લવ રિવેન્જ
પ્રકરણ-25
"દિવાળી પછી સારું મૂરત છે....! છવ્વીસમીએ....!" પુરોહિત બકુલભાઈ બોલ્યાં અને પોતાના ખોળામાં મુકેલા પંચાંગમાંથી નજર હટાવી સામે સોફા ચેયરમાં બેઠેલાં કરણસિંઘ સામે જોયું.
"સરસ.....! કૉલેજમાં દિવાળી વેકેશન હશે....! એટલે વાંધો નઈ આવે....!" કરણસિંઘની બાજુમાં સોફામાં બેઠેલા સુરેશસિંઘ સ્મિત કરીને બોલ્યાં.
"પણ ભાઉ ....! દિવાળી સુધી ખેંચવું રિસ્કી છે...!" સોફામાં વિજયસિંહ અને સુરેશસિંઘની વચ્ચે બેઠેલાં વનરાજસિંહ બોલ્યાં "ડૉક્ટરે કીધું છે....આ બીજો એટેક હતો....! અને ......ની કન્ડિશન પણ હજી સિરિયસ છે....! હવે કશું નક્કી નઈ ....!"
"દિવાળી પે'લ્લા કોઈ સારું મૂરત ....!?" વનરાજસિંહની વાત સાંભળી કરણસિંઘે બકુલભાઈને ટૂંકમાં પૂછ્યું.
કેટલીકવાર સુધી બકુલભાઈએ પંચાગમાં જોયે રાખ્યું.
"નઈ મેળ આવે ....!" બકુલભાઈ માથું ધુણાવીને બોલ્યાં.
"નોરતામાં રાખીએ તો....!?" વનરાજસિંહ બોલ્યાં "નવરાત્રીના તો બધાજ દિવસો શુભ જ કે'વાયને ....!?"
"નોરતામાં લગન ....!?" બકુલભાઈ તરત બોલ્યાં "નોરતામાં નિવેદ ન થાયને ....!"
"ભાઉ....નિવેદ પછી રાખશું તો નઈ ચાલે ....!?" વનરાજસિંહે કરણસિંઘ સામે જોઈને કહ્યું "વિદ્યાની છેલ્લી ઈચ્છા છે....! અમારે .....એકનો એક છોકરો છે...એનાં લગ્ન જોવાની ....! "
“પણ બધી તૈયારીઓ...!?” કરણસિંઘે ચિંતા વ્યક્ત કરતાં પૂછ્યું “અને બધાં મે’માનોનું શું...!?”
“હજી નોરતાંમાં બે-ત્રણ દિવસ બાકી છે....! ચોથા-પાંચમા નોરતે ગોઠવી દઈએ....! તો તૈયારી માટે ચારેક દિવસનો ટાઈમ મલી જાય...!” વનરાજસિંહ બધાં સામે વારાફરતી જોઈને બોલ્યાં “ને દૂરના મે’માનોને તો whatsappમાં કંકોત્રી મોકલી દઇશું અને નજીકનાને રૂબરૂ જઈ આઇશું....! whatsappમાં બધાં આજકાલ ઇન્વિટેશન આપેજ છેને....! બાકી કપડાં વગેરે તો આજકાલ બધુ તૈયાર મલેજ છે....!”
એક ઊંડો નિ:શ્વાસ ભરી કરણસિંઘે પહેલાં સોફામાં સુરેશસિંઘની પાછળ ઉભેલાં રાગિણીબેન સામે અને પછી આગળ સોફામાં બેઠેલા સુરેશસિંઘ અને પછી બીજા છેડે બેઠેલા વિક્રમસિંઘ સામે જોયું. લાંબા સોફામાં સુરેશસિંઘની જોડેજ ડાબી બાજુ નેહાના પપ્પા વિજયસિંઘ પણ બેઠાં હતાં. નેહાના મમ્મી અને સુરેશસિંઘના પત્ની સરગુનબેન રાગણીબેનની જોડેજ ઊભાં હતાં.
“ગમે તેમ....! પણ નોરતામાં લગન માટે મન નઈ માનતું....!” કરણસિંઘ બોલ્યાં “આપડામાં નોરતામાં ન ચાલે...!”
“ભાઉ....! તમારી સામે કોણ અવાજ ઉઠાવા’નું....!?” હળવું સ્મિત કરીને વનરાજસિંહ બોલ્યાં “અને આપડે પે’લ્લા આપડા ઘરનું જોવાનું ને....!? બાકી સમાજનું શું...!? આપડે ગમે તેટલું સારું કરીએ....ગમે તેટલા નિયમો પાળીએ....જેને ખોટું બોલવુંજ છે....એ તો બોલવાનાને જ ....!”
કરણસિંઘ હજીપણ વિચારી રહ્યાં હતાં.
“ ભાઉ.... વિદ્યાની તબિયતની પ્રોબ્લેમ ના હોત...તો હું ઉતાવળ ન કરત....!” વનરાજસિંહ બોલ્યાં.
થોડીવાર સુધી વિચારે રાખીને કરણસિંઘે સોફામાં વનરાજસિંહની જોડે બેઠેલા વિક્રમસિંહ સામે જોયું.
કરણસિંઘની સૂચક નજર પારખી ગયેલા વિક્રમસિંહ સમજી ગયા કે કરણસિંઘ એ અંગે તેમનો નિર્ણય જાણવા માંગે છે. એમ પણ લગ્ન વિક્રમસિંહની દીકરી વૈશાલીના વનરાજસિંહના છોકરા વિવેક સાથે નક્કી થયા હતાં.
“ચોથા નોરતે રાખો....!” વિક્રમસિંહ પહેલાં કરણસિંઘ સામે જોઈને બોલ્યાં પછી સોફામાં જોડે બેઠેલાં વનરાજસિંહ સામે જોયું.
“તો પછી ત્રીજા નોરતે મંડપ મૂરતને રાખવું પડે....!” બકુલબાઈ બોલ્યાં “તો ચોથા નોરતે મામેરું અને જાન આવે....! અને એ પછીના દિવસે સિદ્ધાર્થ-નેહાનું....! એટલે એ પછી એની જાન જાય...! વચ્ચે એક દિવસ પડતર રાખવો હોય...!”
“ના....સિદ્ધાર્થનું નઈ મેળ પડે....!” કરણસિંઘ તરતજ બોલ્યાં “એક સાથે બે લગન લેવાં જઈશું....તો કામ વધી જશે....! અમારે સિદ્ધાર્થની કોઈ ઉતાવળ નઈ......! એનું દિવાળીએ જ રાખો...!”
“હમ્મ.....ભાઉ સાચું કે’ છે....!” સુરેશસિંઘ સહમતી જતાવતાં બોલ્યાં “એક સાથે બેયમાં દોડધામ વધી જશે....! એમેય હવે નેહાએ “હાં” પાડી જ દીધી છે...તો થોડા દિવસ લેટ કરશું....! તો શું વાંધો....! નઈ વિજય....!”
સુરેશસિંઘ બોલ્યાં અને પોતાની જોડે ડાબી બાજુ બેઠેલા વિજયસિંઘ સામે જોઈને પૂછ્યું.
“હાં હાં....એમેય હવે દિવાળી ક્યાં દૂર છે....હાં...હાં..હાં....!” બધાં હળવું હસ્યાં.
“તો પછી સિદ્ધાર્થ-નેહાનું લગન પડીકું આજેજ વધાવી લેવું છે....!?” સામે સોફા ચેયરમાં બેઠેલાં બકુલભાઈએ પૂછ્યું.
“ના...ના..આજે ખાલી વિવેક અને વૈશાલીનું.....!” સુરેશસિંઘ બોલ્યા અને કરણસિંઘ સામે જોયું, તેમણે હકારમાં માથું હલાવ્યું.
“લગન પડીકું વધાયા પછી છેક દિવાળી સુધી લગન ખેંચાય નઈ...!” સુરેશસિંઘે પોતાની અધૂરી વાત પૂરી કરી.
----
“હવે નેહાએ “હાં” પાડી જ દીધી છે...તો થોડા દિવસ લેટ કરશું....! તો શું વાંધો....! તો શું વાંધો....!?”
બાલ્કનીમાં ઉભેલો સિદ્ધાર્થ અડધો કલ્લાક પહેલાં નીચે ડ્રૉઇંગરૂમમાં થયેલી વાતચિત યાદ કરી રહ્યો હતો. એ આખી વાતચીત દરમિયાન સિદ્ધાર્થ કરણસિંઘની પાછળ જ ઊભો હતો. લગ્ન માટે નેહાએ “હાં” પાડી દીધી છે એ વાત જાણીને સિદ્ધાર્થને આશ્ચર્ય અને આઘાત બંને લાગ્યાં હતાં. અચાનક નેહાએ શા માટે “હાં” પાડી દીધી એ વાત સિદ્ધાર્થ ક્યારનો વિચારી રહ્યો હતો. એમાંય નેહાએ આ વિષે તેની જોડે કોઈજ વાત નહોતી કરી. છેક હવે સિદ્ધાર્થને નેહાના મોઢે કરણસિંઘને “પપ્પા” કહેવાનો અર્થ અને આશય સમજાયો હતો.
“જ્યારે કોઈ છોકરીને કઈં મેળવવું હોય....તો એ લોકો બવ લાંબી ગેમ રમે દોસ્ત....!” વિકટના એ શબ્દો હવે સિદ્ધાર્થને ફરીવાર યાદ આવી ગયા ને ઊંડો શ્વાસ ભરી સિદ્ધાર્થ ઉચ્છ્વાસ બહાર કાઢ્યો.
“તને જમવા માટે નીચે બોલાવે છે...!” ત્યાંજ પાછળથી નેહાનો અવાજ આવ્યો.
