એટલું કહી ને આલિયા સ્કૂલ માં ચાલી ગઈ અને વિજયભાઈ ઘરે ચાલ્યા ગયા...
ઘરે જઈ ને વિજયભાઈ એ બધીજ વાત એમની વાઇફ ને કરી..તો રીટાબેન એ કીધું કે કાંઈ વાંધો નહીં એ સાંજે જઈને આવે એટલે એને જમવા માટે લઈ જઈશું અને આપણે જ્યાં જમવા જઈએ ત્યાં જઈને કેક કાપી સેલિબ્રેશન કરી દઈશું...
એમ નાં એમ આલિયા ને છૂટવા નો સમય થયો અને વિજયભાઈ ઉપર ફોન આવ્યો...અને અને કીધું કે હું કોમલ નાં ઘરે છું....અને હું અહીં જમીશ અને સાંજે આવીશ...
વિજય ભાઈ : સારું બેટા...
પછી સાંજ પડી અને .....આલિયા ને લેવા માટે એના પપ્પા એની ફ્રેન્ડ નાં ઘરે ગયા....ત્યાં થી આલિયા ને લઇ ને ...આવતા હતા તો રસ્તા માં થી પાપા બોલ્યા કે બોલ આલિયા કઈ કેક ભાવે છે? ઍ તારા માટે લઈએ...
આલિયા : નાં નાં પાપા મારું પેટ ભરાઈ ગયું છે...અને મને કઈ ખાવા ની ઈચ્છા નથી.. કાલે આપડે અને મમ્મી બધા જમવા આવી શું....આજે કઈ પ્રોગ્રામ નાં કરશો...
વિજયભાઈ ને ખબર હતી કે આલિયા ....પૈસા બચાવવા બોલે છે પણ પાપા એ એની એક નાં સંભાળી અને ત્યાં કેક વાળા ને ત્યાં ગાડી પાર્ક કરી દીધી તો આલિયા બોલી કે નાં પાપા .....પછી મારું પેટ ફૂટી...જશે....
વિજયભાઈ હસવા લાગ્યા ...અને બોલ્યા કે ચાલ કેક તો લેવા ની છે.....
આલિયા : નાં પાપા તો તો તમે મારા માટે ગિફ્ટ પણ લાવ્યાં જ હશો ને?
વિજયભાઈ : નાં બેટા...હવે લેવા જઉં છું....
આલિયા : નાં નાં પાપા ....એવું હોય તો મને પૈસા આપો હું મારા ગુલ્લક માં મૂકી દઈશ....
મને ખરેખર ઈચ્છા નથી...
વિજય ભાઈ : ઓકે...પણ તને કુલ્ફી વધારે ભાવે છે તો એતો ખાઇસ ને?
આલિયા : હા હા પાપા એ ખાઈસ....
બંને જણા ઉતરી ને કુલ્ફી ખાવા લાગ્યા....
અને ઘરે જવા લાગ્યા....
ઘરે જઈ ને આલિયા બોલી કે મમ્મી મને બિલકુલ ભૂખ નથી...આપડે કાલે જમવા જઈશું.....
વિજયભાઈ અને રીટાબેન ને નાં ગમ્યું....એમને ખબર પડી ગઈ કે પૈસા બચાવવા આલિયા આ બધું બોલી રહી છે...પણ ....
એક ખુશી પણ હતી કે એમની આલિયા બીજા નાં જેવી..... ન હતી....
એ બઉ સમજતી હતી ....
પછી આલિયા ની મમ્મી એ .....પુલ્લાં બનાવ્યા અને આલિયા એ ખાધા ...અને ત્રણે ખાઈ ને ....સુઈ ગયા....અને પછી...આલિયા પોતાના રૂમ માં ચાલી ગઈ..
( અને રૂમ માં જઈને ...આલિયા વિચારવા લાગી કે મને ખબર છે પાપા કે તમારાં જોડે હાલ પૈસા નથી ......પણ બઉ જલ્દી બધું થીક થઈ જશે ...એમ વિચારી ને એ આલિયા એક ડાયરી માં પોતાની લાઈફ માં જે જે બનાવ હતા એ લખતી હતી....અને લખી ને તે એ દિવસે સુઈ ગઈ....)
( મિત્રો આ વાર્તા માં એક પિતા અને એક પુત્રી વચ્ચે નો પ્રેમ દર્શાવા માં આવ્યો છે, જ્યારે આપડે એકલા હોઈએ અને આપડા જોડે એક દીકરી હોય તો આપડી એકલતા ને પણ સમજી સકે છે દીકરી, એ છે આપડા ઘર ની દીકરી, તો એજ છે આ દીકરી, અત્યાર ની દરેક દીકરીઓ ને સમજવા નું છે કે ઘરમાં જે મોભી છે એ તમારા માટે શું શું કરી ને તમને આગળ વધારે છે અને કેવી રીતે જીવન સફળ બનાવે છે. ખાલી સંતાન એટલુજ સમજી જાય ને તો સમજી જવું કે એમનું જીવન સફળ છે.. આશા છે કે તમને મારી આ વાર્તા પસંદ આવતી હશે તો ત મે વાર્તા નાં વિશે બે શબ્દો કૉમેન્ટ માં લખવા નું ભૂલતા નાઈ )