયો...મારાથી સહનનથી થતુ...પછી હાથ ઉપડી જાય..."

તુષાર બહારથી સાઇકલ ઉપર આવ્યો પણ ચંદ્રકાંતને નચીકેત સાથે બેઠેલો જોઇને ચુપચાપ ઘરે ગયોઅને નાનીબેનને પાણીનાં બે ગ્લાસ સાથે મોકલી...ચંદ્રકાંતે નાનકડી બેનની આંખમા તગતગતાં આંસુનચીકેતને બતાવ્યા..."જો બેનસામે...તારો પ્રેમ પણ આવો ઝનુની છે..કે કશુ બોલી નથીશકતી..લે પાણી પી"બેનને ચંદ્રકાંતે ઇશારો કર્યો... એટલે બેન નિકળી ગઇ...

"નચીકેત તું એટલી બધી એનર્જી ભરેલો છે કે તારા માટેનો એક શબ્દ છે"કાં બાધ કાં બાધનારોદે.." તારી એનર્જી ને તારે પીછાણવી પડશે...મને તુષારે કહ્યું છે કે તું બહુ સરસ મેંડોલીન વગાડેછે..તો આજે મને પ્લીઝ મારા ગમતા ગીત તારે સંભળાવવા પડશે.. મને પણ સંગીતનો બહુ શોખ છેભાઇ

ચંદ્રકાંત નચીકેત સાથે ઘરે ગયા ત્યારે દવે સાહેબ વાંચનમા મશગુલ હતા એટલે અંદરના રુમમાં જઇ

"કીસીકી મુસ્કુરાહટો પે હો નિસાર...કીસીકા દર્દ લે સકે તો લે ઉઠા...કીસીકે વાસ્તે હો તૈરે દિલમેં પ્યાર...જીના ઇસીકા નામ હૈ...”મેંડોલીન ઉપર નચકેત પાંસેથી સાંભળી દિલ બાગ બાગ થઇ ગયું હતું

નચીકેત મેં તારા જેવા લાગણીશીલ બહુ ઓછાજોયા છે . તારાથી બહેનની આંખનાં આંસુ , અવ્યક્તભય સહન થયો ..મારુ પણ એવું છે પણ શું કરુ ? મારે હવે મારી જીંદગીમા આગળ વધવા માટે બધુ છોડવું પડ્યું ભાઇ નહીતર મારો ગુસ્સો પણ તારી જેવો . મેં પણ સાંભળ્યું છે તુષારપાંસેથી કે તું સરસ ગાય પણ છે મસ્ત પેઇન્ટીગ કરે છેતારામાં કલાકાર કુટકુટ ભર્યો પડ્યો છેતુંમુડી છે . એકાકી છે .

હું પણ તારા જેમ એકાકી છુ . મે પણ પીંછી પકડીને થોડા લસરકા કર્યા છે , મેં નાટકો મા બહુ ભાગલીધો છે એટલે સેલ્સ માર્કેટીંગ માં મારી કેરીયર પસંદ કરી પણ તારા સ્વભાવમાં ચાલાકી નથી જીહજૂરી તું કરી શકે પણ તું મારી બેકબોન બની શકે એમ મને લાગે છેતારી ઇચ્છા હોય તો તું મનેસાથ આપજે હમણા બહુપૈસા નહી મળે પણ મસ્તી કરવા પૂરતું કમાઈશ તો ચાલશે ?”

સંધવી સાહેબ તમને મારા મોટાભાઇ કરતા યે વિશેષ ગણું છું તમારા માટે જાનહાજર છે બસ મારોહાથ પકડી રાખજો ક્યાંક રોકવો પડે તો રોકજો બે લાફા મારી દેશો તો ઉફ નહી કરુંખરેખર મનેકોઇ સાંભળનારુ કોઇ સંભાળનાર અત્યાર સુધી મળ્યું ઘરનાં બધાએ પ્રેમ બહુ કર્યો પણ મને કોઇઓળખી શક્યુમોટાભાઇ મને છોડતા નહી …” પથ્થર જેવો સીનો ધરાવતો નચીકેત ચંદ્રકાંતનાંખભે બે હાથ મુકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ત્યારે દરવાજા પાછળ છુપાયેલા તુષાર અને બહેનની આંખછલકી ગઇ.