બાલ્કનીની પેરપેટે હાથ ટેકવીને ઉભેલાં સિદ્ધાર્થે પાછું ફરીને જોયું તો બેડરૂમના દરવાજાથી થોડું અંદર આવીને નેહા ઊભી હતી. તેણીએ સરસ મજાની ચણિયા ચોળી પહેરી હતી.
“તે મને કીધું પણ નઈ.....!” પાછું ફરીને નેહા જવા જ જતી હતી ત્યાંજ સિદ્ધાર્થ તેણી તરફ જતાં-જતાં બોલ્યો “અને “હાં” પાડી દીધી....!?”
“કેમ...!? તું ખૂશ નઈ....!?” નેહાએ પૂછ્યું.
સિદ્ધાર્થે કોઈ જવાબ ના આપ્યો અને ભવા સંકોચિને તેણી તરફ દબાતા પગલે આવતો રહ્યો. સિદ્ધાર્થના ચેહરા ઉપર એવા ભાવ જોઈને નેહા નિરાશ થઈ ગઈ.
“તું જ ક્યારનો કે’તો ‘તોને....!” નેહા બોલી “કે તે વચન નિભાયુ....તો હવે તુંય “મેરેજની હાં પાડ...હાં પાડ...! તો મેં “હાં” પાડી દીધી....!”
“તો હવે તારી બદલાની ગેમ પૂરીને....!?” સિદ્ધાર્થ ટોંટ મારતો હોય એમ બોલ્યો અને તેણીની સહેજ નજીક આવીને ઊભો રહ્યો.
જવાબ આપતાં પહેલાં નેહાએ નિરાશ ચેહરે એક ઊંડો શ્વાસ ભર્યો અને પછી બોલી.
“દિવાળી પે’લ્લા પૂરી કરી દેવી છે....!” નેહાના ચેહરા ઉપર અજાણી ઉદાસી જોઈને સિદ્ધાર્થને સહેજ આશ્ચર્ય થયું.
“લૂક...સિદ્ધાર્થ....!” નેહા પરેશાન ચેહરે બોલી “તું બસ હવે છેલ્લીવારનું તારું પ્રોમિસ નીભાઈ દે....! પછી તું છૂટ્ટો....!”
“છેલ્લીવારનું પ્રોમિસ....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.
“કેમ...તે પ્રોમિસ કર્યું’તુંને....! કે હું કઉ નઈ...ત્યાં સુધી તું અટકીશ નઈ....!” નેહાએ યાદ અપાવ્યું “બસ...હવે બઉ નઈ....તારે ખાલી યૂથ ફેસ્ટિવલમાં સોંન્ગ ગાવાનું છે....એ પછી બધુ પૂરું...!”
“તારા મગજમાં શું ચાલે છે....!?” સિદ્ધાર્થે સંદેહપૂર્વક પૂછ્યું.
“બદલોજ ચાલે છે....!” નેહા બોલી “પણ હવે એ બધુ પૂરું કરવાનો ટાઈમ આઈ ગ્યો છે....!”
“નેહાઆ...... સિદ્ધાર્થ......! જમવા ચલો.....!” ત્યાંજ નીચેથી નેહાના મમ્મીનો કૉલ સંભળાયો.
“ચલ...નીચે બોલાવે છે...!” એટલું બોલીને નેહા નીચે જવા બહાર નીકળી અને સીડીઓ ઉતરીને નીચે જતી રહી.
સિદ્ધાર્થ હવે વધુ મૂંઝાઇ ગયો. નેહાના ચેહરા ઉપર તેણે જે અજાણી ઉદાસી જોઈ એ તેનાં સમજની બહાર હતી.
****
“મારો ફૉન...!?” મોડી સાંજે બોબી ટી-સ્ટૉલ જતાં-જતાં સિદ્ધાર્થે કિચનમાં કામ કરી રહેલી નેહાને પૂછ્યું.
“મેં તારાં બેડની જોડેનાં ડ્રૉઅર ઉપર મૂક્યો તો હતો...!” પ્લેટફૉર્મ સાફ કરી રહેલી નેહા બોલી.
“થેંક્સ...!” એટલું કહીને સિદ્ધાર્થ ઝડપથી પોતાનાં બેડરૂમ તરફ જવા લાગ્યો.
“અરે સિદ્ધાર્થ....!” રસ્તામાં સિદ્ધાર્થને ત્યાંજ કરણસિંઘે આંતર્યો “તું નવું એન્ફિલ્ડ લેવા જવાનું કે’તો ‘તોને...!? સુરેશને લઈને કાલ સવારે જઈ આયને....! મેં બૂકિંગ કરાઇ દીધું છે...! કાલે ડિલિવરી લેવાની છે...!”
“ઓકે...!” અનએકસ્પેકટેડ કહી શકાય એવાં સરપ્રાઈઝથી સિદ્ધાર્થ ખુશ થઈ ગયો “મને એમેય એક્ટિવા બરાબર નઈ ફાવતું...!”
“એ તો મનેય ફાવતું....!” કરણસિંઘ હળવાં સ્મિત સાથે બોલ્યાં.
નેહા-સિદ્ધાર્થનું ફાઈનલી નક્કી થઈ જતાં તેમનાં ચેહરા ઉપર હવે સહેજ પણ તણાવ નહોતો.
“સહેજ પણ રેસ આપો....! એટ્લે ઘોડાની જેમ દોડે છે....!” કરણસિંઘ બોલ્યાં અને હળવું સ્મિત કરીને સોફામાં બેઠાં.
“કાલે નવું એન્ફિલ્ડ આઈ જાય....! એટ્લે સીધો અમદાવાદ ભાગું....!” લાવણ્યાને યાદ કરી સિદ્ધાર્થ ખુશ થઈને મનમાં બબડ્યો “નવું એન્ફિલ્ડ જોઈને લાવણ્યા ખૂશ થઈ જશે....!”
“લગનની દોડધામમાં થોડું શાંતિથી ચલાવજે....!” કરણસિંઘ સિદ્ધાર્થને કહેવા લાગ્યાં “હવે બવ દિવસ નઈ આપડી જોડે...!”
“અમ્મ...પણ...દિવાળીએ નક્કી થયું છે ને...!?” સિદ્ધાર્થ બોલ્યો.
“એ તો તારું અને નેહાનું ને....!” કરણસિંઘ બોલ્યાં “વૈશાલીનું તો ચોથા નોરતે છે....! હવે માંડ છ-સાત દિવસ ‘ર’યા....!”
કશું બોલ્યા વગર સિદ્ધાર્થ મૌન રહ્યો.
“અમ્મ...હું આવું બા’ર જઈને.....!” સિદ્ધાર્થ બોલ્યો “મારો ફૉન બગડ્યો છે....!”
“સારું....! પણ વે’લ્લો આવજે...!” કરણસિંઘ બોલ્યા “દૂરના સગાઓને વૈશાલીના લગન પડીકાંનો ફોટો પાડીને whatsapp કરવાનો છે....! કંકોત્રી તો હજી કાલે મેળ પડશે....! પછી એનોય ફોટો પાડીને મોકલી દઇશું...!”
“લગનની તૈયારીઓના કામને છોડીને કેમનું જવાશે.....!?” કરણસિંઘ બોલી રહ્યાં હતાં અને સિદ્ધાર્થ ઊભાં-ઊભાં સાંભળી રહ્યો હતો અને મનમાં વિચારી રહ્યો હતો.
“વિક્રમ લિસ્ટ બનાઈને આવે એટ્લે બધાને લગન પડીકાનો ફૉટૉ પાડી-પાડીને મોકલીએ...!” કરણસિંઘ બોલ્યા “ત્યાં સુધી તું તારાં ફૉનનું પતાઈ દે....હું સુરેશને કઈને મંડપનું બૂકિંગ કરાઈ દવ છું...! પે’લ્લા નોરતે જ બંધાઈ દઇશું....!”
સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો.
“તમારે પછી મેરેજ માટે જે ખરીદી કરવાની હોય....!” કરણસિંઘ બોલ્યા “એનુંય લિસ્ટ બનાઈ લેજો...પછી નોરતા શરૂ થાય એટ્લે નેહાને બધા જઈ આવજો....!”
“અરે યાર....! તો તો નવરાત્રિમાં ભરાઈ જવાશે....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
“હવે તો વૈશાલીનું પતે....ત્યાં સુધી બધા અહિયાંજ છે....!” કરણસિંઘ બોલ્યાં.
“ભાઉ....!” ત્યાંજ સુરેશસિંઘ મુખ્ય દરવાજેથી અંદર આવ્યાં “વિક્રમભાઈએ લિસ્ટ બનાઈ લીધું છે...! બધા બા’ર બેસીએ....!”
“હમ્મ....!” હુંકારો ભરીને કરણસિંઘ સોફામાંથી ઊભા થયા અને સુરેશસિંઘની જોડે બહાર જવા લાગ્યાં.
એક્ટિવાની ચાવી હાથમાં રમાડતો-રમાડતો સિદ્ધાર્થ તેમની પાછળ-પાછળ જવા લાગ્યો.
“તારો ફૉન સરખો થાય....ત્યાં સુધી રાગણીનો ફૉન જોડેજ રાખજે....!” બહાર જતાં-જતાં સિદ્ધાર્થને ઉદ્દેશીને કરણસિંઘે કહ્યું.
“હા....જોડેજ છે...!” સિદ્ધાર્થ બોલ્યો અને પૉર્ચમાંથી બહાર જઈ મોટા કમ્પાઉન્ડમાં એક ખૂણામાં બનેલા પાર્કિંગ શેડમાં પાર્ક કરેલા વાહનો તરફ સિદ્ધાર્થ જવા લાગ્યો.
પાર્કિંગમાંથી એક્ટિવા લઈને સિદ્ધાર્થ આઈફોનના સ્ટોર જવા નીકળી ગયો.
