College campus - 52 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 52

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 52

" કૉલેજ કેમ્પસ "ભાગ-52

ગાડીમાં બેઠાં પછી આકાશે જોયું તો પરી બરાબર મૂડમાં નહતી એટલે તેણે નાનીમાને તેમના ઘરે ડ્રોપ કર્યા અને પરીને પોતાની સાથે બહાર ફરવા લઈ જવા માટે નાનીમાને પૂછ્યું.
નાનીમા પણ જાણતાં હતાં કે પરી આજે ખૂબજ નિરાશ થઈ ગઈ છે એટલે તેમણે પણ બંનેને થોડીવાર બહાર ફરીને આવવા માટે કહ્યું.
આકાશે પરીને ક્યાં જવું છે તેમ પૂછ્યું પરંતુ પરીએ કોઈ જવાબ ન આપ્યો. આકાશ પરીને સંકલ્પ હોટેલમાં લઈ ગયો અને ત્યાં તેણે પરી માટે તેનો ફેવરિટ મૈસુર મસાલા ઢોંસા ઓર્ડર કર્યો અને પોતાને માટે ઈડલી વડા ઓર્ડર કર્યા. બંનેએ શાંતિથી જમી લીધું અને પછી આકાશે પરીને મૂડમાં લાવવા માટે પોતાના ફ્રેનડ્સ સાથે લઈ જવા માટે પૂછ્યું. પરીએ હા પાડી એટલે બંને જણાં હુક્કાબારવાળી જ્ગ્યાએ બધા ફ્રેન્ડ્સને મળવા માટે ગયા અને બધા મિત્રો સાથે બેઠા... પરીને આજે ફરીથી હુક્કો ઓફર કરવામાં આવ્યો...

પરીની નજર સમક્ષ વારંવાર એક જ દ્રશ્ય આવી રહ્યું હતું, બિલકુલ બેભાન અવસ્થામાં સૂતેલી તેની મોમ.. અને આકાશ તેને મૂડમાં લાવવા માટે કંઈ ને કંઈ બોલ્યા કરતો હતો અને પરી એકાદ મિનિટ માટે મૂડમાં આવતી અને પછી ફરી પાછી તેની નજર સમક્ષ તેની મોમ માધુરી આવી જતી હતી.

હુક્કા બારમાં તો આકાશના બધાજ ફ્રેન્ડ્સ આજે ગીતો ગાવાના મૂડમાં હતા એકદમ ફિલ્મી માહોલ જામેલો હતો..એક ફ્રેન્ડ તબલાં વગાડવાનો શોખીન હતો તે તબલાં વગાડી રહ્યો હતો અને બીજા બે ત્રણ ફ્રેન્ડ્સ મૂડમાં આવીને ફિલ્મી ગીતો ગાઈ રહ્યા હતા.. અને પરીને હુક્કો ઓફર કરવામાં આવ્યો તો આજે પરીએ ના ન પાડી અને હુક્કો હાથમાં લઈ લીધો આકાશ આ જોઈને જરા ખુશ થઈ ગયો.

આકાશે પરીને હુક્કો પીતાં શીખવાડ્યું શરૂમાં પરીને ગળામાં જરા તકલીફ થઈ પણ પછી આકાશે જ તેને સમજાવ્યું કે, બે મિનિટ તને જરા એવું લાગશે પહેલીવાર તે હૂક્કો લીધો છે માટે પછી મજા આવશે અને તું એક અલગ જ દુનિયામાં ખોવાઈ ગઈ છે તેવું તને મહેસૂસ થશે તારા દિલોદિમાગને પણ ખૂબજ શાંતિનો અનુભવ થશે એવો અનુભવ તે ક્યારેય ક્યાંય મહેસૂસ નહીં કર્યો હોય..

પરી તો ધીમે ધીમે હૂક્કો ખેંચતી ગઈ અને તેની મજા લેતી ગઈ.. ધીમે ધીમે તેને તેમાં જે નશા માટેનો પદાર્થ નાંખ્યો હતો તેનો નશો ચડતો ગયો અને ખરેખર તે કંઈક અલગ જ દુનિયામાં ખોવાઈ ગઈ હોય તેવું તેને લાગવા લાગ્યું.

પછી તેના હાથમાંથી હૂક્કો આકાશે લીધો અને લગાવ્યો આજે તો પરીએ હૂક્કો લીધો એટલે આકાશને પણ હૂક્કો લગાવવાની મજા આવી ગઈ.
આકાશ પછી એ હૂક્કો બીજાએ લીધો પછી ત્રીજાએ લીધો એમ કરતાં કરતાં આખું સર્કલ ફરી રહ્યો હતો.

આજે અહીં જે માહોલ જામ્યો હતો ગાવાનો અને બજાવવાનો તેમાં વળી પાછો આકાશ કપલ ડાન્સ કરવા માટે ઉભો થયો અને તેણે પરીની સામે પોતાનો હાથ લંબાવ્યો અને પરીએ તેની ડિમાન્ડને સ્વિકારી અને તે આકાશ સાથે કપલ ડાન્સ કરવા માટે ઉભી થઈ આકાશ પરીની આંખોમાં એક અજબ પ્રકારનું દર્દ જોઈ રહ્યો હતો જે એણે પહેલીવાર જોયું હતું.

પછીતો એક પછી એક બધા જ ફ્રેન્ડ્સ ઉભા થયા..આકાશનો ફ્રેન્ડ નિરવ ઉભો થયો તેણે ઉર્વીને ઉભી કરી અને તેની સાથે ડાન્સ કરવા લાગ્યો બંને એકબીજામાં ખોવાઈ ગયા પછી નિકેત ઉભો થયો અને મૌસમીને ઉભી કરી અને બંને ડાન્સ કરવા લાગ્યા... બધાને કપલ ડાન્સ કરતાં જોઈને રુચિરે પોતાના મોબાઈલમાં ધીમું મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું અને બસ પછી તો ડાન્સ પાર્ટી અને હૂક્કાનો સંગમ જામતો ગયો અને સમય ઘણો વીતી ચૂક્યો હતો. આકાશના મોબાઈલમાં રીંગ વાગી એટલે બધાનાં રંગમાં ભંગ પડ્યો. આકાશ વાત કરવા માટે ફોન હાથમાં લઈને ત્યાંથી બહાર નીકળી ગયો...અને એક જ મિનિટ વાત કરીને ફરી પાછો અંદર આવીને પોતાની મસ્તીમાં ખોવાઈ ગયો.

પરી તેને પૂછી રહી હતી કે, કોનો ફોન હતો ? નાનીમાનો ફોન તો નહતો ને ? આકાશે કંઈજ જવાબ ન આપ્યો એટલે પરી ફરીથી બોલી કે, " ચાલ, આપણે નીકળીએ બહુ લેઈટ થઈ ગયું છે " પણ આકાશને તો થોડો નશો ચડ્યો હતો તો જાણે તે પરીની કોઈ વાત જ સાંભળવા તૈયાર નહોતો...

આકાશના મોબાઈલમાં કોનો ફોન હતો ? આકાશ અને પરી હેમખેમ ઘરે તો પહોંચશેને ? આગળ હવે પરીનું શું થશે ? શું ખબર ? એ તો સમય જ બતાવશે...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/12/22