****
“સર....પરમ દિવસે મલે...!” આઈફોનના સ્ટોરમાં કાઉન્ટર ઉપર બેઠેલાં સ્ટાફના માણસે કહ્યું.
“એટલો બધો ટાઈમ....!?” સિદ્ધાર્થ આંખો મોટી કરીને સહેજ ચિડાઈને બોલ્યો “આટલાંમાં તો દસ માળની બિલ્ડીંગ બની જાય....!”
“સર....આખું ટચપેડ બદલવું પડે....! એ અમે અહિયાં નઇ બદલીએ....! આગળ મોકલીશુ..!”
કંટાળેલા સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું.
“થોડું જલ્દી નઈ થાય...!?” સિદ્ધાર્થે કહ્યું.
“સર....ટ્રાય કરીશું....!”
માથું ધૂણાવી સિદ્ધાર્થ ઊભો થયો અને કંટાળીને ચાલતો થયો.
“તારી સાથે વાત કરવા માટે પણ કેટલું તરસવું પડે છે યાર..!” લાવણ્યા સાથે વાત કરવા માટે ઝૂરી રહેલો સિદ્ધાર્થ સ્ટોરમાંથી બહાર નીકળતાં-નીકળતાં મનમાં બબડ્યો.
“ટ્રીન....ટ્રીન.....ટ્રીન....!” ત્યાંજ તેના જીન્સના પોકેટમાં રહેલો રાગણીબેનનો મોબાઈલ વાગ્યો.
“હા પપ્પા....!?” કરણસિંઘનો કૉલ રિસીવ કરીને સિદ્ધાર્થ બોલ્યો.
“હું છું....!” સામેથી નેહાનો અવાજ આવ્યો “પપ્પા ઘેર બોલાવે છે....જલ્દી...બધા ભેગા થયા છે....whatsappમાં...!”
“હાં આઉ જ છું....!” નેહાનો અવાજ સાંભળી સિદ્ધાર્થ અધવચ્ચે જ બોલી પડ્યો.
માથું ધૂણાવી સિદ્ધાર્થ ઘરે જવા નીકળી ગયો.
---
ઘરે પહોંચતાંજ સિદ્ધાર્થ ઘરના કમ્પાઉન્ડમાં પુરુષ મંડળી જોડે બેસી ગયો. લગ્ન પ્રસંગને અનુરૂપ હોય એવી ભીડ જામી ગઈ હતી. કમ્પાઉન્ડમાં ચેયર નાંખી ટોળું વળી કરણસિંઘ, સુરેશસિંઘ, વિક્રમસિંહ, વિજયસિંઘ, તેમજ પાડોશમાં રહેતાં બે-ત્રણ અન્ય જેન્ટ્સ પણ આવીને બેઠાં હતાં. બરોડામાંજ રહેતાં હોવાને લીધે ઝીલ, તેણીનાં સાસુ-સસરા પણ આવ્યા હતાં. ઝીલના હસબન્ડ અને સસરા અત્યારે બહાર પુરુષ મંડળી જોડે બેઠાં હતાં. સુરેશસિંઘનો મોટો છોકરી રાજવીર જે પણ બરોડાની નજીકમાંજ હોવાથી આવી પહોંચ્યો હતો. નેહા સહિત ઘરના લેડિઝ મહેમાનનો વગેરે બધા પુરુષ મહેમાનો ચ્હા-નાસ્તાની સરભરામાં લાગી ગયાં હતાં. સિદ્ધાર્થ પણ આવતાની સાથેજ તેમની મદદમાં લાગી ગયો. પિતા કરણસિંઘની જોડે ચેયરમાં બેસીને તે તેમના કહ્યા મુજબ દૂરના હોય તેવા સગાઓને whatsappમાં વૈશાલીના મેરેજનું લગ્ન પડીકું ફોટો પાડીને મોકલવા લાગ્યો. તેની સાથે-સાથે ગુજરાતીમાં લગ્નનું આમંત્રણ, કંકોત્રી વગેરેને લગતું લખાણ પણ લખીને ફોરવર્ડ કરવાં લાગ્યો.
“લગનની દોડધામ ચાલુ....!” whatsappમાં મેસેજ કરતાં-કરતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો “ખબર નઈ લાવણ્યાને ક્યારે મળવા મલશે....!”
“ચ્હા.....!?” ત્યાંજ નેહાએ ચ્હાના કપ મૂકેલી ટ્રે સિદ્ધાર્થ સામે ધરી.
ઔપચારિક સ્મિત કરીને સિદ્ધાર્થે નકારમાં માથું ધૂણાવી દીધું.
“લે ને ચ્હા....! મોડે સુધી જાગવાનુ થશે....!” સિદ્ધાર્થની જોડેની ચેયરમાં બેઠેલા કરણસિંઘે કહ્યું.
સિદ્ધાર્થે છેવટે ટ્રેમાંથી એક કપ ચ્હાનો લીધો અને બીજા હાથમાં પકડી રાખ્યો.
ગોળ સર્કલમાં બેઠેલા અન્ય મહેમાનોને નેહા ચ્હા આપવા લાગી. સર્કલમાં વચ્ચે બધાની આગળ નાના-નાના બે-ત્રણ ટેબલ ઉપર રાગણીબેન અને નેહાના મમ્મીએ ચ્હા જોડે ખાવા માટે ચણાના લોટની પાપડીઓની ડીસો લાવીને મૂકવાં માંડી.
અન્ય લોકોની સામે ચ્હાની ટ્રે ધરી રહેલી નેહા સામે સિદ્ધાર્થ કેટલીક ક્ષણો જોઈ રહ્યો.
અનેક વિચારો તેનાં મનમાં ચાલી રહયાં હતા. છતાય, તેનું મન વારેઘડીએ લાવણ્યા તરફજ “દોડી” જતું હતું. ઘરના બધાની વચ્ચે પણ સિદ્ધાર્થને એકલું ફીલ થતું હતું, પણ જ્યારે લાવણ્યા યાદ આવતી, તે જાણે એકલી તેનાથીજ “ઘેરાઈ” જતો હતો. નેહા સાથે તે લગ્ન દિવાળી સુધી ટળ્યા હતાં પણ દિવાળીને પણ હવે બહુ ઝાઝા દિવસો નહોતાં બાકી રહ્યાં. એ વિચાર આવી જતાંજ સિદ્ધાર્થનું મન ઉદાસ થઈ ગયું. લાવણ્યા પાસે દોડી જવાનું તેને મન થતું હતું. હોસ્પિટલમાં પણ જ્યારે તે આવી હતી, સિદ્ધાર્થ નાના બાળકની જેમ તેણીને વળગી પડ્યો હતો. લાવણ્યાના આલિંગનની હૂંફ એ અત્યારે રીતસરનો ઝંખી રહ્યો હતો. તેનું મન તેણીને મળવા અમદાવાદ દોડી જવાનું થઈ આવ્યું હતું. જોકે હવે દિવાળીએ તેના અને નેહા લગ્ન, નવરાત્રિમાં પણ લગ્ન પ્રસંગ, પોતાના એકસીડેંન્ટને માંડ હજી બે-ત્રણ દિવસ થયા હોવાથી અને આ સિવાય પણ ઘર અને ધંધાના પેન્ડિંગ કામનોનો ઢગલો, જાણે-અજાણે સિદ્ધાર્થને એવું જ ફીલ થતું હતું કે કદાચ હવે લાવણ્યા તેનો ભૂતકાળ બની જશે. અહિયાંની જંજાળમાં ફસાઈ જનારો તે હવે અમદાવાદ પાછો જઈજ નઈ શકે અને છેવટે તેના અને નેહાના મેરેજની ડેટ આવી જશે અને અનિચ્છાએ તે તેણી સાથે પરણી જશે.
“તારી જોડે હજી વધારે ટાઈમ વિતાવવો તો.....!” લાવણ્યાને યાદ કરીને સિદ્ધાર્થ નિરાશાથી મનમાં બબડ્યો.
****
ત્યાર પછી બીજા દિવસે આખો દિવસ સિદ્ધાર્થ લગ્નની તૈયારીઓના દોડધામમાં રહ્યો. બપોર પછી પોતાનું નવું નક્કોર એન્ફિલ્ડ છોડાવામાં પણ ત્રણેક કલ્લાકનો સમય નીકળી ગયો. તેનો ફોન રીપેર થઈ ગયાનો આઇફોન સ્ટોરમાંથી કૉલ આવી જવા છતાંય સિદ્ધાર્થ મોડી રાત સુધી બીઝી રહ્યો અને પોતાનો પણ ફોન લેવા જઈ ના શક્યો.
“તમે કો’ એમ કરીએ ભાઉ....!” સુરેશસિંઘે કરણસિંઘને પૂછ્યું.
રાત્રે જમીને પુરુષ મંડળી ઘરના કમ્પાઉન્ડમાં રોજની જેમ ખુરશીઓ નાંખીને બેઠી હતી. લગ્નની તૈયારીઓને લગતી કોઈને કોઈ ચર્ચા ચાલતી રહેતી સાથે-સાથે ચ્હા-નાસ્તા પણ. સિંહલકોટ ગામડેથી હવે કલાદાદી પણ આવી પહોંચ્યા હતાં. કલાદાદીની હાજરીથી સિદ્ધાર્થને હળવુંફૂલ ફીલ થતું હતું. આખાય ઘરમાં સિદ્ધાર્થનું કલાદાદી સાથેનું બોંન્ડિંગ અલગ જ હતું. સિદ્ધાર્થ તેમની સાથે ઇમોશનલી અટેચ હતો. સામે કલદાદી પણ. વડીલ હોવાને લીધે કલાદાદી પુરુષ મંડળીની જોડે બહાર બેઠા હતાં.
“ઓય છોકરા....આમ આય....!” કામમાં આમતેમ આઘાં-પાછાં થઈ રહેલાં સિદ્ધાર્થનો હાથ પકડીને કલાદાદીએ પોતાની જોડે બેસાડયો “બેસ અહિયાં ચલ.....!”
હસતાં-હસતાં સિદ્ધાર્થ કલાદાદીની જોડે બેઠો.
“નેહા જોડે મેળ આયો કે નઈ....!?” બધાના સાંભળતાજ કલાદાદીએ મજાકીયા સૂરમાં મોટેથી પૂછી લીધું.
બધા હસી પડ્યાં.
“શું દાદી તમે પણ....!” સિદ્ધાર્થ પરાણે બ્લશ કરી રહ્યો.
“અરે કેમ.....? બોલાય એને....! પાછી વળી....!” સિદ્ધાર્થની ખેંચી રહેલાં કલાદાદીએ સામે બેઠેલા નેહાના પપ્પા વિજયસિંઘ સામે જોયું “ઓય....! વિજય....બોલાય તારી છોકરીને....! હજુય હેરાન કરે છે...!”
વિજયસિંઘ, કરણસિંઘ સહિત બધા હવે મલકાઈ રહ્યાં.
“બા.....હવે તો એ તમારી જ છે.....!” વિજયસિંઘ બોલ્યાં “તમે જે કરો એ.....!”
બધા ફરીવાર હસ્યાં.
જોકે સિદ્ધાર્થ અંદરથી ઉદાસ થઈ ગયો.
ઘરના બધાએ નેહાને ઘરની વહુ અને સિદ્ધાર્થની પત્ની તરીકે એકસેપ્ટ કરી લીધી હતી. હવે ફક્ત દિવાળીએ લગ્નની ઔપચારિકતા બાકી હતી અને એ પછી સિદ્ધાર્થનું એક્સેપ્ટન્સ.
“લાવણ્યાને પણ હવે કઈ દેવું જોઈએ....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
પોતાનાં લગ્ન ફિક્સ થઈ ગયાં છે એ વાત તે હવે લાવણ્યાને જણાવી દેવા માંગતો હતો. આ અંગે આખો દિવસ વિચારી ચૂક્યો હતો. હવે લાવણ્યાને મળાશે કે નઈ એ તે નહોતો જાણતો. પણ પોતાનાં લગ્ન હવે દિવાળીએ નેહા સાથે થવા જઈ રહ્યાં છે એ વાત તે કોઈ પણ ભોગે લાવણ્યાને જણાવી દેવા માંગતો હતો.
“કાલે ફૉન લઈ આવું....! એટ્લે પે’લ્લા એનેજ કૉલ કરી દઇશ...!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો “અને બધુ કઈ દઇશ.....!”
“નેહા....નેહા......!” કલાદાદીએ નેહાને બૂમ પાડવા માંડી.
“દાદી પણ.....!”
“અરે તું ચૂપ રે’.....!” શરમાઈને કલાદાદીને રોકી રહેલા સિદ્ધાર્થને કલાદાદીએ છણકો કર્યો.
“તો પછી સિદ્ધાર્થને મોકલી દઈએ ....!" કલાદાદીની મજાક-મસ્તીમાંથી ધ્યાન હટાવતાં સુરેશસિંઘ પોતાની અધૂરી વાત આગળ કરતાં બોલ્યાં.
"પણ અહિયાં લગનની દોડધામમાં એની જરૂર નઈ પડે ....!?" કરણસિંઘે પૂછ્યું.
"રાજવીર અહીંયા છે જ ને...!" સુરેશસિંઘે પોતાનાં છોકરા વિષે વાત કરતાં કહ્યું.
"ભાઉ ....! પ્લૉટ સારો છે....!" સુરેશસિંઘ સમજાવતા હોય એમ કરણસિંઘના ઘૂંટણે હથેળી મૂકીને બોલ્યાં "અને જોવાઈ જાય ...ને નોરતામાં ટોકન અપાઈ જાય....તો કામ થઇ જાય ...!"
"હમ્મ સારું .....!" કરણસિંઘ બોલ્યા પછી પોતાની જોડે બેઠેલાં કલાદાદી અને તેમની જોડે બેઠેલા સિદ્ધાર્થ સામે જોયું.
કલાદાદીએ નેહાને બોલાવી પોતાની જોડે બેઠેલા સિદ્ધાર્થની જોડે બેસાડી હતી અને અત્યારથીજ "સક્સેસફૂલ મેરેજ લાઈફ" માટેની શિખામણો આપવા લાગ્યાં હતાં. મલકાતી-મલકાતી નેહા સાંભળી રહી હતી. તેનાં સહીત તેમની વાતો સાંભળતાં બધાજ હસી રહ્યાં હતાં. નેહાને બોલાવતાં રાગિણીબેન, સરગુનબેન પણ ત્યાં આવીને નેહાની આજુબાજુ ઘેરાઈને ઉભા હતાં. બધા જાણતાજ હતાં કે લગ્ન પ્રસંગોમાં ભેગા થતાં વડીલો ભાવિ વર-વધૂની જે મજાક કરે એની શરૂઆત કલાદાદીએ અત્યારથી કરી દીધી હતી. તેઓ પણ કલાદાદીની મજાકમાં તેમનો સાથ આપી રહ્યાં હતાં.
"એવું હોય તો બંને ક્યાંકે ફરી આવો ...!" કલાદાદી શિખામણ આપતાં હોય એમ સિદ્ધાર્થના ઘૂંટણે હથેળી મૂકીને બોલ્યાં.
બધાની હાજરીમાં એમ્બેરેસ ફીલ કરી રહેલાં સિદ્ધાર્થે આમ તેમ નજર ચુરાવે રાખી.
"હાં ....સાચી વાત છે....!" કલાદાદીની વાતમાં સુર પુરાવતાં હોય એમ વિક્રમસિંહના પત્ની હસતાં-હસતાં બોલ્યાં "લગન પછી તો કશું ટાઈમ નઈ મલે....! એમાંય છોકરાઓ થયા પછી તો સે'જેય નઈ ....!"
"અરે બાપરે....આ લોકો તો ક્યાંથી ક્યાં પો'ચી ગ્યાં .....!?" સિદ્ધાર્થ મનમાં બબડ્યો "ભાગવું પડશે અહીંયાથી ...!"
"સિદ્ધાર્થ ....!" ત્યાંજ કરણસિંઘે સિદ્ધાર્થને બોલાવ્યો.
વચ્ચે કલાદાદી બેઠાં હોવાથી કરણસિંઘે સહેજ નમીને જોતાં સિદ્ધાર્થે પણ સહેજ નમીને જોયું.
“હાં....!?” સિદ્ધાર્થ બોલ્યો અને ચેયરમાંથી ઊભો થઈને તેમની સામે જઈને ઊભો રહ્યો.
“તું કાલે અમદાવાદ જતો આય ....! બ્રોકરને મળવાનું છે...!"કરણસિંઘ બોલ્યાં અને સિદ્ધાર્થને જાણે જોઈતું સરપ્રાઈઝ મળ્યું હોય એમ તે ખુશ થઈ ગયો.
“અ....અહિયાં....કામ....!” ખુશીને લીધે કશુંના સૂઝતા ઔપચારિકતા ખાતર બોલતો હોય એમ સિદ્ધાર્થ બોલવા મથી રહ્યો.
“એ તો રાજવીર છે.....એ જોઈ લેશે...!” સુરેશસિંઘ બોલ્યાં “બ્રોકરનો ફૉન હતો.....કે જગ્યા સારી છે....! એટ્લે પાર્ટીને ઘણાં બધાં લોકોની ઇન્કવાયરીઓ આવી છે....! અને નોરતામાં ડીલ ફાઇનલ કરવાની કે છે....!”
“તને જગ્યા ઠીક લાગે ....તો ટોકન આપીનેજ આવજે....!” કરણસિંઘ બોલ્યાં “તું અમદાવાદ જઈને જગ્યા જોઈલે...પછી ફૉન ઉપર નક્કી કરી લઈશું....! કે કેટલું ટોકન આપવું....!”
“ઓકે....!” મનમાં ખુશ થતો સિદ્ધાર્થ ટૂંકમાં બોલ્યો.
“હું રઘુને કઈ દવ છું....!” સુરેશસિંઘ પોતાનો મોબાઈલ હાથમાં લેતાં બોલ્યાં “કાલે સવારે વે’લ્લો આઈ જાય....! તમે વે’લા નીકળો તો ટ્રાફિક ના નડે....!”
“રઘુ અંકલ જોડે આયા તો લાવણ્યાને મલવા નઈ જવાય....!” સિદ્ધાર્થ વિચારી મનમાં બબડ્યો.
“અંકલ...એમને અહિયાં જ રે’વા દો...!” સિદ્ધાર્થ તરતજ બોલ્યો “લગનમાં દોડાદોડીમાં કારની જરૂર અહિયાં વધારે પડશે....! હું એન્ફિલ્ડ લઈને જતો રઈશ....! નવું છે...તો એ બા’ને થોડું રાઉઝ પણ થઈ જશે....!”
“તો સાચવીને ચલાવજે...!” કરણસિંઘ સહેજ ચિંતાતુર સ્વરમાં બોલ્યાં “ઉતાવળ ના કરતો...!”
“હાં....સારું....!” સિદ્ધાર્થ બોલ્યો અને પાછું ફરી જવા લાગ્યો “કાલની તૈયારી કરી લવ...!”
મનમાં ખુશ થતો સિદ્ધાર્થ બોલીને ત્યાંથી જવા લાગ્યો.
ઉતાવળા પગલે સિદ્ધાર્થ પોતાના બેડરૂમમાં જવા માટે ઘરની પૉર્ચના પગથિયાં ચઢી ગયો.
“હેલ્લો...!” ડ્રૉઈંગ રૂમ તરફ જતાં-જતાં સિદ્ધાર્થે આઇફોન સ્ટોરમાં ફૉન લગાડ્યો “સ્ટોર બંધ છે કે ચાલુ...!?”
“હજી સાડા આઠ થયા છે સર...! સ્ટોર નવ વાગ્યે બંધ થઈ જશે....!” સામેથી સ્ટોરવાળાએ જવાબ આપ્યો.
“ઓકે....હું દસેક મિનિટમાં આઈ જવ છું ....!” સિદ્ધાર્થ બોલ્યો અને ઉતાવળા પગલે બેડરૂમની સીડીઓ ચઢી ગયો.
રૂમમાંથી એન્ફિલ્ડની ચાવી લઈ તે આઈફોન સ્ટોર જવા નીકળી ગયો. જતાં પહેલાં તે કરણસિંઘને કહીને ગયો.
----
“સ્ટોર બંધ કરવાનો ટાઈમ થઈ ગ્યો છે સર....! ફૉન સેટ કરવામાં ત્રણેક કલ્લાક તો થશે....!” આઇફોનના સ્ટોરમાં સ્ટાફનો માણસ સિદ્ધાર્થને કહી રહ્યો હતો “અત્યારે ફૉનનો સેટ અપ નઈ થાય ....!”
“દર વખતની આ રામાયણ....!” સિદ્ધાર્થ કંટાળ્યો હોય એમ મનમાં બબડ્યો.
“એટ્લે જ કવ છું...! આઈફૉન -બાઇફોન લેવાયજ નઈ...!” સિદ્ધાર્થને હવે લાવણ્યાના એ શબ્દો યાદ આવી જતાં તે મલકાઈ ઉઠ્યો.
“તમે ફૉનનો સેટ અપ ચાલુ કરી દો....!” સિદ્ધાર્થ બોલ્યો “હું ફૉન જોડે રાખીશ...”
“ફૉન સેટ અપ થાય ત્યાં સુધી વાઇફાઈ જોડે કનેક્ટ રાખવો પડશે..!”
“મારાં બીજા ફૉનના હોટસ્પોટથી કનેક્ટ રાખીશ....!” સિદ્ધાર્થ બોલ્યો “અને ઘેર તો વાઈફાઇ છેજ ....!”
“ઓકે...! હું સેટ અપ ચાલુ કરી દવ છું....!” સ્ટોરવાળો સિદ્ધાર્થનો રીપેર કરેલો ફૉન હાથમાં લેતાં બોલ્યો “ત્રણ-ચાર કલ્લાક થશે...!”
“ઓકે...!” સિદ્ધાર્થ બોલ્યો.
લાવણ્યાને મળવાનો ઉત્સાહ અને આતુરતા-આતુરતા હવે ધીરે-ધીરે વધતાં જતાં હોવાથી સિદ્ધાર્થ તેણીને મળવા કે ફૉન ચાલુ થાય તો તેણી સાથે વાત કરવા અધિર્યો થયો હતો.
સ્ટોર વાળાએ ફૉન સેટ અપ ચાલુ કરી આપતાં સિદ્ધાર્થ ફૉન લઈને ઘેર આઈ ગયો. પુરુષ મંડળી હજી પણ બહાર ટોળું વળીને બેઠેલીજ હતી. જોકે સવારે વે’લ્લા અમદાવાદ જવા નીકળવાનું હોવાથી તેમની સાથે ના બેઠો.
“મારે મેરેજ માટે શોપિંગ કરવાં જવું છે....! તું કાલે ટાઈમ કાઢજે....!” પોતાનાં રૂમમાં જવા સિદ્ધાર્થ સીડીઓ ચઢી રહ્યો હતો ત્યારે નેહા પાછળથી તેને ટોકતાં કહ્યું.
“મારે કાલે બ્રોકર જોડે પ્લોટ જોવા જવાનું છે...!” બે-ત્રણ સીડીઓ ચઢી ગયેલો સિદ્ધાર્થ અટકીને પાછું ફરીને બોલ્યો “એટ્લે મારે નઈ મેળ પડે....!”
ભાવવિહીન સ્વરમાં એટલું બોલીને સિદ્ધાર્થ પાછું ફરીને સીડીઓ ચડવા લાગ્યો.
“અને એમ પણ......!” એકાદ-બે દાદરા ચઢીને સિદ્ધાર્થે પાછું અટકીને નેહા સામે જોયું “મેરેજ માટે ખરીદી કરવા પરમ દિવસે બધાને જવાનું છે....! પે’લ્લા નોરતે...!”
એટલું બોલીને સિદ્ધાર્થ પાછો દાદરા ચઢી ગયો. નેહા નિરાશ થઈને ત્યાં ઊભાં-ઊભાં સિદ્ધાર્થને સીડીઓ ચઢતા જોઈ રહી. જે ડર તેણીનાં મનમાં થોડાં દિવસથી ઘર કરી ગયો હતો, તે હવે ધીરે-ધીરે સાચો થતો હોય એવું તેણીને લાગ્યું. સિદ્ધાર્થ હવે તેનાથી દૂર જઈ રહ્યો હતો.
નેહાની આંખ ભીની થઈ ગઈ. ડ્રૉઈંગરૂમમાંથી ચાલી તે કિચન તરફ જવા લાગી. કિચનની બાજુમાં બાનેલાં મોટાં સ્ટોર રૂમમાંથી ઉપર અગાશીમાં જતી સીડીઓ ચઢીને તે ઉપર આવી ગઈ.
ઑક્ટોબર માહિનામાં જ શરૂ થઈ ગયેલો શિયાળાનો ઠંડો પવન વાઇ રહ્યો હતો.
“ફર....ફર....!” કરતો નેહાના ડ્રેસનો દુપટ્ટો હવામાં લેહરાઈ રહ્યો હતો.
“તું મેરેજ માટે હાં પાડી દે.....!” અક્ષય સાથે એ રાતે થયેલી વાતચિત નેહાને યાદ આવી ગઈ.
“વ્હોટ....!? તો પછી મારો રિવેન્જ....!?” નેહા બોલી.
“તું શાંતિથી વિચાર...!” અક્ષય સમજાવતો હોય એમ બોલ્યો “અત્યારે જે કઈં થયું છે...એમાં લાવણ્યાનું નામ ઉછળ્યું છે....! તારા મામા જો એ વાત ઉખેળશે....તો તું અને સિદ્ધાર્થ શું આન્સર આપશો....!?”
કશું બોલ્યા વગર નેહા સાંભળી રહી અને વિચારી પણ.
“તમે કઈં જવાબ નઈ આપો...એટ્લે તારા ઘરના બધા એ જ ધારી લેશે....!” અક્ષય બોલ્યો “કે તું લાવણ્યાને લીધે મેરેજ માટે ના પાડે છે....! અને જો એવું થયું તો એ લોકો .....!”
“સિદ્ધાર્થને બરોડા પાછો બોલાઈ લેશે....!” નેહા સમજી ગઈ હોય એમ વચ્ચે બોલી.
“એક્ઝેક્ટલી.....! અને પછી કદાચ જબરજસ્તી તમારા મેરેજ પણ કરાઈ દે....!”
“હમ્મ....!” નેહા સહમત થઈ.
“ટૂંકમાં આમ નઈ તો આમ....! મેરેજ થશે જ ....!” અક્ષય બોલ્યો.
“હમ્મ...તો પછી હું અત્યારે મેરેજ માટે હાં પાડું ....!” નેહા મનમાં બધા પાસા ગોઠવી સમજવાનો પ્રયત્ન કરતી હોય એમ પૂછવા લાગી “એમાં શું ફાયદો થવાનો....!?”
“બે ફાયદા તો થશેજ....!” અક્ષય બોલ્યો “પે’લ્લો ફાયદો તો એ....કે તું સામેથી મેરેજ માટે “હાં” પાડીશ...એટ્લે તારી મરજી હશે એ સમયે મેરેજ ગોઠવાશે....! ભલે તમારી ફેમેલી બવ લાંબો ટાઈમ ડીલે ના કરે...પણ એટલિસ્ટ મહિનો....બે મહિના તો ખરા જ ....!”
“હમ્મ...પણ એકાદ મહિનો તો જબરજસ્તી મેરેજ કરવામાં પણ ખેંચાઇ જ જશે....! મેરેજની તૈયારી વગેરે કરવાને લીધે...! એમાં મારે સામેથી હાં પાડી શા માટે કુહાડી ઉપર પગ મારવો...!”
“નેહા....જો મેરેજ તમારાં ફેમેલીની જબરજસ્તી થી થયા....તો સિદ્ધાર્થ કાયમ તારાથી દૂર થઈ જશે....!” અક્ષય શાંત સ્વરમાં બોલ્યો અને નેહા મૌન થઈને વિચારી રહી.
“જો મેરેજ તમારાં ફેમેલીની જબરજસ્તી થી થયા....તો સિદ્ધાર્થ કાયમ તારાથી દૂર થઈ જશે....! દૂર થઈ જશે....!”
“તારા માટે એનામાં રહી-સહી ફીલિંગ પણ મરી જશે....!” થોડીવારના મૌન પછી અક્ષય બોલ્યો “એમપણ તું જ કે’તી’તીને....કે સિદ્ધાર્થ લાવણ્યા જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે....! તું સામેથી હાં પાડીશ...તો સિદ્ધાર્થને જે ફીલિંગ તારા માટે હજી પણ છે...એ વધશે....અને તમે જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકશો....એ પછી એની ફીલિંગમાં ઓર વધારો થશે.....સરવાળે એ તારી બાજુ વધારે ખેંચાશે.....! અને હાં.....! તારા માટે લાવણ્યા જોડે બદલો લેવામાં પણ એ તારું કીધું કરશે.....! અને સૌથી વધારે ખરાબ હાલત લાવણ્યાની થશે....!”
કેટલીક ક્ષણો સુધી અક્ષય મૌન રહ્યો જેથી નેહા તેની વાત સમજી શકે પછી તે આગળ બોલ્યો.
“તું મેરેજ માટે હાં પાડી દઇશ....એટ્લે એક ઝાટકે સિદ્ધાર્થ તેનાથી દૂર થઈ જશે....છીનવાઈ જશે...!”
અક્ષયની વાત નેહાને હવે પૂરી સમજાઈ જતાં તે કુટિલ સ્મિત કરી રહી.
“એ કેટલી તડપશે....એ તો વિચાર કર....! તારી જોડે સિદ્ધાર્થને ક્લોઝ થતો જોઈ...એની આત્મા સુદ્ધાં સળગી ઉઠશે....! જસ્ટ ઈમેજિન....ફક્ત એક “હાં” પાડવાથી....તું એક સાથે કેટલા બધા તીર મારી લઇશ....! તું “હાં” પાડી દઇશ...એટ્લે સુરેશસિંઘ કે તમારી ફેમેલીના અન્ય કોઈ લોકો લાવણ્યાની વાત ઉખેળશે જ નઈ...ઊલટાનું આવા સમયે તો ઘરના લોકો આવા લફડાઓ દબાવી દે અને ઝડપથી બે જણના મેરેજ કરાઇ દે...! સરવાળે જે પ્રોબ્લેમ અત્યારે ઊભી થઈ છે....એ તરત જ સોલ થઈ જશે....! અને બાકીના જે બેનિફિટ મે કીધા એ પણ થશે....!”
સિદ્ધાર્થ જ્યારે હોસ્પિટલમાં હતો એ રાતે અક્ષયે કહેલી વાત નેહાને પૂરેપુરી ગળે ઉતરી ગઈ હતી. તેની વાતમાં નેહાને તથ્ય પણ લાગ્યું હતું અને મેરેજ માટે “હાં” પાડવામાં ફાયદો પણ દેખાયો હતો. જોકે મેરેજ માટે હાં પાડ્યા પછી સિદ્ધાર્થને રિવેન્જની ગેમ આગળ ધપાવવા માટે કેવી રીતે કનવીન્સ કરવો એ નેહાને નહોતું સમજાતું. કેમકે મેરેજની હાં થઈ ગયાં પછી ઘરમાં તૈયારી શરૂ થઈ જવાની એ વાત નેહા જાણતી જ હતી અને લગભગ એકાદ મહિનામાં મેરેજ સમેટાઇ જાય એવી પણ શક્યતાઓ ખરી જ. આવાં ટાઈમમાં સિદ્ધાર્થ પોતે પણ લગ્નની તૈયારીઓમાં બીઝી થઈ જવાનો એ પણ નક્કી. તો પછી આ બધી શક્યતાઓની વચ્ચે સિદ્ધાર્થને રિવેન્જ ગેમ માટે આગળ કેમનો તૈયાર કરવો? લાવણ્યા ઉપર નેહા એક “છેલ્લો ઘા” એવો મારવા માંગતી હતી જેમાં તેણીને આરવ અને સિદ્ધાર્થ બંનેને ખોઈ બેસવાનો પસ્તાવો થાય તેમજ આરવ સાથે તેણીએ જે કર્યું એને લીધેજ સિદ્ધાર્થ પણ તેણીથી છીનવાઈ ગયો એવી ગિલ્ટ તેણીના મનમાં જાગે અને ગિલ્ટની ભાવનાથી પીડાતી લાવણ્યા સરવાળે અનહદ તડપી ઊઠે.
ઘણું વિચાર્યા પછી પણ નેહાને એ વખતે આ બાબતે શું કરવું એ નહોતું સૂઝયું. જોકે અક્ષયે કહ્યા મુજબ તેણીએ લગ્ન માટે “હાં” પાડી દીધી હતી.
અતિશય ઠંડો પવન વાતો હોવા છતાં અગાશી ઉપર ઊભા-ઊભા નેહા રિવેન્જની ગેમ આગળ ધપાવવા માટે સિદ્ધાર્થને કેવી રીતે કનવીન્સ કરવો એ વિષે નેહા વિચારતી રહી. ઘણું વિચાર્યા પછી પણ તેણીને કશું ના સૂઝયું.
“ગીતો-બિતો સાંભળીએ....તો થોડું રિલેક્સ થવાય....!” કંટાળીને તેણીએ પોતાનાં ખભે લટકાતા ઈયર ફૉન કાનમાં ભરાવ્યાં અને પોતાનાં મોબાઈલ સાથે કનેક્ટ કર્યા.
“મેરેજના કામની દોડધામમાં whatsapp તો જોવાનો ટાઈમ જ નઈ મલ્યો....!” બબડતાં-બબડતાં નેહાએ પોતાનાં ફૉનમાં whatsapp ખોલીને જોવા માંડ્યુ.
“ઓહો....! ગ્રૂપમાં આટલાં બધાં મેસેજ...!?” નેહા પણ કોલેજનાં "Viral Group" કહેવાતાં વોટ્સએપ ગ્રૂપની મેમ્બર હતી. આ ગ્રૂપ કોલેજમાં ખાસ હોય એવી કોલેજની ઘટનાંઓને viral કરવાં જાણીતું હતું. કોલેજનાં લગભગ 90-95% સ્ટુડન્ટ્સ આ ગ્રૂપનાં મેમ્બર હતાં.
“કોઈક મસાલેદાર ન્યૂઝ લાગે છે....!” ગ્રૂપમાં અનેક મેસેજોની નોટિફિકેશન જોઈને નેહાને આશ્ચર્ય થયું અને ગ્રૂપની ચેટ ઉપર ટચ કરી તેણીએ મેસેજ ઓપન કર્યા.
"ફ્રેન્ડ્સ.....! પ્લીઝ લિશન ધિસ મેસેજ એન્ડ સોંગ....!” કોઈ ઓડિયો મેસેજનાં કેપ્શનમાં એવું લખીએ લખી અંકિતાએ એવો મેસેજ ફોરવર્ડ કર્યો હતો “ઇટ્સ અવર બિલવ્ડ ક્વિન લાવણ્યા....!"
“લાવણ્યા.....!?” કેપશનમાં લાવણ્યાનું નામ વાંચીને નેહાને આશ્ચર્ય થયું.
કુતૂહલવશ નેહાએ એ ઓડિયો મેસેજ સાંભળવા ડાઉનલોડ કર્યો. ઓડિયો ડાઉનલોડ થતાંજ નેહાએ તે પ્લે કર્યો અને કાનમાં ભરાવેલા ઈયરફોનમાં તેનો અવાજ સંભળાવા લાગ્યો.
"સિડ.....! ક્યાંછે જાન તું....! પ...પ્લીઝ જલ્દી આવને....! તું કઈંપણ કીધાં વગર જતો રહ્યો.....! તારાં વિના મારી શું હાલત છે એ હું તને કેવીરીતે કહું....! બધાંની જોડે બેઠી હોઉંછું તોય સાવ એકલી હોઉં એવું લાગે છે....!"
થોડીવાર સુધી ઓડિયો મેસેજમાં શાંતિ પથરાઈ ગઈ.
"જાન....!?” લાવણ્યાના મોઢે એ સિદ્ધાર્થ માટે એ શબ્દો સાંભળી નેહા સળગી ઉઠી.
કેટલીક ક્ષણો પછી ઓડિઓ મેસેજમાં ફરીવાર લાવણ્યાનો વોઇસ સંભળાયો:
"સિડ.....! તારાં વિના હું જાણે ઠંડા કાળાં અંતરિક્ષમાં ખોવાઈ ગઈ હોઉં એવું લાગે છે....! ભટકી ગઈ હોંઉં એવું લાગેછે....! હું કદાચ શબ્દોમાં તને નઇ કહી શકું....! કે તારાં વિના હું કેવું ફીલ કરી રહી છું....! એટ્લેજ હું તને મારાં એક સોંન્ગ ગાઈને મોકલી રહી છું....! આઇ હોપ તને મારો વોઇસ ગમશે....!"
કેટલીક ક્ષણો મેસેજમાં ફરીવાર મૌન પથરાઈ ગયું. ગુસ્સે થઈ ગયેલી નેહા ઊંડા-ઊંડા શ્વાસ ભરી રહી.
કેટલીક ક્ષણો બાદ લાવણ્યાનાં સ્વરમાં એક જાણીતી હિટ હિન્દી મૂવીનું ગીત સંભળાયું:
"सुना सुना, लम्हा लम्हा
मेरी राहें, तनहा तनहा
आकर मुझे तुम थाम लो
मंज़िल तेरी देखे रस्ता
मुड़ के जरा अब देख लो
ऐसा मिलन फिर हो ना हो
सबकुछ मेरा तुम ही तो हो.....!"
નેહા પણ અનેક વાર એ ગીત સાંભળી ચૂકી હતી. ગીત 2004માં રીલીઝ થયેલી હિટ મૂવી "Krishna Cottage"નું હતું. લાવણ્યાએ થોડીક ક્ષણો અટકીને ગીત આગળ ગાયું:
"बेपनाह प्यार है, आ जा....
तेरा इंतजार है, आ जा....
हो ...बेपनाह प्यार है, आ जा....
तेरा इंतजार है, आ जा.....
सुना सुना, लम्हा लम्हा
मेरी राहें, तनहा तनहा..."
અગાશીમાં ઊભા-ઊભા નેહાએ આખું ગીત સાંભળ્યુ. ક્રોધથી નેહાનું આખું શરીર તાપી ઉઠ્યું. ગીતમાં લાવણ્યાની બધીજ ફીલિંગ્સ નિચોડાઇ ગઈ હતી. સિદ્ધાર્થ માટે લાવણ્યાની એ તડપ, આવેગ બધુ જ નેહા પણ મેહસૂસ કરી શકી હતી.
પોતાનાં મધુર સ્વરમાં એ સોંગ રેકોર્ડ કરતી વખતે લાવણ્યાએ કોઈપણ જાતનાં બેકગ્રાઉંડ મ્યુઝિક કે અન્ય કોઈપણ મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેંન્ટનો ઉપયોગ પણ નહોતો કર્યો. સોંગમાં માત્ર લાવણ્યાનોજ સ્વર સંભળાતો હતો. આમ છતાંય લાવણ્યાનો સ્વર એટલો બધો મધુર હતો કે નેહાના કાનમાં હજી પણ તેનાં શબ્દો ગુંજી રહ્યાં હતા.
"આઈ હોપ તને મારો અવાજ ગમ્યો હશે સિડ....!"સોંગ પૂરું થયાં પછી લાવણ્યાએ રેકોર્ડ કરેલો વોઇસ તેમાં આગળ સંભળાયો "અને મારી ફીલિંગ્સ પણ કદાચ સમજાઈ હશે...! હું પાર્કિંગમાં તારી રાહ જોઈશ.....! જલ્દી આવ સિડ.....! પ્લીઝ જલ્દી આવ જાન.....!"
“જાન.....!" એ શબ્દ નેહાને અનહદ ખૂંચ્યો.
જાન બોલતી વખતે લાવણ્યાના સ્વરમાં સિદ્ધાર્થ માટે જે ભાવ છકલાતો હતો, નેહાથી એ સહન જ ના થયું.
"बेपनाह प्यार है, आ जा....
तेरा इंतजार है, आ जा...
નેહાના કાનમાં જાણે એ અવાજના પડઘા પડી રહ્યાં હતા. ગુસ્સે થયેલી નેહા બેચેનીપૂર્વક આમતેમ આંટા મારી રહી. અંકિતાએ એ "Viral Group"માં કેપ્શન લખીને ફોરવર્ડ કરી દીધો હતો અને એથી લાવણ્યાએ સિદ્ધાર્થ માટે રેકોર્ડ કરેલો મેસેજ અને સોંગ હવે કોલેજનાં 80-85% સ્ટુડન્ટ્સને એક સાથે પહોંચી ગયો હતો. આમ, લાવણ્યાની સિદ્ધાર્થ માટેની અનહદ ફીલિંગ્સ વિષે આખી કૉલેજને ખબર પડી ગઈ હતી. એમાંય Viral ગ્રૂપમાં આખો દિવસ એજ વિષે ડિબેટ ચાલી હતી અને હજી પણ એજ વિષે મેસેજિસ આવી રહ્યાં હતાં.
“wow યાર....! લાવણ્યાએ કેટલું મસ્ત ગાયું છે....!” વગેરે જેવા અનેક મેસેજીસનો મારો આખો દિવસ ચાલ્યા જ કર્યો હતો.
મેરેજના કામની દોડધામને લીધે જોકે નેહા આખો દિવસ આ બધાથી અજાણ રહી હતી.
બેચેનીપૂર્વક નેહા ક્યાંય સુધી અગાશીમાં આમતેમ આંટા મારતી રહી. લાવણ્યાએ ગાયેલાં સોંગના શબ્દો હજીપણ તેણીના કાનમાં પડઘાઈ રહ્યાં હતાં.
અચાનક કઈંક ઝબકારો થયો હોય એમ બેચેનીપૂર્વક આમતેમ આંટા મારતી નેહા અટકી ગઈ.
“હાં....આ જ કરવું જોઈએ....!” મનમાં વિચારીને નેહા બબડી “સિદ્ધાર્થ ના પણ નઈ પાડી શકે....અને એ રખડેલ તડપી ઉઠશે.....!”
જે વિચાર તેને અચાનક આવી ગયો એને યોજનાનું સ્વરૂપ આપવા નેહા એ અંગે ક્યાંય સુધી વિચારતી રહી.
*****
“આટલાં મોડાં હવે એને કૉલ નઈ કરાય....!” પોતાના મોબાઈલની સ્ક્રીન સામે જોઈને સિદ્ધાર્થ બબડ્યો.
રિપેરિંગ થયાં પાછો ફૉનનો સેટ અપ પૂરો થવામાં લગભગ ચારેક કલ્લાક લાગી ગયાં હતાં અને રાતના લગભગ સાડા બાર જેવુ થઈ ગયું હોવાથી સિદ્ધાર્થે લાવણ્યાને કૉલ કરવાનું માંડી વાળ્યું.
“વે’લ્લા સૂઈ જાઉં....! તો વે’લ્લા ઉઠાય અને વે’લ્લા અમદાવાદ જવા નીકળાય.....!” બબડાટ કરતાં કરતાં સિદ્ધાર્થ બેડમાં પડ્યો.
“એનાં whatsappમાં જોઉ....! એ ઓનલાઈન છે કે સૂઈ ગઈ છે...!” મનમાં વિચારી સિદ્ધાર્થે પોતાના ફૉનમાં whtaspp ઓપન કર્યું.
“અરે યાર હજુ તો whatsappનો બેક અપ લેવાનો બાકી છે.....!” whatsapp ખોલતાંજ સિદ્ધાર્થને whatsapp એપ્લીકેશનમાં એવો મેસેજ દેખાયો “એનાં વગર તો whatsapp યુઝ પણ નઈ થાય....!”
“11 GBનો બેક અપ છે....! આમાય બે-ત્રણ કલ્લાક નીકળી જશે..! સવારે કરી લઇશ...!” મનમાં વિચારી સિદ્ધાર્થે ફૉન લોક કર્યો અને ફૉન બેડનિ બાજુના ડ્રૉઅર ઉપર મૂકી ઊંઘી ગયો.
લાવણ્યાને મળવાની આતુરતાને લીધે ક્યાંય સુધી તેણે પડખાં ફેરવ્યાં પછી ઊંઘ આવી.
****
“આહ....! મસ્ત ચ્હા છે.....!” ગુજરાત યુનિવર્સિટી સામે ઋતુરાજ ટી-સ્ટૉલ પર સિદ્ધાર્થ ચ્હા પીવા ઊભો હતો.
વહેલી સવારે જ સિદ્ધાર્થ એન્ફિલ્ડ લઈને અમદાવાદ આવવા નીકળી ગયો હતો. કરણસિંઘનું મૂડ બદલાઈ જાય કે પછી મેરેજનું લગતું કોઈ અન્ય કામ તેઓ સિદ્ધાર્થને સોંપી તેનું અમદાવાદ જવાનું કેન્સલ કરે એ પહેલાં જ સિદ્ધાર્થ ચ્હા-નાસ્તો પણ કરવા નહોતો રોકાયો. અમદાવાદ આવી પહોંચી તે ગુજરાત યુનિવર્સિટીની સામે ઋતુરાજ ટી-સ્ટૉલ ચ્હા પીવા અટક્યો હતો.
“હજી તો લાવણ્યા કૉલેજ નઈ પહોંચી હોય....!” ચ્હા પીતા-પીતા સિદ્ધાર્થે પોતાના જીન્સના પોકેટમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો “હવે whatsapp નો બેકઅપ રિસ્ટોર થઈ ગ્યો હશે....!”
બરોડાથી નીકળી બરોડા નજીક રસ્તામાં હાઇવે પર એક નાની હોટલમાં રોકાઈ તેણે થોડો ઘણો ચ્હા નાસ્તો કર્યો હતો. એ વખતે ચ્હા-નાસ્તો કરતાં-કરતાં તેણે પોતાના whatsppનો બેકઅપ રિસ્ટોર કરવાનું મોબાઈલમાં ચાલુ કરી દીધું હતું જેથી અમદાવાદ પહોંચતાં-પહોંચતાં whatsapp ચાલુ થઈ જાય.
Whatsapp નો બેકઅપ રિસ્ટોર થઈ જતાં સિદ્ધાર્થે ઝડપથી whatsapp ઓપન કર્યું. ચેટબોક્સમાં સૌથી ઉપર લાવણ્યાના અનેક મેસેજીસ હતાં.
"ક્યાંછું જાન....!?"
"હું બસ અત્યારેજ પહોંચી કોલેજમાં.....!"
"થોડું લેટ થઈ ગયું .....! સોરી જાન...!"
પ્રેમથી નીતરતા લાવણ્યાના આવા અનેક મેસેજોનો જાણે ઢગલો થઈ ગયો હતો. ચ્હા પીતા-પીતા સિદ્ધાર્થે લાવણ્યાના બધાજ મેસેજ વાંચી લીધાં. એમાંય બેપનાહ વાળું સોંગ સાંભળી સિદ્ધાર્થની આંખો ભીની થઈ ગઈ. સિદ્ધાર્થ માટેની બધીજ ફીલિંગ્સ લાવણ્યએ એ સોંગમાં વ્યક્ત કરી દીધી હતી. ફક્ત ઔપચારિકતા ખાતર “આઈ લવ યુ” કહેવાનું જ હવે બાકી હતું. “બેપનાહ”વાળું સોંગ લાવણ્યએ એટલું ભાવથી ગાયું હતું કે કૉલેજ પહોંચ્યા સુધી લાવણ્યાનો એ સ્વર સિદ્ધાર્થના કાનમાં ગુંજતો જ રહ્યો. વાવાઝોડાં જેવી લાવણ્યાની ફીલિંગ્સમાં સિદ્ધાર્થ હવે અટવાઈ પણ પડ્યો અને ભીંજાઈ પણ ગયો. હવે પોતાનાં મેરેજ અંગેની વાત લાવણ્યાને કેવીરીતે ખાવે એ અંગે તે વધુ મૂંઝાઇ ગયો.
*****
"આવતીકાલથી નવરાત્રિ શરૂ થાય છે જાન....!"
લાવણ્યાએ વધુ એક મેસેજ સિદ્ધાર્થને મોકલ્યો.
"તું આવને ....! પ્લીઝ....!"
"તારાં વિના શ્યામ મને એકલડું લાગે....! રાસ રમવાને વે'લ્લો આવજે...!"
સવાર-સવારમાં કોલેજ પહોંચીને તરતજ કમ્પાઉન્ડમાં પેવમેન્ટ ટ્રેક ઉપર ઊભાં-ઊભાં લાવણ્યાએ સિદ્ધાર્થને મેસેજ કર્યો. આગલા દિવસે અંકિતાએ કરેલા ઓડિયો મેસેજ વાઇરલ થયાંની ઘટનાંને પછી એજ ચર્ચા કૉલેજમાં ચાલી રહી હતી. લાવણ્યા કોલેજ તો આવી હતી પણ મેસેજ વાઇરલની એ ઘટનાંને લીધે લાવણ્યાએ ફ્રેન્ડ્સ સાથે બોલવાનું ઓછું કર્યું હતું. તે કેન્ટીનમાં બધાં જોડે બેસતી, લેકચર પણ ભરતી, પણ તેનું મન કશામાં નહોતું લાગતું.
જ્યારથી સિદ્ધાર્થ બરોડા ગયો હતો ત્યારથી લાવણ્યા રોજે સિદ્ધાર્થને મેસેજ કર્યા કરતી અને આતુરતાંપૂર્વક તેનો રિપ્લાય આવવાંની રાહ જોતી રહેતી. દર થોડીવારે ફોનમાં સિદ્ધાર્થને મોકલેલાં મેસેજમાં બ્લૂટીક આવી કે નઇ એ ચેક કરતાં રહેવું, પાર્કિંગમાં સિદ્ધાર્થની રાહ જોતાં રહેવું એજ હવે તેનાં લગભગ આખાં દિવસનું રૂટિન બની ગયું હતું. જોકે આટલાં દિવસોમાં સિદ્ધાર્થને કરેલાં અનેક મેસેજીસનો ક્યારેય કોઈ રિપ્લાય નહોતો આવ્યો. એકેય મેસેજ હજીસુધી તેને પહોંચ્યો પણ નહોતો.
લાવણ્યાએ જેટલાં પ્રેમથી અને ભાવથી "બેપનાહ" સોંગ તેનાં અવાજમાં ગાઈને રેકોર્ડ કરીને મોકલ્યું હતું તે મેસેજ પણ સિદ્ધાર્થને નહોતો મળ્યો. આમ છતાંપણ સિદ્ધાર્થ જાણે તેનાં મેસેજ વાંચી રહ્યો હોય એમ માનીને લાવણ્યા એટલીજ ઉત્કટતાંથી રોજે મેસેજ કર્યા કરતી.
લાવણ્યાએ ફેમસ ગુજરાતી ગરબાની બે લાઈનો લખીને સિદ્ધાર્થને મેસેજ કર્યો. તે હજીપણ ત્યાંજ ઊભી હતી અને મેસેજમાં બ્લૂ ટીક આવવાની રાહ જોઈ રહી.
"હું પાર્કિંગમાં તારી રાહ જોઉં છું....! તું આવે છેને...!?"
થોડીવાર પછી ત્યાંજ ઊભાં-ઊભાં લાવણ્યાએ વધુએક મેસેજ લખીને સેન્ડ કર્યો.
"લાવણ્યા...!?" પાછળથી પ્રેમનો અવાજ આવ્યો.
લાવણ્યાએ પાછાં ફરીને જોયું. પ્રેમ, અંકિતા અને કામ્યા ત્રણેય તેની પાછળજ આવીને ઊભાં હતાં.
"શું વાત છે આજે આપણે બધાંજ મોડાં પડ્યાં....!?" કામ્યા બોલી.
બધાં હળવું હસ્યાં. લાવણ્યાએ પણ સ્મિત કર્યું. સિદ્ધાર્થને કરેલાં મેસેજ કોઈ વાંચીનાંલે એટલાં માટે લાવણ્યાએ તેનાં ફોનની સ્ક્રીન લોક કરી દીધી.
"કેન્ટીનમાં જવું છે કે લેકચર ભરવાં....!?" પ્રેમ પૂછ્યું.
"કેન્ટીનમાં જઈએ....!" અંકિતાએ લાવણ્યા સામે સ્મિત કરીને કહ્યું.
કેન્ટીનમાં જઈને બધા ફ્રેન્ડ્સ સાથે મજાક મસ્તી કરવી કે બોરિંગ લેકચર ભરવો એ અંગે હવે થોડીવાર સુધી બધાએ ત્યાંજ પેવમેન્ટ ઊભાં-ઊભાં ચર્ચા કરી. પરાણે હળવું સ્મિત કરતાં-કરતાં લાવણ્યા બધાને જોઈ રહી.
“કેન્ટીનમાં જ જઈએ....!” છેવટે કામ્યાએ જજમેન્ટ આપ્યું.
બધાં હવે વાતો કરતાં-કરતાં આગળ ચાલવાં લાગ્યાં. લાવણ્યા બધાંની પાછળ ધિમાં પગલે ચાલવાં લાગી. આગળ જઈ રહેલાં ફ્રેન્ડ્સને જોઈને લાવણ્યા થોડી વધુ ધીમી પડી અને તેણે ફરીવાર સિદ્ધાર્થને મેસેજ ટાઈપ કર્યો.
"હું કેન્ટીનમાં વેઇટ કરું છું તારી.....!"
"જલ્દી આવજે ......!"
"ક્યાંછું જાન એતો કે ....!?"
લાવણ્યાએ છેલ્લે મેસેજ ટાઈપ કર્યો અને સેન્ડ કર્યો. સિદ્ધાર્થને કરેલાં મેસેજનું ચેટ બોક્સ ઓપન રાખી ફોનની સ્ક્રીન સામે જોઈ રહી અને અગાળ જઈ રહેલાં તેનાં ફ્રેન્ડ્સની સાથે થવાં સહેજ ઉતાવળાં પગલે ચાલવાં લાગી. તેણે નજર ઊંચી કરીને આગળ જોઈ ચાલવાં માંડ્યુ.
થોડું ચાલી તેણે ફરીવાર ફોનની સ્ક્રીનમાં નજર નાંખી. તેનાં પગ અચાનક થંભી ગયાં. તે પોતાની આંખોની પલકો ઝપકાવવાંનું પણ ભૂલી ગઈ. લાવણ્યાનાં શ્વાસ અદ્ધર થઈ ગયાં. તેણે સિદ્ધાર્થને મોકેલેલાં મેસેજોમાં "બ્લૂ ટીક" આવી ગઈ હતી.
"સૂના સૂના ....! લમ્હા લમ્હા...! મેરી રાહે તનહા તનહા....!" લાવણ્યા કઈં સમજે-વિચારે એ પહેલાંજ સિદ્ધાર્થનો મેસેજ આવી ગયો.
"સિદ્ધાર્થનો મેસેજ.....!?" લાવણ્યાની આંખ ભરાઈ આવી તે માંડ માંડ બોલી શકી.
જાણે એક આખો યુગ પસાર થઈ ગયો હોય અને તેની આતુરતાંનો અંત આવ્યો હોય એવું તેને ફીલ થયું. થોડીવાર સિદ્ધાર્થનાં રિપ્લાય સામે જોઈ રહ્યાં બાદ લાવણ્યાએ ધ્રૂજતાં હાથે મેસેજ ટાઈપ કરવાં માંડ્યો.
"આકર મુઝે....! તુમ થામલો....! મંઝિલ તેરી દેખે રસ્તા....!" લાવણ્યા મેસેજ ટાઈપ કરીને મોકલે એ પહેલાંજ સિદ્ધાર્થનો બીજો મેસેજ આવી ગયો.
"ક્યાંછું....! ક્યાંછું જાન....!?" ધ્રૂજતાં હાથે લાવણ્યએ માંડ-માંડ મેસેજ ટાઈપ કરીને સેન્ડ કર્યો. તેની આંખોમાંથી હવે દડદડ આંસુ વહેવાં લાગ્યાં.
"મૂડકે ઝરાં ....! તુમ દેખલો.....! એસા મિલન ....! ફીર હોનાં હો....!
સબકુછ મેરાં....! તુમહી તો હોઓ...!"
સિદ્ધાર્થે લાવણ્યાનાં પ્રશ્નનો જવાબ પણ લાવણ્યાએ મોકેલાલાં સોંગની લાઈનો લખીને આપ્યો.
લાવણ્યા તેનાં મેસેજનો અર્થ પામી ગઈ હોય એમ હાંફળી-ફાંફળી થઈને આમતેમ જોવાં લાગી. તે પાછી ફરી અને હવે કોલેજનાં ગેટની દિશામાં જોવાં લાગી. સામેનું દ્રશ્ય જોઈને તેની આંખો ત્યાંજ થંભી ગઈ અને તેનાં ઉરજોની ગતિ અતિશય વધી ગઈ અને તે ઝડપથી શ્વાસ લેવાં લાગી. તેની આંખોમાં જાણે પૂર આવ્યું હોય એમ તેની આંખોમાંથી આંસુઓની ધાર વહી રહી.
ક્રીમ કલરનું બ્લેઝર, અંદર બ્લેક ટર્ટલ નેક ટી-શર્ટ, બ્લૂ જીન્સ....! તેનાં એજ લાંબા બ્રાઉન વાળ, ગોરો ચેહરો....! અને લાવણ્યાનાં ફેવરિટ એવાં એજ હોંઠ.....!
"સિદ્ધાર્થ.....!" લાવણ્યાથી છેવટે જોરથી બૂમ પડાઈ ગઈ.
■■■■
“S I D D H A R T H”
Jignesh
instagram@siddharth_01082014